ઉત્તેજનાનાં દુષ્પરિણામો । GP-10. માનસિક સંતુલન | ગાયત્રી વિદ્યા
August 25, 2022 Leave a comment
ઉત્તેજનાનાં દુષ્પરિણામો । GP-10. માનસિક સંતુલન | ગાયત્રી વિદ્યા
કહેવામાં આવે છે આદિજાતિઓમાં એક મોટી માનસિક નબળાઈ હોય છે, જેને ઉત્તેજના કહેવામાં આવે છે. આદિમ જાતિઓમાં નૃશંસ હત્યાઓ અને મારપીટનું વિશેષ કારણ આ ઉત્તેજના જ છે. જો છોકરો કદાચ પિતા પર ઉત્તેજિત થઈ જાય તો એક જ આવેશમાં એ પિતાની હત્યા કરી બેસે છે. આ જ સ્થિતિ પિતા અથવા અન્ય કુટુંબીઓની છે. ક્રોધ પર તેઓ નિયંત્રણ લાવી શકતા નથી અને ક્ષણિક આવેશમાં હત્યા, મારપીટ તથા ખૂનખરાબી થઈ જાય છે. નાની નાની વાતોમાં લડાઈ ઝઘડા અને કટુતાની અભિવૃદ્ધિ થયા કરે છે. એકબીજા પ્રત્યે વેર, ઈર્ષા, દ્વેષ, ક્રોધ, ધૃણા વગેરે ઝેરીલા મનોવિકારો પોષાતા રહે છે.
ઉત્તેજના શું છે? એનું વિશ્લેષણ કરતાં સમજાય છે કે એ ઉદ્વેગની અધિકતા જ છે. સામાન્ય બે પ્રકારના હોય છે – એક એ કે જેને લોકો ‘“જાડી ચામડી’’ નો કહી શકાય. આવી વ્યક્તિમાં ભાવના ઓછી હોય છે. એને કંઈ કહી દેવામાં આવે, તો પણ એના મનમાં કોઈ અસર થતી નથી. ગાળો દેવાથી કે માનભંગથી પણ તે ઉત્તેજિત થતો નથી. તે ભાવનાના આક્રોશમાં આવતો નથી. ક્રોધ, ધૃણા, ઈર્ષા કે ક્ષણિક આવેશનો એના પર તત્કાળ કોઈ પ્રભાવ પડતો નથી.
બીજા પ્રકારની વ્યક્તિ ભાવુક અને અતિ ઉદ્વિગ્ન હોય છે. માખણની જેમ કોમળ તથા લાજવંતીના છોડની જેમ સંવેદશીલ હોય છે. ભાવનાની અધિકતા એની દુર્બળતા છે. ભાવના અથવા ક્રોધ, પ્રેમ, વાત્સલ્ય, દયા, ઈર્ષા વગેરે મનોવિકારોનો ઊંડો અનુભવ કરવો અને એના એટલા બધા નિયંત્રણમાં આવી જવું કે જેથી સ્વયં પોતાની વિવેકબુદ્ધિ પણ ખોઈ નાખવી, લાભ ગેરલાભ અને અંતિમ પરિણામનો ખ્યાલ ન રાખવો એ એની નબળાઈ હોય છે. જે ગુણ એક કવિ માટે સૌભાગ્યનો વિષય છે તે જ ગુણ જેઓ મનોવિકાર પર નિયંત્રણ રાખી શકતા નથી તેવી વ્યક્તિઓ માટે એક શાપ છે. તેઓ પોતાની ઉત્તેજનાઓ ઉપર વિવેકબુદ્ધિનું નિયંત્રણ રાખી શકતા નથી અને સ્વયં એના વશમાં આવી જાય છે.
ઉત્તેજના એક ક્ષણિક ગાંડપણ છે. એ ભાવનાનું તાંડવનૃત્ય છે, ઉદ્વેગની આંધી છે, ઈર્ષા, ક્રોધ તથા વેરનું એક ભયંકર તોફાન છે, જેને નબળી ઈચ્છાશક્તિવાળી વ્યક્તિ સંભાળી શકતી નથી અને પોતાના ઉપરનો કાબૂ ગુમાવી દે છે.
ઉત્તેજનાની આંધીમાં બુદ્ધિ વિવેકશૂન્ય તથા ચેતનાહીન થઈ જાય છે. તે ઉત્તરોત્તર વધીને શરીર પર પૂરો અધિકાર જમાવે છે. ભાવનાના આવેશમાં નીરક્ષીર વિવેકનું જ્ઞાન અદશ્ય થઈ જાય છે. ઉત્તેજિત સ્વભાવવાળી વ્યક્તિ દૂરદર્શિતાને ખોઈ નાખે છે. કોઈ કોઈ વખત તો એને પોતાની શક્તિનું જ્ઞાન પણ રહેતું નથી. નબળી વ્યક્તિ ઉત્તેજનાનો શિકાર બનીને મજબૂત વ્યક્તિ સાથે ઝઘડી પડે છે. વાતવાતમાં ઉગ્ર બની જાય છે, મારામારી સુધી વાત વધી જાય છે, જેથી ખોટું નુકસાન ઉઠાવવું પડે છે.
પ્રતિભાવો