અથર્વવેદીય ચિકિત્સા પદ્ધતિના પ્રણેતા યુગઋષિ, આધ્યાત્મિક ચિકિત્સા

અથર્વવેદીય ચિકિત્સા પદ્ધતિના પ્રણેતા યુગઋષિ, આધ્યાત્મિક ચિકિત્સા

આધ્યાત્મિક ચિકિત્સાના આચાર્ય પરમ પૂજ્ય ગુરુદેવે વૈદિક મહર્ષિઓની પરંપરાને આ યુગમાં નવજીવન આપ્યું. એમણે અધ્યાત્મ ચિકિત્સાનાં વૈદિક સૂત્રો, સત્યો તથા રહસ્યમય પ્રયોગોની કઠિન સાધના દુર્ગમ હિમાલયમાં પૂર્ણ કરી. એમના દ્વારા આપવામાં આવેલા સંકેતો મુજબ આ જટિલ સાધના સ્વયં વૈદિક યુગના મહર્ષિઓના સાંનિધ્યમાં પૂર્ણ થઈ. વામદેવ, કહોડ, અથર્વણ તથા આંગિરસ વગેરે મહર્ષિઓ હજી પણ અપ્રત્યક્ષ શરીરથી દેવાત્મા હિમાલયમાં વાસ કરે છે. પરમગુરુ સ્વામી સર્વેશ્વરાનંદજીએ પૂજ્ય ગુરુદેવને એમનો પરિચય કરાવ્યો હતો. એમણે સૌએ ગુરુદેવની પાત્રતા, પવિત્રતા તથા પ્રામાણિક્તા પારખીને એમને આધ્યાત્મિક ચિકિત્સાનાં બધાં રહસ્યોનો પરિચય કરાવ્યો.

આમ તો આવી રહસ્યાત્મક ચર્ચાઓ ગુરુદેવ ઓછી જ કરતા હતા. છતાં પણ ક્યારેક પ્રશ્નોનું સમાધાન કરતી વખતે એમનાં મુખમાંથી આવા રહસ્યાત્મક સંકેતો બહાર આવી જતા હતા. આવી જ રીતે એક દિવસ એમણે કહ્યું હતું, કે અધ્યાત્મ ચિકિત્સાની વાતો ઘણા લોકો કરે છે પરંતુ એનો મર્મ બહુ ઓછા માણસો સમજે છે. અધ્યાત્મ વિદ્યા હકીકતમાં તો વેદવિદ્યા છે. આમ તો એની શરૂઆત ઋવેદથી જ થઈ જાય છે, યજુષ અને સામવેદમાં પણ એના પ્રયોગો મળે છે, પરંતુ એનું સંપૂર્ણ અને સંવર્ધિત રૂપ અથર્વવેદમાં મળે છે. આ અથર્વણ વિદ્યાને સાચી અને સમ્યફ રીતે જણવાથી જ અધ્યાત્મચિકિત્સાનાં બધાં રહસ્ય જાણી શકાય છે. આ બતાવ્યા બાદ એમણે ધીમા અવાજે કહ્યું કે મેં પોતે મહર્ષિ અથર્વણ તથા મહર્ષિ અંગિરસ પાસેથી આ રહસ્યોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે.

શબ્દ વ્યુત્પત્તિના આધારે “અથર્વ’ શબ્દનો અર્થ “અચંચળતાની સ્થિતિ છે. થર્વ ઈતિ ગતિર્નામ ન થર્વ ઈતિ અથર્વા થર્વનો અર્થ ગતિ છે અને ગતિનો અર્થ ચંચળતા છે. શારીરિક, માનસિક, બૌદ્ધિક વગેરે બધા પ્રકારની ચંચળતાને અથર્વવિદ્યાની આધ્યાત્મિક ચિકિત્સાથી નિયંત્રિત કરીને સાધકને સંપૂર્ણ સ્વાસ્થ્ય તથા સ્થિતપ્રજ્ઞ બનાવવામાં આવે છે. પરમપૂજ્ય ગુરુદેવનાં મુખે અમે બીજી એક વાત પણ સાંભળી છે. તેઓ કહેતા હતા કે વૈદિક વાભયમાં અથર્વવેદનાં “બ્રહ્મવેદ’ ભૈષજ્યવેદ’ વગેરે ઘણાં નામો મળે છે. આમાંનું એક નામ અથર્નાગિરસ પણ છે.

એનું સત્ય એ છે, કે “અથર્વા” અને “આંગિરસ’ એ બંને અલગ અલગ ઋષિ હતા. એમણે જ સર્વ પ્રથમ અગ્નિને પ્રગટ કરીને યજ્ઞચિકિત્સાનો આવિષ્કાર કર્યો હતો. અથર્વવેદમાં અથવ ઋષિ દ્વારા દુષ્ટ સ્થાઓ અધ્યાત્મપરક, સુખદાયક, અભ્યદય પ્રદાન કરનારી અને શ્રેય આપનારી છે અને આંગિરસ ઋષિ દ્વારા દુષ્ટ ઋચાઓ અભિચારપરક, શત્રુનો સંહાર કરનારી, કૃત્યાદૂષણ, શાપરિવારિણી, મારક, મોહન, વશીકરણ વગેરે મુખ્ય છે. સાર તથ્ય એ છે, કે અથર્વણ મંત્ર સર્જનાત્મક છે અને આંગિરસ મંત્ર સંહારાત્મક છે. અથર્વવેદમાં અથર્વણ અને આંગિરસ એમ બે પ્રકારની ચિકિત્સા પ્રક્રિયા હોવાને કારણે અથર્વવેદને “અથર્નાગિરસ કહેવામાં આવે છે.

શબ્દ વ્યુત્પત્તિની દષ્ટિએ આપણે અથર્વાનો મર્મ તો સમજી ચૂક્યા, હવે જો “આંગિરસના મર્મનો અનુભવ કરીએ તો શબ્દ વ્યત્પત્તિ “આંગિરસ’નો અર્થ અંગોમાં પ્રવાહિત થતો રસ બતાવે છે. મનુષ્યના શરીરનાં પ્રત્યેક અંગ-અવયવમાં પ્રાણરસ’ પ્રવાહિત થતો રહે છે. આ પ્રાણરસનો પ્રવાહ પ્રત્યેક અંગ-અવયવને સક્ષમ અને સશક્ત બનાવ્યા કરે છે. આ રસ સુકાઈ જવાથી અથવા તો અટકી જવાથી અથવા તો એનો અભાવ થવાથી ઈદ્રિયો શિથિલ અને નિષ્ક્રિય થઈ જાય છે અને એનું કામ ઠપ્પ થઈ જાય છે. જ્યારે મનુષ્યનાં શરીરની આવી સ્થિતિ થઈ જાય છે ત્યારે એને લકવો, પક્ષાઘાત તથા મધુપ્રમેહ જેવા રોગ થતા હોય છે.

શરીરમાં પ્રવાહિત થતા આ રસમાં જ્યારે વિકાર ઉત્પન્ન થાય છે ત્યારે અનેક પ્રકારની વિકૃતિઓ તથા વ્યાધિઓ ઉત્પન્ન થવા માંડે છે. મનુષ્યનાં મન, મસ્તિષ્ક તથા હૃદય રોગિષ્ઠ થઈ જાય છે શરીરના આવી રીતે રોગગ્રસ્ત થવાથી અથર્વવેદના આધ્યાત્મિક ચિકિત્સા-વિધાન દ્વારા જલાવરેચન, હસ્તામિમર્શ, મણિબંધન, હવન તથા ઉપસ્થાન વગેરે કરવાથી તથા અથર્વવેદીય મંત્રો દ્વારા અભિમંત્રિત ઔષધ, ભેષજ ઉપચારથી મનુષ્ય રોગ-દોષ મુક્ત થઈને સ્વાસ્થ્ય અને નીરોગી બને છે. જલાવસેચન, મણિબંધન, ઔષધ, ભેષજ વગેરે ઉપચારોથી શરીરનાં અંગોના વિકૃત તથા શુષ્ક થઈ ગયેલા રસ સજીવ અને સશક્ત બને છે.

યુગઋષિ પરમપૂજય ગુરુદેવ આ અથર્વવેદીય અધ્યાત્મ ચિકિત્સાના વિશેષજ્ઞ હતા. એમનું કહેવું હતું, કે અસાધ્ય રોગ, ભયંકર દુર્ઘટના, મારણ, કૃત્યા વગેરે અભિચાર કર્મ, દુર્ભાગ્ય, દૈત્ય અને પ્રેતબાધા, પાગલપણાને અધ્યાત્મ ચિકિત્સાના મર્મજ્ઞ કેવળ માથા પર પાણી છાંટીને અથવા માથા પર હાથ મૂકીને અથવા તો મણિ બાંધીને દૂર કરી શકે છે. જેઓ આ પ્રયોગોને જાણે છે એમને એ સત્યનું જ્ઞાન છે, કે અથર્વવેદીય અધ્યાત્મ ચિકિત્સા કોઈ ચમત્કાર નથી, પ્રાયોગિક તથા વૈજ્ઞાનિક વ્યવસ્થા છે.

