સંતુલિત જીવનની વિઘાતક પ્રવૃત્તિઓ । GP-10. માનસિક સંતુલન | ગાયત્રી વિદ્યા
August 25, 2022 Leave a comment
સંતુલિત જીવનની વિઘાતક પ્રવૃત્તિઓ । GP-10. માનસિક સંતુલન | ગાયત્રી વિદ્યા
સંતુલિત જીવનનો શત્રુ આપણો આંતરિક મનોવિકાર જ હોય છે. આ શત્રુ આપણા મનનાં વિભિન્ન સ્તરોમાં નિવાસ કરે છે, જે પ્રત્યેક વ્યક્તિમાં થોડીઘણી માત્રામાં વિદ્યમાન હોય છે. જે મનુષ્ય એનાથી જેટલા પ્રમાણમાં મુક્તિ મેળવી શકે છે તેને એટલો જ સભ્ય અને સંસ્કૃત માની શકાય છે. તેથી મનુષ્યનું કર્તવ્ય છે કે આ શત્રુઓને મનની દુષ્પ્રવૃત્તિઓને શક્ય હોય ત્યાં સુધી નિયંત્રણમાં રાખવી.
આ શત્રુઓ છે – ક્રોધ, ધૃણા, દ્વેષ, કામ, મદ, લોભ તથા મોહ. આ દુર્ગુણોને સ્વચ્છંદતા આપવાથી સંપૂર્ણ શરીરમાં માનસિક ઝેર વ્યાપી જાય છે. બુદ્ધિમાં તમોગુણની માત્રા વધે છે અને મનુષ્ય ભ્રમવશ સત્-અસત્નો વિવેક કરી શકતો નથી. આ શત્રુઓમાંથી કોઈ એક પણ વધી જાય તો સર્વનાશ કરવામાં પૂર્ણ સમર્થ બની શકે છે. આ માનસિક ઝેરને જો બહાર કાઢવામાં ન આવે તો તે ન જીવપર્યંત મનુષ્યની સાથે રહેશે, હંમેશાં એને આંતરિક અિ બાળ્યા કરશે અને કેટલીયવાર જન્મ-મરણ જેવી માનસિ આપશે. મનુષ્યની વિવિધ પ્રવૃત્તિઓમાં આ વિકારો જોવા નળ છે. આ માનસિક ઝેર ઘણું કરીને દુર્ભાવનાઓની માનસિક ગ્રંથિઓ બની જાય છે,મસ્તકમાં સંઘર્ષ ઉત્પન્ન કરી દે છે અને અનેક જટિલ રોગોના રૂપમાં પ્રગટ થાય છે.
આવી માનસિક શત્રુઓથી ગ્રસ્ત વ્યક્તિને એવું જ્ઞાન રહેતું નથી કે એ શત્રુઓ એના કામાં છે કે નહિ, ક્રોધી પોતે નથી જાણતો કે તે ઈર્ષાની ભઠ્ઠીમાં બળી રહ્યો છે. કામી નથી સમજતો કે વીર્યનાશ દ્વારા તે પોતાનું સ્વાસ્થ્ય, આયુષ્ય અને શરીરને જર્જરિત બનાવી રહ્યો છે, કંજૂસ માયાના મોહમાં ફસાઈને વિવેકબુદ્ધિને શૂન્ય બનાવી દે છે. કેટલીક વાર તમોગુણના અધિકારમાં રહેવાના કારણે મનુષ્ય આવા દુર્ગુણોમાં જ સુખ અને સંતોષ માનવા લાગે છે. મનુષ્ય ભ્રમને વશ થઈ વ્યક્તિ, સમાજ, જ્ઞાતિ અને રાષ્ટ્ર સાથે અદેખાઈ તથા ઘૃણા કરવામાં જ પોતાના ગૌરવની રક્ષા માને છે, દ્વેષ કરવામાં પોતાની પ્રતિષ્ઠાની રક્ષા થતી જુએ છે. કામનાઓનું પોષણ કરવાની બાબતને તે પ્રગતિ માને છે. અંદર વસેલ ક્રોધની વૃત્તિને તેજ માનવા લાગે છે. માનનું નામ આત્મસન્માન રાખીને એની રક્ષા કરવાને જ પોતાનું કર્તવ્ય સમજવા લાગે છે, મોહનું નામ પ્રેમ રાખીને જીવનને બરબાદ કરી દેવું એને આદર્શ માને છે. એટલા માટે આ દુર્ગુણો એવા મનુષ્યમાં વધવા લાગે છે.
આ માનસિક શત્રુઓની પરસ્પર ઘનિષ્ઠતા છે. એકની સાથે બીજો સ્વયં આવે છે. એક દુર્ગુણ બીજા માટે મેદાન તૈયાર કરે છે. મોહથી ઈર્ષા અને દાઝ ઉત્પન્ન થાય છે. દ્વેષથી વેરવૃત્તિ, ક્રોધ, મદ અને અભિમાન ઉત્પન્ન થાય છે. ઘૃણાથી દ્વેષનો દુર્ભાવ પેદા થાય છે. આ મનોવિકારોનાં દ્વંદ્ર નાની નાની બાબતો અનુસાર અનેક રૂપમાં પ્રગટ થાય છે. વિકારની મૂળ અનુભૂતિ વિષયભેદ અનુસાર ક્રોધ, ભય, ધૃષ્ણા, મદ, લોભ, મોહ, મત્સર વગેરે મનોવિકારોનું જટિલ રૂપ ધારણ કરે છે.
પ્રતિભાવો