સંયમ છે પ્રાણ-ઊર્જાનું સંરક્ષણ, સદાચાર ઊર્ધ્વગમન, આધ્યાત્મિક ચિકિત્સા
August 9, 2022 Leave a comment
સંયમ છે પ્રાણ-ઊર્જાનું સંરક્ષણ, સદાચાર ઊર્ધ્વગમન, આધ્યાત્મિક ચિકિત્સા
સંયમ સદાચારના પ્રયોગ ચિકિત્સાની આધ્યાત્મિક પ્રક્રિયાનો આધાર છે. એના આધારે જ આધ્યાત્મિક ચિકિત્સાનાં સાધનો એકઠાં થાય છે અને પોતાનું પરિણામ પ્રગટ કરે છે. જો કે, ચિકિત્સાની અન્ય પદ્ધતિઓ આ પ્રયોગો વિશે મૌન છે, પરંતુ જો તેને ધ્યાનથી તપાસવામાં આવે તો એમાં પણ કોઈને કોઈ સ્તર પર સચ્ચાઈ ઝલકે છે. રોગીના રોગનું નિદાન કર્યા પછી લગભગ બધા જ ચિકિત્સકો ખાવા-પીવાની રીતરસમો અને જીવનશૈલી બાબતમાં નિર્દેશ આપે છે. આ નિર્દેશોમાં એક રીતે તો સંયમ – સદાચાર જ સમાયેલા રહે છે. જરા વિચારો તો ખરા એવો કયો ચિકિત્સક હશે જે પોતાના ગંભીર રોગીને તળેલા, શેકેલા, મરી – મસાલેદાર, ભારે પદાર્થો ખાવાની છૂટ આપશે. એટલું જ નહિ, રોગીઓની સાથે રાગ-રંગ અને ભોગ-વિલાસિતા પર પણ મનાઈ ફરમાવી દેવામાં આવે છે.
ચિકિત્સાની કોઈ પણ પદ્ધતિ રોગીઓની જીવનચર્યાનો જે રીતે નિર્ણય કરે છે, તે એક રીતે તો એને સંયમ-સદાચારની જ શીખ છે. આ શીખની ઉપેક્ષા કરીને કોઈ ગંભીર રોગ ફક્ત દવાઓથી ઠીક થઈ શકતો નથી. એમાં એટલું જરૂર છે, કે આ ચિકિત્સકો તથા રોગીઓની આ શ્રદ્ધા રોગ મટે ત્યાં સુધી જ ટકી રહે છે. રોગનાં લક્ષણ દૂર થતાં જ તેઓ ફરીથી ભોગ-વિલાસમાં મગ્ન બનીને નવા રોગોને આમંત્રણ આપવામાં લાગી જાય છે, જ્યારે આધ્યાત્મિક ચિકિત્સાની જીવનદષ્ટિ અને જીવનશૈલી સંયમ-સદાચારના પ્રયોગો પર જ ટકેલી છે. આધ્યાત્મિક ચિકિત્સકોએ આ પ્રયોગોને ખૂબ ઊંડાણથી કર્યા છે. એની વિશેષતાઓ અને સૂક્ષ્મતાઓને જાણી છે.
સંયમ-સદાચાર પ્રાણ-ઊર્જાને સંરક્ષિત, સંગ્રહિત અને સંવર્ધિત કરવાની એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે. સામાન્ય રીતે સંયમ અને સદાચારને એક મજબૂરીરૂપે ફરજિયાતપણે લાદવામાં આવેલા જીવનક્રમરૂપે ગણવામાં આવે છે. ઘણા માણસો તો એને પ્રવૃત્તિઓના દમનરૂપ સમજે છે અને સંપૂર્ણપણે અવૈજ્ઞાનિક માને છે. આધ્યાત્મિક ચિકિત્સકોનું કહેવું છે કે આવા લોકો દોષી નહિ પણ અણસમજુ છે. ખરેખર આ લોકોને પ્રાણ-ઊર્જાના પ્રવાહની પ્રકૃતિ, એમાં આવતી વિકૃતિ તથા એના નિદાન-નિવારણની ઊંડી સમજ નથી. તેઓ જે કંઈ કહે છે તે પોતાની અણસમજને લીધે કહે છે.
વાત સમજદારીની હોય તો સંયમ પ્રાણ-ઊર્જાનું સંરક્ષણ છે અને સદાચાર એનું ઊર્ધ્વગમન છે. આ બંને તત્ત્વો નૈતિક હોવા કરતાં આધ્યાત્મિક વધારે છે. વિશેષજ્ઞો માને છે કે ફક્ત પ્રાણ-ઊર્જાનું સંરક્ષણ જ પૂરતું નથી, એનું ઊર્ધ્વગમન પણ જરૂરી છે. જો કે, ફક્ત સંરક્ષણ થાય તો પણ વ્યક્તિ બીમાર પડતી નથી, પણ જો વાત પ્રાણશક્તિથી માનસિક સામર્થ્ય અને વિકાસની હોય તો તેનું ઊર્ધ્વગમન પણ થવું જોઈએ. આયુર્વેદના કેટલાક ગ્રંથો એ વાતની સાક્ષી પૂરે છે કે જે વ્યક્તિમાં પ્રાણનું ઊર્ધ્વગમન થઈ રહ્યું છે, એના સ્નાયુઓ વજની માફક મજબૂત બની જાય છે. એની ધારણાશક્તિ અસાધારણ હોય છે. તે મનોબળ તથા સાહસનો માલિક હોય છે.
આ સત્યને હજી વધારે વ્યાપક રીતે જાણવું હોય તો સંયમનો અર્થ છે – પોતાના જીવનની શક્તિઓની બરબાદી રોકવી, ટીપુ-ટીપું કરીને એને બચાવવી. આ પ્રક્રિયામાં ઈન્દ્રિયસંયમ, સમયસંયમ, અર્થસંયમ તથા વિચારસંયમને અગ્રતા આપવામાં આવે છે. જ્યાં સુધી સદાચારનો પ્રશ્ન છે તો એ આધ્યાત્મિક શક્તિઓના વિકાસ માટે કરવામાં આવતું આચરણ છે. આ કોઈ પ્રકારની મજબૂરી નથી, પરંતુ જીવનનાં ઉચ્ચતમ પ્રયોજનો પ્રત્યે શ્રદ્ધા છે. જેનામાં આ શ્રદ્ધા હોય છે તે શરૂઆતમાં ભલે જડબુદ્ધિના હોય, પરંતુ પછીથી પ્રતિભાસંપન્ન બન્યા વિના રહેતા નથી. એનું માનસિક સામર્થ્ય અસાધારણ રીતે વિકસિત થાય છે.
હજુ થોડા દિવસો પહેલાં સાઈકોન્યૂરો ઈમ્યુનોલોજીના ક્ષેત્રમાં એક પ્રયોગ કરવામાં આવ્યો. આ પ્રયોગ બે ખાસ વૈજ્ઞાનિકો આર.ડેવિડસન અને પી. એરિક્સને સંપન્ન કર્યો. આ પ્રયોગમાં એમણે ૪૦૦ વ્યક્તિઓનો સમાવેશ કર્યો. એમાંથી ૨૦૦ વ્યક્તિઓ એવી હતી, જેમને અધ્યાત્મ પ્રત્યે શ્રદ્ધા હતી, જેઓ સંયમિત તથા સદાચારી જીવન જીવતી હતી. આનાથી ઊલટું ૨૦૦ વ્યક્તિઓ એવા પ્રકારની હતી, જેઓ ભોગવિલાસમાં શ્રદ્ધા ધરાવતી હતી, જેઓ મદિરાલય તથા જુગારના અડ્ડાઓમાં પોતાનો સમય વિતાવતી હતી અને જેમની જીવનશૈલી અસ્તવ્યસ્ત હતી. આ બંને પ્રકારની વ્યક્તિઓનો એમણે સતત દસ વર્ષ સુધી અભ્યાસ કર્યો.
અભ્યાસની આ પ્રક્રિયામાં એમણે જોયું કે જે વ્યક્તિ સંયમ સદાચારપૂર્વક જીવે છે તે બીમાર ઓછી પડે છે. તેનામાં માનસિક ઉત્તેજના, ઉદ્વેગ અને આવેગ બહુ ઓછાં હોય છે. આવી વ્યક્તિ તણાવ અને ખરાબ ચિંતાઓથી મુક્ત હોય છે. કદાચ જો તેમને કોઈ બીમારી થઈ જાય તો પણ તે જલદી સાજી થઈ જાય છે. ઘા લાગવાથી કે ઓપરેશન થવાથી પણ બીજની સરખામણીમાં એમના ઘા જલદી રૂઝાઈ જાય છે. આનાથી ઊલટું, અસંયમિત તથા વિલાસી મનોભૂમિવાળાની પરિસ્થિતિ એમનાથી વિપરીત જોવા મળી. એમની જીવનશક્તિ નષ્ટ થતી રહેવાના એક સમગ્ર ઉપચાર પદ્ધતિ કારણે એમને કોઈને કોઈ નાની-મોટી બીમારીઓ હમેશાં વળગેલી જ રહે છે. ચેપી બીમારીઓની શક્યતા તેઓમાં હમેશાં રહે છે. તણાવ, ખરાબ ચિંતાઓ, ઉત્તેજના તથા આવેગ તો જાણે એમનો સ્વભાવ જ હોય છે. કોઈ પણ બીમારી થતાં તેઓ ધાર્યા કરતાં મોડા સાજા થાય છે. એક જ બીમારી એમને વારંવાર ઘેરતી રહે છે. ચોટ લાગવાથી કે ઓપરેશન વખતે પણ એમને સાજા થવામાં ઘણો લાંબો સમય લાગે છે. આ પરિસ્થિતિનો એક દશકા સુધી અભ્યાસ કરતાં ડેવિડસન તથા એરિક્સને એવું તારણ કાઢ્યું કે સંયમ-સદાચારથી વ્યક્તિની પ્રતિરોધક ક્ષમતામાં અસાધારણ વૃદ્ધિ થાય છે. એના કારણે એનામાં શારીરિક અને માનસિક રોગોની સંભાવના ઓછી રહે છે. કદાચ કોઈ કારણે જો કોઈ રોગ થાય તો પણ એનાથી છુટકારો જલદી મળે છે.
આમાં આ વૈજ્ઞાનિક દૃષ્ટિ કરતાં આધ્યાત્મિક દષ્ટિ ઘણી ઊંડી અને સૂક્ષ્મ છે. આપણે પરમપૂજ્ય ગુરુદેવના જીવનમાં આ સત્યની અનુભૂતિ મેળવી છે. પોતાના જીવનના ઉત્તરાર્ધમાં તો તેમણે ફક્ત સંકલ્પોથી જ અનેક લોકોને રોગમુક્ત કર્યા, પણ અખંડ જયોતિ સંસ્થાનના નિવાસકાળમાં રોગ-નિવારણની આ પ્રક્રિયાને તેઓ થોડી અલગ રીતે પૂર્ણ કરતા હતા. આ માટે તેઓ રોગીનું પહેરેલું કપડું માગતા હતા અને એના પ્રાણનાં સૂક્ષ્મ પરમાણુઓનું પરીક્ષણ આધ્યાત્મિક રીતે કરતા હતા. પછી પરિસ્થિતિ પ્રમાણે તેની ચિકિત્સા કરતા હતા.
આવી જ રીતે એકવાર ગુજરાતના દેવેશભાઈએ પોતાના સંબંધી વિશે એમને લખ્યું. તે સંબંધી કેટલીય ખરાબ ટેવોના શિકાર હતા. જો કે એમનું સ્વાસ્થ્ય ઘણું સારું હતું. ગુરુદેવે દેવેશભાઈ પાસે એમણે પહેરેલું કપડું મંગાવ્યું. કપડાનાં આધ્યાત્મિક પરીક્ષણ પછી તેમણે દેવેશભાઈને પત્ર લખીને જણાવ્યું કે તમારા સંબંધીના જીવનદીપનું તેલ સુકાઈ ગયું છે અને હવે ટૂંક સમયમાં તેની જયોતિ ઓલવાઈ જવાની છે. ગુરુદેવના આ પત્ર પર દેવેશભાઈને વિશ્વાસ ન આવ્યો, કેમ કે તે સંબંધી સંપૂર્ણ સ્વાસ્થ્ય હતા. દેવેશભાઈ એ કાગળ લઈને સીધા મથુરા પહોંચ્યા. રૂબરૂ મળ્યા તો પણ ગુરુદેવે પોતાની તે જ વાતોનું પુનરાવર્તન કર્યું. જ્યારે આ સંબંધી પંદર દિવસ પછી મરણ પામ્યા ત્યારે બધાને આશ્ચર્ય થયું. ત્યારે ગુરુદેવે એમને કાગળ લખીને જણાવ્યું, “જો જીવનશક્તિ જરા પણ બચી ન હોય અને સંયમ-સદાચારની અવગણનાને કારણે જીવનનાં પાત્રમાં કાણાં પડી જાય તો આધ્યાત્મિક ચિકિત્સા અશક્ય છે.” આધ્યાત્મિક ચિકિત્સા માટે આધ્યાત્મિક જીવનશૈલી અપનાવવી ખૂબ જરૂરી છે.
પ્રતિભાવો