SV-02 : પાછા વળો જીવનયાત્રાનો આનંદ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય ? । ઔષધિ વિના કાયાકલ્પ
September 5, 2022 Leave a comment
SV-02 : પાછા વળો જીવનયાત્રાનો આનંદ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય ? । ઔષધિ વિના કાયાકલ્પ
પૃથ્વી ઉપરનાં બધાં જ જીવજન્તુઓની શારીરિક સ્થિતિ ઉપર દૃષ્ટિપાત કરતાં એવું લાગે છે કે મનુષ્ય સિવાય બીજાં બધા જ પ્રાણીઓ સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવે છે. આકાશમાં ઊડનારાં પંખીઓ, ઘાસમાં છુપાઇ રહેનારાં પતંગિયાં, જંગલોમાં રહેતાં શાકાહારી તથા માંસાહારી પશુઓ, કીડી મંકોડા જેવા બધી જ જાતના જીવો હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવે છે. તે પ્રાણીઓન કોઇ દિવસ વૈધ યા ડોક્ટરની જરૂર પડતી નથી. તેમજ તેમને ચૂર્ણ, ગોળી, કવાથ, અવલેહ જેવાં ટોનિકોની અને મિક્ષ્ચર, લોશન, પાવડર, એસિડ, ઇંજેક્શન, ઓપરેશન વગેરેની પણ જરૂર પડતી નથી. આ જીવજંતુઓ ઓછી બુદ્ધિવાળાં છે. તેમને આયુર્વેદ યા ચિકિત્સાશાસ્ત્રનું જ્ઞાન નથી. મનુષ્યની સરખામણીમાં શરીરશાસ અને આરોગ્યશાસ્ત્રની જાણકારી તેમને ઘણી ઓછી છે, તેમ છતાં આપણે જોઇએ છીએ કે કોઇ પશુપંખી, ઝાડા, ઊલટી, અતિસાર, કોલેરા, ફોલ્લા, તાવ, ખાંસી પ્રમેહ, દમ, અડવુદ્ધિ વગેરે રોગના શિકાર બનતાં નથી કે રોગના કારણે પીડાથી કણસતા દેખાતાં નથી. પૃથ્વી ઉપરનાં બધાં પ્રાણી ઇશ્વરના આ આનંદમય સામ્રાજ્યમાં પ્રસન્નતાપૂર્વક જીવન જીવે છે. જન્મના દિવસથી જીવનના અંત સુધી તેમને શારીરિક દુ:ખ પડયું હોય તેવું લાગતું નથી. બીજાં દુ:ખોના નિવારણ માટે તો શરીરરૂપી શસ મળેલું જ છે. તે શસ્ત્ર પોતે જ જો કષ્ટ આપનારું બની જાય તો પછી જીવનયાત્રાનો આનદ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય ?
જો ઇશ્વરના આ આનંદમય સામ્રાજ્યમાં કોઇપણ જગ્યાએ કોઇ પણ પ્રાણીને રોગી બનવું પડતું નથી તો પછી મનુષ્ય જ રોગોનો ભોગ કેમ બને છે ? આ પ્રશ્ન ઘણો જ મહત્ત્વનો છે. આ પ્રશ્ન ઉપર ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે. આપણે જોઇએ છીએ કે સોમાંથી નવ્વાણું લોકો કોઇને કોઇ પ્રકારની સામાન્ય યા ગંભીર બીમારીના શિકાર બનેલા હોય છે. સરકારી હોસ્પિટલોમાં જરા લટાર મારીને ત્યાંના હેવાલ વાંચશો તો તમને જુદા જુદા વિચિત્ર જાતના રોગોથી પીડાતા અનેક રોગીઓનું વિવરણ વાંચવા મળશે. દવાદારૂની દુકાનો ખોલીને લાખો વૈધો અને ડોકટરો બેઠેલા છે. તેમનાં દવાખાનાઓમાં લોકોની ઘણી ભીડ રહેતી જેવા મળે છે. દોરાધાગા કરનારા પણ આ બાબતમાં પાછા પડે તેવા નથી. દવાઓ બનાવનારા અને વેચનારાઓએ સોનાચાંદીના