GG-15 : અમૃત, પારસ અને કલ્પવૃક્ષ, -૨૬  યજ્ઞ પિતા – ગાયત્રી માતા  

અમૃત, પારસ અને કલ્પવૃક્ષ, યજ્ઞ પિતા – ગાયત્રી માતા  

”ગુરુદેવ ! એક વખત આપે બતાવ્યું હતું કે આ ત્રિપદા ગાયત્રીની ઉપાસના કરવાથી અમૃત, પારસ અને કલ્પવૃક્ષ, એ ત્રણ ફળ પ્રાપ્ત થાય છે. શું આપણે આના વડે સાચે જ અમર બની શકીએ છીએ !” અમે ગુરુદેવ સમક્ષ શંકા વ્યક્ત કરી.

“હા બેટા, એ તો છે. આપણે આના વડે સાચે જ અજર, અમર બની શકીએ છીએ. થઈ શું શકીએ, આપણે તો પહેલેથી જ છીએ પરંતુ આ વાતને કોઈ સમજતું જ નથી. ગાયત્રી ઉપાસનાથી આપણને આ તથ્યને સમજવાની સદ્દબુદ્ધિ મળે છે.”

‘આમાં શું રહસ્ય છે પૂછ્યુંવર, કૃપયા વિસ્તારથી સમજાવો.” અમે આગ્રહ કર્યો.

જો બેટા આ અમૃત, પારસ અને કલ્પવૃક્ષ કોઈ વસ્તુ કે વૃક્ષનું નામ નથી. આ તો ત્રણ દિવ્ય વિભૂતિઓ છે જે ગાયત્રી ઉપાસનાથી આપણને પ્રાપ્ત થાય છે અને આપણા જીવનને સ્વર્ગીય આનંદથી પરિપૂર્ણ કરી દે છે. જ્યારે આપણે એકાગ્રચિત્ત થઈને ઉપાસના કરીએ છીએ, ગાયત્રી માતા સાથે પોતાનું તાદત્મય સ્થાપિત કરીએ છીએ તો શું થાય છે ? પહેલાં તે સમજો.

ઉપાસનાથી આપણો પરમેશ્વર સાથે સંપર્ક થાય છે અને સંપર્કથી આત્મબળમાં વૃદ્ધિ થાય છે. આત્મબળ વધવાથી આપણું જીવન સુવ્યવસ્થિત અને પરિષ્કૃત થાય છે. જેના ફળસ્વરૂપ પ્રખરતા, પ્રામાણિક્તા અને પ્રતિભાની પ્રાપ્તિ થાય છે, જેનાથી આપણને જનસન્માન તથા જનસહયોગ મળે છે, કદમ-કદમ પર સફળતાઓ મળે છે, યજ્ઞ તથા કીર્તિ મળે છે. આ રીતે આપણે સતત પ્રગતિના માર્ગ પર આગળ વધતાં વધતાં ભૌતિક સમૃદ્ધિઓ અને આત્મિક વિભૂતિઓને સહજ રીતે જ પ્રાપ્ત કરતાં ચાલતાં જઈએ છીએ, જીવન લક્ષ્યની પૂર્ણતાની નજીક વધતાં જઈએ છીએ. મનુષ્ય આ જ ઇચ્છે છે કે અનેકાનેક ભૌતિક સુખ-સુવિધાઓ એને મળે અને વિપત્તિ-વિઘ્નોનું નિરાકરણ પણ થઈ જાય. ગાયત્રી ઉપાસનાથી એના આ બન્ને પ્રયોજનો પૂરા થાય છે. આ જ અમૃત, પારસ અને કલ્પવૃક્ષ છે.

અમૃત કોઈ પદાર્થ નહીં પરંતુ ચેતનાની સ્થિતિ જ છે. કહેવાય છે કે અમૃત પીવાવાળો અજર-અમર થઈ જાય છે, વૃદ્ધાવસ્થા કે મૃત્યુ એની પાસે નથી આવતા, નવયૌવન સદા ટકી રહે છે. એનું અંતઃકરણ સદા આનંદ તથા ઉલ્લાસથી પુલકિત રહે છે. પરંતુ આ બધુ કેવી રીતે થઈ શકે છે. સંસારમાં ક્યાંય પણ અમૃતની ઉપસ્થિતિની સાબિતી નથી મળતી. જે પણ મનુષ્ય જન્મ લે છે તે વૃદ્ધ થાય છે અને મૃત્યુને વરે છે. મનુષ્યનું જીવન સો વર્ષનું કહેવામાં આવે છે. વેદોએ ‘જીવેમ શરદઃ શતમ્’નો ઉદ્ઘોષ કર્યો છે. પરંતુ આજે તો પચાસ સુધી પહોંચતામાં જ લોકોને ઘડપણ ઘેરી વળે છે. વિરલા જ સો ને પાર કરી શકે છે. પરંતુ અમર તો કોઈ પણ નથી થઈ શકતું.

