GG-15 : ઓંકાર – ૧૯, યજ્ઞ પિતા – ગાયત્રી માતા
August 8, 2022 Leave a comment
ઓંકાર, યજ્ઞ પિતા – ગાયત્રી માતા
ગાયત્રી મંત્ર ૐ થી પ્રારંભ થાય છે. ઓંકારને બ્રહ્મ કહે છે, પ્રણવ પણ કહે છે. આ પરમાત્માનું સ્વયંસિદ્ધ નામ છે. ઓંકારને અપનાવવાથી બ્રહ્મ તત્ત્વની માત્રા વધે છે, ફળસ્વરૂપ ગુણ, કર્મ, સ્વભાવમાં સાત્ત્વિક ભાવોની પ્રધાનતા રહે છે. એનાથી મનુષ્ય સ્વર્ગ, મોક્ષ, અમરતા, સિદ્ધિ, આત્મદર્શન, શિવત્વની તરફ વધે છે. ઇશ્વરના આ સ્વયંસિદ્ધ નામનું અવલંબન ગ્રહણ કરીને મનુષ્ય ઇશ્વરની તરફ જ ચાલી પડે છે. દોરડું પકડીને ચઢવાવાળો ત્યાં જ પહોંચે છે જ્યાં દોરડું બાંધ્યું હોય, પ્રણવ બ્રહ્મ સાથે બંધાયેલ છે. પ્રણવની શ્રેષ્ઠતાને ધ્યાનમાં રાખીને જ આચાર્યોએ સમસ્ત શ્રેષ્ઠ કર્મોમાં ઓંકારને જ પ્રાથમિક્તા આપી છે. એટલા માટે એને પ્રત્યેક મંત્રના પહેલાં ઉચ્ચારણ કરવાનું વિધાન છે. ઓકાર એક પ્રકારનો સેતુ છે પુલ છે. જેના પર થઈને જ મંત્રને પાર કરી શકાય છે, એના ભાવોને સમ શકાય છે.
ગાયત્રી મંત્રમાં સર્વ પ્રથમ ૐ ને એટલા માટે નિયોજિત કરવામાં આવેલ છે કે એ શક્તિની ધારાને આ પુલ પર ચઢીને પાર કરી શકાય. ૐ જે અર્થોનો બોધક છે એ અર્થોની, ગુણોની, આદર્શોની જયોતિ સાધકના મનને પ્રકાશિત કરી દે છે. ફળસ્વરૂપ આધ્યાત્મિક સાધનાનો માર્ગ સુલભ થઈ જાય છે.
ૐનો ઉચ્ચારણ કરવાથી એવા સ્વર તરંગો ગૂંજે છે જેમકે ઘૂંટ પર કશુંક અથાડવાથી લાંબા સમય સુધી ઝણઝણતો ધ્વનિ નીકળતો રહે છે. સાધકના બધા સ્નાયુ, તંતુ ઝંકૃત થઈ જાય છે અને મન એકાગ્ર થઈ જાય છે, સાંભળવાવાળા વ્યક્તિઓ પર પણ આવો જ પ્રભાવ પડે છે અને બધાના મનોભાવ એક જ દિશામાં કેન્દ્રિત થવા લાગે છે. કારનું ઘીર ગંભીર, ઓજસ્વી ગુંજન બધાના મનમાં સાત્ત્વિક ભાવ જાગૃત કરે છે. ગાયત્રી મંત્રમાં શબ્દવિજ્ઞાન, સ્વર શાસ્ત્રનો જેવો સંગમ છે તેવો બીજા કોઈ મંત્રમાં નથી અને એનો પ્રારંભ ઓંકારના ગૂંજનથી થાય છે. ઓંકારનું ઉચ્ચારણ કરતી વખતે એ ધ્યાન રાખવું જોઈએ કે આપણા હૃદયના તરંગો પરમપિતા પરમેશ્વર સાથે જોડાઈ રહી છે અને એમના પ્રેરિત અનુદાન વરદાન આપણા સુધી આવી રહ્યાં છે.
પ્રતિભાવો