GG-15 : ગાયત્રીનો ભાવાર્થ-૧૮, યજ્ઞ પિતા – ગાયત્રી માતા
August 8, 2022 Leave a comment
ગાયત્રીનો ભાવાર્થ, યજ્ઞ પિતા – ગાયત્રી માતા
બીજા દિવસે અમે ગુરુદેવને આ વિષયમાં આગળ ચર્ચા પ્રારંભ કરવાનો આગ્રહ કર્યો. પૂજ્યવરે પહેલાં પોતાની ધીર ગંભીર વાણીમાં ગાયત્રી મંત્રનો ઉચ્ચાર કર્યો અને પછી બોલ્યા, “બહુ જ વિલક્ષણ મંત્ર છે. આ બધા જ વેદ વાંયમાં એની બરોબરીનો કોઈ બીજો મંત્ર નથી, જેટલો ગૂઢ એટલો જ સરળ, એટલો સારગર્ભિત કે કોઈ વાતની ઊંડાઈ નથી. પહેલા ગાયત્રીનો શબ્દાર્થ જુઓ. આ બે શબ્દોને જોડવાથી બનેલ છે. આ શબ્દો છે ગયા (પ્રાણ) અને ત્રાણ (રક્ષા કરવી), અર્થાત્ જે પ્રાણોની રક્ષા કરે છે તે ગાયત્રી છે. કેટલો સરળ અર્થ છે. પ્રાણ વડે જ તો જીવન છે. જો પ્રાણ ન હોય તો શું બચે ? પ્રાણીન તો શબ્દ બની જાય છે. એટલે જે પ્રાણોની રક્ષા કરે એ તો બધાથી વધુ મહત્ત્વપૂર્ણ હોય જ. પરંતુ આ બધુ કેવી રીતે થશે.
પ્રાણ કહે છે ચૈતન્યતાને, સજીવતાને. આપણી અંદર જે ગતિ, ક્રિયા, વિવેક, વિચારશક્તિ તથા જીવનધારણ કરનારું તત્ત્વ છે તે જ પ્રાણ છે. એ પ્રાણથી જ આપણે જીવીત છીએ. જ્યારે પ્રાણ નીકળી જાય છે ત્યારે જીવનનો અંત આવી જાય છે. હાડકાં, માંસ, લોહી, તો એમ પણ રહે છે પરંતુ પ્રાણ રહિત દેહનું કોઈ પણ પ્રયોજન હોતું નથી.
પ્રાણવાન અને નિષ્પ્રાણની વચ્ચે પણ એક સ્થિતિ હોય છે જેને ન્યૂનપ્રાણ કહે છે. એમાં પ્રાણ તો હોય છે પરંતુ નિર્બળ પડી રહે છે. મનુષ્ય જીવનની આ સૌથી વિષમ સ્થિતિ છે. બહારથી શરીર તો ઠીક દેખાઈ દે છે પરંતુ તે અંદર ને અંદર જ પોલું બની જાય છે.”
જેવી રીતે ક્ષય કે અન્ય ગંભીર બીમારીઓમાં થઈ જાય છે.” અમે જીજ્ઞાસા પ્રગટ કરી.
‘અરે નહીં બેટા, એનો શારીરિક બીમારી સાથે કોઈ લેવા-દેવા નથી, આ તો મનની નિર્બળતા છે.” ગુરુદેવે બતાવ્યું. ‘આળસ, પ્રમાદ, નિરાશાની છાયામાં ચિંતાતુર, નિસ્તેજ, પ્રભાવહીન ચહેરો, નકશું કરવામાં મન લાગે છે અને ન પરિસ્થિતિઓનો સામનો કરવાનું સાહસ જાગે છે. આવા વ્યક્તિ ન્યૂનપ્રાણ હોય છે. એમનામાં પ્રાણ તો છે પરંતુ એની શક્તિ ક્ષીણ છે. અન્ય રીતે શારીરિક સ્વાસ્થ્ય પર પણ પ્રભાવ પડી શકે છે. તો ગાયત્રી એ પ્રાણશક્તિની, પ્રાણબળની, પ્રાણવાયુની રક્ષા કરે છે. અર્થાત્ એને પુષ્ટ કરે છે, એનું અભિવર્ધન કરે છે. આનાથી નસ-નસમાં ઉત્સાહની તરંગો પ્રવાહીત થાય છે. હૃદયમાં દૃઢતા, સાહસ, ધૈર્ષ, આશા તથા સ્ફૂર્તિની ભાવનાઓ ગૂંજે છે. પ્રાણબળના આધારે મનુષ્ય એવાં એવાં કામ કરી બતાવે છે કે લોકો દાંત નીચે આંગળી દબાવી લે છે. શરીરે દુર્બળ ગાંધી બાપુ તો લાખો કરોડોને ભારે પડયા હતા કેમકે ગાયત્રી માતાએ એમના પ્રાણબળને શ્રેષ્ઠ પર પ્રદિપ્ત કરી દીધા હતાં. પ્રાણ શક્તિની સાથે સાથે ઋતંભરા બુદ્ધિની અદ્ભુત શક્તિનો પણ વિકાસ થાય છે. એના દિવ્ય પ્રકાશમાં તત્ત્વ અને અતત્ત્વનો, સત્ય અને અસત્યનો, શ્રેય અને અશ્રેયનો નિર્ણય કરવો સુલભ થઈ જાય છે. એ નક્કી કરવું સહેલું થઈ જાય છે કે આપણે શું કરવું જોઈએ અને શું નહીં.
ગાયત્રી એ સદ્ગુદ્ધિનું નામ છે જે સતોગુણો દૈવી તત્ત્વોથી છવાયેલી હોય છે. સાત્ત્વિક વિચાર અને કાર્યોને અપનાવવાથી મનુષ્યની પ્રત્યેક શક્તિની રક્ષા અને વૃદ્ધિ થાય છે. એની પ્રત્યેક ક્રિયા એને વધુ પુષ્ટ, સશક્ત તથા સુદૃઢ બનાવે છે અને તે દિવસે દિવસે અધિક શક્તિ સંપન્ન બનતો જાય છે. એનાથી વિપરીત તમસ પ્રકૃતિથી છવાયેલી બુદ્ધિ દ્વારા ઉત્પન્ન થયેલ વિચાર અને કાર્ય આપણી પ્રાણશક્તિને દિવસે દિવસે ઘટાડે છે. ભોગ પ્રધાન કાર્યોથી શરીર ક્ષીણ થઈ જાય છે. સ્વાર્થપ્રધાન વિચારોથી મન અમાપ પાપના કીગડમાં ડૂબતો જાય છે. આ પ્રકારે જીવનના અંતરાગમાં અસંખ્ય છિદ્ર પડી જાય છે અને બધી ઉપાર્જિત શક્તિ એમાંથી નીકળીને નષ્ટ થઈ જાય છે. આવા વ્યક્તિ પોતાની બુદ્ધિનો ખૂબ ઉપયોગ કરીને ગમે તેટલું ધન કમાય પરંતુ તૃષ્ણા, સ્વાર્થપરતા, ભય, અહંકાર, લોભ વગેરેને કારણે ચિત્ત સદા દુઃખી રહે છે અને માનસિક શક્તિઓ નષ્ટ થતી જાય છે. સતોગુણી, ઋતંભરા વિવેક બુદ્ધિ આપણા શારીરિક આહાર-વિહારને પણ સાત્ત્વિક રાખે છે. સંયમ, બ્રહ્મચર્ય, શ્રમશીલતા, સાદગીમય પ્રાકૃતિક દિનચર્યા હોવાને કારણે બળ વીર્ય વધે છે, શરીર સક્રિય રહે છે અને મનુષ્ય દીર્ઘજીવી બને છે. મનમાં અપરિગ્રહ, પરમાર્થ, સેવા, ત્યાગ, સહિષ્ણુતા, દયા, સહાનુભૂતિ, મૈત્રી, કરુણા, નમ્રતા, શ્રદ્ધા, આસ્તિક્તા વગેરેની ભાવના જાગૃત થાય છે. મન સદાય પ્રફૂલ અને ચૈતન્ય રહે છે. શરીર અને મન બંનેની સાત્ત્વિક ઉન્નતિ થવાથી પ્રાણશક્તિ સુરક્ષિત રહે છે અને એની અભિવૃદ્ધિ પણ થાય છે. આ રીતે ગાયત્રી સત્બુદ્ધિ આપીને આપણા પ્રાણની રક્ષા કરે છે.
જેટલા પણ યોગી-મુનિ થયા છે, બધાએ ગાયત્રીની મુક્ત કંઠે પ્રશંસા કરી છે. વિશ્વામિત્ર, યાજ્ઞવલ્કય, વશિષ્ઠ, ભારદ્વાજ બધાએ ગાયત્રીની મહિમાના વખાણ કરતા કહ્યું છે કે એનાથી વધીને બીજું કાંઈ જ નથી. મહર્ષિ ચરકે તો ‘આયુર્વેદ શાસ્ત્ર’માં એટલે સુધી કીધું છે કે જે પણ સ્ત્રી પુરુષ એક વર્ષ સુધી આંબળાનો રસ પીને દરરોજ પ્રાતઃકાળે ગાયત્રીના જાપ કરે, એનું આયુષ્ય નિઃસંદેહ ૧૧૬ વર્ષનું થાય છે.
ગાયત્રીમંત્રની શક્તિ અમર્યાદ છે. એ આપણા અંતઃકરણના ચાર ભાગ મન, બુદ્ધિ, ચિત, અહંકારને પવિત્ર રાખે છે. એનાથી આપણા લોક-પરલોક બંને સુધરી જાય છે. આ તો ગાયત્રીના શાબ્દિક અર્થની થોડી જ વ્યાખ્યા કરી છે. એની ત્રણેય વ્યાક્ષતિઓ ભૂભુવઃ સ્વઃ માં તથા ત્રણેય ચરણોમાં, એના નવ શબ્દોમાં અને ચોવીસ અક્ષરોમાં ગૂઢ ભાવ સમાયેલા છે. આ મદ્યમંત્રના અક્ષરોમાં બીજરૂપે માનવીય સંસ્કૃતિ તથા આદર્શવાદિતાના બધા સિદ્ધાંત સમાયેલા છે અને ઓમકાર (૩) તો સંસારના સમસ્ત જ્ઞાનને પોતાની અંદર સમાવેલ છે. એ બધાની વ્યાખ્યા કરતાં પહેલાં મહાભારતની એક વાત સાંભળો. મહાભારતના અનુશાસન પર્વની આ કથા છે. એકવાર યુધિષ્ઠિરે ભીષ્મ પિતામહને પ્રશ્ન કર્યો, ‘છે પિતામહ એ ક્યો મંત્ર છે જેના જાપ સદાય કરવાથી ધર્મનો લાભ થાય. જેને હરતાં ફરતાં, ઉઠતાં-બેસતાં, ક્યાંક જતાં-આવતાં, કોઈ કાર્યના પ્રારંભ કે અંતમાં ધ્યાન કરી શકાય છે. જેના જપથી આનંદ, શાંતિ તથા સુખ મળતાં હોય, ધન, સંપત્તિ અને રાજ્ય મળતાં હોય, ભયનો નાશ થતો હોય અને તે વેદના અનુકૂળ હોય.’ આ પ્રશ્ન પૂછ્યો યુધિષ્ઠિરે જે સ્વયં ધર્મરાજ હતા અને બહુ મોટા વિદ્વાન હતા પરંતુ ભીષ્મ પિતામહ એમનાથી પણ વધુ વિદ્વાન હતા.
એમણે પ્રશ્ન સાંભળીને કહ્યું યુધિષ્ઠિર ! જે કોઈ પણ ગાયત્રીના જાપ કરે છે એમને હાથી, ઘોડા, રથ, વિમાન બધું જ મળે છે. એમને દેશ અને વિદેશમાં યજ્ઞ પ્રાપ્ત થાય છે. રાજા, રાક્ષસ, શત્રુ, સર્પ, વિષ કોઈપણ હાનિ નથી પહોંચાડી શકતું. એનાથી શાંતિ મળે છે. જ્યાં ગાયત્રીના જાપ થાય છે ત્યાં અગ્નિ કોઈ ક્ષતિ નથી પહોંચાડી શકતો, સાપ ત્યાંથી ભાગી જાય છે, ત્યાં અકાળ મૃત્યુ નથી થતી, ગાયોની સંતાનોમાં વૃદ્ધિ થાય છે. આવતાં-જતાં, કામ કરતાં, દરેક સમયે આ મંત્રનો જાપ કરી શકાય છે.’ આટલો મહિમા બતાવી ભીષ્મ પિતામહે આ મંત્રની એને ગુરુમંત્ર કહેવામાં આવે છે. ચારેય વેદોમાં લગભગ વીસ હજાર મંત્ર છે પરંતુ ગાયત્રી બધાનો ગુરુમંત્ર છે. યજુર્વેદમાં તો વારંવાર ગાયત્રીની પ્રશંસા આવે છે. ઋગ્વેદ અને સામવેદમાં પણ આવે છે. પરંતુ અથર્વવેદે તો એની પ્રશંસા મુક્ત કંઠી કરીને ઊંચુ સ્થાન આપી દીધું છે. જુઓ એટલો સરસ મંત્ર છે.
ૐ સ્તુતામા વરદા વેદમાતા પ્રચોદયંતાં પાવમાની દ્વિજાનામ આયુ., પ્રાણં, પ્રજા, પશું, કીર્તિ, દ્રવિણં, બ્રહ્મવર્ચસન્ મહ્મમ્ દત્વા વ્રજત બ્રહ્મલોક.
ભગવાન આ મંત્રમાં કહે છે કે મારા દ્વારા સ્તુતિ કરાયેલ, દ્વિજોને પવિત્ર કરવાવાળી વેદમાતા ગાયત્રી આયુ, પ્રાણ, શક્તિ, પશુ, કીર્તિ, ધન, બ્રહ્મતેજ પ્રદાન કરે.
વેદ કહે છે કે ગાયત્રી સર્વપ્રથમ આયુષ્ય આપે છે. પરંતુ કેવું આયુષ્ય આપે છે આ ગાયત્રી ? શું ક્ષય કે રોગીવાળું આયુષ્ય ? ના, એવું આયુષ્ય જેમાં પ્રાણ હોય, એટલું જ નહીં વેદ કહે છે કે ગાયત્રી સંતાન પણ આપે છે. પશુ, થોડા, ગાય, બળદ, ધન, ભૂમિ, અન્ન, ફળ વગેરે બધું જ આપે છે. આ બધી સંપત્તિ મળી જાય તો શું મનુષ્યની ઇચ્છા પૂરી થઈ જાય છે, ના, એને કીર્તિની ઇચ્છા થાય છે તો ગાયત્રી કીર્તિ પણ આપે છે, યજ્ઞ પણ આપે છે. બ્રહ્મવર્ચસ પણ આપે છે. ઓજસ, તેજસ, વર્ચસ બધું જ આપે છે.
પરંતુ ગાયત્રી માતા આ બધું કેવી રીતે આપે છે ? શું ફક્ત જપ કરવાથી, માળા ફેરવવાથી ? ના, ગમે તેટલી માળા ફેરવો પરંતુ કશું મળવાનું નથી. આ મળશે ક્યારે જ્યારે ગાયત્રીમંત્રના એક-એક અક્ષરના ભાવાર્થને સારી રીતે હૃદયમાં ઉતારવામાં આવશે, એના અનુસાર જીવન જીવવામાં આવશે. આ બધું જ યજ્ઞથી મળે છે અને ગાયત્રી મંત્ર દ્વારા પણ, અને જો પક્ષ ગાયત્રી મંત્ર વડે થાય તો સમજી સોનામાં સુગંધ ભળી.
પ્રતિભાવો