આ ઘડપણ અને મૃત્યું કોનું થાય છે ? આપણું. આ આપણે કોણ છીએ ? શું આપણું શરીર ? ના. તો પછી શું આપણું મન ? ના, આ પણ નીં, તો પછી આત્મા ? ઘ. આ આત્મા જ તો આપણા શરીરની અંદર પરમાત્માનો અંશ છે. એ અજર છે, અમર છે, એનું મૃત્યું નથી થઈ શકતું. મરે છે તો ફક્ત આ શરીર. આત્મા તો શાશ્વત છે. એક શરીરના સમાપ્ત થયા પછી બીજું ધારણ કરે છે. આપણે ભ્રમવશ શરીરને જ બધુ માની બેઠા છીએ. આત્માની તરફ ધ્યાન જ નથી દેતા. જ્યારે આ જ્ઞાન આપણને થઈ જાય છે ત્યારે આપણે સમજી જઈએ છીએ કે આપણે શરીર નહીં આત્મા છીએ, આપણે તો અમર છીએ. આ ચેતનાની જાગૃતિ જ અમૃત્વની ઉપલબ્ધિ છે.

ગાયત્રી ઉપાસનાથી આપણને આ જ પ્રેરણા, દિશા તથા સુવિધા પ્રાપ્ત થાય છે. ગાયત્રીને કામધેનુ પણ કહેવાય છે. કામધેનુ ગાયનું દૂધ પણ અમૃત સમાન માનવામાં આવે છે. એ પીવાથી દુર્ભાવનાઓ આપણા ઉપર હુમલો નથી કરી શકતી. કહેવાય છે કે દેવતાઓ કામધેનુ ગાયનું દૂધ પીએ છે. આ અલંકારિક વર્ણન છે. આપણે પણ આપણી અંદર એવી જ ચેતના જાગ્રત કરી લઈએ તો આપણે પણ દેવતા બની શકીએ છીએ. અમરતા અને દેવત્વ એક જ વાત છે. દેવતાઓને મનુષ્યની સરખામણીમાં વધુ સમર્થ, સંપન્ન અને સંતુષ્ટ માનવામાં આવે છે. આપવાની આકાંક્ષા રાખવી, આપતાં રહેવું દેવતાઓનો ધર્મ છે. જ્યારે ગાયત્રી માતાની કૃપાથી આપણી અંદર આ આત્મજ્ઞાન જાગ્રત થઈ જાપ છે તો દેવત્વની, અમરતાની સહજ જ ઉપલબ્ધ થઈ જાય છે.” ‘

“તો ગુરુદેવ શું પારસ પથ્થર પણ ક્યાંય નથી હોતો” અમે જીજ્ઞાસા પ્રગટ કરી.

ગુરુદેવ હસ્યા અને બોલ્યા, “શું સોનું બનાવવાનો ધંધો કરવાની ઇચ્છા છે. જો એમ હોય તો નિરાશા જ હાથ લાગશે. આજ સુધી તો ક્યાંય પારસ પથ્થરના અસ્તિત્વની ભાળ મળી નથી. કોઈ કાલ્પનિક વાર્તાઓમાં અવશ્ય એનું વર્ણન આવે છે. તું શોધી શકે તો શોધી લેજે. કહેવાય છે કે પારસ પથ્થરને અડકી લેવાથી લોખંડ જેવી કાળી, ક્રૂપ અને સસ્તી ધાતુ પણ સોના જેવી સુંદર, બહુમૂલ્ય અને ચમકદાર બની જાય છે. ગાયત્રી ઉપાસનાથી આપણને પારસ મળે છે એનું તાત્પર્ય એ છે કે આપણને પારસ પથ્થરની શક્તિ પ્રાપ્ત થઈ જાય છે અને આપણે આપણા સંપર્કમાં આવનાર દરેક વ્યક્તિને આધ્યાત્મિક દૃષ્ટિથી સુંદર, બહુમૂલ્ય તથા ચમકદાર બનાવી શકીએ છીએ. આપણો પુરુષાર્થ જ એ પારસ છે જે સંકલ્પ, સાહસ, ઉલ્લાસ, આશા, ઉમંગ વગેરેની અંતઃક્ષમતાઓના રૂપમાં વિકસિત થાય છે, આળસ, પ્રમાદ, આત્મહીનતા તથા અસંયમને નષ્ટ કરે છે. પારસનું મહત્ત્વ એટલા માટે છે કે એ લોખંડની તુચ્છતાને સોનાની મહાનતામાં બદલી નાંખે છે. પુરુષાર્થ જાગવાથી અંધારમાં ભટકલ વર્તમાન ઉજ્જવળ ભવિષ્યમાં પરિવર્તન થતો દૃષ્ટિગોચર થાય છે. તો બેટા ! તારે કેવો પારસ જોઈએ છે. “ગુરુદેવ આ પુરુષાર્થનો પારસ જ સર્વોત્તમ છે. આ તો આપણા લોક-પરલોક બંનેને સ્વર્ણિમ તેજથી પ્રકાશિત કરી શકે છે.” અમે નિવેદન કર્યું.

ગુરુદેવ હસ્યા અને આગળ બોલ્યા, “બેટા આ જ વાત કલ્પવૃક્ષના સંબંધમાં પણ છે. કહેવાય છે કે સ્વર્ગમાં કલ્પવૃક્ષ છે જેની નીચે બેસીને જે પણ કામના કરવામાં આવે તે પૂર્ણ થઈ જાય છે. પરંતુ આવું તો ક્યાંય જોવામાં નથી આવતું.’ હા, એટલું અવશ્ય છે કે મનુષ્યએ પોતાની કામનાઓનો એટલો વધારે વિસ્તાર કરી દીધો છે કે સાચું કલ્પવૃક્ષ હોય તો તે પણ એને પૂરી ન કરી શકે. આ કલ્પવૃક્ષ વસ્તુતઃ પરિષ્કૃત વ્યક્તિનું અલંકારિક રૂપ છે. આવાં વ્યક્તિ હલકું તથા નિરર્થક ચિંતન નથી કરતા. મનુષ્ય જીવનની આવશ્યક્તાઓ બહુ જ થોડી છે. એનું પેટ નાનું પરંતુ હાથ તથા મસ્તિષ્કના સહયોગથી ઉત્પાદન એટલું વધારે છે કે થોડાક જ સમય તથા શ્રમથી બધી શારીરિક જરૂરિયાતો સહજ રીતે પૂરી થઈ શકે છે. તે તો અનાવશ્યક કામનાઓના બોજને પોતાના પર નાંખીને ફરે છે અને એની પૂર્તિ માટે ઉચિત, અનુચિત દરેક સાધન અપનાવે છે.

સરેરાશ ભારતીય સ્તરની જરૂરિયાતો જ જો પૂરતી સમજવામાં આવે તો જરા પણ મુશ્કેલી નહીં પડે, પરંતુ નિરર્થક કામનાઓનો બોજો વધારતાં જવું અને એને તરત જલ્દી પૂરી કરવા માટે આકુળ-વ્યાકુળ રહેવું તે ફક્ત વિપત્તિઓને આમંત્રણ આપવા બરાબર છે. દેવી-દેવતાઓ પાસે ભીખ માગવાથી પણ કાંઈ થવાનું નથી.

દેવ બુદ્ધિના દેવતા લોકો પોતાને આ જંજાળમાંથી બચાવીને રાખે છે. તેઓ પોતાના પરિષ્કૃત વ્યક્તિત્વ રૂપી કલ્પવૃક્ષના નીચે બેસીને અત્યંત આવશ્યક અને સીમિત કામનાઓ જ કરે છે જે આપમેળે જ પૂરી થઈ જાય છે. એને નિષ્કામ પણ કહેવાય છે. ગાયત્રીમાતાની કૃપાથી, સદ્ગુદ્ધિથી આ નિષ્કામ ભાવ જાગ્રત થાય છે. આ જ કલ્પવૃક્ષ છે. ગાયત્રીની ઉપાસનાથી અમૃત, પારસ તથા કલ્પવૃક્ષની જે ત્રણ વિભૂતિઓ મનુષ્યને પ્રાપ્ત થાય છે એનાથી તે નિશ્ચિત રહે છે, મુક્તપણે ફરે છે અને શાંતિપૂર્ણ જીવન ગુજારે છે.”

“ગુરુદેવ ! આ તો આપે બહુ જ સરસ વાત બતાવી. અમૃત, પારસ તથા કલ્પવૃક્ષની બાબતમાં અમે બહુ મોટા ભ્રમમાં હતા. એ અંધારું, અજ્ઞાન હટી ગયું.” અમે નિવદેન કર્યું. ‘“સારું તો આગળ પછી ચર્ચા કરીશું.”

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: