એક સમગ્ર ઉપચાર પદ્ધતિ જીવનશૈલી આધ્યાત્મિક બને, આધ્યાત્મિક ચિકિત્સા

એક સમગ્ર ઉપચાર પદ્ધતિ જીવનશૈલી આધ્યાત્મિક બને, આધ્યાત્મિક ચિકિત્સા

વ્યવહાર ચિકિત્સાનાં આધ્યાત્મિક પરિમાણો પણ છે, જે એને સાચા અર્થમાં પૂર્ણતા પ્રદાન કરે છે અને તે આધ્યાત્મિક વ્યવહાર ચિકિત્સાનું નવું રૂપ લે છે. આ પ્રક્રિયામાં આધ્યાત્મિક જીવનશૈલીની તકનિકોને અપનાવીને મનનાં ઊંડાણની ગાંઠો ઉકેલવામાં આવે છે. આ ગાંઠો ઉhતાં જ વ્યક્તિની જીવનદષ્ટિ બદલાય છે અને એનો વ્યવહાર કાબૂમાં આવી જાય છે. સૈદ્ધાંતિક તથા પ્રાયોગિક રૂપે આ વ્યવહાર તકનિકોના કારણે ક્યાંય વધુ પ્રભાવશાળી છે. એમાં પણ મનોચિકિત્સાની જેમ જ રોગીના અસામાન્ય વ્યવહાર અને એનાં કારણોની ઊંડી તપાસ કરવામાં આવે છે. આ તપાસ સામાન્ય વિશ્લેષણ દ્વારા પણ કરી શકાય છે અને આધ્યાત્મિક ચિકિત્સકની અંતર્દષ્ટિ દ્વારા પણ.

બગડેલા વ્યવહારોને બધાં જુએ છે પણ છેવટે એ બગડ્યા કેવી રીતે? એની જાણકારી મેળવવાની જરૂર લગભગ કોઈને નથી, જે ઉદંડ છે, ઉÚખલ છે, ખરાબ ટેવોનો શિકાર છે અને ખરાબ કામોમાં રચ્યોપચ્યો છે એને બસ ખરાબ માણસ કહીને છુટકારો મેળવી લેવામાં આવે છે. આ ખરાબ ટેવો એનામાં આવી કેમ? આ પ્રશ્નનો જવાબ કોઈ શોધતું નથી. ખરાબ મિત્રતા અથવા ખરાબ કાર્યો સિવાય વ્યાવહારિક ગરબડનું એક બીજું પરિબળ પણ છે. દાખલા તરીકે, કારણ વિના ગભરાઈ જવું, એકાએક અવસાદથી ઘેરાઈ જવું અથવા પછી અચાનક દુઃખનો હુમલો થવો. રોગી જ્યારે આ સમસ્યાઓનાં કારણ બતાવે છે તો તેને ડરપોક માનવામાં આવે છે અથવા પછી માથાફરેલો કહીને મશ્કરી કરવામાં આવે છે.

આ કારણો પણ આશ્ચર્યજનક હોય છે. જેમ કે, કોઈ ઉંમરલાયક વ્યક્તિ કૂતરાનું મોટું જોઈને ગભરાઈ જાય છે અને પૂછતાં એવું કહે છે કે મને તો કૂતરાનો ફોટો પણ ડરામણો લાગે છે. સાંભળનારને એવું લાગે છે કે બાળકોનો ડર તો સમજી શકાય છે, પરંતુ આ ઉંમરલાયક માણસ કેમ ગભરાય છે. તેવી જ રીતે કોઈને અંધારાનો ડર લાગે છે તો કોઈ ઊંચી ઈમારત જોઈને જ બેભાન થઈ જાય છે. કેટલાક તો એવા પણ હોય છે કે જેમને ભીડ જોઈને જ ગભરામણ થવા માંડે છે. કેટલાક બિચારા તમાકુ, સિગારેટ, પાન, ગુટખા વગેરે ખરાબ ટેવોના શિકાર હોય છે. એવા લોકો દુનિયામાં કાં તો હાંસીપાત્ર બને છે અથવા એના નસીબમાં દુનિયાભરની ધૃણા, ઉપેક્ષા, તિરસ્કાર, અપમાન આવે છે. કોઈ પણ એનાં દુઃખને સાંભળવાનો, વહેંચવાનો પ્રયાસ કરતું નથી. જ્યારે સાચું એ છે કે આવા લોકો પોતાના મનમાં અસંખ્ય દુઃખોને સંતાડી રાખે છે. એમનાં મનમાં ખૂબ જ દુઃખ આપનારા ઊંડા ઘા હોય છે.

આધ્યાત્મિક ચિકિત્સક એનાં આ દુઃખોને પોતાના મનનાં ઊંડાણમાં અનુભવે છે, કેમ કે એને એ સત્યની ખબર હોય છે કે હકીકતમાં કોઈ ખરાબ કેડરપોક નથી. બધામાં ઈશ્વરનો સનાતન અંશ છે. દરેક વ્યક્તિ પોતાનાં મૂળ રૂપમાં પરમ દિવ્ય હોવાની સાથે સાહસ અને સદ્ગણોનો ભંડાર છે. બસ થયું એટલું જ છે કે કોઈ પણ કારણે એના અંતરમનમાં થોડી ગાંઠો પડી ગઈ છે, જેના કારણે એની આધ્યાત્મિક ઊર્જાનો પ્રવાહ અવરોધાઈ ગયો છે. જો આ ગાંઠોને ઉકેલી નાખવામાં આવે તો ફરી પાછી સ્થિતિ બદલાઈ શકે છે. હા, એટલું જરૂર કે આ ગાંઠો નાનપણની પણ હોઈ શકે છે અને આગલા જન્મની પણ, પરંતુ એ તો સો ટકા સાચું છે કે વ્યક્તિને ખરાબ અથવા બીકણ બનાવવામાં એનો જ પ્રભાવ કામ કરે છે.

આ સત્યને વધારે સમજવા માટે આપણે વ્યક્તિત્વ નિર્માણની ‘ પ્રક્રિયામાં જવું પડશે. કોઈનું પણ બાળપણ એનાં વ્યક્તિત્વનું અંકુરણ છે. એના વધતા ક્રમમાં વ્યક્તિત્વ પણ વધે છે. આ સમયગાળામાં કોઈ પણ ઘટનાની મન-મગજ પર ઊંડી અસર થાય છે. હવે જો કોઈ પણ બાળકને વારંવાર અંધારાથી અથવા તો કૂતરાથી ગભરાવવામાં આવે અને જો એ ડર ઊંડો બનીને કોઈ પણ મનોગ્રંથિનું રૂપ ધારણ કરી લે તો પછી એ બાળક પોતાની આખી જિંદગી અંધારાથી અને કૂતરાથી ગભરાતો રહેશે. આ જ સ્થિતિ ભાવનાત્મક આઘાત અંગે છે. જેને આપણે ખરાબ અને અસામાજિક માણસો કહીએ છીએ એમાંથી કોઈ ખરાબ અને અસામાજિક હોતું નથી. ભાવનાત્મક પ્રતિક્રિયાથી ઉપજેલા વિરોધના સૂર, ઊપજેલી વિકૃતિઓ એને ખરાબ બનાવી દે છે. જે આ મનોગ્રંથિઓને ખોલી નાખવામાં આવે તો બધું બદલાઈ શકે છે.

આધ્યાત્મિક વ્યવહાર ચિકિત્સામાં ચિકિત્સક સૌથી પહેલાં એનાં દુઃખ અને તકલીફોને સારી રીતે સમજે છે. પોતાના આત્મીય સંબંધો તથા અંતર્દષ્ટિ દ્વારા એની મનોગ્રંથિના સ્વરૂપ અને સ્થિતિનો તાગ મેળવે છે. ત્યારબાદ કોઈ ઉપલબ્ધ આધ્યાત્મિક તકનિક દ્વારા એની આ જટિલ મનોગ્રંથિને ખોલે છે. આ સંપૂર્ણ પ્રક્રિયામાં સૌથી જરૂરી એ છે કે ચિકિત્સકના વ્યક્તિત્વ પર રોગીને સંપૂર્ણ શ્રદ્ધા હોય. ત્યારબાદ બધું બરાબર થવા માંડે છે. દાખલા તરીકે, જો અંધારાથી ગભરાતા રોગીની વાત હોય તો ચિકિત્સક સૌથી પહેલાં અંધારાની વાસ્તવિક્તાથી વૈચારિક પરિચય કરાવશે. ત્યારબાદ એના વિશે થોડું વધારે ઊંડાણથી સમજાવશે. ત્યારબાદ તે પોતે તેને એ અંધારી જગ્યાએ લઈ જશે કે જ્યાં તેને ડર લાગે છે. આ સંપૂર્ણ પ્રક્રિયામાં જપ અથવા ધ્યાનની તકનિકોનો ઉપયોગ પણ થઈ શકે છે, કેમ કે એનાથી મનોગ્રંથિઓ સરળતાથી ખૂલે છે.

અહીં ક્રાંતિવીર ચંદ્રશેખર આઝાદના બાળપણની એક ચર્ચા પ્રાસંગિક બની રહેશે. આમ તો તેઓ બાળપણથી જ સાહસિક હતા પણ અમુક વસ્તુઓ એમને ગભરાવી દેતી હતી. એમાંથી એક અંધારું હતું અને એક પીડા. દસ-બાર વર્ષની ઉંમરે એમને ત્યાં એક મહાત્મા આવ્યા છે મહાવીર હનુમાનજીના ભક્ત હતા. હનુમાનજીની પૂજા કરવી અને રામકથા કહેવી એ જ એમનું કામ હતું. ચંદ્રશેખરના ગામમાં પણ એમની રામકથા થઈ રહી હતી. રામકથાના માર્મિક પ્રસંગો બાળક ચંદ્રશેખરને ભાવવિભોર કરી દેતા હતા, તો કેટલાક પ્રસંગોને સાંભળીને તે રોમાંચિત થઈ જતો. પોતાની ભાવનાઓના ઉતાર-ચઢાવોની વચ્ચે બાળક ચંદ્રશેખરે વિચાર્યું કે આ મહાત્માજી જરૂર મારી સમસ્યાનું સમાધાન કરી શકશે.

બસ, એણે પોતાની સમસ્યાઓ મહાત્માજીને સંભળાવી. એણે કહ્યું, “સ્વામીજી, મને અંધારાનો ડર લાગે છે.” મહાત્માજી બોલ્યા, “કેમ બેટા?” તો એમણે કહ્યું કે, “અંધારામાં ભૂત રહે છે એટલા માટે.” આ સાંભળીને મહાત્માજી બોલ્યા, “બીજી કોઈ વસ્તુથી પણ ડરે છે ?” બાળકે કહ્યું, “હા મહારાજ, મને માર ખાવાથી પણ ખૂબ ડર લાગે છે.” એમની આ બધી વાતો સાંભળીને મહાત્માજીએ એમને સાંજના સમયે ઝૂંપડીમાં બોલાવ્યા અને પોતાની પાસે બેસાડીને વાતો કરવા લાગ્યા. જ્યારે રાત ઘેરાવા માંડી તો તેઓ એમને લઈને ગામની બહાર સ્મશાનમાં ગયા, જ્યાં ભૂતોના કિસ્સાઓ ગામના માણસો રસપૂર્વક સંભળાવતા હતા.

રસ્તે ચાલતાં મહાત્માજીએ એમને કહ્યું, “જાણે છે દીકરા, ભૂત કોણ હોયછે?” બાળકે કહ્યું, “ના મહારાજ.” “તો સાંભળ” સ્વામીજી બોલ્યા, “ભૂત એ હોય છે, જેનું અકાળ મૃત્યુ થાય છે. જેઓ જીવનથી ડરીને આત્મહત્યા કરી લે છે. જે માણસ પોતાના જીવનમાં ડરપોક હતો, સમગ્ર જીવનમાં કોઈ પણ કામ સારી રીતે ન કરી શક્યો, તે મર્યા પછી તારું શું બગાડી શકવાનો? રહી વાત માર ખાવાથી ગભરાવાની, તો શરીર તો આમ પણ એક દિવસ મરવાનું જ છે અને મન-આત્મા મરવાનાં નથી.” આવી વાતો કરતા કરતા તે મહાત્મા ગામની બહાર સ્મશાનમાં આવી ગયા. સ્મશાનમાં ક્યાંય ડરનું કોઈ કારણ ન હતું. આ અનુભવે બાળક ચંદ્રશેખરને પરમ સાહસિક બનાવી દીધો. હા, એટલું જરૂર કે મહાત્માજીએ એમને રામભક્ત હનુમાનજીની ભક્તિ શીખવાડી. મહાત્માજીની આ આધ્યાત્મિક ચિકિત્સાએ એમને એટલા સાહસિક બનાવી દીધા કે અંગ્રેજ સરકાર પણ એમનાથી ગભરાવા માંડી. એ મહાત્માજીનું એવું પણ કહેવું હતું કે જો કોઈ વિશિષ્ટ આધ્યાત્મિક પ્રયોગ કરવો હોય તો કોઈ તપોભૂમિની પસંદગી કરવી જોઈએ, કેમ કે એ આધ્યાત્મિક ચિકિત્સાનું કેન્દ્ર હોય છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: