GG-15 : ભૂ:ભુવઃ સ્વઃ -૨૦  યજ્ઞ પિતા – ગાયત્રી માતા  

ભૂ:ભુવઃ સ્વઃ,  યજ્ઞ પિતા – ગાયત્રી માતા  

આ મંત્રમાં ઓંકાર પછી ત્રણ બાતિઓ આવે છે. આ ત્રણેય ગાયત્રી મંત્રના બીજ મંત્ર છે. આની બાબતમાં તમને ઘણું બધું બતાવી જ ચૂક્યા છીએ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ ત્રણેય ઉત્પાદક પોષક તથા સંહારક શક્તિઓને જ ભૂઃ ભુવઃ સ્વ કહે છે. સત્, રજ, તમ ત્રણે ગુણોને પણ આનાથી ઓળખી શકાય છે. ભૂઃ ને બ્રહ્મા, ભુવઃ ને પ્રકૃતિ અને સ્વ ને જીવ કહેવાય છે. અગ્નિ, વાયુ, સૂર્ય વગેરે દેવતાઓનું પ્રતિનિધિત્વ પણ આ વ્યાહતિઓ કરે છે. એ ત્રણેય લોકનો પણ આમાં સંકેત છે.

ભૂ નો અભિપ્રાય છે પ્રાણ આપવાવાળો, પ્રાણાધાર, ભુવઃ નો અર્થ છે દુઃખનો નાશ કરવાવાળો અને સ્વઃ નો અર્થ છે સુખ આપવાવાળો, આનંદ આપવાવાળો, પરમેશ્વરના આ ત્રણેય ગુણોની પ્રશંસા ભૂઃ ભુવઃ સ્વઃમાં કરવામાં આવી છે. પણ શું પરમેશ્વર આ પ્રશંસાનો ભૂખ્યો છે ? શું તેને આગળ પાછળ ફરતાં ચમચાઓની જરૂરિયાત છે ? ભાટ અને ચારણોની જરૂરત છે ? ના, ના આ બધું કશું જ નહીં. ભગવાનની પ્રશંસા સ્તુતિ તો આપણે એટલા માટે કરીએ છીએ કે એના ગુણોમાંથી થોડાંક આપણી અંદર પણ ઉતરી આવે. ઇશ્વરને પ્રાણાધાર કહેવાનો લાભ ત્યારે જ મળે જ્યારે આપણે પોતે પણ કોઈના પ્રાણ આધાર બનીએ. જો કોઈને પ્રાણ આપી ન શકીએ તો ઓછામાં ઓછું કોઇના પ્રાણ લઈએ તો નહીં. પરંતુ આજે શું બની રહ્યું છે ? માંસાહારની પ્રવૃત્તિ વધતી રહી છે. પોતાની જીભના સ્વાદ માટે ન જાણે કેટલાય પશુ-પક્ષીઓની રોજ હત્યા કરીએ છીએ. શું આજ ગાયત્રી માતાની પ્રાર્થના છે.

મંત્રનો જાપ કરીએ અને પોતે જ એના આદેશથી વિપરીત કાર્ય કરીએ, પછી શું થાય ? એટલા માટે શાસ્ત્રો કહ્યું છે કે ‘ઉચિત આકાર કર, ઉચિત વ્યવહાર કર, ઉચિત કર્મ કર, ઉચિત પત્ન કર.’ આ ગાયત્રી મંત્ર દુઃખનો નાશ કરે છે અને સુખ પણ આપે છે. આ દુ:ખ-સુખ શું છે ? સુખ અને દુઃખ વાસ્તવમાં કોઈ વસ્તુનું નામ નથી, કોઈ દશાનું નામ નથી, પરંતુ પોતાના દૃષ્ટિકોણનું નામ છે. દૃષ્ટિકોણને બદલો તો ઘણાં દુ:ખ સુખમાં બદલાઈ જશે. દ્રિયોને સંતુષ્ટ કરવી જ સુખ છે અર્થાત્, અતૃપ્તિ થવી દુઃખ છે. સુખ અને દુઃખ બંને ય દેવ ભાષા સંસ્કૃતના શબ્દ છે. ‘સુ’ અર્થાત્ સારું અને “દુ’ નો અર્થ થાય છે ખરાબ. ‘ખ’ કહેવાય છે. દ્રિયોને, સુખનો અર્થ છે સારી દ્રિયો અને દુઃખનો અર્થ છે ખરાબ ઇંદ્રિયો, સારી ઇંદ્રિયો કોણ હોય છે ? જે આપણા વશમાં હોય અને ખરાબ એ જે આપણને વશમાં રાખીને નચાવતી ફરે છે. માયા, મોહ, લોભના ચક્કરમાં મનુષ્ય ન જાણે કેટલા દુ:ખ ઉઠાવે છે. જીભનો સ્વાદ તો એને પ્રત્યક્ષ નરકમાં જ ધકેલે છે. ન જાણે શું શું ન ખાવા જેવું તે ખાતો રહે છે. ભરેલા પેટ ઉપર પણ ક્યાંકથી જે શીરો, મીઠાઈ, ચાટ, ભજિયાં-ચોરી દેખાઈ જાય તો લાળ ટપકવાં લાગે છે. જો ફક્ત સ્વાદ ઇંદ્રિયોને જ વશમાં કરી લે તો ન કોઈ ડૉક્ટરની જરૂરત પડે ન વૈઘની.

