સહયોગથી મૈત્રીભાવનાનો ઉદય | GP-9. શિષ્ટાચાર અને સહયોગ | ગાયત્રી વિદ્યા

સહયોગથી મૈત્રીભાવનાનો ઉદય | GP-9. શિષ્ટાચાર અને સહયોગ | ગાયત્રી વિદ્યા

જે મનુષ્યમાં સહયોગની ભાવના વિશેષ રૂપથી વિકસતી જાય છે તે આખી દુનિયાને આત્મીયતાની દૃષ્ટિથી જોવા માગે છે. તેઓ અનુભવ કરવા લાગે છે કે આ જગતમાં એકલા વ્યક્તિત્વનું કોઈ મૂલ્ય નથી. જે કાંઈ પ્રગતિ થાય છે અને તેનો જે કાંઈ ઉપયોગ કરવામાં આવે છે તે સહયોગથી જ ઉત્પન્ન થાય છે. વિશ્વની સાથે મૈત્રીભાવ રાખવાથી ફક્ત વિશ્વમાં સુંદર વિચારતરંગોની લહેર આવતી નથી, જેનાથી વિશ્વનું વાતાવરણ ઓછીવત્તી માત્રામાં શુદ્ધ અને સ્વચ્છ થઈ જાય, પરંતુ સાથેસાથે મૈત્રીભાવ રાખનારને ઘણો મોટો લાભ થાય છે. એવી વ્યક્તિ બધાં પ્રાણીઓની સહૃદયી બનવાથી અજાતશત્રુ બની જાય છે. તે વિશ્વ તરફથી નિર્ભય બની જાય છે તથા તેને મુશ્કેલીઓ પરેશાન કરતી નથી અને ખરાબ વિચારો પણ તેને માનસિક પીડા પહોંચાડતા નથી.

શત્રુભાવનું પોષણ કરવાને લીધે દુન્યવી જીવ જે મુશ્કેલીમાં ફસાયેલો રહે છે તે તેનાથી બિલકુલ બચી જાય છે, પરંતુ મૈત્રી ભાવનાથી તેને ફક્ત આ જ અભાવાત્મક લાભ નથી મળતો, તેના આનંદમાં પણ વધારો થવાથી તેના મનની અવસ્થા શાંત થઈ જાય છે. જો કોઈ રીતે તેની મૈત્રીભાવના ખૂબ જ પ્રબળ થશે તો તે ફક્ત માનસિક ક્ષેત્ર સુધી જ સીમિત નહિ રહે, પરંતુ તે વ્યક્તિ તેની પ્રેરણાથી આગળ જતાં બધાં પ્રાણીઓના કલ્યાણના કાર્યમાં લાગી જશે અને “વસુધૈવ કુટુંબકમ્”નો આદર્શ પોતાના આચરણમાં ઉતારવાનો પ્રયત્ન કરશે અને ત્યારે સુદ્ર એવુ “સ્વ”મહત “સ્વ”માં વિલીન થઈ જશે, અર્થાત તેના ક્ષુદ્ર મમત્વ અને મોહનું બંધન કપાઈ જશે.

જો કોઈ વ્યક્તિ પોતાની અંતઃશક્તિઓને જાગૃત કરીને તેનો ફેલાવો કરે છે, તો તે સમાજનું અંગ હોવાથી તેની પ્રગતિથી સમાજની પણ પ્રગતિ થાય છે. વળી એ પણ સંભવ છે કે તેની વિકસિત શક્તિઓના પ્રયોગ દ્વારા સમાજની પહેલાં કરતાં પણ વધુ સારી સેવા થઈ શકે. એટલે કે વ્યક્તિના હિતમાં સમસ્ત સમૂહનું હિત પણ અનિવાર્યરૂપથી સમાયેલું છે. તેથી આપણા માટે ફક્ત વ્યક્તિગત સાધના જ જરૂરી નથી, પરંતુ સામૂહિક અથવા રાષ્ટ્રીય જીવનમાં પણ આપણે સક્રિય ભાગ લેવો જરૂરી છે. આપણે ફક્ત પોતે જ મુક્તિમાર્ગમાં આગળ ન રહેતાં, બીજાને પણ આ જ પથ પર આગળ વધવા માટે પ્રેરિત કરવા પડશે. ત્યારે જ આપણા જીવનમાં પૂર્ણતા આવી શકશે. આપણે વાસ્તવિક અર્થમાં વિશ્વના મિત્ર બની શકીશું અને ત્યારે આપણો સાર્વભૌમ પ્રેમ ફળદાયી થશે. ભગવાન બુદ્ધ આ તત્ત્વથી પૂરેપૂરા પરિચિત હતા અને એટલા માટે તેમણે એ ઈચ્છા પ્રગટ કરી હતી કે તેમની વ્યક્તિગત મુક્તિ ત્યાં સુધી નહિ થાય કે જ્યાં સુધી વિશ્વનો પ્રત્યેક જીવ મુક્ત નહિ થાય.

મૈત્રીભાવનાના ફેલાવા, વિસ્તાર અથવા વિકાસથી ફક્ત વ્યક્તિવિશેષની જ આધ્યાત્મિક પ્રગતિ નથી થતી, પરંતુ તેના શાંતિપૂર્ણ વિચારોથી વિશ્વનું વાતાવરણ પણ પ્રભાવિત થાય છે અને તે વ્યક્તિની પણ પ્રગતિ થાય છે કે જેના તરફ તે પોતાના વિચારો પ્રેરિત કરે છે. આ રીતે તે વ્યક્તિની ચારે બાજુ એક સારું વાતાવરણ તૈયાર થઈ જાય છે, જેનાથી તે વ્યક્તિ માટે વિશ્વ સાથે તાદાત્મ્ય સાધવા માટે અનુકૂળ પરિસ્થિતિઓ પણ સામેથી હાજર થાય છે, પરંતુ પ્રેમભાવનાથી વ્યવહાર કરનારા માણસને પણ અનેક અવસરે શત્રુતાભર્યો વ્યવહાર કરનારા લોકોનો સામનો કરવો પડે છે, જેનાથી તેની પ્રગતિ અવિરત ગતિથી નથી થતી. આવા પ્રસંગો ૫૨ ધીરજ ન ખોવી જોઈએ અને એ વિશ્વાસ રાખવો જોઈએ કે જે લોકો આજે શત્રુતાનો વહેવાર કરે છે તેઓ આગળ જતાં અવશ્ય મિત્રતાનો વહેવાર કરનારા બની જશે. જેવી રીતે તિરસ્કારયુક્ત ભાવોના જવાબમાં તિરસ્કારના પ્રયોગથી તિરસ્કારની જ વૃદ્ધિ થાય છે, તેવી જ રીતે પ્રેમ અને મૈત્રીભાવનો વારંવાર પ્રયોગ કરવાથી પ્રેમભાવની વૃદ્ધિ થાય છે. આ રીતે તે વ્યક્તિનો વાસ્તવિક આત્મવિકાસ થાય છે અને ત્યારે તે આપણી તથા આપણા પ્રેમપથની શ્રેષ્ઠતાનો આત્મવિકાસના કારણે અનુભવ કરવા લાગે છે. તે સંકોચ અનુભવે છે અને પછી શત્રુમાંથી મિત્ર પણ બની જાય છે, પરંતુ આ ત્યારે જ શક્ય બને છે કે જ્યારે આપણે મનુષ્યની આસુરી પ્રકૃતિ પર તેની દૈવી પ્રકૃતિના અંતિમ વિજયમાં વિશ્વાસ રાખીએ. જે આ વિશ્વાસ નથી રાખતો તેના માટે સદાચારી હોવું ઘણું મુશ્કેલ ભાસે છે.

પ્રત્યેક વ્યક્તિમાં જે આંતરિક યુદ્ધ થતું રહે છે તેમાં અંતિમ વિજય તેની દૈવી પ્રકૃતિનો જ થશે. એટલે દૃઢતાપૂર્વક એવી ધારણા કરવી પડે છે કે પ્રત્યેક વ્યક્તિ સત્યના માર્ગે છે. એમ માનવું તે આપણને પોતાને ધૃષ્ણાહીન બનાવવા માટે ઘણું જ જરૂરી છે. એ માટે આપણે જો દૂરદર્શિતા ખોઈને કોઈ મનુષ્યની વર્તમાન પરિસ્થિતિ દ્વારા જ તેના સારા અથવા ખરાબ હોવાની ધારણા બનાવવાની ભૂલ કરીશું અને આ રીતે તેને તેના ભવિષ્યની ઊંચી સ્થિતિના પ્રકાશમાં જોવાનું નહિ સ્વીકારીએ, તો એ નિશ્ચિત છે કે આપણે છેતરાઈ જઈશું. તેથી આપણે જો યથાર્થવાદી હોઈએ તો આપણે યાદ રાખવું જોઈએ કે આદર્શોન્મુખ યથાર્થવાદ જ આપણી જીવનસમસ્યાઓનો એક માત્ર ઉકેલ છે. એ ઉપરાંત આ રીતના વિશ્વાસથી આપણને એકબીજા પ્રકારની પણ મદદ મળતી રહે છે. જો આ વિશ્વાસ આપણને ગળે ઊતરી ગયો તો એ નક્કી છે કે તે આપણને અંતિમ વિજયની હંમેશાં યાદ અપાવતો રહેશે અને આપણને ઉત્સાહ, સ્ફૂર્તિ, શક્તિ અને ધીરજ આપતો રહેશે. સાત્ત્વિક વ્યક્તિ માટે સત્યના અંતિમ વિજયમાં વિશ્વાસ રાખવો ખૂબ જરૂરી છે કારણ કે એ વિશ્વાસ વગર ધીરજ તથા ઉત્સાહ હોવાં મુશ્કેલ છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: