શિષ્ટાચાર, સહયોગ અને પરોપકાર | GP-9. શિષ્ટાચાર અને સહયોગ | ગાયત્રી વિદ્યા
August 25, 2022 Leave a comment
શિષ્ટાચાર, સહયોગ અને પરોપકાર | GP-9. શિષ્ટાચાર અને સહયોગ | ગાયત્રી વિદ્યા
આ રીતે વિચાર કરવામાં આવે તો શિષ્ટાચાર અને સહયોગની ભાવના મનુષ્યત્વનું એક અગત્યનું અંગ છે. જે મનુષ્ય તેના તત્ત્વને સમજી લે છે તે હંમેશાં બીજાઓનું સન્માન કરવા, તેમને બધી રીતની મદદ કરવા, તેમની સેવા તથા ઉપકાર કરવા તૈયાર રહે છે, કેમ કે જો આપણે બીજાઓની તરફ આ પ્રકારનો સર્વ્યવહાર કરવાની ભાવના નથી રાખતા, તો આપણે પણ બીજી વ્યક્તિઓ પાસેથી જરૂર પડતાં સહયોગ અને ઉપકારની આશા ન રાખવી જોઈએ. એટલા માટે શિષ્ટાચારનું પાલન કરનારાએ સેવા અને પરોપકારનું મહત્ત્વ પણ હંમેશાં ધ્યાનમાં રાખવું જોઈએ.
શિષ્ટાચારના આ સ્વરૂપને સમજનારી વ્યક્તિ આ પરિચિતોની સાથે પણ તેવો જ ઉત્તમ અને મધુર વ્યવહાર કરે છે કે જેવો પરિચિતો સાથે કરે છે કેમ કે એવી વ્યક્તિ બધાને પોતાના આત્મીય સમજે છે અને જરૂર પડ્યે નિઃસંકોચ ભાવથી પોતાની સેવાઓ આપવા તૈયાર રહે છે. જો ગંભીરતાપૂર્વક વિચાર કરવામાં આવે તો સેવાધર્મ શિષ્ટાચારનું સૌથી ઉત્તમ અને શ્રેષ્ઠ રૂપ છે. જ્યારે શિષ્ટાચાર અને સહયોગનો ભાવ આપણા અંતરાત્મામાં સમાઈ જાય છે ત્યારે આપણે કોઈ બીજો વિચાર કર્યા વગર બીજાઓને સુખ પહોંચાડવું, તેમની પ્રસન્નતામાં વૃદ્ધિ કરવી તેને પોતાનું કર્તવ્ય સમજીએ છીએ. તે સમયે આપણે શિષ્ટાચારને એક ભાર સ્વરૂપ અથવા દેખાડો નથી માનતા, પરંતુ તે આપણા અંતરમાંથી આપોઆપ જ સર્વત્ર ફેલાવા માંડે છે.
પ્રતિભાવો