ઢગલા કરી લીધા છે. આ સિવાય અનેક મનુષ્યો એવા છે કે જે શરમ, સંકોચ, ગરીબી કે નિરક્ષરતાના કારણે પોતાના રોગોને છુપાવીને જીવી રહ્યા છે. પોતે દુ:ખ સહન કરી લે છે, પરન્તુ પોતાનો રોગ કોઇને બતાવતા નથી. બેદરકારી, ઉપેક્ષા અથવા પૈસાના અભાવના કારણે ઘણા લોકો પોતાના રોગને છુપાવે છે. જેમના રોગ દેખાય છે તેવા લોકોની સંખ્યા ઘણી મોટી છે. સો માંથી પાંત્રીસ લોકો એવા છે કે જેમના રોગો પ્રત્યક્ષ રીતે દેખી શકાય છે, જ્યારે સો માંથી ચોસઠથી પાંસઠ ટકા લોકો એવા છે કે જેઓ બહારથી નીરોગી લાગે છે, પરન્તુ અંદરથી રોગિષ્ઠ હોય છે. કબજિયાત અજીર્ણ, મંદાગ્નિ, થાકી જવું, શિથિલતા, નબળાઇ, પ્રમેહ, સ્વપ્નદોષ, બળતરા, હાડકાનું ભાગી જવું, કોઇક અંગ ન હોવું વગેરે અનેક રોગો એવા છે કે જેનાથી ઘણાખરા લોકો પીડાય છે અને રોગના પ્રમાણમાં દુ:ખ અને મુશ્કેલી ભોગવે છે.
સો માણસોમાંથી આપણને ભાગ્યે જ એક માણસ એવો મળી કશે કે જેને સંપુર્ણ તંદુરસ્ત કહી શકાય. આનાથી ઊલટું જંગલમાં રહેનારા પશુપંખી, કીટકો, પતંગિયાં વગેરેમાં સોમાંથી કદાચ એકાદ જ એવું જોવા મળે કે જેને રોગી કહી શકાય. રોગોએ મનુષ્યને ઘેરો ઘાલ્યો છે અથવા તો એમ પણ કહી શકાય કે મનુષ્ય જ રોગોને અપનાવ્યા છે. માણસના સંપર્કમાં જે જીવજંતુ આવ્યાં છે તેમને પણ ચેપ લાગ્યો છે. માણસે જે જાનવરોને પાળીને પોતાના સંર્કમાં રાખ્યાં છે તેમને એણે પોતાની ઇચ્છાનુસાર રહેવાની અને કામ કરવાની ફરજ પાડી છે. પરિણામે તે જાનવરોમાં પણ બીમારીઓ આવવા લાગી છે. હવે મનુષ્યોમાં ફેલાતા રોગચાળાની માફક જાનવરોમાં પણ રોગચાળો ફેલાવા લાગ્યો છે અને એના પરિણામે થોડાક જ સમયમાં ઘણાં પશુઓ મરણને શરણ થાય છે. ગાય, બળદ, ભેંસ, ધેટાં, બકરાં વગેરે પ્રાણીઓમાં પણ ક્યારેક રોગચાળો ફેલાય છે. કૂતરા, ઘોડા, ઊંટ, હાથી, પોપટ, તેતર વગેરે પણ હવે બીમાર થવા લાગ્યાં છે. હવે તેમને માટે ઢોરોના દવાખાનાં ખોલવાં પડે છે. આ બધું મનુષ્યની સાથે રહેવાનું પરિણામ છે. પોતાની બીમારીઓની મનુષ્ય પોતાનાં સાથી પશુઓને પણ ભેટ આપી છે, પરંતુ જે જાનવરો મનુષ્યના સંપર્કમાં નથી અને પોતાના આહારવિહાર અને રહેણીકરણીની બાબતમાં સ્વતંત્ર છે તે મનુષ્ય તરફથી ભેટ રૂપે પ્રાપ્ત થતા રોગોથી પોતાની જાતને બચાવી શક્યાં છે. જે પ્રાણીઓ મનુષ્યની જાળમાં જેટલાં વધારે ફસાયેલાં રહેરો તેટલા જ તે વધારે બીમાર રહેશે.
એ એક ખરેખર ઘણા આશ્ચર્યની વાત છે કે બીજા જીવો બુદ્ધિ વિનાના અને સાધનહીન હોવા છતાં નીરોગી જીવન જીવે છે, પરન્તુ એકલો માણસ જ એવો છે કે જે બીમારીની યાતનાઓ ભોગવે છે અને જે પ્રાણીઓને પોતાના સંપર્કમાં રાખે છે તેમને પણ આ નરકમાં ધસડી જાય છે.
મનુષ્યની બુદ્ધિ ધણી તેજ છે. તેણે પોતાના બુદ્ધિબળથી ઘણાં મોટાં મોટાં આશ્ચર્યજનક કાર્યો કર્યાં છે. મોટા મોટા મશીનો બનાવ્યા છે તથા જ્ઞાનવિજ્ઞાનની અનેક શોધો કરી છે. જ્યાં જોઇએ ત્યાં મનુષ્યની બુદ્ધિ શાથી બહેર મારી ગઇ છે તે સમજાતું નથી. એશઆરામ અને ભોગિવલાસની એક એકથી ચઢિયાતી, અદ્ભુત અને અનોખી યુક્તિઓ તેણે અજમાવી છે, પરન્તુ નીરોગી રહેવાની અને લાંબુ જીવન જીવવા માટેની કોઇ સફળ યુક્તિ હજુ સુધી તેના હાથમાં આવી નથી. આ માટે તેણે જેટલા પ્રયત્નો કર્યા છે તે બધાં લાભકારક થવાને બદલે નુકસાનકારક જ સાબિત થયા છે.
શારીરિક તંદુરસ્તી સંબંધી આ વિષમ પરિસ્થિતિ ઉપર ગંભીર વિવેચન કરવાથી એવું લાગે છે કે પ્રાણીનું જીવન પ્રકૃતિના નિયમોની સાથે મજબૂત સૂત્રોથી બંધાયેલું છે. જીવનનું નિર્માણ કરનારી સત્તાએ તેને સુસંચાલિત રાખવા માટે નીતિનિયમોનું નિર્માણ કર્યું છે. આ નિયમોનું જે પ્રાણી જેટલી હદ સુધી પાલન કરે છે તે તેટલું જ નીરોગી જીવન જીવી શકે છે અને જે તે નિયમોનું જેટલું ઉલ્લંધન કરે છે તેટલા જ પ્રમાણમાં તે રોગોનો ભોગ બનતું જાય છે. મનુષ્યની ચાલાકી અને બુદ્ધિ પ્રકૃત્તિ માતાની સામે સફળ થતી નથી. પ્રકૃત્તિ માતા જેટલી દયાળુ છે તેટલી જ નિષ્ઠુર પણ છે તેના નિયમોનું પાલન કરનાર આનંદમય જીવન ભેટમાં મેળવે છે અને તેના નિયમોનો જે ભંગ કરે છે તે તેની સજાને પાત્ર બને છે. રાજકીય કાયદાઓનો ભંગ કરનાર મનુષ્ય ગમે તે યુક્તિથી પોતાની જાતને બચાવી શકે છે, પરન્તુ પ્રકૃતિને છેતરવાનું કામ બહુ અઘરું છે.
પ્રકૃતિના નિયમો એટલા સ્પષ્ટ, સર્વવિદિત અને સ્વાભાવિક છે કે તેમની જાણકારી મેળવવા માટે મોટા પુસ્તકો વાંચવાની યા કોઇ મોટા પુસ્તકાલયમાં જવાની જરૂર નથી. દસ ઇન્દ્રિયો અને અગિયારમી વિવેકબુદ્ધિ એ એવી કસોટીઓ છે કે જે એક જ ક્ષણમાં એ બતાવી આપે છે કે શરીરને તંદુરસ્ત રાખવા માટે શું સારું છે અને શું સારું નથી. ખરા અને ખોટાની ઓળખાણ પાડવામાં તેને જરા પણ વાર લાગતી નથી. ઉપયોગી અને બિનઉપયોગીનો ભેદ તે તુરત જ ખુલ્લો પાડી દે છે. જો આપણી ઇન્દ્રિયોના ચેતવંતા જ્ઞાનતેતુઓને એમના સ્વાભાવિકરૂપમાં સ્વતંત્રતાપૂર્વક તથા વિશ્વાસપૂર્વક કામ કરવા દેવામાં આવે તો તે અક્ષય આરોગ્ય માટે આપણને ઘણુ સારું એવું માર્ગદર્શન આપે છે.
પૃથ્વીના બીજા પ્રાણીઓ પોતાની ઇન્દ્રિયોને પ્રકૃતિએ આપેલ જ્ઞાન ઉપર • જ સંપૂર્ણપણે આધાર રાખે છે અને કાયમ સ્વસ્થ રહે છે. જે ખોરાકનો તેમની ઇન્દ્રિયો સવીકાર કરે છે તે જ આહારને તેઓ ત્રણ કરે છે. બીજી ચીજવસ્તુઓને તેઓ સ્પર્શ પણ કરતાં નથી. બકરી આકડાનાં પાન ખાય છે, પરંતુ જો તે ગાયને ખાવા માટે આપવામાં આવે તો તે ભૂખી રહે છે, પણ એ આહારનો સ્વીકાર કરતી નથી. વરૂ માંસ ખાય છે, પણ જો ભેંસને માંસ આપવામા આવે તો તે ખાતી નથી. પોપટ મરચું ખાય છે, પણ કબૂતર તે ખાતું નથી. મુખના દરવાજા પાસે જીભરૂપી ચોકીદાર પ્રકૃતિએ બેસાડ્યો છે. તે એ વાતનું ધ્યાન રાખે છે કે કઇ ચીજવસ્તુને અંદર જવા દેવી અને કઇ ન જવા દેવી. જીભ એક એવો ડોક્ટર અને વૈજ્ઞાનિક છે કે જેની તપાસ કોઇ દિવસ ખોટી સાબિત થતી નથી, પરન્તુ મનુષ્ય પોતાની બુદ્ધિનો ઉપયોગ આ ચોકીદારને છેતરવામાં, ભ્રમમાં નાખવામાં, નિદ્રાધીન અવસ્થામાં રાખવામાં, અસમર્થ અને બેહોશ બનાવવામાં કરે છે. કાયમ આવા અત્યાચારોને સહન કરતાં કરતાં ઇન્દ્રિયો પણ એના જ બીબામાં ઢળી જાય છે અને હાનિકારક આહારનો જેટલો વિરોધ કરવો જોઇએ તેટલો વિરોધ કરતી નથી. નાની ઉંમરના બાળકને સ્વાદનું જ્ઞાન પૂરેપૂરું હોતુ નથી. તેથી તેની સામે બધા ખાદ્યપદાર્થો મૂકવામાં આવે તો તે તેમાંથી ઉચિત પદાર્થો જ ગ્રહણ કરશે. દૂધ, ફળ, મેવા વગેરે તે ખુશીથી ખાશે, પરન્તુ મરચું, મસાલા, માંસ, ચરબી, તેલ વગેરે તે ગ્રહણ નહીં કરે. રોજે રોજના અત્યાચારોથી આવી ખરાબ આદાત પાડવા છતાં પણ જીભ મરચુ ખાતી વખતે બળે છે. ધણા પદાર્થો એવા છે કે જેમને તેમના અસલી રૂપમાં ખાવામાં આવતા નથી, પરન્ત તેમાં ઘણી રીતો અજમાવીને તથા મરચું, મસાલા, સાકર વગેરે ચીજો નાખીને એવા બનાવવામાં આવે છે કે જીભ તેમનો અસલ સ્વાદ પારખી શકતી નથી. માંસને તેના અસલી રૂપમાં જો ખાવામાં આવે તો તે કાચુ માંસ કોઇથી ખાઇ શકાશે નહિ, પરન્તુ જ્યારે ઘણી રીતો અજમાવી તેને બાફી, શેકી, સૂકવીને તથા મરી મસાલા નાખીને એવું સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે કે લોકો તેને હોંશે હોંશે ખાય છે. તમાકુ, અફીણ, દારૂ, ભાંગ, ચરસ વગેરે નશીલા પદાર્થો એવા છે કે જે ખાતી વખતે જીભને આનંદ થતો નથી, પરન્તુ આદતના કારણે લોકો બળજબરીથી તે પોતાના પેટમાં નાખતા હોય છે. આ બધો જીભ ઉપર થતો અત્યાચાર છે. પ્રકૃતિના ચોકીદાર ઉપર અત્યાચાર કરનારો મનુષ્ય એની સજામાંથી બચી શક્તો નથી. આ સજા તેને શરીરની બીમારીના રૂપે ભોગવવી પડે છે.
