માનસિક અસંતુલનથી આધ્યાત્મિક પતન । GP-10. માનસિક સંતુલન | ગાયત્રી વિદ્યા
August 25, 2022 Leave a comment
માનસિક અસંતુલનથી આધ્યાત્મિક પતન । GP-10. માનસિક સંતુલન | ગાયત્રી વિદ્યા
માનસિક અસંતુલનથી માત્ર સાંસારિક અને ભૌતિક ક્ષેત્રમાં જ મુશ્કેલી ઉઠાવવી પડે છે એવું નથી, પરંતુ આધ્યાત્મિક દૃષ્ટિથી પણ એનું પરિણામ અનિષ્ટકારી હોય છે. જે લોકો માનસિક ઉત્તેજનાથી તરત ગ્રસ્ત થઈ જાય છે, તેમનામાં અભિમાન અને લોભની માત્રા પણ વધી જાય છે. આ બંને તત્ત્વો અન્ય અનેક પ્રકારના દોષો ઉત્પન્ન કરે છે. અભિમાન એક પ્રકારનો નશો છે, જેમાં ઉન્મત્ત થઈને મનુષ્ય પોતાને બીજાથી મોટો અને બીજાને પોતાનાથી નાના સમજેછે. લોકો એની ખુશામત કરે, એની વાત માને એવી જ વાત એ પસંદ કરે છે. જો એમાં થોડી પણ ખામી આવે તો તેને એ પોતાનું અપમાન સમજી ક્રોધથી સાપની જેમ ફુંફાડા મારવા લાગે છે.બીજો કોઈ પોતાનાથી ધન, વિદ્યા, બળ, પ્રતિષ્ઠામાં મોટો અથવા બરાબર હોય એવું એ ઈચ્છતો નથી. તેવી જ રીતે એ જો કોઈને થોડા સુખી અને સંપન્ન જુએ કે ઈર્ષ્યા અને દ્વેષ કરવા લાગે છે. પોતાના અહંકારને સંતોષવા માટે પોતાની સંપન્નતા વધારવા ઈચ્છે છે. ખરેખર તો સંપન્નતા સદ્ગુણોથી તથા અથાક પરિશ્રમ કરવાથી મળેછે, પરંતુ અભિમાનના નશામાં ચક્ચર વ્યક્તિ આવા સીધા સાદા માર્ગ પર ચાલવા સમર્થ હોતી નથી. આખરે તે અનીતિ અને બેઈમાની કરવા તૈયાર જાય છે.
અપમાનનો અર્થ છે – આત્માની પડતી. પોતાને ગરીબ, તુચ્છ, અયોગ્ય તથા અસમર્થ સમજનારા લોકો સંસારમાં ગરીબ અને હીન થઈને રહે છે. એમની પ્રતિભા કુંઠિત થઈ જાય છે, એમનાથી કોઈ સાહસિક કાર્ય થઈ શકતું નથી. સંપન્નતા પ્રાપ્ત કરવા અને પોતાના પર થતા અન્યાયને દૂર કરવા માટે જે શૌર્યની આવશ્યકતા છે તે અધોગતિગ્રસ્ત મનુષ્યમાં ઘેતું નથી. ફળસ્વરૂપે તે નથી સમૃદ્ધ બની શકતો કે નથી અન્યાયની જાળમાંથી છૂટી શક્તો. એ ગરીબાઈમાં ઘેરાઈ રહે છે અને કોઈ ને કોઈ સતાવનારાપોતાનું તીર એના તરફ તાકી રાખે છે. આવી મુશ્કેલીઓથી બચવા એણે નિર્બળતારૂપી અનીતિઓ જેવી કે ચોરી, ઠગાઈ, કપટ, છળ, દંભ, અસત્ય, પાખંડ, વ્યભિચાર, ખુશામત જેવા ખોટા અપરાધોનો આશ્રય લેવો પડે છે. મોહ, મમતા, ભય, આશંકા, ચિંતા, ચીડ, શોક, પશ્ચાત્તાપ, નિરાશા, દ્વેષ, જેવા મનોવિકારો એની આજુબાજુ ધેરાઈ રહે છે. આત્મજ્ઞાન અને આત્મસન્માન પ્રાપ્ત કરવા અને એની રક્ષા કરવા માટે મનુષ્ય યોગ્ય માર્ગ અપનાવવો એ જીવનનો સ્વાભાવિક સતોગુણી ક્રમ છે. આ શૃંખલા જ્યારે તૂટી જાય છે ત્યારે આત્મિક સમતુલા બગડી જાય છે અને પાપ કરવાનો ચીલો ચાલુ થઈ જાય છે.
પ્રતિભાવો