ઈર્ષાનો આંતરિક અગ્નિ । GP-10. માનસિક સંતુલન | ગાયત્રી વિદ્યા
August 25, 2022 Leave a comment
ઈર્ષાનો આંતરિક અગ્નિ । GP-10. માનસિક સંતુલન | ગાયત્રી વિદ્યા
ઈર્ષા એક એવો આંતરિક અગ્નિ છે, જે અંદરોઅંદર જ બીજાની ઉન્નતિ કે પ્રગતિ જોઈ આપણને ભસ્મીભૂત કર્યા કરે છે. બીજાની ભલાઈ અથવા સુખ જોઈ મનમાં જે એક પ્રકારના દર્દનો જન્મ થાય છે તેને ઈર્ષ્યા કહે છે.
ઈર્ષાએક મિશ્ર મનોવિકાર છે, જેનો ઉદ્ભવ આળસ, અભિમાન અને નિરાશાનો સંયોગ થવાથી થાય છે. પોતાને બીજાથી ઊંચા માનવાની ભાવના અર્થાત્ મનુષ્યનો “અહં” એની સાથે જોડાય છે.
ઈર્ષા મનુષ્યની હીણપતની ભાવના સાથે જોડાયેલી છે. આપણી હીણપતની ભાવનાગ્રંથિના કારણે આપણે કોઈ ઉદ્દેશ અથવા ફળ માટે પૂરો પ્રયત્ન તો કરી શકતા નથી, પરંતુ એની ઉત્તેજિત ઈચ્છા કરતા રહીએ છીએ. આપણે વિચારીએ છીએ, “મારી પાસે અમુક વસ્તુ અથવા ચીજ હોત તો ? હાય ! એ વસ્તુ તેની પાસે તો છે, પણ મારી પાસે નથી. એ વસ્તુ મારી પાસે ન હોય તો એની પાસે પણ રહેવી ન જોઈએ.’
ઈર્ષા વ્યક્તિગત હોય છે. એમાં મનુષ્ય બીજાની બૂરાઈ, અપમાન, પતન તથા ત્રુટિની સંભાવનાઓને મનમાં લાવે છે. હરીફાઈ ઈર્ષાની પ્રથમ માનસિક અવસ્થા છે. સ્પર્ધાની આ અવસ્થામાં સુખ, ઐશ્વર્ય, ગુણ કે માનથી કોઈ વ્યક્તિને સંપન્ન થતી જોઈ પોતાની ત્રુટિ પર દુઃખ થાય છે. પછી તે પ્રાપ્ત કરવા એક પ્રકારની ઉદ્વેગપૂર્ણ ઈચ્છા – ઉત્તેજના થાય છે, જે આપણને બીજાથી આગળ વધવા માટે પ્રેરણા આપે છે. સ્પર્ધા ખરાબ ભાવના નથી, એ વસ્તુગત છે. એમાં આપણને આપણી કમજોરી પર દુઃખ થાય છે. આપણે આગળ વધી આપણી દુર્બળતાને દૂર કરવા ઈચ્છીએ છીએ.
હરીફાઈ વ્યક્તિવિશેષ સાથે થાય. ઈર્ષા એમના પ્રત્યે થાય છે કે જેની બાબતમાં એવી ધારણા હોય છે કે લોકોની દૃષ્ટિ એના પર અવશ્ય પડશે અથવા પડતી હશે. ઈર્ષાના સંચાર માટે પાત્ર ઉપરાંત સમાજની પણ આવશ્યકતા છે. સમાજમાં ઉચ્ચ સ્થિતિ મેળવવા, બીજા સામે આપણું નાક ઊંચું રાખવામાંથી ઈર્ષાનો જન્મ થાય છે. આપણી પાસે એના જેવી વસ્તુ ન હોવાથી પણ મનોવિકાર જાગે છે.
ઈર્ષામાં ક્રોધનો ભાવ કોઈને કોઈ રીતે ભળેલો હોય છે. ઈર્ષા માટે કહેવાય પણ છે, “અમુક વ્યક્તિ ઈર્ષાથી બળી રહી છે.’ સાહિત્યમાં ઈર્ષાને સંચારી રૂપમાં સમય સમય પર વ્યક્ત કરવામાં આવે છે. પરંતુ ક્રોધ બિલકુલ જડ ભાવ છે. જેના પ્રત્યે આપણે ક્રોધ કરીએ છીએ, એના માનસિક ઉદ્દેશ્ય તરફ આપણે ધ્યાન આપતા નથી. અસંપન્ન ઈર્ષાવાળો માત્ર પોતાને બીજાથી નીચા ન માનવામાં આવે એના માટે જ વ્યાકુળ રહે છે. ધનિક વ્યક્તિ બીજાને નીચા જોવાનું ઈચ્છે છે.
ઈર્ષા બીજાની અસંપન્નતાની ઈચ્છા પૂરી કરવામાંથી ઉત્પન્ન થાય છે, તે અભિમાનને જન્મ આપે છે, અહંકારમાં વધારો કરે છે અને કુંઢાવાના તાણાવાણા વણે છે. અહંકારથી હણાવાને કારણે આપણે બીજાની ભલાઈ જોઈ શકતા નથી. અભિમાનમાં મનુષ્યને પોતાની અશક્તિ દેખાતી નથી. અભિમાનનું કારણ પોતાના વિષયમાં ઘણી ઊંચી માન્યતા ધારણ કરી લેવી એ છે. ઈર્ષા એની જ બહેનપણી છે.
ઈર્ષા દ્વારા આપણે મનમાં ને મનમાં બીજાની પ્રગતિ જોઈને માનસિક દુઃખનો અનુભવ કર્યા કરીએ છીએ. અમુક મનુષ્ય પ્રગતિ કરી રહ્યો છે, આપણે એમ જ પડ્યા છીએ અને પ્રગતિ કરી શકતા નથી, તો પછી એ પણ આ રીતે શા માટે પ્રગતિ કરે ? એનું કંઈ ખરાબ થવું જોઈએ. એને કોઈ દુઃખ,રોગ, શોક કે મુશ્કેલી અવશ્ય પડવી જોઈએ. એની બૂરાઈ આપણે કરવી જોઈએ. એમ કરવાથી એને અમુક પ્રકારનો આઘાત લાગશે. આવી વિચારધારાથી નિરંતર મનને ક્ષતિ પહોંચે છે. અશુભ વિચાર કરવાથી સપ્રવૃત્તિઓ તથા પ્રાણશક્તિ ક્રમશઃ ક્ષીણ થવા લાગે છે.
ઈર્ષાથી ઉન્મત મનુષ્ય ધર્મ, જાતિ, નીતિ તથા વિવેકનો માર્ગ છોડી દે છે. ઉન્માદ અવસ્થા જેવી એની માનસિક સ્થિતિ થઈ જાય છે. બીજા લોકોનો ઉન્માદ અને સાધારણ અવસ્થા એને અપવાદ જેવાં જણાવા લાગે છે. મનમાં વિવિધ પ્રકારની નાનીમોટી વિકૃત અવસ્થાઓની ઉત્પત્તિ થાય છે. ભય, ગભરાટ, ભ્રમ – એ તમામ મનુષ્યની ઈર્ષા અને વિવેકબુદ્ધિની ભ્રષ્ટતાથી ઉત્પન્ન થાય છે.
દરેક ક્રિયાની પ્રતિક્રિયા થાય છે. ઈર્ષાની ક્રિયાથી મનના બાહ્ય વાતાવરણમાં જે પ્રતિક્રિયા ઉત્પન્ન થાય છે તે ઝેરીલી હોય છે. આપણી અપવિત્ર ભાવનાઓ આજુબાજુના વાતાવરણને દૂષિત કરી દે છે. વાતાવરણ ઝેરીલું થવાથી બધાનું અહિત થાય છે. જે ઈર્ષાની ભાવના આપણે બીજા માટે નિર્ધારિત કરી હોય છે, તો સંભવ છે કે એની પ્રતિક્રિયારૂપે બીજા લોકો પણ એવી જ ધારણાઓ આપણા માટે કરતા હોય.
પ્રતિભાવો