નાક દુર્ગંધવાળી જગ્યાએ જતાં જ આપણને હુકમ કરે છે કે અહીંથી નાસો, અહીંની હવા નુકસાનકારક છે. બગીચાની સુગન્ધવાળી અને સ્વાસ્થ્યર્ધક હવામાં નાક પ્રસન્નતા અનુભવે છે. જાણે કે આપણને કહી રહ્યું છે કે અહીંની હવા આપણા માટે ફાયદાકારક છે. આખો પણ ગંદી તથા બિભત્સ વસ્તુઓને જોવામાં નફરત પ્રગટ કરે છે, પરન્તુ સુન્દર, સોહામણી, સુવ્યવસ્થિત તથા તેજસ્વી વસ્તુઓને જોઇને તેમના પ્રત્યે પ્રેમ પ્રગટ કરે છે. તેની આ ઓળખ આપણા માટે નુકસાન યા લાભનો સ્પષ્ટ સંકેત કરે છે. કાન પણ નુકસાનકર્તા, ભયંકર, કર્કશ તથા કડવા શબ્દો સાંભળીને અરુચિ ઉત્પન્ન કરે છે અને મધુર ધ્વનિવાળા આનંદદાયક શબ્દો સાંભળી તેમાં રુચિ લે છે. આવી પરખશક્તિ બધી ઇન્દ્રિયોમાં હોય છે, પરન્તુ દરરોજ જો ખોટી ટેવ પાડવામાં આવે તો ઇન્દ્રિયો પણ તે ખોટી આદતની શિકાર બને છે. કામસેવનનો જ દાખલો લઇએ. પૃથ્વી ઉપરનાં બધાં જ પ્રાણીઓ નર-માદા સાથે જ રહેતાં હોય છે, પરન્તુ જ્યારે માદાને કામસેવનની ઇચ્છા થાય ત્યારે જ નર કામસેવન માટે તૈયાર થાય છે. માદા પણ ગર્ભધારણ કરવાની આવશ્યકતા ઊભી થતાં જ ઉત્તેજીત થાય છે, પરન્તુ તે આવશ્યકતા પૂરી થતાં એક લાંબા સમયગાળા સુધી એટલે કે જ્યાં સુધી બીજીવાર ગર્ભધારણ કરવાની જરૂરિયાત ઊભી ન થાય ત્યાં સુધી બિલકુલ શાન્ત રહે છે. આ સમયગાળા દરમિયાન નરમાદા સાથે સાથે રહેતાં હોવા છતાં કોઇ કામસેવનની ઇચ્છા કરતું નથી આ બાબતમાં મનુષ્ય નામના પ્રાણીએ પોતાની સ્થિતિ કંઇક વિચિત્ર બનાવી દીધી છે. સામાન્ય રીતે મનુષ્ય બધી જ ઇન્દ્રિયોનો દુરુપયોગ કરે છે. ન ખાવાલાયક ચીજવસ્તુઓ ખાવી, સ્વાસ્થ્યને હાનિકારક ગંદી હવામાં રહેવું, ધૃણિત, ગદા ખરાબ દશ્યો તથા પદાર્થો જોવા, કડવા, કર્કશ, શાંતિનો ભંગ કરનારા અરુચિ ઉત્પન્ન કરનારા શબ્દોનો નિ સાંભળવો અતિશય અને અમર્યાદિત કામસેવન કરવું આ બધી વાતો ઇન્દ્રિયોની ઉચિત મર્યાદાઓને તોડનારી છે. આવું જીવન નીરોગી કઇ રીતે રહી શકે ?
દિવસે ઊંઘવું, રાત્રે જાગવું, વીજળીના ઝળહળતા પ્રકાશ સામે ખુલ્લી આંખે જોયા કરવું, ધૂળ, ધુમાડો, ગરમી તથા ગંદકીયુક્ત વાતાવરણમાં રહેવું. આ બધું પ્રકૃતિના નિયમોની વિરુદ્ધ છે. શરીરની ચામડીની બનાવટ સ્વાભાવિક રીતે જ એવી હોય છે કે તે ઠંડી-ગરમીથી શરીરનો બચાવ કરી શકે છે. નાનામાં નાનાં અને કમજોર પ્રાણીઓ પણ ખુલ્લા શરીરે ઠંડી-ગરમીમાં ફરતા હોય છે, પરન્તુ તેમને કદી ન્યુમોનિયા થતો નથી કે લૂ પણ લાગતી નથી ફેશનના કારણે આપણે અનેક કપડાં જેવાં કે બનિયન, ખમીસ, કોટ, ઓવરકોટ એમ ઉપરા છાપરી પાંચ પાંચ કપડાં અને કેટલાંક તો પાછાં બબ્બે ત્રણ ત્રણ પડ, આ રીતે દસ પંદર પડથી શરીર ઢાંકીએ છીએ. પરિણામે ચામડીની ચેતનતા નષ્ટ થઇ જાય છે અને અંદરની ખરાબ હવા જે ચામડીમાંથી નીકળે છે કપડાંમાં ભરાઇ રહેવાથી શરીરને ઘેરી વળે છે. બહારની સ્વચ્છ અને પ્રાણપદ હવા કપડાંમાં રોકાઇ જવાથી ચામડી સુધી પહોંચી શકતી નથી. જેવી રીતે બંધ ઓરડામાં ઉગાડવામાં આવેલ છોડ સ્વચ્છ વાયુના અભાવમાં પીળો પડી જાય છે અને સુકાઇ જાય છે તેવી જ હાલત કપડાંની વણઝારના કારણે આપણા શરીરની થાય છે. મૉ, નાક, કાન, ચહેરો, ગર્દન, હાથના પંજા, વગેરે શરીરનાં જે સ્થાનો હંમેશાં ખુલ્લાં રહે છે તેને ઠંડી અથવા ગરમીનો કોઇ ખાસ અનુભવ થતો નથી. તેવી જ રીતે જો આખું શરીર ખુલ્લું રાખવામાં આવે તો કોઇ નુકસાન થતું નથી. સાધુ સન્યાસી-ખેડૂત તથા જંગલી જાતિના લોકો સાધારણ રીતે ખુલ્લા શરીરે જીવન જીવતા હોવા છતાં તેમને ઠંડી-ગરમીથી કંઇ પણ કષ્ટ થતું નથી. કપડાંનો ખડકલો શરીરને ઠંડી ગરમીથી બચાવવા માટે નહિ પરંતુ ફેશનના કારણે કરવામાં આવતો હોઇ છેવટે નુકસાનકારક જ સિદ્ધ થાય છે. ઝડપી વાહનોમાં બેસવું એ પણ આવું જ છે. પુરાતન કાળમાં એવા વૈજ્ઞાનિકો મોજુદ હતા કે જે મોટર-રેલ્વે જેવાં ઝડપથી ચાલનારાં વાહનો બનાવી શકે પરન્તુ તંદુરસ્તીની દૃષ્ટિથી તે નુકસાનકારક જણાતાં તેઓએ તેવા વાહનોનું નિર્માણ કરેલ નહિ. વાત એવી છે કે દસ દસ પંદર પંદર માઇલના અંતર ઉપર હવા પાણી જુદાં જુદાં હોય છે. એક સ્થળનો માણસ જ્યારે દૂરના સ્થાને પહોંચે છે અને ત્યાં રહે છે તો ઘણી વાર ત્યાંનાં હવા પાણી તેના શરીરને અનુકૂળ આવતાં નથી અને માણસ બીમાર પડી જાય છે. તે સ્થાનના નિવાસીઓ માટે તો તે સ્થાન સારૂં છે. હવા પાણી પણ અનુકૂળ છે પરન્તુ નવા આગન્તુક માટે તે અનુકૂળ આવતાં નથી. આનુ કારણ એક જ છે કે અકસ્માત અને એકદમ જ હવાપાણીમાં ધણું જ મોટું પરિવર્તન થઇ જાય છે. જેવી રીતે ઠંડા ઓરડામાંથી નીકળીને એક્દમ ગરમ લૂમાં જવામાં આવે અથવા ભારે ગરમીમાંથી આવીને એકદમ સ્નાન કરવામાં આવે તો શરીરને નુકસાન થાય છે તેવી જ રીતે બહુ દૂરના સ્થળના હવા પાણી પણ આવાં જ સંકટ ઉભાં કરે છે. પહેલાના જમાનામાં લોકો ચાલતાં, ધોડા ઉપર, ઉટ ઉપર કે ગાડા મારફતે મુસાફરી કરતા હતા તેથી હવા પાણીમાં રોજ રોજ થોડો થોડો ફેરફાર થતો હતો, જે ધીમે ધીમે સહન કરી શકાતો હતો અને મોટી મોટી યાત્રાઓ વિના વિઘ્ને પાર પડતી હતી. આજે કાશ્મીરના ઠંડા પ્રદેશોમાં ત્રણ દિવસ રહ્યા બાદ સિન્ધના રેતીના ધગધગતા રણમાં ઝડપી વાહનો મારફત જવાય છે જેનાથી એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે કે જે સ્વાસ્થ્ય (તંદુરસ્તી) માટે બિલકુલ અનુકૂળ હોતી નથી.
કુત્રિમતાથી અને રોજ રોજ નવી યુક્તિ પ્રયુક્તિથી માણસે ભલે સામાજીક ઉન્નતિ કરી હોય પરન્તુ તેની આ રીતે તેના શરીરની નદુરસ્તીને ઘણું નુકસાન પહોંચાડયું છે. જૂના જમાનામાં જંગલોમાં જીવન વ્યતિત કરનારા આપણા પૂજનીય પૂર્વજો કે જે આજની સિદ્ધિઓનો ખેલ જોવાથી વંચિત રહેલા હોવા છતાં શારીરિક દૃષ્ટિથી તેઓ સંપૂર્ણ સુખી હતા. નીરોગીપણ, બલીષ્તા, શાલીનતા, પરાક્રમ, પૌરૂષ અને દીર્ઘજીવન (દીર્ધાયુષ્ય) તેમને સંપૂર્ણપણે ઉપલબ્ધ હતું. પૌરાણિક કાળના અસામાન્ય પરાક્રમી પુરૂષોના પોરુષભર્યા પુરૂષાર્થથી ઇતિહાસનાં પાનાં ભરેલાં પડ્યાં છે. પુરાતત્ત્વ વિધાની શોધખોળ કરનારને પાંચ હજાર વર્ષ પહેલાંના સમયના મનુષ્યનાં જે હાડપિંજર મળ્યાં છે તેનાથી એવું સિદ્ધ થાય છે કે તે સમયના મનુષ્યના શરીરની ઉંચાઇ લગભગ આઠ ફૂટ હતી. શરીરનું વજન લગભગ ૬૦ કિ.ગ્રા. જેવું થતું હતું. આટલી બધી * જૂની વાતોને જવા દો. હમણાં થોડા સમય પહેલાં એટલે કે સો બસો વર્ષ પહેલાં આપણા પૂર્વજો જેટલું ખાઇ શકતા હતા જેટલું કામ કરી શકતા હતા, જેટલા તંદુરસ્ત રહી શકતા હતા અને જેટલું વધારે જીવન જીવી શકતા હતા તે બધી વાતો આજના માટે ઘણી જ નવાઇ ઉપજાવે તેવી છે. ૪ થી ૫ કિમી. અનાજનું ભોજન કરવાવાળા, ૪૦ થી ૫૦ કિ.મી. ચાલતા મુસાફરી કરવાળા અને ૧૦૦ થી ૧૫૦ વર્ષ સુધી જીવન ટકાવી રાખનારા આજથી થોડા સમય પહેલાં ઘણી મોટી સંખ્યામાં હતા. પરંતુ હવે એક જ શતાબ્દીના સમયમાં આ બધી વાતો હવે અસંભવ દેખાવા માંડી છે.
ફેશનયુક્ત જીવન કૃત્રિમતા-બનાવટ તેમજ પ્રકૃતિ વિરૂદ્ધ આહાર વિહારો • મનુષ્યની તંદુરસ્તી અને દીર્ઘજીવન ઝૂંટવી લીધા છે. જો આ ક્રમ બદલાશે નહિ તો આવતી શતાબ્ધિ સુધીમાં, ગોસ્વામી તુલસીદાસે રામાયણના ઉત્તરકાંડમાં ભવિષ્યવાણી ભાખેલી છે. તે પ્રમાણે નાના અલ્પજીવી મનુષ્યો કલિયુગના અંત સુધીમાં ઘરતી પર રહી જશે. કુદરતના વિરૂદ્ધનું માણસનું આચરણ, મનુષ્યના જીવનના મૂળ આધાર સમા સ્વાસ્થ્યને ખલાસ કરતું જશે. જ્યાં સુધી આ પ્રવાહને રોકવામાં આવશે નહિ ત્યાં સુધી માનવ જાતિની વિટંબણાઓ-વેદનાઓ કોઇપણ રીતે ઓછી થશે નહિ, પરન્તુ વધતી જ જશે.
એટલા માટે જ બીમારી અને નિર્બળતાથી સનાવવામાં આવેલા અને શારીરિક પીડાઓ અને અસમર્થતાના કારણે તડપતા લોકોએ એક વાત કાન ખોલીને સાંભળી લેવી પડશે અને આ વાત સૌભળીને મનમાં એક ગાંઠ વાળી લેવી પડશે કે પ્રકૃતિના કાયદાને તોડવામાં નહિ પરન્તુ તેનું પાલન કરવામા જ તેનુ કલ્યાણ છે. ફેશન, કુત્રિમતા અને ભૌતિક વિજ્ઞાનની ચમક દમકનું કૌતુક આપણા મનનું મનોરંજન તો કરી શકે છે પરંતુ આપણા જીવનના સાચા આનંદમાં વધારો કરી શક્યું નથી. ડોક્ટરની રંગબેરંગી દવાઓ સ્વાસ્થ્યની વૃદ્ધિમાં કોઇ પણ પ્રકારની સફળતા પ્રાપ્ત કરી શકી નથી તેમ જ હવે તેમની કોઇ યુક્તિ કામયાબ નીકળે તેમ લાગતું નથી. પ્રકૃતિ માતા સાથે લડીને નહિ પરન્તુ તેના આજ્ઞાંકિત બાળક બનીને આપણે તેની પાસેથી જીવનદાન પ્રાપ્ત કરી શકીએ છીએ.
એ વાત સાચી છે કે મનુષ્ય-સમાજ આજે એવી પરિસ્થિતિએ પહોંચી ગયો છે કે તેનાથી પ્રકૃતિએ નકકી કરેલ રહેણી કરણી તથા આહાર વિહાર મુજબ પૂરી રીતે આચરણ કરવું શક્ય નથી. પરન્તુ એ વાત પણ એટલી જ સાચી છે કે જે કૃત્રિમતાને, જૂઠી ફેશન, શેખી અને ચટાકાપણના કારણે વધારવામા આવી છે તેમાં થોડી ઘણી કમી કરી શકાય છે. સાત્વિકતા-સ્વાભાવિકતા અને આવશ્યકતાનું ધ્યાન રાખીને જો જીવનક્રમ ચલાવવાની નીતિ અપનાવવામાં આવે તો ખાનપાન અને રહન સહનના જે આડંબરો આજે ફેશન અને સભ્યતાના આધાર દેખાય છે તે વ્યર્થ નિરર્થક અને ભારરૂપ લાગવા માંડશે અને તેને જેમ બને તેમ જલદી છોડી દેવાની ઇચ્છા થશે.
હે કાયાકલ્પની ઇચ્છા કરનારાઓ, હે સ્વસ્થ અને નીરોગી જીવન જીવવાની – ઇચ્છા રાખનારાઓ, આ કૃત્રિમતામય અને પ્રકૃતિ વિરૂદ્ધ આહાર વિહાર છોડો અને પાછા વળો. તે સસ્તો અપનાવો કે જે આપણા પૂજનીય પૂર્વજોએ અપનાવ્યો હતો. ચાલો આપણે આ બનાવટવાળી ચમકદમકવાળી કૃત્રિમતાઓથી પાછા વળીએ. ચાલો આપણે સાદાઇભર્યું સરળ અને નિર્દોષ જીવન જીવીએ. ચાલો આપણે પ્રકૃતિ માતાના ચરણમાં ઉભા રહી આપણી ભૂલોનું પ્રાયાશ્ચિત કરીએ અને તેની પાસેથી તંદુરસ્તી અને જીવનનું દૂધ માગી.એ દયાળુ માતા આપણને દૂધ પાશે અને તેનાથી આપણું કલ્યાણ થશે. ઉચિત આવશ્યક અને જીવનરક્ષાને નજર સમક્ષ રાખી આહાર વિહાર કરવામાં આવે તો મોટા ભાગની નિરર્થક હાનિકારક અને અકુદરતી વાતોમાંથી છૂટકારો મેળવી શકાય છે.
પ્રતિભાવો