આ આનંદ આપવાવાળો પરમાત્મા છે. એ જ સત્-ચિત્ આનંદ છે, સચ્ચિદાનંદ છે. પરમાત્મા ફક્ત સુખ જ નહીં, આનંદ પણ આપે છે. સુખ અને આનંદ બંને ભિન્ન છે. સુખ ક્ષણિક હોય છે, થોડા સમય સુધી જ રહે છે પછી સમાપ્ત થઈ જાય છે. આનંદ એ સુખ છે જે ક્યારેય પણ સમાપ્ત નથી થતું. આ આનંદ પરમાત્મા જ આપી શકે છે. મીઠાઇવાળાની દુકાને જઈ પોસ્ટકાર્ડ, વર માગો તો તે ક્યાંથી આપશે. એવી રીતે પોસ્ટ ઓફિસમાં જઈને મીઠાઈ માગો તો કેવી રીતે મળી શકે ? સંસારમાં બધી ભૌતિક સંપત્તિઓ મળી શકે છે એમનું સુખ પણ મળી શકે છે પરંતુ આનંદ તો ત્યારે જ મળશે જ્યારે ગાયત્રીમંત્રની આજ્ઞાઓનું પાલન સાચા મનથી કરીશું.

ગાયત્રીમંત્ર આપણને શિક્ષણ આપે છે કે બ્રહ્મ, પ્રકૃતિ અને જીવના પરસ્પર સંબંધો સમજીને પોતાનો દૃષ્ટિકોણ અને કાર્યક્રમ નક્કી કરવો જોઈએ. અગ્નિ, વાયુ અને જળની ઉપાસનાનો અર્થ છે-તેજસ્વિતા, ગતિશીલતા અને શાંતિપ્રિયતા. એને આપણા જીવનમાં અપનાવીને પોતાના કુટુંબમાં તથા સમાજમાં સુખ સમૃદ્ધિનું-વાતાવરણ બનાવવું જોઈએ. સંસારમાં જે બધું છે તે પરમાત્માએ તમારા માટે જ રચ્યું છે. એનો સદુપયોગ કરવો જોઈએ પરંતુ કોઈપણ પ્રકારનો મોહ નહીં. ‘તેન ત્યક્તન ભુજીથા’ની દૃષ્ટિ અપનાવીને ત્યાગપૂર્વક ભોગવવું જોઈએ.

આ ત્રણેય વ્યાહુતિઓમાં આવાં જ અનેક સંદેશ છે. જેટલા મહાપુરુષ થયા છે એ બધાએ આ પ્રકારે આચરણ કરીને પ્રકાશવાન સફળતાઓ મેળવી છે. રામાયણ, મહાભારત, ગીતા બધામાં આવા અનેક ઉદાહરણો ભરેલાં છે. રામના વનવાસને જ જુઓ. એમના-રાજ્યાભિષેકની ઘોષણા થઈ ચુકી છે. આખા નગરમાં હર્ષોલ્લાસનું વાતાવરણ છે, બધી તૈયારીઓ પૂરી થઈ ચુકી છે, રામ પણ આ ઉત્તરદાયિત્વ માટે માનસિક રૂપથી તૈયાર છે, એ ઘડીની વાટ જોઈ રહ્યાં છે. ત્યારે જ વજ્રપાત થાય છે. એમને ૧૪ વર્ષનો વનવાસનો આદેશ મળે છે. આ શું થઈ ગયું ? રામનો દોષ શું છે ? પછી આવો નિષ્ઠુર આદેશ શું કામ માનવામાં આવે ? પરંતુ ના, રામ પર કોઈ પ્રભાવ નથી પડતો. કોઈ પ્રકારની માયા, મોહ નથી. કોઈ આસક્તિ નથી, પિતાની આજ્ઞા છે તો બરાબર જ હશે. તરત રસ્તો બદલી નાંખ્યો. જે પગ રાજ સિંહાસન તરફ વધી રહ્યાં હતાં તે વન તરફ વળી ગયાં. આજનો જમાનો હોત તો શું એ સંભવ હતું. રામ તો ચોખ્ખું સંભળાવી દેત કે પિતાજી તમે વૃદ્ધ થઈ ગયા છો. આપ જ વનમાં જાઓ અને સાથે આપની કૈયીને પણ લેતાં જાઓ. રામાયણમાં પછી આપણને રામને બદલે દશરથનો વનવાસ વાંચવા મળત. વર્તમાનકાળમાં આવું બની પણ ચૂક્યું છે. ઔરંગઝેબે પોતાના પિતા શાહજહાંને આગ્રાના કિલ્લામાં કેદ કરી દીધા હતા. આ પણ બાપને વનવાસ મોકલવા સમાન જ છે.

આ ત્રણેય વ્યાહુતિઓમાંથી આપણને આ પ્રકારના આદર્શ જીવન જીવવાની પ્રેરણા મળે છે. સીતાનું ચરિત્ર જુઓ. લક્ષ્મણ, ઉર્મિલા અને ભરતને જુઓ. હનુમાન, શબરી, જટાયુ બધા જ આદર્શવાદિતા હતા. તેજસ્વીતાના સર્વોચ્ચ શિખર પર બિરાજમાન છે. તેઓમાંથી આપણે એ પ્રેરણા લેવી જોઈએ કે સાંસારિક પદાર્થોમાં પોતાને ભુલાવી ન દેવા પરંતુ એ આદિ, સ્થિર, શાશ્વત શક્તિ સાથે આત્માનો સંબંધ સ્થાપિત કરીએ. ધીમે ધીમે નીચેથી ઉપરની તરફ ચાલીએ. તમથી રજની તરફ અને રજથી સતની તરફ પોતાના પગ ઉપાડીએ. ભૂઃ ભુવઃ સ્વઃ માંથી જે સંકેતો આપણને મળે છે તેનો સાર છે. સત્ય, પ્રેમ અને ન્યાય અને તેને પોતાના જીવનમાં ઉતારવાનો સતત પ્રયત્ન કરતા રહેવું જોઈએ. ત્યારે જ દુઃખોનો નાશ થશે અને સુખોની, આનંદની વર્ષા થશે.

અરે ભાઈ ! આજે તો બહુ મોડું થઈ ગયું. સમયનું કશું ધ્યાન જ ન રહ્યું. હવે ગાયત્રીના ત્રણેય પદોની બાબતમાં પછી વાત કરીશું.” “ગુરુદેવ ! આપ એટલી સરસ રીતે સમજાવો છો કે ઉઠવાનું મન જ નથી થતું. સાચે જ આ મંત્રના ગૂઢ રહસ્યો પરથી પડદો ઉઠી રહ્યો છે. લાગે છે કે ૐ ભૂર્ભુવઃ સ્વઃ પોતે જ એક પૂર્ણ મંત્ર છે.” અમે નિવેદન કર્યું. “હા બેટા ! જેવી રીતે ૐ પોતાનામાં પૂર્ણ છે, સ્વયં એક સમગ્ર ધર્મશાસ્ત્ર છે, એવી રીતે ૐ ભૂર્ભુવઃ સ્વઃ પણ અપરિમિત જ્ઞાનનો સાગર છે. એને સમર્જા અને અપનાવો તો આ માનવજીવન સફળ થઈ જશે.” આટલું કહીને ગુરુદેવ ઉઠી ગયા.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: