ઈન્દ્રિનિયંત્રણનો મૂળમંત્ર- આત્મસંયમ । GP-12. ‘ઈન્દ્રિય સંયમ’ | ગાયત્રી વિદ્યા
September 16, 2022 Leave a comment
ઈન્દ્રિનિયંત્રણનો મૂળમંત્ર- આત્મસંયમ । GP-12. ‘ઈન્દ્રિય સંયમ’ | ગાયત્રી વિદ્યા
આત્મનિયંત્રણ જ સ્વર્ગનું દ્વાર છે. એ પ્રકાશ અને શાંતિ તરફ લઈ જાય છે. એના વિના મનુષ્ય નર્કવાસી બને છે. એ અશાંતિ અને અંધકારમાં વિલીન થાય છે. આત્મસંયમી ન હોવાથી મનુષ્ય પોતાને માથે ધોર દુઃખો ન નોંતરે છે. એનાં દુ:ખ અને સંતાપ એને ત્યાં સુધી હેરાન કરતાં રહેશે કે જ્યાં સુધી એ આત્મનિયંત્રણનો આરંભ કરશે નહીં. આની પ્રતિસ્પર્ધા કરનારી એવી કોઈ વસ્તુ નથી કે જે એનું સ્થાન લઈ શકે. આત્મસંયમનો આરંભ કરી જે કોઈ મનુષ્ય પોતાનો જ ઉપકાર કરે છે એનાથી વધુ હિત કરનારી શકિત સંસારમાં બીજી કોઈ નથી. આત્મનિયંત્રણથી મનુષ્ય પોતાના દૈવીગુણોને પ્રકાશિત કરીને દૈવીજ્ઞાન તથા શાંતિનો ભાગીદાર બને છે. એનો અભ્યાસ પ્રત્યેક મનુષ્ય કરી શકે છે. જ્યાં સુધી એ આ કાર્યમાં પ્રવૃત્ત નથી થતો ત્યાં સુધી એ નિર્બળ રહેશે અથવા સંભવ છે કે એની નિર્બળતા વધી જાય. જેઓ આત્માને પોતાના વશમાં કરતા નથી, પોતાના હૃદયને શુદ્ધ બનાવતા નથી એમની ઈશ્વરને કરેલી બધી પ્રાર્થના વ્યર્થ છે. જેખો કલહના કારણ રૂપ અજ્ઞાનતા તથા દુષ્પ્રવૃતિઓમાં લપેટાયેલા રહેશે તેઓ ઈશ્વરની સર્વજ્ઞતામાં વિશ્વાસ કરે કે ન કરે એ સરખું છે.
જે મનુષ્ય પરદોષમાં રત જિવાને સુધારવા નથી માગતો, ક્રોધી સ્વભાવનો દાસ બની રહેવા માગે છે અને અપવિત્ર વિચારોનો ત્યાગ નથી કરતો એને ન તો કોઈ બાહ્યશકિત સન્માર્ગ પર લાવી શકે છે કે ન તો એની કોઈ ધાર્મિક વાતના સમર્થન કે વિરોધથી એનું ભલું થઈ શકે છે. મનુષ્ય પોતાનામાં રહેલા અંધકાર પર વિજય મેળવીને જ સત્યના પ્રકાશનાં દર્શન કરી શકે છે. દુઃખની વાત એ છે કે મનુષ્ય આત્મસંયમના પરમ ગૌરવને જાણતો નથી. એ એની અમર્યાદિત આવશ્યકતાને સમજતો નથી અને પરિણામે આધ્યાત્મિક સ્વતંત્રતા તથા વૈભવ જે તરફ એ મનુષ્યને પ્રેરિત કરે છે, તે મનુષ્યના દષ્ટિપથથી છુપાયેલાં રહે છે. આ કારણે મનુષ્ય ખરાબ વાસનાઓનો દાસ બનેલો રહે છે. પૃથ્વી પર વ્યાપેલાં બળાત્કાર, અપવિત્રતા, રોગ તથા દુઃખો પર દૃષ્ટિ દોડાવો અને જુઓ કે આત્મસંયમની ઊણપ આ બધાનું કારણ છે અને ત્યારે તમે અનુભવશો કે આત્મનિયંત્રણ કેટલું જરૂરી છે. આત્મસંયમ પુણ્યની પ્રથમ સીડી છે. એનાથી પ્રત્યેક સદ્દગુણની પ્રાપ્તિ થાય છે. સુવ્યવસ્થિત તથા સાચા ધાર્મિક જીવનમાં આ સૌથી મહત્ત્વની બાબત છે.
પ્રતિભાવો