એકાંગી વિકાસથી થતું નુકસાન । GP-10. માનસિક સંતુલન | ગાયત્રી વિદ્યા
August 25, 2022 Leave a comment
એકાંગી વિકાસથી થતું નુકસાન । GP-10. માનસિક સંતુલન | ગાયત્રી વિદ્યા
માનસિક અસંતુલનથી મનુષ્યના વ્યક્તિત્વનો એકાંગી વિકાસ થાય છે. આપણા પૈકી દરેક વ્યક્તિ માનસિક રૂપથી નવી પરિસ્થિતિઓમાં બંધબેસતા થવાનો પ્રયત્ન કરતી રહે છે. જો આપણે આપણાં ઘર, ધંધો, વાતાવરણ મુજબ આપણી માનસિક સ્થિતિને ઢાળી દઈએ તો કાર્યમાં પ્રસન્નતા અને મનમાં શાંતિ પ્રાપ્ત થાય છે. નહિ તો આપણું મન અતૃપ્ત અને આત્મા અશાંત રહે છે.
ઉદાહરણરૂપે કેટલાક એવા વિચારો અને તથ્યો હોય છે, જેના પ્રત્યે આપણને ઈર્ષા થાય છે. આપણે એ વિચારોથી બચી શકતા નથી. એમ છતાં આપણે એવા જ વિરોધી વિચારો વચ્ચે કામ કરવું પડે છે, તેમની સાથે મિત્રતા બાંધવી પડે છે, ત્યારે જ આપણને માનસિક શાંતિ પ્રાપ્ત થઈ શકે.
મનમાં આંતરિક સંઘર્ષનું કારણ શું છે ? બે વિરોધી વિચાર, બે વિરોધી દષ્ટિકોણ આપણી માનસિક ક્ષિતિજ પર ઉદય પામે છે. આમ છતાં આપણે કામ કરવાનું છે. સંતુલન જ શાંતિનો એક માત્ર ચોરી કરનાર વ્યક્તિ એના વિચાર, ભાવના અને અંતરાત્મા સાથે સંતુલન સાધી શકતી નથી. એની લાલચ અને મોહની પ્રવૃત્તિ અંતરાત્માને દબાવી દે છે. તે મોહને છોડી શકતો નથી અને પોતે પણ એમાં લપેટાઈ જાય છે. સત્ય અને ન્યાયનો પોકાર દબાઈ જાય છે. પાપમય વૃત્તિનો વિજય થાય છે. શેતાન છોકરાઓ, ભાગેડુ સ્ત્રીઓ વગેરે આવા માનસિક રોગનો જ શિકાર હોય છે. તેઓ માનસિક જગતનું યોગ્ય રીતે સંચાલન અને સંતુલન કરી શકતાં નથી. કોઈ વિચાર એટલો બધો તીવ્ર થઈ જાય છે કે તે વિવેકબુદ્ધિને દાબી દે છે અને એના સ્વભાવનું એક અંગ બની જાય છે.
મનની ક્રિયાઓને ત્રણ ભાગમાં વહેંચી શકાય ઃ (૧) ભાવના (૨) વિચાર (૩) ક્રિયા. એવી બહુ ઓછી વ્યક્તિઓ હોય છે, જેમનામાં આ ત્રણે ક્રિયાઓનું ઔચિત્ય અને સંતુલન હોય. કોઈનામાં ભાવનાનો અંશ વધારે હોય તો એ ભાવુકતાથી ભરેલો હોય છે. એના વિચારો આવેશયુક્ત રહે છે, એની કમજોરી અતિ સંવેદનશીલતા છે. એ નાની સરખી ભાવનાને અતિ મોટી બનાવીને જુએ છે.
વિચારપ્રધાન વ્યક્તિ દર્શનની ભુલભુલામણીમાં જ ડૂબેલી રહે છે. નાની મોટી કલ્પનાઓ એના માનસ ક્ષિતિજ પર ઊગતી અને આથમતી રહે છે. યોજના બનાવવાનું કાર્ય એની પાસે પુષ્કળ કરાવો, પરંતુ અસલી કામની બાબતમાં એ શૂન્ય હોય છે.
ત્રીજા પ્રકારની વ્યક્તિ વિચારે છે ઓછું, ભાવનામાં તણાતી નથી અને કામ પુષ્કળ કરે છે. એ બધાં કાર્યોમાં કોઈ એવું કામ પણ કરી નાખે છે કે જેની આવશ્યકતા હોતી નથી અથવા એના વિના પણ એનું કામ ચાલી શક્યું હોત. પૂર્ણ સંતુલિત વ્યક્તિ એ જ છે જેનામાં ભાવના, વિચાર અને કાર્ય- એ ત્રણેનો પૂર્ણ સમન્વય હોય. આવી વ્યક્તિ માનસિક દૃષ્ટિથી પૂર્ણ સ્વસ્થ હોય છે.
આપણે ‘અતિશયતા’ થી આપણું રક્ષણ કરવું જોઈએ અને એ રીતે અસંતુલનથી બચવું જોઈએ. કહેવાનું તાત્પર્ય એ છે કે અતિ ભાવુકતાના ચક્રમાં પડીને એવું ન કરી નાખીએ, એવા વાયદા ન આપીએ કે જેને પાછળથી પૂર્ણ ન કરી શકીએ. એટલા વિચારપ્રધાન ન બની જઈએ કે બધો સમય વિચારતાં-વિચારતાં, ચિંતન કરતાં-કરતાં જ પસાર થઈ જાય. વિચાર કરવો બરાબર છે,પરંતુ વિચારોમાં જ નિરંતર ડૂબ્યા રહેવું અને કામ ન કરવું એ આપણને માનસિક રીતે આળસુ બનાવી દે છે.
સારી વ્યક્તિના નિર્માણમાં ક્રિયા, ભાવના તથા વિચારશક્તિ એ ત્રણે આવશ્યક તત્ત્વોનો પૂરો વિકાસ થવો જોઈએ. જે વ્યક્તિ કામ, ક્રોધ, આવેશ, ઉદ્વેગ વગેરેમાં પ્રવૃત્ત રહે છે, એણે આવા ભાવનાજન્ય માનસિક રોગોનો ત્યાગ કરવો જોઈએ. જેઓ માત્ર કાગળ પરની યોજના અને તરંગી કલ્પનાઓમાં રચ્યાપચ્યા રહે છે, એમણે સાંસારિક દૃષ્ટિકોણથી પોતાની યોજનાઓની સત્યતા તપાસવી જોઈએ. આ બંને પ્રકારની વ્યક્તિઓએ પોતાનાં કાર્યોને જીવનમાં પ્રગટ કરવાં જોઈએ. મહાન પુરુષોમાં આપણે જોઈએ છીએ કે એમની બુદ્ધિ પૂર્ણ વિકાસ સુધી પહોંચી ચૂકી હતી અને કાર્યશક્તિ ઉચ્ચ કોટિની હતી. મહાત્મા ગાંધીજી આવા સંતુલિત વ્યક્તિત્વનું ઉદાહરણ છે.
પ્રતિભાવો