GG-15 : તત્ સવિતુર્વરેણ્યં -૨૧ યજ્ઞ પિતા-ગાયત્રી માતા
August 8, 2022 Leave a comment
તત્ સવિતુર્વરેણ્યં, યજ્ઞ પિતા – ગાયત્રી માતા
ગુરુદેવે બીજા દિવસે બતાવ્યું ‘‘ત્રિપદા ગાયત્રીના આ પદમાં ત્રણ શબ્દ છે તત્, સવિતુ: અને વરેણ્યં, એનો સીધો અર્થ છે એ સવિતાને વરણ કરો. હવે આ ‘એ’ કોણ છે ? ‘સવિતા’શું છે અને એનું વરણ કેવી રીતે કરાય ?
આ પદ તત્ શબ્દથી પ્રારંભ થાય છે. એમાં ઇશ્વરની તરફ સંકેત કરવામાં આવ્યો છે, આથી પરબ્રહ્મ પરમાત્માની સર્વવ્યાપક્તાને ધ્યાનમાં રાખીને આપણે એવી રીતે ખોટા કામોથી બચીએ જેવી રીતે પોલિસની સામે અપરાધિઓથી દુષ્કર્મ કરવાનું સાહસ નથી કરાતું. એટલા માટે આ પદમાં કહેવામાં આવ્યું છે કે તત્ (એ) પરમાત્માનું સદાય ધ્યાન રાખો. એ દરેક સમયે તમારી ચારેય હયાત તરફ છે, તમારા પ્રત્યેક કર્મને જુએ છે અને એનું ફળ પણ આપે છે. આજે આપશે કે કાલે આ જન્મ આપશે કે આગળના જન્મમાં, પણ આપશે અવશ્ય. કર્મફળથી કોઈ બચી નથી શકતું. એટલા માટે તત્ -પરમેશ્વરનું સદાય ધ્યાન રાખો.
પરમેશ્વરના અસંખ્ય ગુણ છે, અનેક નામ છે. એક નામ છે સવિતા, ગાયત્રીમંત્ર કહે છે કે એ પરમાત્માના સવિતા રૂપનું સદાય ધ્યાન રાખો. સવિતા કહેવાય છે તેજસ્વીને, પ્રકાશવાનને, ઉત્પન્ન કરવાવાળાને. આત્મિક તેજ, બૌદ્ધિક તેજ, આર્થિક તેજ, શારીરિક તેજ એ બધા તેજ વડે સંપન્ન બનવાથી જ મનુષ્યનું જીવન તેજોમય બને છે. ઇશ્વરની આ તેજ શક્તિને ધારણ કરીને આપણા જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં જાજ્વલ્યમાનને નક્ષત્ર સમાન ચમ રહીએ. એ જ ભાવ આ પદમાં છે. સવિતા સૂર્યને પણ કહેવામાં આવે છે કારણ કે એમાં પણ તેજ અને પ્રકાશનો ગુણ છે. સ્થૂળ રૂપમાં સૂર્ય પરમાત્માની તેજ તથા પ્રકાશની અદ્દશ્ય શક્તિને આપણા સામે પ્રગટ કરે છે. આ સવિતા સૂર્યને પસંદ કરવો જોઈએ.
વરેણ્યનું તાત્પર્ય એ છે કે જે કાંઈ પસંદ કરવા યોગ્ય હોય, અપનાવવા લાયક હોય તેને લઈ લેવું. સંસારમાં અસંખ્ય તત્ત્વ છે જે મનુષ્ય માટે ઉપયોગી પણ છે અને અનુપયોગી પણ, વિવેક બુદ્ધિથી નિર્ણય કરીને ઉપયોગીને જ અપનાવો જે લોકમંગળના કાર્યો માટે ઉપયોગી હોય. જે શ્રેષ્ઠ હોય તેને જ ગ્રહણ કરો. ધર્મ, કર્તવ્ય, અધ્યાત્મ, સત, ચિત, આનંદ, સત્ય, શિવ, સુંદરની તરફ જે તત્ત્વ આપણને આગળ વધારતા હોય તે જ અપનાવવા યોગ્ય છે. શ્રેષ્ઠતાને પોતાની અંદર ધારણ કરવાથી, શ્રેષ્ઠતા તરફ અભિમુખ થવાથી આપણી ઇશ્વરે આપેલી શ્રેષ્ઠતા જાગી જાય છે. બાગમાં અસંખ્ય ફૂલોની સુગંધ ફેલાયેલી હોય છે પરંતુ માખીને તો ફક્ત ગંદકી જ પસંદ છે. તે ગંધાતી ગંદી વસ્તુઓ તરફ જ આકર્ષિત થાય છે. પરંત મધમાખી તો શોધી-શોધીને ફૂલોનો પરાગ એકત્રિત કરે છે. બાગમાંથી શ્રેષ્ઠતમ વસ્તુને જ ગ્રહણ કરે છે.
‘તત્સવિતુર્વરેણ્ય’માં વેદમાતા ગાયત્રી આ જ આદેશ આપે છે. એના વડે જ આપણે આપણા જીવનને સુખી, આનંદથી પરિપૂર્ણ કરી શકીએ છીએ.
પરંતુ ગુરુદેવ આ બધું કેવી રીતે કરી શકાય છે ? અમે જિજ્ઞાસા પ્રગટ કરી.
“અરે આ તો પહેલા જ બતાવી ચૂક્યા છીએ.” ગુરુદેવે કહ્યું, ‘‘સૌથી પહેલાં મનને કાબૂમાં કરવું પડે છે. માયા મોહથી પોતાને બચાવવા પડે છે. પોતાના સ્વાર્થથી ઊંચા ઉઠીને લોકમંગળના કાર્યોને પ્રાથમિક્તા આપવી પડે છે. ત્યારે આપણી પ્રજ્ઞાબુદ્ધિ જાગૃત થાય છે અને સત્-અસતુમાં ભેદ કરવાની, ઓળખવાની ક્ષમતા વિકસિત થાય છે. પછી તો પરમાત્માના શ્રેષ્ઠ ગુણોને અપનાવવામાં સુગમતા પણ થાય છે, સફળતા પણ મળે છે અને સ્વર્ગીય આનંદની પ્રાપ્તિ પણ થાય છે. આ જ છે તત્સવિતુર્વરેણ્યું નું વાસ્તવિક શાન.
‘પરંતુ ગુરુદેવ ! આ માયા, મોહ, લોભ, સ્વાર્થ વગેરેથી છુટકારો મેળવવો તો બહુ જ અઘરું છે.” અમે અમારી શંકા પ્રગટ કરી.
“હા, એ તો છે. આ બહુ જ અઘરું છે અને એટલું જ સરળ પણ છે. ફક્ત પોતાની ઇચ્છા શક્તિને પ્રબળ બનાવવાની હોય છે. આપણે જેવું વિચારી છીએ તેવા બની જઈએ છીએ, જે ઇચ્છા કરીએ છીએ તે કરી લઈએ છીએ. સિનેમા જોવાની ઇચ્છા થાય છે, ક્રિકેટ મેચ જેવી છે, નાસ્તા-પાણી કરવા છે બધા માટે સમય પણ મળે છે અને સાધન પણ. હિમાલયની ટોચ પર, એવરેસ્ટ પર ચઢવાની ઇચ્છા હોય તો પ્રયત્ન કરવાથી તે પણ થઈ શકે છે. ચંદ્ર ઉપર પણ પહોંચી શકાય છે. પરંતુ આ બધુ ક્યારે કરી શકીએ છીએ, જ્યારે મનમાં ઇચ્છા જાગ્રત થાય છે ત્યારે. કોઈ કામ કરવાનો વિચાર આવશે, પછી પ્રયત્ન થશે, અસફળતા મળશે, ફરી પ્રયત્ન થશે, ફરી અસફળતા મળશે, ફરીથી વધારે બળપૂર્વક પ્રયત્ન થશે અને પરિણામે સફળતા આપણાં હાથમાં આવી જશે. આ બધું પ્રબળ ઇચ્છા શક્તિથી, આત્મબળના જાગરણથી જ સંભવ બને છે.
બીજા વિશ્વયુદ્ધની એક ઘટના છે. એક સૈનિક અધિકારી ત્રણ સૈનિકો સાથે યુદ્ધ ક્ષેત્રમાં સેનાની જપમાં જઈ રહ્યો હતો. શત્રુ સેના તરફથી ગોળીઓનો વરસાદ વરસી રહ્યો હતો. અચાનક એક મોટા પથ્થર સાથે ટકરાઈને જીપ ઊંધી પડી ગઈ. પૈડા ઉપરની તરફ થઈ ગયા. મજબૂત લોખંડની ચાદરોમાંથી જીપ બનેલી હતી એટલે અંદર બેઠેલા કોઈને ખાસ ઈજા થઈ નહીં. પરંતુ હવે શું થાય ? ત્યાંથી નીક્ળવાનું કોઈ સાધન નહીં અને દરેક પળે મોતનો ભય. ત્યાં એ અધિકારી અને ત્રણ સૈનિક ફક્ત ચાર જ હતા. બચવાનો ફક્ત એક જ માર્ગ હતો કે ચારેય ભેગા મળીને જીપને સીધી કરે અને ભાગી નીકળે. પણ આટલી ભારે જીપ જેને દસ-પંદર જવાન પણ મળીને નથી ઉઠાવી શકતા, તેને ચાર જ વ્યક્તિ કેવી રીતે ઉઠાવીને સીધી કરે. એ ચારેય જો ભગવાનનું ધ્યાન ધરીને જોર લગાવ્યું. એમનું આત્મબળ જાગૃત થયું અને એટલી શક્તિ એમના હાથોમાં આવી ગઈ કે એમણે જીપને સીધી કરી લીધી અને સકુશળ પોતાના કેમ્પ સુધી પહોંચી ગયા. જ્યારે આ ઘટના એમણે બધાને સંભળાવી ત કોઈને વિશ્વાસ જ ન થયો. કાને કહ્યું કે ચારેય મળીને જીપનું એક પૈડું ઉઠાવી બતાવે. જ્યારે એમણે બહુ પ્રયત્ન કર્યો તો તે જીપના એક પૈડાને મુશ્કેલીથી બે આંગળ જ ઉઠાવી શક્યા. તો બેટા ! આ હોય છે કમાલ પ્રબળ ઇચ્છાશક્તિની, આત્મબળની, પછી કશું અસંભવ નથી રહેતું. ક્યાંય મુશ્કેલી નથી આવતી.
પ્રતિભાવો