શિષ્ટાચાર અને સભ્યતા | GP-9. શિષ્ટાચાર અને સહયોગ | ગાયત્રી વિદ્યા
August 25, 2022 Leave a comment
શિષ્ટાચાર અને સભ્યતા | GP-9. શિષ્ટાચાર અને સહયોગ | ગાયત્રી વિદ્યા
શિષ્ટાચાર અને સભ્યતાના ઘણા નજીકના સંબંધમાં આપણે એ પણ કહી શકીએ છીએ કે શિષ્ટાચાર વગર મનુષ્યને સભ્ય કહી શકાય નહિ અને જે વ્યક્તિ ખરેખર સભ્ય હશે તેનામાં શિષ્ટાચારની પ્રવૃત્તિ સ્વાભાવિક રૂપે જોઈ શકાશે.
સભ્ય પુરુષ એવી પ્રત્યેક વાતથી પોતાની જાતને બચાવવાનો પ્રયત્ન કરે છે, જે બીજાના મનને દુઃખ પહોંચાડે અથવા તેનામાં ખીજ અથવા ગુસ્સો ઉત્પન્ન કરે. મનુષ્યને સમાજમાં અનેક પ્રકારની પ્રકૃતિ અથવા સ્વભાવવાળા મનુષ્યોના સંપર્કમાં આવવું પડે છે. ક્યાંક તેને શંકા થાય છે, ક્યાંક તેને ઉદાસીનતા તથા આક્ષેપ, પ્રતિરોધ અથવા એવા જ અનેક પ્રકારના ભાવોનો સામનો કરવો પડે છે.
સભ્ય પુરુષનું કર્તવ્ય આવા બધા અવસરો પર પોતાની જાતને સંયમમાં રાખી બધાની સાથે સારો વ્યવહાર કરવાનું છે. તેની નજર સામે રહેલા સમાજમાં ચારે બાજુ હોય છે. તે સંકોચશીલ વ્યક્તિઓની સાથે ઘણો નમ્ર રહે છે અને મૂર્ખાઓની પણ મશ્કરી નથી કરતો. તે કોઈ પણ માણસ સાથે વાત કરતી વખતે તેના પહેલાંનાં સંબંધોને યાદ રાખે છે કે જેથી બીજી વ્યક્તિ એવું ન સમજે કે તે તેને ભૂલી ગયો છે. તે એવા વાદવિવાદના પ્રસંગથી દૂર રહે છે, જે બીજાના મનમાં ગુસ્સો ઉત્પન્ન કરે. જાણીજોઈને પ્રવચનમાં પોતાની જાતને મુખ્ય આકૃતિ બનાવવા નથી ઈચ્છતો અને વાર્તાલાપમાં પોતાનો થાક રજૂ નથી કરતો. તેના વક્તવ્ય અને વાણીમાં મીઠાશ હોય છે અને પોતાની પ્રશંસા તે ઘણા સંકોચ સાથે સ્વીકારે છે. જ્યાં સુધી કોઈ વિવશ ન કરે ત્યાં સુધી તે પોતાના વિષયમાં કાંઈ કહેતો નથી અને કોઈ આક્ષેપનો પણ બિનજરૂરી જવાબ નથી આપતો. પોતાની નિંદા પર તે ધ્યાન નથી આપતો, કોઈની સાથે નકામો ઝઘડો પણ વહોરી લેતો નથી. બીજાની ભાવનાને ઠેસ લાગે તેવું ખરાબ કાર્ય તે કોઈ દિવસ નથી કરતો, પરંતુ જ્યાં સુધી બને ત્યાં સુધી બીજાની લાગણીનો સારો ભાવ વ્યક્ત કરવાનો પ્રયત્ન કરે છે. જો ઝઘડાનું કોઈ તો પણ તે પોતાના મનની નીચતા કોઈ કારણ ઊભું થાય દિવસ નથી દેખાડતો.
તે કોઈ વાતનો અયોગ્ય લાભ નથી ઉઠાવતો અને એવી કોઈ વાત મોઢામાંથી નથી કાઢતો, જેને સાબિત કરવા તે તૈયાર ન હોય. તે દરેક વાતમાં અગમચેતી અને દીર્ઘદૃષ્ટિ ધરાવતો હોય છે. તે વાતવાતમાં પોતાના અપમાનની કલ્પના નથી કરતો, પોતાના તરફ કરેલા અપકારોને યાદ નથી રાખતો અને કોઈના દુર્ભાવનો બદલો લેવાની લાગણી નથી રાખતો. દાર્શનિક સિદ્ધાંતોના વિષયમાં તે ગંભીર અને ત્યાગી મનોવૃત્તિવાળો હોય છે. તે દુ:ખોની સામે ઝૂકે છે, કારણ તેના નિવારણનો ઉપાય નથી. કષ્ટોને સહન કરે છે, કારણ તે અનિવાર્ય છે. તે મૃત્યુથી નથી ગભરાતો કારણ કે તેનું આગમન નિશ્ચિત છે. ચર્ચા અથવા વાદવિવાદમાં લાંબી દલીલો, તીક્ષ્ણ ભંગ અથવા અનુચિત આક્ષેપોથી પરેશાન નથી થતો, પરંતુ કોમળ હાસ્યથી તેમને ટાળી દે છે. પોતાનો વિચાર સાચો હોય કે ખોટો, પરંતુ તે તેને હંમેશાં સ્પષ્ટ રૂપે રજૂ કરે છે અને જાણી જોઈને તેનું ખોટું સમર્થન અથવા જીદ નથી કરતો. તે પોતાની જાતને નાના રૂપમાં પ્રગટ કરે છે, પરંતુ પોતાની દરિદ્રતા નથી દર્શાવતો. તે માનવીય દુર્બળતાઓને જાણે છે અને આ કારણે તેને ક્ષમાની દષ્ટિથી જુએ છે. પોતાના વિચારોની ભિન્નતા અથવા ઉગ્રતાના કારણે સજ્જન બીજાની મશ્કરી નથી કરતો. બીજાના વિચાર, સિદ્ધાંતો અને મંતવ્યોને તે યોગ્ય માન આપે છે.
પ્રતિભાવો