અચેતનની સારવાર કરનારું, આધ્યાત્મિક ચિકિત્સા
August 9, 2022 Leave a comment
અચેતનની સારવાર કરનારું, આધ્યાત્મિક ચિકિત્સા
એક વિશિષ્ટ સેનેટોરિયમ આધ્યાત્મિક સારવાર કેન્દ્રના રૂપમાં શાંતિકુંજ દ્વારા કરવામાં આવી રહેલી સેવાઓ વિશ્વવિખ્યાત છે. બ્રાહ્મમુહૂર્તથી જ અહીં માનવીય ચેતનાનાં જાગરણના સ્વર ધ્વનિત થવા માંડે છે. ગાયત્રી મહામંત્રનો જપ તથા ભગવાન સૂર્યનાં ધ્યાનની સાથે અહીં રહેનારા તથા અહીં આવેલા અગણિત સાધક અરુણોદયનું અભિવાદન કરે છે અને એ જ ક્ષણોમાં એમને એ પ્રકાશદીપની પ્રેરણા મળે છે, જે શાંતિકુંજના સંસ્થાપકે ઈ.સ. ૧૯૨૬ના વસંતપર્વ પર દેવાત્મા હિમાલયની દિવ્ય વિભૂતિની સાક્ષીમાં પ્રગટાવ્યો હતો. જે ત્યારથી માંડીને આજ સુધી અખંડ રીતે પ્રજ્વળતાં અસંખ્ય લોકોને પ્રકાશભરી પ્રેરણાઓ વહેંચી રહ્યો છે. અનેક અનુભૂતિઓ એની સાક્ષીમાં ઉત્પન્ન થઈ અને ચિદાકાશની અમાનત બની છે. આ અવિરલ કથા-ગાથા આજે પણ કહેવામાં આવે છે.
સૂર્યોદયની સાથે જ એના મધ્યમ સ્વર ધીરગંભીર થઈ જાય છે. શિવાલિક પર્વતમાળાઓની તળેટીમાં વસેલ શાંતિકુંજની મધ્યમાં બનેલી યજ્ઞશાળામાં વૈદિક મંત્રોનાં વિધિસરનાં સ્વરગાનની સાથે સ્વાહાનું ગુંજન થાય છે ત્યારે કોણ જાણે કેટલાય લોકોની શારીરિક માનસિક વ્યાધિઓ એકસાથે ભસ્મ થઈ જાય છે. આ સ્વાહાનો મહાઘોષ એવો હોય છે કે જાણે ભગવાન મહાકાલે વિશ્વના મહારોગોને ભસ્મીભૂત કરવા માટે મહાસ્વાદાનું ઉચ્ચારણ કર્યું હોય. પવિત્ર યજ્ઞ ઉપરાંત અહીં આવેલા લોકો વિશિષ્ટ સાધકોનાં પવિત્ર વચનો સાંભળે છે. એનાથી એમની વિચારચેતના નવી તાલીમ મેળવે છે. આ વિચાર ઔષધિઓ પછી એમને મા ગાયત્રીનો મહાપ્રસાદ મળે છે.
મહાપ્રસાદ ઉપરાંત સાધક-સાધિકાઓ અહીં પોતાના પ્રશિક્ષણના નવા ક્રમનો પ્રારંભ કરે છે. એનાં બે પરિમાણો છે. પહેલા પરિમાણમાં નવ દિવસનાં સત્રનો કાર્યક્રમ છે, જે વ્યક્તિની આત્મચેતનાને પરિત તથા પ્રશિક્ષિત કરવા માટે છે. બીજું પરિમાણ એકમાસીયસત્રના કાર્યક્રમનું છે, જે સામૂહિક લોક્યતનાને પરિત તથા પ્રશિક્ષિત કરવા માટે છે. આ પ્રશિક્ષણ આખો દિવસ ચાલે છે. સાંજ થતાં જ સૂર્ય ભગવાન તો વિશ્વના બીજા ગોળાર્ધને પ્રકાશિત કરવા ચાલ્યા જાય છે, પરંતુ જતાં જતાં તે અહીંના સાધકોને આશીર્વાદ આપવાનું ભૂલતા નથી. એમના આશીર્વાદની આ લાલિમાં લાંબા સમય સુધી સાધકોનાં મનને પોતાના રંગમાં રંગ્યા કરે છે.
આ સાથે સાધકોના રંગમાં રંગાયેલી સાંજસાધકોનાં અંતર્ગગનમાં સમાઈ જાય છે અને રાત્રિના પ્રથમ પ્રહરમાં સાધકોનાં પ્રશિક્ષણનોબાકીનો ભાગ પૂરો થાય છે. ત્યારબાદ સૌ ભગવાનનું સ્મરણ કરીને નિદ્રાધીન થવા માંડે છે, પરંતુ એમાં કેટલાક એવા હોય છે કે જે પોતાના અંતરમાં સદ્દગુરુના સંક્તોને ક્ષણેક્ષણે અવતરિત થતા અનુભવે છે. આ અકથનીય અનુભવોની સાથે એમની નિશીથકાલીન સાધના શરૂ થાય છે. આ સાધકો પોતાના આરાધ્ય ગુરુદેવને આપેલા વચન અનુસાર મહાનિશામાં ઊંધવાને મહાપાપ સમજે છે. ખરેખરાસાધકછેતે મહાનિશામાં ક્યારેયસૂતા નથી. એમના માટે આ સમય સઘન સાધનામાં વિલીન-વિસર્જિત થઈ જવા માટે હોય છે, નહિ કે મોહનિદ્રાનાં બંધનમાં બંધાવા માટે.
સૂક્ષ્મમાં વિદ્યમાન સગુરુની સત્તાના સંકેતો અનુસાર સંચાલિત, આવા સાધકોની સાધના અદશ્યની પ્રાણ-ઊર્જને સઘન બનાવે છે. યુગઋષિના મહાપ્રાણોમાં વિલીન થનારાં એમનાં પ્રેરણાદાયી દશ્યો માનસપટલ પર ઊપસે છે. આ પ્રેરણાઓથી વિચાર તંત્ર પ્રશિક્ષિત થાય છે અને વ્યવહાર રૂપાંતરિત. માનવજીવનમાં શાંતિકુંજની અદશ્ય સંવેદનાઓ તથા દશ્ય ક્રિયાક્લાપ ચોંકાવનારો પ્રભાવ ઉત્પન્ન કરે છે. આ પ્રભાવ કોઈની વિચાર કલ્પના નથી, પરંતુ દેવસંસ્કૃતિ વિશ્વવિદ્યાલયના અનેક વિદ્યાર્થીઓના સંશોધનનો નિષ્કર્ષ છે.
પાછલા સત્રમાં દેવસંસ્કૃતિ વિશ્વવિદ્યાલયના માનવચેતના તથા યોગ વિજ્ઞાન વિભાગ તથા નૈદાનિક મનોવિજ્ઞાન વિભાગના વિદ્યાર્થીઓએ પોતાના લઘુશોધ અધ્યયન માટે શાંતિકુંજને વિષય તરીકે પસંદ કર્યું હતું. આ અભ્યાસ કરનારાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓની સંખ્યા ૭૫ હતી અને એમાંથી અડધાથી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓના અભ્યાસનો વિષય એ હતો કે શાંતિકુંજ કઈ રીતે આધ્યાત્મિક ચિકિત્સાનું કાર્ય કરી રહ્યું છે. અહીંનું વાતાવરણ, અહીંનું પ્રશિક્ષણ, અહીંની જીવનશૈલી કઈ રીતે અહીં આવનાર લોકોની શારીરિક તથા માનસિક વ્યાધિઓનું શમન કરે છે.