પરમપૂજય ગુરુદેવના મોટા પુત્ર શ્રી ઓમપ્રકાશ કે જેઓ કિશોરાવસ્થામાં એમની સાથે રહેતા હતા, તેઓ ગુરુદેવની આધ્યાત્મિક ચિકિત્સા સાથે સંલગ્ન અનેક અનુભૂતિઓ સંભળાવે છે. એમને હજી પણ આશ્ચર્ય થાય છે, કે કેવી રીતે ફક્ત એક પાંદડું, મૂળ અથવા તો નાનકડી લોટની બનેલી ગોળીથી તેઓ અસાધ્ય રોગોને ઠીક કરી આપતા હતા. શ્રી ઓમપ્રકાશજી જણાવે છે, કે ચિકિત્સાના નામે અમે એ દિવસોમાં આયુર્વેદ જાણતા હતા. શ્રી ગુરુદેવના એક મોટા ભાઈ પણ વૈદ્ય હતા. એમના દ્વારા આપવામાં આવતી દવાઓનું સ્વરૂપ, પ્રકાર તથા એની વિવિધતા અલગ ઢંગની રહેતી હતી, પરંતુ ગુરુદેવનું તો બધું જ અદ્ભુત હતું. અહીં તો તેઓ એક સામાન્ય પાંદડાંથી જ મરણપથારીએ પડેલાને જીવનદાન આપતા હતા.

શ્રી ઓમપ્રકાશજીનું કહેવું છે, કે એમના પ્રયોગમાં એક બીજી પણ વિચિત્રતા હતી. તે એ કે એવું જરૂરી નથી, કે રોગી એમની નજીક જ હોય, એમનાથી હજારો કિલોમીટર દૂર હોવા છતાં પણ એમની સારવારમાં કોઈ ખામી આવતી નહોતી. એક સામાન્ય દોરાને એમની પાસે મોકલીને તેઓ એમને સાજાનરવા બનાવી દેતા હતા. તેઓ કહેતા હતા કે એ દિવસોમાં તો હું અજાણ હતો, પરંતુ આજે લાગે છે, કે ખરેખર એ અથર્વવેદીય આધ્યાત્મિક સારવાર હતી. શાંતિકુંજમાં તપના સમયમાં પરમપૂજ્ય ગુરુદેવ પોતાના વિશ્વકલ્યાણ સંબંધી ઉચ્ચસ્તરીય પ્રયોગોમાં સંલગ્ન થઈ ગયા હતા અને એમની સારવારનું સ્વરૂપ સંલ્પ, પ્રયોગો ઈચ્છાશક્તિ સુધી જ સિમિત થઈ ગયું હતું. રોગીઓ હજી પણ ઠીક થતા હતા. એમની સંખ્યા પણ પહેલાં કરતાં અનેક ગણી વધી ગઈ હતી, પરંતુ હવે પ્રયોગ-પ્રક્રિયાઓ બદલાયેલી હતી. હવે આ અનેક લોકો માટે એમનો સંકલ્પ જ પર્યાપ્ત હતો.

જીવનનાં અંતિમ વર્ષોમાં એમની દષ્ટિ ભવિષ્ય તરફ હતી. સન્ ૧૯૮૯ના શિયાળામાં જ્યારે તેઓ પોતાના રૂમની બાજુના ફળિયામાં પલંગ પર બેઠા હતા ત્યારે એમની પાસે બેઠેલા શિષ્યોને પૂછયું- “કેમ ભાઈ ! મારા ગયા પછી તમે લોકો આવનારનું કેવી રીતે કલ્યાણ કરશો?” જવાબમાં શાંતિ છવાઈ ગઈ. કોઈ કાંઈ ન બોલ્યું. ત્યારે તેઓ પોતે બોલ્યા જુઓ, શરીર છોડ્યા પછી પણ મારી ચેતના હમેશાં શાંતિકુંજના પરિસરમાં છવાયેલી રહેશે. ભવિષ્યમાં જે લોકો અહીં આવે એમને કહેજો કે ગુરુદેવે ફક્ત શરીર છોડ્યું છે, તેઓ ક્યાંય ગયા નથી પણ અહીં જ છે. એમનો તપપ્રાણ અહીં કણકણમાં સમાયેલો છે. તમે લોકો એને તમારા મન, આત્મામાં અનુભવ કરો. જેટલો સમય અહીં રહો ત્યાં સુધી વિચારો, કે હું મારાં રોમરોમથી, પ્રત્યેક શ્વાસથી ગુરુદેવના તપ્રાણને ધારણ કરી રહ્યો છું. એનાથી એમની બધા પ્રકારની સારવાર થઈ જશે.” ગુરુદેવ દ્વારા કહેવામાં આવેલું આ સત્ય આજે પણ પ્રમાણિત થઈ રહ્યું છે. એમણે આધ્યાત્મિક ચિકિત્સાનો જે પ્રસાર કર્યો તેને આજે વિશ્વભરમાં માન્યતા મળી રહી છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: