GG-15 : ભર્ગો દેવસ્ય ધીમહિ -૨૨ યજ્ઞ પિતા – ગાયત્રી માતા
August 8, 2022 Leave a comment
ભર્ગો દેવસ્ય ધીમહિ, યજ્ઞ પિતા – ગાયત્રી માતા
‘“હવે આગળ બીજું પદ જુઓ. ‘ભર્ગો દેવસ્ય ધીમહિ’ આમાં પણ ત્રણ શબ્દ છે તત્ સવિતુર્વરેણ્યં આપણે પરમાત્માની સવિતા શક્તિ ધારણ કરવી જોઈએ. પરંતુ પરમપિતા પરમેશ્વરના તો બીજા પણ અનેક ગુણ છે. એનું પણ ધ્યાન તો કરીએ.
‘ભર્ગઃ’ ભગવાનની એ શક્તિને કહેવાય છે જે દુર્ગુણોનો, અંધકારનો નાશ કરે છે. સારાની અપેક્ષાએ ખરાબનું આકર્ષણ વધારે ચમકદાર હોય છે. એટલે દુર્ગુણોનું આક્રમણ પણ ખૂબ ઝડપથી અને દઢતાથી થાય છે. લોકો એના પ્રલોભનમાં સહેલાઈથી ફસાઈ જાય છે અને એક વાર એની જાળમાં ફસાયા પછી એમાંથી નીકળવું મુશ્કેલ થઈ જાય છે. સંસારમાં દૈવી અને આસુરી શક્તિઓ બંને ય કામ કરતી રહે છે. આ દેવાસુર સંગ્રામ આપણા મનમાં પણ ચાલતો રહે છે. આપણે આ આસુરી પ્રવૃત્તિઓને કચડીને દૈવી આચરણ કરી શકીએ તે પરમેશ્વરની ભર્ગ શક્તિથી સંભવ થઈ શકે છે. ધૈર્ય અને મનોયોગપૂર્વક માનસિક સંતુલન બનાવી રાખીને આપન્ને નિત્ય આત્મનિરીક્ષણ કરવું જ જોઈએ અને જે પણ દુષ્પ્રવૃત્તિઓ હોય એને બહાર ધકેલી મુકવાનો પ્રયાસ કરવોજોઈએ, ગાયત્રી મંત્રમાં એ ઇમરના તેજસ્વી અને શ્રેષ્ઠ અંશને પોતાની અંદર ધારણ કરવાની સાથે સાથે એ આદેશ પણ છે આપણે ‘ભર્ગ’ને પણ પોતાની અંદર ધારણ કરીએ, દુર્ગુણો, પાપો, દુર્બળતાઓ, ખરાબ પ્રવૃત્તિઓથી સાવધાન રહીએ.
‘દેવ’ કહેવાય છે દિવ્યને, અલૌકિકને, અસાધારણને, આપણે પોતાનામાં દેવત્વને ધારણ કરવું જોઈએ. દિવ્ય સિદ્ધાંતોને સામે રાખીને એના આધાર પર પોતાના કર્તવ્યનો નિર્ણય કરીએ. જે સાચું હોય, બરાબર હોય, લોકમંગળનું હોય એવા કાર્યોને પૂરી લગન સાથે કરવા જોઈએ. કોઈ પ્રલોભન, કોઈ આકર્ષણ, કોઈ આપત્તિ કે ભય આપણને એ કાર્યથી વિચલિત ન કરી શકે. ભલે ને એ માર્ગ પર આપણે એકલા જ કેમ ન હોઈએ, સચ્ચાઈના માર્ગને કદીય ન છોડીએ. કોઈ શું કહેશે’ એનાથી દુઃખી ન થાવ. આ રીતે આપણે દેવસ્યની, દેવતા બનવાની ક્ષમતા પોતાનામાં જાગૃત કરીએ. દેવતા એ કહેવાય છે જે આપે છે. જે પોતાની પ્રતિભાને, ક્ષમતાને બીજાના લાભ માટે આપવામાં સદાય તત્પર રહે. આપણી શક્તિ તથા સામર્થ્યને પોતાની સ્વાર્થપૂર્તિ, વાસનાઓથી તૃપ્તિ અને છળ-કપટમાં ન લગાવતાં પરમાર્થ માટે પણ અર્પણ કરીએ અને બીજાની સેવામાં પણ લગાવીએ.”
‘ગુરુદેવ આપ તો કહો છો અમે દેવતા બનીએ. પણ દેવતાઓ તો પૃથ્વી પર રહેતા નથી. એ તો સ્વર્ગમાં રહે છે અને ત્યાં તો મર્યા (મરણ) પછી જ જઈ શકાય છે. અમે .. જીજ્ઞાસા પ્રગટ કરી.
આ સાંભળીને ગુરુદેવ જોરથી હસ્યા અને બોલ્યા, “જેને તું સ્વર્ગ સમજે છે, મર્યા પછી તો ત્યાં પણ નહીં પહોંચી શકાય. લોકોના આજકાલ જેવાં આચરણ છે તે તો જીવતાં જ નરક સમાન જ છે. દેવતા સ્વર્ગમાં રહે છે અને સ્વર્ગ પૃથ્વીની ઉપર છે. એનું તાત્પર્ય એ છે કે તેઓ શ્રેષ્ઠ વિચારલોકમાં વિચરણ કરે છે જે સ્વાર્થ અને સંકીર્ણતાની તુચ્છતાથી બહુ જ ઉપર છે. એ જ સ્વર્ગ પણ છે અને નરક પણ, આપણે દિવ્ય બનીએ, દિવ્ય તત્ત્વોથી, દિવ્ય સિદ્ધાંતોથી અને દિવ્ય વિશ્વાસો વડે પોતાના અંતઃકરણને દિવ્યતાથી ઓતપ્રોત કરી દઇએ તો આપણે દેવતા બની શકીએ.
‘ધીમહિ’ કહેવાય છે ધ્યાનને. જે વસ્તુનું આપણે માન કરીએ છીએ તેના ઉપર મન કેન્દ્રિત થાય છે, મન એકાગ્ર થવાથી એમાં રુચિ ઉત્પન્ન થાય છે અને રુચિ ઉત્પન્ન થવાથી એને પ્રાપ્ત કરવાની આકાંક્ષા વધે છે, આકાંક્ષાથી પ્રયત્નો ઉત્પન્ન થાય છે અને તે પ્રયત્ન જ અંતે અપેક્ષિત વસ્તુને પ્રાપ્ત કરાવી દે છે. ધ્યાન બીજ છે અને સફળતા એનું ફળ. કોઈપણ કાર્ય પહેલાં કલ્પનામાં કરવામાં આવે છે, પછી એની યોજના બને છે ત્યારે તે ક્રિયાના રૂપમાં પ્રગટ થાય છે. વેદમાતાએ આપણને ધીમહિનો નિર્દેશ કર્યો છે. આપણે ધ્યાન કરીએ. કોનું ? પરમાત્માની શક્તિઓનું, આ બધાનું ધ્યાન કરવાથી મનમાં એકાગ્રતા આવે છે, ચિત્ત સ્થિર થાય છે અને મનની ઉપર નિયંત્રણ આવે છે. મનને જે કાર્યમાં લગાડવામાં આવે છે, શરીરના અંગ પણ એ દિશામાં આગળ વધે છે, સહયોગ આપે છે. આપણા મગજમાં ઇશ્વરીય, તેજસ્વી, શ્રેષ્ઠ, શક્તિશાળી, દિવ્ય વિચારોને જ સ્થાન મળે, જેનાથી આપણે આત્મકલ્યાણ અને પરમાર્થના કાર્યોમાં જ લાગીએ.”
પ્રતિભાવો