મળતા રહેવાનો શિષ્ટાચાર | GP-9. શિષ્ટાચાર અને સહયોગ | ગાયત્રી વિદ્યા

મળતા રહેવાનો શિષ્ટાચાર | GP-9. શિષ્ટાચાર અને સહયોગ | ગાયત્રી વિદ્યા

કોઈને મળવા જતી વખતે આપણે તેની અનુકૂળતાનું અવશ્ય ધ્યાન રાખવું જોઈએ. કોઈ અનિવાર્ય જરૂરિયાત વગર, સવારમાં વહેલા, ભોજનના સમયે, બરોબર બપોરે અથવા મોડી રાત્રે, કોઈને ત્યાં જવું ન જોઈએ. કોઈના ઘેર વગર કામે વારંવાર જવાનું પણ યોગ્ય નથી. જો કે ગાઢ મિત્રો એકબીજીને ત્યાં દિવસમાં ઘણીવાર સંકોચ વગર જાય છે, પરંતુ આ અવસર પર પણ શિષ્ટાચારનું ધ્યાન રાખવું પડે છે. મળતી વખતે મળનાર વ્યક્તિના પદ અથવા અવસ્થા મુજબ યોગ્ય અભિવાદન અવશ્ય કરવું જોઈએ. મોટા માણસોએ નાના અભિવાદન કરે તે વખતે રોકાવું જોઈએ. અભિવાદન કરતી વખતે કર્તા દ્વારા જે શબ્દપ્રયોગ કરવામાં આવે, સમકક્ષવાળાએ તેનો જવાબ તે જ શબ્દો દ્વારા આપવો જોઈએ. મોટા લોકો જવાબમાં “પ્રસન્ન રહો” વગેરે શબ્દ પણ કહી શકે છે. મળતી વખતે ચૂપચાપ એકબીજાનું મોઢું જોતા રહેવું તે સભ્યતા નથી. એવા સમયે તરત કોઈક જરૂરી વાત કહેવી જોઈએ.

કોઈને ત્યાં મળવા જતી વખતે આપણે તેના સમયનું પણ અવશ્ય ધ્યાન રાખવું જોઈએ.કાર્યમાં વ્યસ્ત રહેતા માણસોને સમયની ઘણી ખોટ હોય છે. તેથી કામ વગર વધુ સમય ત્યાં રોકાવું જોઈએ નહિ. બની શકે ત્યાં સુધી ઓછામાં ઓછા સમયમાં પોતાની વાત પૂરી કરીને તેમને બીજાં કામો માટે આગળ વધવાનો સમય આપવો જોઈએ. જો કોઈ વ્યક્તિ વાતચીતમાં ઉદાસીનતા, શિથિલતા, અથવા અધીરાઈ બતાવે તો સમજવું જોઈએ કે તેને હવે વધુ વાત કરવાની અનુકૂળતા નથી. એ માટે એવો સંકેત મેળવીને ત્યાંથી જલદી પોતાની વાત પૂરી કરીને નીકળી જવાની વ્યવસ્થા કરવી જોઈએ. જતી વખતે જો આપને થોડી વધુ વાર બેસવાનો આગ્રહ કરવામાં આવે તો થોડીવાર વધુ બેસવું જોઈએ, પછી થોડા સમય બાદ રજા લઈને ત્યાંથી ચાલ્યા જવું જોઈએ. દિવસમાં એકથી વધુ વાર મળતાં દરેક વખતે અભિવાદન કરી શકાય છે. બની શકે તો અભિવાદન કર્યા પછી એકાદ વાક્ય દ્વારા તેમનાં સુખદુઃખ પૂછી લેવાં જોઈએ.

પશ્ચિમી સભ્યતા મુજબ કોઈના દરવાજા પર જઈને બોલાવવા માટે સાંકળ ખખડાવવાનો અથવા દરવાજા પર ટકોરા મારવાનો રિવાજ છે, પરંતુ આપણે ત્યાં આ વાત સારી લાગતી નથી. કોઈના દરવાજા પર જઈને વારંવાર જોરજોરથી બોલાવનારે અંદરથી કોઈના આવવાની રાહ જોવી જોઈએ. મકાનની અંદર જઈને મળવા જનારે તે ઓરડામાં જઈને બેસવું જોઈએ, જે આ કાર્ય માટે નક્કી હોય. પુરષોની ગેરહાજરીમાં કોઈના ઘેર જઈને બેસવું તેને શંકાની દૃષ્ટિથી જોવામાં આવે છે. જ્યાં પરદાનો રિવાજ ન હોય ત્યાં રજા લઈને સ્ત્રીઓની હાજરીમાં પણ જઈને બેસી શકાય છે. ઘરમાં ત્યારે પ્રવેશ કરવો જોઈએ કે જ્યારે ત્યાં ઘરના કોઈ ને કોઈ સભ્ય હાજર હોય. કોઈના ઘરમાં બેસીને તેનાં કાગળપત્ર, પુસ્તકો અથવા અન્ય પદાર્થોને ઊલટસુલટ કરી દેવા અથવા દરેક વસ્તુને તાકી તાકીને જોવું તે સાવ અનુચિત છે.

કોઈ મોટા માણસને મળવા જતી વખતે એ વાતની માહિતી મેળવી લેવી જોઈએ કે તેમને કયા સમયે આપને મળવાની અનુકૂળતા છે. નક્કી કરેલા સમયે જઈને પહેલાં આપે પોતાના આવવાની સૂચના ચિકી લખીને અથવા મૌખિકરૂપે કોઈ માણસ દ્વારા તે સજ્જન પાસે પહોંચાડી દેવી જોઈએ. બોલાવ્યા બાદ તેની પાસે જઈને આપે તેની રજા લઈને યોગ્ય બેઠક ઉપર બેસવું જોઈએ અને ટૂંકમાં આપની મુલાકાતનું કારણ સમજાવી દેવું જોઈએ. કામ પતી જાય પછી ફક્ત થોડીવાર બેસીને ઉપરોક્ત મહાનુભાવની રજ લઈને ચાલી જવું યોગ્ય છે. જે રીતે કોઈને ત્યાં વારંવાર જવું અયોગ્ય છે તેવી રીતે કોઈને ત્યાં કદાપિ ન જવું તે પણ યોગ્ય નથી, પરંતુ જે આપને લાગે કે આપના જવાથી ઘરના માલિકને ગમતું નથી, તો ત્યાં કોઈવાર ન જવું જોઈએ. ગોસ્વામીજીએ કહ્યું છે, આવત હી હરસે નહિ, નૈનન નહિ સનેહ । તુલસી વહાઁ ન જાઈયે, કંચન બરસે મેહ | કોઈની સાથે બહાર સડક પર ઊભા રહીને કલાકો સુધી વાતો કરવી યોગ્ય નથી. જો આપને કોઈ વિષય ઉપર લાંબી જરૂરી વાત કરવી હોય તો રસ્તામાં મળતાં થોડે દૂર સુધી ચાલીને વાત પૂરી કરી શકાય છે, પરંતુ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે કોઈને આપની વાત સાંભળવા માટે જ ફલાંગો અને માઈલોનું ચક્કર કાપવું ન પડે. મુલાકાતીના જતા પહેલાં આપે પાન, સોપારી અથવા ઈલાયચી વગેરે દ્વારા તેનું સન્માન કરવું જોઈએ અને જે સમયે જવા માગે ત્યારે તેમની યોગ્યતા અને પરિસ્થિતિ પ્રમાણે ઊભા થઈ દરવાજા સુધી જઈને અથવા ૧૦-૨૦ પગલાં સાથે ચાલીને અને તેમને નમન કરીને માનપૂર્વક રજા આપવી જોઈએ. આ પ્રકારે શિષ્ટાચારનું ધ્યાન રાખવાથી મનુષ્ય સભ્ય કહેવડાવવાનો અધિકારી બને છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: