શિષ્ટાચાર અને સહહૃદયતા | GP-9. શિષ્ટાચાર અને સહયોગ | ગાયત્રી વિદ્યા
August 25, 2022 Leave a comment
શિષ્ટાચાર અને સહહૃદયતા | GP-9. શિષ્ટાચાર અને સહયોગ | ગાયત્રી વિદ્યા
સદ્ભાવનાની માફક આપણા વ્યવહારમાં સહૃદયતાની પણ જરૂરિયાત છે. સાચું પૂછવામાં આવે તો સહૃદય વ્યક્તિ પરિચિતોની સાથે જ નહિ, પરંતુ અપરિચિતોની સાથે પણ પ્રેમપૂર્ણ વાર્તાલાપ કરે છે, સહાનુભૂતિ પ્રગટ કરે છે અને એ રીતે તે બધાનું મન આકર્ષિત કરી લે છે. સહૃદયતા વગર મનુષ્યના ઘણા ગુણ નકામા થઈ જાય છે અને તેને હંમેશાં મિત્ર વગરનું, એકાકીપણાનું જીવન જ વિતાવવું પડે છે.
જેણે પોતાની વિચારધારા અને ભાવનાઓને શુષ્ક, નીરસ અને કઠોર બનાવી દીધી છે, તે માનવજીવનના વાસ્તવિક રસના આસ્વાદથી વંચિત જ રહેશે. તે બિચારાએ નકામું જ જીવન ધારણ કર્યું અને મનુષ્યના સુંદર શરીરને કલંકિત કર્યું. આનંદનો સ્રોત સુંદર અનુભૂતિઓમાં છે. પરમાત્માને આનંદમય કહેવામાં આવે છે. કેમ ? એટલા માટે કે તે સરસ છે, પ્રેમમય છે. શ્રુતિ કહે છે – “રસો વૈસ એટલે કે તે પરમાત્મા રસમય છે. ભક્તિ દ્વારા, પ્રેમહારા પરમાત્માને પ્રાપ્ત કરવાની સંભાવના દર્શાવી છે. નિઃસંદેહ જે વસ્તુ જેવી છે તેને તેવી રીતે જ મેળવી શકાય છે. પરમાત્મા દીનબંધુ, કરુણાસિંધુ, રસિકબિહારી, પ્રેમનો અવતાર, દયા -નિધાન તથા ભકતવત્સલ છે. તેને મેળવવા માટે પોતાની અંદર તેવી જ ખીલેલી, કોમળ, સ્નિગ્ધ તથા સરસ ભાવનાઓ ઉત્પન્ન કરવી પડે છે. ભગવાન ભક્તના વશમાં છે. જેનું હૃદય કોમળ છે, ભાવુક છે તેનાથી પરમાત્મા દૂર નથી. આપ પોતાના હૃદયને કોમળ, કવિત, પીગળી જાય તેવું, દયાળુ, પ્રેમી અને સરસ બનાવો. સંસારના પદાર્થોમાં જે સરસતાનો અપાર ભંડાર ભરેલો છે તેને શોધતાં અને મેળવતાં શીખો.
પ્રતિભાવો