એના માટે અભ્યાસ કરનાર વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ શાંતિકુંજની આધ્યાત્મિક અનુભૂતિઓનાં કાવ્યને અધ્યાત્મના વૈજ્ઞાનિક પ્રયોગોમાં રૂપાંતરિત કર્યું. આ રૂપાંતરણમાં એમણે શાંતિકુંજની અંદશ્ય તથા દેશ્ય ગતિવિધિઓના નીચેના આયામોની વ્યાખ્યા કરી. આ વિદ્યાર્થીઓએ આધ્યાત્મિક સારવાર કેન્દ્રમાં સંવેદનશીલ અદશ્યનાં દિવ્ય સ્પંદનોને અસરકારક પરિબળરૂપે (Motivation factor) સ્વીકાર્યા. એમણે પોતે અહીં રહીને અનુભવ કર્યો, કે શાંતિકુંજમાં પ્રવેશ કરતાં જ કોઈ દિવ્ય પ્રેરણા હૃદયમાં હિલોળાની જેમ ઊઠે છે અને આદર્શવાદી દિશામાં કંઈક વિશેષ કરવા માટે પ્રેરિત કરે છે. એમના મતે આ પ્રેરણાઓમાં એટલું પ્રાણબળ હોય છે કે તે અભિવૃત્તિઓમાં પરિવર્તન લાવે છે.
આ સાથે જ આ અભ્યાસીઓએ એવું કહ્યું, કે શાંતિકુંજના દશ્ય ક્રિયા-કલાપોમાં સૌ પ્રથમ અહીં ચાલતાં પ્રશિક્ષણ છે, જેને વૈજ્ઞાનિક ભાષામાં “કોગ્નીટિવ રિસ્ટ્રક્યરિંગ એટલે કે, બુદ્ધિતંત્રનું પુનઃનિર્માણ કહી શકાય તે છે. માણસના જીવનની મુખ્ય સમસ્યા છે – વિચારોની અસ્તવ્યસ્તતા, જેના કારણે જ એના જીવનમાં શારીરિક-માનસિક તકલીફો આવી પડી છે. આ અભ્યાસીઓએ પોતાના શોધકાર્યમાં આ અનુભવ કર્યો છે. શાંતિકુંજના પ્રશિક્ષણ દ્વારા સફળતાપૂર્વક કોગ્નીટિવ રિસ્ટ્રક્યરિંગ થાય છે. એનાથી ચિતનને નવી દૃષ્ટિ મળે છે અને અહીં આવનારાઓને માનસિક રોગોથી છુટકારો મળે છે.
શાંતિકુંજના કાર્યક્રમોનું બીજું પરિમાણ અહીંની જીવનશૈલી છે, જેને વૈજ્ઞાનિક ભાષામાં “બિહેવિયરલ મોડીફિકેશન’ અથવા વ્યાવહારિક પરિવર્તનની પ્રક્રિયા કહી શકાય છે. એ સાચું છે, કે વ્યાવહારિક તકનિકો દ્વારા મનુષ્યને અનેક રોગોથી મુક્ત કરી શકાય છે. શાંતિકુંજની જીવનશૈલીના આ ચમત્કારો શોધ-અભ્યાસોના પરિણામોનાં રૂપમાં સામે આવ્યા. આ પરિણામોમાં એ જાણવા મળ્યું છે, કે અહીં નવ દિવસના તથા એક મહિનાના સત્રમાં આવનારા માણસો અસાધારણ રીતે પોતાનાં શારીરિક તથા માનસિક સ્વાસ્થ્યને મેળવે છે. એક-બે નહિ, પરંતુ બે ડઝનથી પણ વધારે શોધ નિષ્કર્ષોથી આધ્યાત્મિક ચિકિત્સા કેન્દ્ર રૂપે શાંતિકુંજની સફળતા પ્રમાણિત થઈ અને એ બધું આ મહાન ઊર્જા કેન્દ્રના સ્થાપક, આધ્યાત્મિક ચિકિત્સાના પરમ આચાર્ય યુગઋષિ પરમપૂજય ગુરુદેવની સતત તપશ્ચર્યાનું સુફળ છે.
પ્રતિભાવો