વાસનાઓને જીતવા માટે આધ્યાત્મિક ચિંતન । GP-12. ‘ઈન્દ્રિય સંયમ’ | ગાયત્રી વિદ્યા
September 18, 2022 Leave a comment
વાસનાઓને જીતવા માટે આધ્યાત્મિક ચિંતન । GP-12. ‘ઈન્દ્રિય સંયમ’ | ગાયત્રી વિદ્યા
જે લોકોના મન પર વાસનાઓએ કબજો જમાવી દીધો છે અને એના ફળસ્વરૂપ જે લોકો ઈન્દ્રિયોના દાસ બની ચૂકયા છે, એમનો છુટકારો સહજમાં નથી થતો. તેઓ વિષયોની ખરાબીઓ જાણવા છતાં પણ નિર્બળતા અથવા મોહવા એના ફંદામાંથી નીકળી શકતા નથી. એવા લોકોને નિરંતર સત્સંગ અને આધ્યાત્મિક ચિંતનની જરૂર પડે છે. આ વાસનાઓમાં પ્રાયઃ કામવાસના જ સર્વપ્રધાન હોય છે અને સૌથી પહેલાં એના જ નિગ્રહનો પ્રયત્ન કરવો જોઈએ.
સ્ત્રીની પ્રતિમૂર્તિ અથવા સ્મરણ મનને ક્ષુબ્ધ કરે છે. કામવાસના શકિતશાળી હોય છે. એ એક કુસુમધનુષ સાથે લઈને ચાલે છે, જેમાં મોહન, સ્તંભન, ઉન્માદન, શોષણ અને તપન રૂપી પાંચ બાણ સર્જાવેલાં હોય છે. વિવેક, વિચાર, ભકિત અને ધ્યાન આસકિતનો સમૂળગો નાશ કરે છે. જો કામ પર વિજય પ્રાપ્ત થઈ ગયો, તો ક્રોધ, લોભ, વગેરે, જે એનાં શસ્ત્ર છે તે જાતે જ બિનઅસરકારક થઈ જશે. રાગનું પ્રધાન અસ્ત્ર રમણી છે. જો એનો મનમાંથી નાશ કરવામાં આવે, તો એના અનુયાયી અને અનુચર ખૂબ સહેલાઈથી જિતાઇ જશે. જો સેનાપતિ માર્યો જાય તો સૈનિકોને મારી નાખવાનું સરળ થઈ જશે. વાસના પર વિજય પ્રાપ્ત કરો. પછી ક્રોધને જીતવાનું સહેલું થઈ જશે. કેવળ ક્રોધ જ વાસનાનો અનુયાયી છે. સૈનિકો જેવા કિલ્લામાંથી બહાર નીકળે કે તરત એમને એક-એક કરીને મારી નાખો. અંતે કિલ્લા પર તમારું આધિપત્ય થઈ જશે. આ જ રીતે જે કોઈ કુવિચારો મનમાં આવે તેમનો એકએક કરીને નાશ કરી દો. અંતમાં તમારો મન ઉપર અધિકાર થઈ જશે.
વિચાર, શાંતિ, ધ્યાન અને ક્ષમા દ્વારા ક્રોધ પર વિજય પ્રાપ્ત કરો. જે મનુષ્ય તમારું નુકસાન કરતો હોય એના પર દયા કરો અને એને ક્ષમા કરી દો. નિંદાને પ્રસાદ સમજો. અને આભૂષણ તથા અમૃતતુલ્ય માનો. ધાકધમકી સહી લો. સેવા, દયા અને બ્રહ્મભાવના દ્વારા વિશ્વપ્રેમનો વિકાસ કરો. જયારે ક્રોધ પર વિજય મળી જશે ત્યારે ધૃષ્ટતા, અહંકાર અને દ્વેષ સ્વયં નાશ પામશે. પ્રાર્થના અને ભજનથી ક્રોધ દૂર થઇ જાય છે.
સંતોષ, અભેદ, વૈરાગ્ય તથા દાન દ્વારા લોભનું શમન કરો. અભિલાષાઓ વધારો નહીં, તમારે કદી નિરાશ નહીં થવું પડે. સંતોષના રાજ્યના ચાર પહેરેદારની સહાયતાથી તમે બ્રહ્મજ્ઞાન (જીવનના પરમલક્ષ્ય)ની પ્રાપ્તિ કરી શકો છો.
અનુરાગની સાથે શોક અને દુ:ખ પણ જોડાયેલાં રહે છે. અનુરાગ શોકમિશ્રિત હોય છે. સુખ પાછળ દુ:ખ ચાલે છે. જયાં સુખ છે ત્યાં દુઃખ પણ છે. અનુરાગના નામે મનુષ્ય દુ:ખનું વિષમય બી રોપે છે, જેને તરત સ્નેહના અંકુર ફૂટે છે, જેમાં વીજળી જેવી ભયાનક દાહકતા હોય છે અને આ અંકુરોમાંથી અનેક ડાળીઓ ધરાવતું દુ:ખનું વૃક્ષ ઉત્પન્ન થાય છે, જે ઢંકાયેલા ઘાસના ઢગલાની જેમ સળગતું જઈને ધીરે ધીરે શરીરને બાળી નાખે છે. આ સંસારની અસારતા પર બરાબર વિચાર કરો. રાગથી મોહ ઉત્પન્ન થાય છે. એ બધા જાણે છે કે જયારે કોઇ મનુષ્યના પાળેલા પક્ષીને બિલાડી ખાઇ જાય છે, તો એને દુઃખ થાય છે, પરંતુ જો બિલાડી બીજા કોઈ પક્ષી કે ઉંદરને ખાઈ જાય છે, જેની સાથે એનો કોઈ સંબંધ નથી હોતો, તો એ જરા પણ દુ:ખ પ્રગટ કરતો નથી. તેથી તમારે એ અનુરાગને ધરમૂળથી દૂર કરવો જોઈએ કે જે વ્યર્થ આસકિતનું કારણ હોય છે. શરીર અસંખ્ય કીટાણુઓને ઉત્પન્ન કરે છે, જેમને દૂર કરવા લોકો આતુર રહે છે, પરંતુ એકને તે બાળકના નામથી બોલાવે છે, જેના માટે એનું જીવન ક્ષીણ થાય છે. સાંસારિક મોહ આ પ્રકારનો હોય છે. અનુરાગની ગાંઠ એ મહામોહથી દૃઢ થાય છે, જે મનુષ્યના ने હૃદયને ચારે બાજુથી દોરાની જેમ ગૂંથી લે છે. અનુરાગથી છુટકારો મેળવવાનો મુખ્ય ઉપાય ‘સંસાર એક અસાર વસ્તુ છે,’ એનું ચિંતન કરવામાં રહેલો છે. જગતમાંથી અસંખ્ય પિતા, માતા, પતિ, સ્ત્રી, બાળકો તથા પિતામહ ચાલ્યા ગયાં છે. તમારે પોતાના મિત્રમંડળને વિદ્યુતના ક્ષણિક ચમકારા સમાન સમજવું જોઈએ અને એનું પોતાના મનમાં ફરી ફરી ચિંતન કરતા રહીને શાંત રહેવું જોઈએ.
મનને શૂન્ય કરી દો. શોકના મહાન આધાતોથી બચવાનો આ એકમાત્ર ઉપાય છે. સંકલ્પને દબાવી દેવો મુશ્કેલ છે અને જયારે એને એકવાર દબાવી દેવામાં આવે છે ત્યારે સંકલ્પોની એક નવી શૃંખલા ઉત્પન્ન થાય છે, જે મનને આક્રમણનો શિકાર બનાવી દે છે. કોઈ સ્થિર વસ્તુમાં ચિત્તને લગાડો. તમે મનને રોકવામાં સફળ થશો. મનમાં સંકલ્પોને એકત્ર કરો. આત્મામાં હરિનું સતત ધ્યાન કરો, જે શ્યામ રંગના છે તથા જે ગળામાં કીમતી હાર ધારણ કરે છે તેમ જ ભુજાઓ, કાન અને મસ્તકને આભૂષણોથી અલંકૃત કરે છે.
જયારે વિષય તમને વ્યથિત કરે, સંમોહિત કરે ત્યારે વિચાર, વિવેક અને સાત્ત્વિક બુદ્ધિનો સદા ઉપયોગ કરો. ઈન્દ્રિયોને ભ્રમમાં પાડનારો અહંકાર, જે મન ઉપર છવાઈ જાય છે. તે જયારે વિવેક દ્વારા નષ્ટ થઈ જાય છે ત્યારે ઝાંઝવાના જળની જેમ અન્ય ભ્રાંતિજનક પદાર્થોમાં પ્રવેરા કરી જાય છે. જ્યાં સુધી જ્ઞાનમાં તમે સ્થિર ન થાઓ ત્યાં સુધી વારંવાર વિવેકનો આશ્રય લો. ખરેખર વિદ્યાની શકિત મહાન છે.
જ્યારે તમારા વિખરાયેલા સંકલ્પોને એકત્રિત કરવામાં આવશે અને તમે શાંત અવસ્થામાં આવશો ત્યારે સ્વચ્છ જળમાં ચમકતા સૂર્ય સમાન શાશ્વત તથા આનંદમય આત્મા ચમકી ઊઠશે. ધન, સ્ત્રી કે ભોગમાં શાંતિ નથી રહેતી. જયારે મન કામનાહીન થઈ જાય છે ત્યારે આત્મા ચમકી ઊઠે છે અને શાશ્વત આનંદ અને શાંતિની વર્ષા કરે છે, તો પછી તમે બહારના વિષયોમાં વ્યર્થ સુખ । માટે કેમ ભટકો છો ? પોતાની જ અંદર તેને શોધો. પોતાના આનંદ માટે સત, ચિત અને આનંદનું અમૃત આત્મામાં શોધો.
પ્રતિભાવો