GG-15 : ત્રિપદા ગાયત્રી-૧૭, યજ્ઞ પિતા – ગાયત્રી માતા
August 8, 2022 Leave a comment
ત્રિપદા ગાયત્રી, યજ્ઞ પિતા – ગાયત્રી માતા
બીજા દિવસે ગુરુદેવે જાતે જ ચર્ચાનો પ્રારંભ કરતાં કહ્યું, ‘ગાયત્રી મહામંત્રના ત્રણ ચરણ મળીને ત્રિવેણી સંગમ બનાવે છે, એને ત્રિપદા ગાયત્રી કહે છે. તીર્થરાજ પ્રયાગમાં ગંગા, જમુના, સરસ્વતીની ત્રણ ધારાઓનો ત્રિવેણી સંગમ છે.
તુલસીદાસજીએ કહ્યું છે કે આ સંગમમાં સ્નાન કરવાનું પુણ્યફળ તત્કાળ મળી જાય છે.
મજ્જન ફલ દેખિય તત્કાલા,કાક હોહિં પિક બકહુ મરાલા.
શું ફળ મળે છે ? કાગડા કોયલ બની જાય છે અને બગલા હંસ બની જાય છે. આ અલંકારિક વર્ણન છે. એનું તાત્પર્ય એ છે કે લોકોની આકૃતિ, રંગ-રૂપ તો જેમનું તેમ રહે છે પરંતુ પ્રકૃતિ બદલાઈ જાય છે, આધ્યાત્મિક કાયાકલ્પ થઈ જાય છે.
આ કાયાકલ્પ ત્રિપદા ગાયત્રીની આધ્યાત્મિક ત્રિવેણીમાં સ્નાન કરવાથી થાય છે. ગાયત્રી મંત્રમાં એક કાર છે અ, ઉ, મ્. આ ત્રણેયનો વિસ્તાર ત્રણ વ્યાતિઓના રૂપમાં થયો છે. ભૂઃ ભુવઃ સ્વઃ. આ ત્રણેય વ્યાતિઓની વિવેચના ગાયત્રીના ત્રણ ચરણોમાં થઈ છે. પહેલું ‘તત્ સવિતુર્વરેણ્યં’ બીજું ‘ભર્ગોદેવસ્ય ધીમહિ અને ત્રીજું ‘ધિયો યો નઃ પ્રચોદયાત્ છે. પ્રત્યેક ચરણમાં ત્રણ ત્રણ શબ્દ છે. આ રીતે ત્રણના મળીને નવ શબ્દ બને છે જેનું પ્રતીક યજ્ઞોપવિત(જનોઈ)ના નવ દૌરા છે.
”આ તો ત્રણનો ડિયો (આંક) બની ગયો” અમે વચમાં જ બોલી પડ્યો.
“થ બેટા, ત્યારે તો એને ત્રિપદા ગાયત્રી કહે છે. એમાં ત્રણની બહુ મહિમા છે. આ ત્રણેય ચરણોના પરબ્રહ્મનું નિરૂપણ કરતાં ઇશ્વરની ત્રણ સર્વોચ્ચ વિશેષતાઓ સત્-ચિત આનંદના રૂપમાં બોલાવવામાં આવે છે. માનવજીવનમાં એની ઝાંકી ‘સત્યં શિવં સુદર’ના રૂપમાં થાય છે. એના તત્ત્વજ્ઞાનમાં હજુ વધુ વિસ્તારથી જોઈએ તો એને કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ પણ કહે છે. આપણા સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર ત્રણેને પવિત્ર તથા પરિષ્કૃત બનાવવામાં જે દૃષ્ટિ, નીતિ અને મર્યાદાની આવશ્યક્તા રહે છે એને જ કર્મ, જ્ઞાન અને ભક્તિ કહે છે. વ્યવહારમાં આ જ ધાર્મિક્તા, આધ્યાત્મિક્તા અને આસ્તિક્તાના રૂપમાં પ્રગટ થાય છે. અધ્યાત્મ દર્શનના આ જ ત્રણ ભાગ છે.
ધાર્મિક્તાનો વાસ્તવિક અર્થ છે કર્તવ્યપરાયણતા. ધર્મ અને કર્મ એક જ તથ્યના બે નામ છે. કોઈને ભલે ધર્મનિષ્ઠ કર્યો કે કર્મયોગી કે કર્તવ્યપરાયણ, વાત એક જ છે. પરંતુ આજકાલ લોકો ધર્મની ન જાણે કેવી-કેવી વિચિત્ર વ્યાખ્યા કરે છે કે અર્થનો અનર્થ થઈ જાય છે. આધ્યાત્મિક્તાનો અર્થ છે પોતાના માટે શ્રેયસ્કર માર્ગની પસંદગી કરવી, વિવેકપૂર્ણ રીતિ-નીતિનું નિર્ધારણ કરવું, આસ્તિક્તા આપણને એક પ્રકારે કર્મફળની વ્યવસ્થા પર વિશ્વાસ કરાવે છે. એથી મન જાતે જ પાપ કર્મોથી બચવાનો પ્રયત્ન કરે છે અને સુખી રહેવા માટે સન્માર્ગ પર ચાલવા માટે પ્રેરિત થાય છે. ભક્તિનો અર્થ છે પ્રેમ. ઇશ્વર સાથે પ્રેમ કરવાનો, આસ્તિક્તાનો અર્થ છે એના બનાવેલા પદાર્થોનો સદુપયોગ. અર્થાત્ બધા પ્રાણીઓ સાથે સર્વ્યવહાર કરવો, સંક્ષિપ્તમાં ઉદારતા, કરુણા, દયા, સેવા, સહાયતા જેવી સદ્ભાવનાઓને જ ભક્તિ કે આસ્તિક્તા કહે છે.
આ સમસ્ત સંસાર ગાયત્રીરૂપ છે. ત્રણેય લોક એની પરિધિમાં છે. ત્રિપદા ગાયત્રીની તત્ત્વષ્ટિ એ જ છે કે સર્વત્ર એ જ દિવ્ય શક્તિને સંવ્યાપ્ત ફેલાયેલી જોવામાં આવે અને સંપૂર્ણ જડ-ચેતન સૃષ્ટિ સાથે સર્વ્યવહાર કરવામાં આવે, એને અપનાવીને મનુષ્ય પ્રતિ ક્ષણ કણ-કણમાં પ્રભુ દર્શનનો આનંદ લેતો રહી શકે છે.
આ વિરાટ બ્રહ્મને જ ભૂઃ ભુવઃ સ્વઃ’ કહેવામાં આવે છે. આ જ ભૂલોક, પાતાળલોક અને સ્વર્ગલોક છે. જીવ-જગતના પણ ત્રણ ક્ષેત્ર છે જીવ, પ્રકૃતિ અને બ્રહ્મ. એનું સંચાલન પણ ક્રિયાશક્તિ જ્ઞાનશક્તિ અને ભાવશક્તિથી થાય છે. ગાયત્રી મંત્રની ત્રણ વ્યાહૃતિઓમાં આ જીવ-ચેતનાનું વર્ણન છે. શક્તિઓનું વિવેચન કરતાં કરતાં આ જ ત્રણ આધારોને સરસ્વતી, લક્ષ્મી અને કાળી કહે છે. આ ત્રણેય ગાયત્રી મહાશક્તિની ત્રણ ધારાઓ છે. એનાથી આપણા ત્રણેય શરીરોમાં જે પ્રાણશક્ત ભરેલી છે. તે ઓજસ, તેજસ અને વર્ચસ છે. ઓજસ કહેવાય છે સુંદરતા, બળવાનપણું સક્રિયતા, ચતુરાઈને જે આપણા શરીરને પ્રતિભા સંપન્ન તથા આકર્ષક બનાવે છે. ઓજસની ઉણપથી ચહેરા પર નિરાશા છવાયેલી રહે છે, આળસપણું ઘેરી રાખે છે અને અડધુ-અધુરું કામ પણ બહુ મુશ્કેલીથી થઈ શકે છે. તેજસ માનસિક પ્રખરતાનું નામ છે જે આપણા સૂક્ષ્મ શરીરને પ્રભાવિત કરે છે. આ ક્ષમતા ધરાવતી વ્યક્ત કુશાગ્ર બુદ્ધિ, સમજવાળા, દૂરદર્શી, વિવેકવાન હોય છે. વર્ચસ આપણા કારણ શરીરને પ્રકાશિત કરે છે. એનાથી આત્મબળ, આત્મતેજ વધે છે. શ્રેષ્ઠતા. આદર્શવાદિતા, શ્રદ્ધા, શ્રમશીલતા જેવી વિશેષતાઓ આના વધુ વિકાસ પામે છે. આ વર્ચસ જ દેવત્વ છે. ઓજસ-તેજસ-વર્ચસના રૂપમાં ત્રિપદા ગાયત્રી પોતાનો અનુગ્રહ, ચમત્કાર અને વરદાન સાધકને પ્રદાન કરીને ધન્ય બનાવી દે છે.
પૂજ્ય ગુરુદેવ પોતાની વાણીને ક્ષણિક વિરામ આપ્યો તો અમે પોતાને બોલવામાં રોકી ન શક્યા, “ગુરુદેવ ! આ ત્રિપદા ગાયત્રીની મહિમા તો બહુ જ વ્યાપ્ત છે. આ તો ત્રણેય લોકમાં કણ-કણમાં વ્યાપ્ત થયેલી દેખાઈ રહી છે.
“અરે હજુ આગળ પણ સાંભળ,” પૂજ્યવરે આગળ કહેવાનું શરૂ કર્યું. “આપણા શરીરના ત્રણ ભાગ છે. માથુ ધડ અને પગ. એના પોષણ માટે આકારના રૂપમાં આપણે અન્ન અને વાયુની જરૂરિયાત પડે છે. પ્રાણીઓની પ્રકૃતિ પણ સતોગુણી, રજોગુણી અને તમોગુણી હોય છે. પ્રકૃતિ કે બ્રહ્મનું આ ત્રણ અસ્તિત્ત્વ ત્રિપદા ગાયત્રીનું જ ક્રિડા-ક્ષેત્ર છે.
આ ત્રિપદા ગાયત્રીથી જ વેદોની ઉત્પત્તિ થઈ છે. વેદોનો વિષય જ્ઞાન, કર્મ અને ઉપાસના છે. આ જ જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ છે. આના આધારે આપણી વિપત્તિઓના ત્રણેય કારણો અશક્તિ, અભાવ અને અજ્ઞાનનું નિવારણ થાય છે. વિપત્તિઓ પણ ત્રણ પ્રકારની હોય છે. આધિભૌતિક જે આપણી અનુપયુક્ત ક્રિયાઓ તથા અનાચરણથી ઉત્પન્ન થાય છે. આધિદૈવિક એ છે જે પ્રારબ્ધવશ અસંખ્ય રૂપમાં દુર્ઘટનાઓના માધ્યમથી આવે છે. પ્રત્યક્ષ રૂપે આપણો તેના ઉપર કોઈ કાબૂ નથી હોતો. ત્રીજી આધ્યાત્મિક વિપત્તિઓ આપણા વિકૃત ચિંતનને પરિણામે મનોવિકારોની પ્રતિક્રિયા બનીને સામે આવી ઊભી રહે છે. ત્રિપદા ગાયત્રીની દિવ્ય શક્તિઓથી જ આ ત્રણેનું નિવારણ સંભવ છે.
મહાકાળના ત્રિશૂળમાં પણ ત્રણ ધાર હોય છે. શિવજીના નેત્ર પણ ત્રણ છે. એમાં પાપ, તાપ અને અભિશાપ ત્રણેના વિનાશની પરિપૂર્ણ શક્તિ છે. કાળ સમયને પણ કહેવાય છે અને એના ત્રણ ચરણ છે ભૂત, વર્તમાન અને ભવિષ્ય. ભૂતકાળની સંચિત, વર્તમાનની ઉપાર્જિત અને ભવિષ્યની સંભવિત પરિસ્થિતિઓને સંતુલિત બનાવવાની ક્ષમતા આ ત્રિપદા ગાયત્રીમાં છે. આપણા આયુષ્યના પણ ત્રણ ભાગ છે બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા. એની પરિસ્થિતિઓ,સમસ્યાઓ અને આવશ્યક્તાઓ એકબીજાથી તદ્દન ભિન્ન છે. ત્રિપદા ગાયત્રી પોતાની અનુકંપાથી યોગ્ય સમયે જરૂરી પ્રકાશ આપીને આનંદથી પરિપૂર્ણ કરી દે છે.
આ ત્રિપદા ગાયત્રી ત્રણ ચરણવાળી છે. ત્રણ શરીર, ત્રણ લોક, ત્રણ ગુણ, ત્રણ દેવ, ત્રણ શક્તિ, ત્રણ કાળના રૂપમાં એનો વિસ્તાર છે. મનુષ્યોની ઓળખાણ એમના ગુણ, કર્મ અને સ્વભાવના આધાર પર જ થાય છે. એની ઉપાસનાના ફળ પણ ત્રણ છે અમૃત, પારસ અને કલ્પવૃક્ષ. ગુણોની દ્રષ્ટિએ ત્રિપદાને નિષ્ઠા, પ્રજ્ઞા અને શ્રદ્ધા કહેવામાં આવે છે. નિષ્ઠાનો અર્થ છે તત્પરતા, દઢતા, પ્રજ્ઞા કહેવાય છે. વિવેકશીલતા, દૂરદર્શિતાને શ્રદ્ધ છે આદર્શવાદિતા અને શ્રેષ્ઠતા.
તો જોયું બેટા ! આ મહામંત્રનો, ત્રિપદા ગાયત્રીનો વિસ્તાર કેટલો વ્યાપક છે.’ “હા, ગુરુદેવ ! આ બધું સાંભળીને તો અમારા જ્ઞાન ચક્ષુ ખુલી ગયાં.’ અમે નિવેદન કર્યું.
“હા બેટા ! આ ત્રિપદા ગાયત્રીની વિશાળતાને માપવી આપણા વશની વાત નથી. જે કાંઈ અમે તમને બતાવ્યું છે એ તો એ શક્તિ-પુંજનો એક અંશ માત્ર જ છે. આ અનેકાનેક સૂક્ષ્મ શક્તિઓનો સ્ત્રોત છે. આ ગાયત્રી મહાશક્તિના બે રૂપ છે. એક જ્ઞાન બીજું વિજ્ઞાન. જ્ઞાન પક્ષને ઉચ્ચસ્તરીય તત્ત્વજ્ઞાનની, બ્રહ્મવિદ્યાની, ઋતંભરા પ્રજ્ઞાની સંજ્ઞા આપી શકાય છે. આ આસ્થા અને આકાંક્ષાને ઉચ્ચસ્તરીય બનાવવાના સાધન છે. સ્વાધ્યાય, સત્સંગ, ચિંતન અને મનનની ગતિવિધિઓ આજ નિમિત્તે ચાલે છે. જ્ઞાનયજ્ઞ, વિચારક્રાંતિ વગેરે બૌદ્ધિક શ્રેષ્ઠતાના સાધન આ આ આધાર પર જ ચલાવવામાં આવે છે.
ગાયત્રીનો બીજો પક્ષ છે વિજ્ઞાન. ઉપાસના તથા સાધનાની અનેક પ્રથા-પદ્ધતિઓના રૂપમાં એનું વિધાન છે. આ એ સાધન છે જેનાથી મનુષ્ય પોતાની પ્રસુત્ર ચેતનાને જગાડવા, સાધવા અને સદુપયોગ કરવામાં સમર્થ બને છે. એને જ ગાયત્રી મહાવિજ્ઞાન કહેવામાં આવે છે. પ્રસુપ્તનું જાગરણ એ એનો ઉદ્દેશ્ય છે. મનુષ્યની માનતાને સુધારવા, વધારવા અને છલાંગ લગાવવા માટેના ત્રણેય પ્રયોજનોને એ પૂરી કરે છે. એની જ મદદથી ભૌતિક પ્રગતિના અનેક આધાર ઊભા થાય છે.
અરે આજે તો બહુ જ સમય થઈ ગયો. હવે કાલે આ મામંત્રના અર્થ સમજાવીશ.””
પ્રતિભાવો