શિષ્ટાચારના કેટલાક સામાન્ય નિયમ | GP-9. શિષ્ટાચાર અને સહયોગ
August 25, 2022 Leave a comment
શિષ્ટાચારના કેટલાક સામાન્ય નિયમ | GP-9. શિષ્ટાચાર અને સહયોગ
અંગ્રેજીમાં એક કહેવત છે – “મેનર મેક્સ એ મેન” એટલે કે મનુષ્યની ઓળખાણ તેનાં શિષ્ટાચાર, બેસવા, ઊઠવા, બોલવા તથા ખાવાપીવાની રીતથી થાય છે. દુઃખની વાત એ છે કે આજકાલ શિષ્ટાચારની ભાવના ઘટતી જાય છે અને સામાન્ય રીતે ઘણા નવયુવકોમાં નિરંકુશતાની ભાવના વધતી જાય છે. જ્યારે શિક્ષિત કહેવાતા માણસની આ પ્રવૃત્તિ છે તો સામાન્ય માણસ પર તેનો પ્રભાવ વધુ ખરાબ પડે તે સ્વાભાવિક છે. આ પરિસ્થિતિ અંગે અસંતોષ રજૂ કરતાં એક વિદ્વાને યોગ્ય જ કહ્યું છે કે “આપણે બેસીએ છીએ તો પહોળા થઈને, બોલીએ છીએ તો ચીસો પાડીને, પાન ખાઈએ છીએ તોપિચકારી કોઈકના ઝભ્ભા પર, ખાવા બેસીએ તો ત્રણચાર ફૂટ ધરતી પર રોટલીના ટુકડા અને શાકભાજી વેરીએ છીએ. ધોતી પહેરી તો ઝભ્ભો ઘણો નીચો હોય. ઝભ્ભો મેલો તો ધોતી ચોખ્ખી. પથારી સાફ તો ખાટલો ઢીલો, ઓરડો ઝાડુથી સાફ કરેલો હોય, તો દરવાજા પર કચરો પડ્યો હોય છે. ચાલીએ છીએ તો વસ્તુઓ વેરતા વેરતા, ઊઠીએ છીએ તો બીજાને ધક્કા મારતા મારતા – આ બધી રીતભાત જ કોઈને સંસ્કૃત અથવા સભ્ય બનાવે છે. આપણે ભલે ઘેર હોઈએ કે સમાજમાં, પણ આપણે આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. ”
આ રીતે બીજી સામાજિક ખામીઓની તરફ ધ્યાન દોરી શકાય છે. જેમ કે, પુસ્તકો ઊછીનાં લઈને પરત ન આપવાં, વાયદો આપીને માણસને ઘેર બોલાવવો અને પોતે ઘેર હાજર ન રહેવું, દુકાનદાર પાસેથી વસ્તુઓ ઉધાર ખરીદીને પૈસા આપવાનું ભૂલી જવું, જ્યારે વેપાર સારો ચાલે ત્યારે ખરાબ, નીચી ગુણવત્તાનો માલ આપીને પૈસા પૂરા લેવા, પત્રોના જવાબ ન આપવા, પોતાના રોજના કામ પર મોડેથી આવવું, કાર્યાલયની ઘણી વસ્તુઓ જેવી કે કલમ, શાહી, ટાંકણી, પેન્સિલ, કાગળ, કાર્બન, પેકિંગ બોલ વગેરે ચોરીને ઘેર લઈ જઈને વ્યક્તિગત કામમાં વાપરવાં, બોલવું કંઈક, જ્યારે આચરણમાં કાંઈક બીજું જ કરવું – આ બધી એવી અશોભનીય વાતો છે, જે માનવતાની ઉચ્ચ પ્રતિષ્ઠાને કોઈ પણ રીતે અનુકૂળ નથી. માનવતાની રક્ષા માટેતેમને તરત ત્યજી દેવી જોઈએ.
આપણે એ સમજીએ છીએ કે ભારતીય અને યુરોપીયન અથવા મુસલમાન સમાજમાં ઘણી ભિન્નતા છે અને એટલે આપણે કોઈ બીજા દેશના શિષ્ટાચારના નિયમોની પૂરી નકલ કરી શકતા નથી. સાથે એ પણ સત્ય છે કે વૈજ્ઞાનિક શોધો અને આવવા જવાની અભૂતપૂર્વ વૃદ્ધિએ વર્તમાન પરિસ્થિતિઓને એટલી બદલી નાખી છે કે આપણા દેશની પ્રાચીન શિષ્ટાચારની પદ્ધતિ પણ ઘણા અંશોમાં અસામિયક થઈ ગઈ છે. એ માટે આપણે વર્તમાન પરિસ્થિતિને અનુકૂળ અને મનુષ્યતાની રક્ષા કરનારા નિયમો પ્રમાણે આચરણ કરવું જોઈએ. યાદ રાખો કે જેનામાં સભ્યતા નથી, જે પોતાના નાના નાના આવેગોને વશમાં નથી રાખી શકતા તેઓ કુળવાન કહેવાતા નથી. ભલે તેમનો જન્મ કોઈ મોટા કુટુંબમાં કેમ ન થયો હોય. એ માટે જે લોકો સમાજમાં આદર અને પ્રતિષ્ઠાની દૃષ્ટિએ ઊંચા દેખાવાની ઈચ્છા રાખે છે તેમણે સભ્યતા, સ્વચ્છતા અને શિષ્ટાચારના નિયમોનું અવશ્ય ધ્યાન રાખવું જોઈએ. શિષ્ટાચારનાં ઘણાં રૂપ છે, એ સંબંધમાં થોડી ટૂંકી વાતો જ અહીં આપવામાં આવે છે :
૧. આદરણીય વ્યક્તિ, ગુરુજન વગેરેને મળતાં જ હાથ જોડીને અથવા પગે પડીને અથવા જેવી રીતે રોજનો નિયમ હોય તેવી રીતે આદર દર્શાવો.
૨. આદરણીય વ્યક્તિને પોતાનાથી ઉચ્ચ આસન પર બેસાડો, તેઓ ઊભા હોય ત્યારે પોતે બેસી રહેવું, આસન ન છોડવું, ઊંચા આસન પર બેસવું તે અવિનય છે.
૩. આદરણીય વ્યક્તિની પાસે શિષ્ટતાથી બેસો, પગ પહોળા કરવા, બેસવામાં કાંઈક પ્રતિષ્ઠા વધારતા હોઈએ તેમ આરામથી બેસવું વગેરે સારું નથી.
૪. આદરણીય વ્યક્તિઓની સામે કોઈ બીજી આત્મીય વ્યક્તિ પર ક્રોધ દર્શાવવો, ગાળો બોલવી તે સારું નથી. આવું કરવું જરૂરી જ હોય તો બને ત્યાં સુધી તેમના ગયા પછી જ કરવું જોઈએ. તેમની સામે બીજા પર અધિકારનું પ્રદર્શન પણ બને તેટલું ઓછું કરો.
૫. ઉપર કહેલ શિષ્ટાચાર પોતાના ઘેર આવેલ જનસમૂહની સામે પણ કરવો જોઈએ. જેમ કે જ્યારે ચાર માણસો બેઠેલા હોય ત્યારે પોતાના માણસને ગાળો દેવી વગેરે ઠીક નથી.
૬. પોતાના મિત્રો સાથે પણ બને તેટલું સારું વર્તન રાખો.
૭. પોતાનાથી નાનાઓના શિષ્ટાચારનો સારી રીતે પ્રતિભાવ આપો.
૮. હંમેશાં મીઠાશથી બોલો, આજ્ઞામાં પણ યથાયોગ્ય શબ્દો અને સ્વરની કોમળતા હોવી જોઈએ.
૯. રેલગાડી વગેરેમાં બીજાની યોગ્ય સગવડનો ખ્યાલ રાખો.
૧૦. ગુરુજનો, મહિલાઓ તથા જે લોકો ધૂમ્રપાન નથી કરતા તેમની સામે ધૂમ્રપાન ન કરો.
૧૧. સાધારણ દૃષ્ટિથી જે કામ શારીરિક શ્રમનું હોય તે કામ જો તમારાથી મોટા કરતા હોય તો તમે એ કામ લઈલો અથવા એમાં જોડાઈ જાઓ.
૧૨. પ્રવાસમાં મહિલાઓની સગવડોનું બરાબર ધ્યાન રાખો. ૧૩. બીજાનો નંબર વટાવીને આગળ ન વધો. આ વાત ટિકિટ લેવામાં, પાણી ભરવા વગેરે બાબત અંગે છે, આત્મવિશ્વાસની દષ્ટિથી નથી.
૧૪. સાઈકલ ઉપરથી પડી જવા જેવી કોઈની મુશ્કેલીમાં હસો નહિ. દુર્ઘટનામાં સહાનુભૂતિ દર્શાવી શકો તો દર્શાવો, નહિ તો ચૂપ જરૂર રહો.
૧૫. સામાન્ય રીતે પોતાના મુખથી પોતાનાં વખાણ કરો નહિ. પોતાનાં કામોનું ખોટું, અતિશયોક્તિપૂર્ણ, અવિશ્વસનીય વર્ણન ન કરો.
૧૬. અરસપરસની વાતચીતમાં જ્યાં બોલવાની જરૂર હોય ત્યાં જ બોલો, વચ્ચે વચ્ચે એ પ્રકારે ન બોલો, જેને સાંભળનારા પસંદ ન કરતા હોય.
પ્રતિભાવો