ઈન્દ્રિયસંયમ અને અસ્વાદવ્રત । GP-12. ‘ઈન્દ્રિય સંયમ’ | ગાયત્રી વિદ્યા
September 21, 2022 Leave a comment
ઈન્દ્રિયસંયમ અને અસ્વાદવ્રત । GP-12. ‘ઈન્દ્રિય સંયમ’ | ગાયત્રી વિદ્યા
અસ્વાદનો અર્થ છે સ્વાદના ગુલામ ન હોવું. અસ્વાદનો અર્થ એ નથી કે આપણે સંસારના ભોગ્ય પદાર્થોનું સેવન ન કરીએ કે ષસોનું પાન ન કરીએ કે આત્માની રસજ્ઞાનની શકિતને ખોઈ નાખીએ. અસ્વાદવ્રત તો એમ કહે છે કે શરીરના પોષણ, સ્વાસ્થ્ય તથા રક્ષણ માટે જે જે પદાર્થોની આવશ્યકતા હોય એમનું સેવન અવશ્ય કરો, પરંતુ કેવળ જીભના ચટાકા પૂરા કરવા કહીએ તો તેના કોઈ વસ્તુનું સેવન ન કરો. બીજા સ્પષ્ટ શબ્દોમાં ગુલામ ન બનતાં એના પર આપણું વર્ચસ્વ કાયમ રાખો. એવા રહો કે એ તમારા આદેશ પર ચાલે. એવું ન થાય કે તમે · એના ગુલામ બની જાવ. વિનોબાજીના સુંદર શબ્દોમાં “જીભની સ્થિતિ ચમચી જેવી થઈ જવી જોઇએ. ચમચીથી ચાહે હલવો પીરસો, ચાહે દાળભાત, એને એનું કોઈ સુખદુ:ખ હોતું નથી.”
હનુમાનજીના ભકતોએ ઘણીવાર કથા સાંભળી હશે કે એક વખત વિભીષણ ભગવાન રામ પાસે આવ્યા અને કહેવા લાગ્યા, ‘“પ્રભુ ! લૌકિક તથા પારલૌકિક સફળતાનું સાધન કયું ?’ ભગવાને કહ્યું, “આ તો બહુ સરળ પ્રશ્ન છે. આ તો તમારે હનુમાનજીને જ પૂછી લેવું જોઈતું હતું.’’ એમ કહીને એમને હનુમાનજી પાસે મોકલ્યા, વિભીષણે જયારે હનુમાનજીની પાસે જઈને પૂછ્યું તો એમણે કોઇ જવાબ આપ્યો નહીં, પરંતુ પોતાના હાથથી પોતાની જીભ પકડીને બેસી ગયા. વિભીષણે ઘણીવાર પૂછવા છતાં હનુમાનજી કંઈ ન બોલ્યા ત્યારે વિભીષણ નારાજ થઈને ભગવાન પાસે ફરીવાર ગયા અને બોલ્યા કે ‘“ભગવાન, તમે મને કયાં મોકલી દીધો ?’’ ભગવાન કહે કે “શું હનુમાનજીએ તમારા પ્રશ્નનો ઉત્તર ન આપ્યો ?’’ વિભીષણે કહ્યું, ન “પ્રભુ ! એ શું ઉત્તર આપે ? મેં એમને ઘણીવાર પૂછ્યું પણ કંઈ જવાબ આપવાના બદલે પોતાના હાથથી પોતાની જીભ પકડીને બેસી ગયા. ભગવાન બોલ્યા, “વિભીષણ, હનુમાનજીએ બધું કહી તો દીધું, વધુ શું કહે ? તમારા પ્રશ્નનો કેવળ આ જ ઉત્તર છે કે પોતાની જીભને વશમાં રાખો. આ જ લૌકિક અને પારલૌકિક સફળતાનું સૌથી સુંદર સાધન છે.’’
શ્રી મહાદેવ ગોવિંદ રાનડેના જીવનની એક ઘટના આ અસ્વાદવ્રતને ખરા રૂપમાં સમજવામાં ઘણી મદદરૂપ થશે. કહે છે કે એક દિવસ કોઈ મિત્રે થોડીક સરસ કેરીઓ ભેટમાં મોકલી. એમની ચતુર પત્નીએ ધોઈ, ઠંડી કરી, કાપીને એક રકાબીમાં એમની સામે મૂકી. રાનડેએ એમાંથી એક બે ટુકડા ખાઈને કેરીની પ્રશંસા કરતાં એ રકાબી પોતાની પત્નીને પાછી આપી અને કહ્યું કે આ તમે ખાજો અને બાળકોને આપજો. પત્નીએ ઉત્તર આપ્યો કે બાળકો માટે તો બીજી કેરી છે, તો રાનડે કહે કે નોકરોને આપી દેજો. પત્ની કહે કે નોકરો માટે પણ બીજી કેરી છે. તમે બધી ખાઈ જાઓ. આમ છતાં જયારે રાનડે કેરી ખાવા તૈયાર ન થયા ત્યારે પત્નીએ પૂછયું કે શું કેરી સારી નથી ? રાનડે કહે કે કેરી તો મીઠી અને સ્વાદિષ્ટ છે. મેં મારા જીવનમાં આ પહેલાં આટલી સ્વાદિષ્ટ કેરી કદી ખાધી નથી. પાછું પત્નીએ પૂછ્યું કે તમારી તબિયત તો સારી છે ને ? રાનડે બોલ્યા કે મારું સ્વાસ્થ્ય આજે છે એટલું સારું અગાઉ કદી હતું જ નહીં. ત્યારે પત્નીએ કહ્યું કે, ‘‘તમે તો અજબ વાત કરો છો. કેરીને સ્વાદિષ્ટ કહો છો, સ્વાસ્થ્ય સુંદર છે એમ કહો છો અને તો પણ કહો છો કે હવે નહીં ખાઉં ? રાનડે હસ્યા અને બોલ્યા કે કેરી બહુ સુંદર અને સ્વાદિષ્ટ છે, એટલે હવે વધુ નહીં ખાઉં. આવું હું કેમ કરું છું એનું કારણ સાંભળો. વાત એમ છે કે નાનપણમાં જયારે હું મુંબઈમાં ભણતો હતો ત્યારે મારા પાડોશમાં એક મહિલા રહેતી હતી. તે પહેલાં એક ધનવાન પરિવારની સદસ્ય હતી, પરંતુ ભાગ્યચક્રથી એની પાસે ત્યારે ધન ન હતું, પરંતુ એટલી આવક હતી કે એ અને એનો પુત્ર સારી રીતે ખાઈ શકે અને પોતાનો નિર્વાહ કરી શકે. એ મહિલા બહુ દુ:ખી રહેતી અને લગભગ રોજ રડ્યા કરતી. એક દિવસ મેં જઇને એને એના દુ:ખનું કારણ પૂછ્યું તો એણે પોતાનો પહેલાંનો વૈભવ બતાવતાં કહ્યું કે મારા દુ: ખનું કારણ જીભની સ્વાદલોલુપતા છે. મનને બહુ સમજાવું છું, છતાં પણ દુઃખી રહું છું. જે જમાનામાં હું સ્વાદિષ્ટ પદાર્થ ખાતી હતી ત્યારે ઘણું ખરું બીમાર રહેતી હતી, દવાઓની દાસી બની ગઈ હતી. હવે જ્યારે એ પદાર્થો નથી મળતા ત્યારે બિલકુલ સ્વસ્થ રહું છું. કોઈ દવા લેવી નથી પડતી. મનને બહુ સમજાવું છું કે હવે વિવિધ પ્રકારનાં શાક, અથાણાં, મુરબ્બા, સૂંઠ, ચટણી, રાયતાં, મીઠાઈઓ અને પકવાનોના દિવસો ગયા. હવે એ યાદ કરવાથી કોઈ ફાયદો નથી, પણ જીભ માનતી જ નથી. મારો પુત્ર લૂખુંસૂકું ખાઈને પેટ ભરી લે છે અને આનંદમાં રહે છે, કેમ કે એણે એ દિવસો જોયા નથી. એ જીભનો ગુલામ નથી થયો, પરંતુ બેત્રણ શાક બનાવ્યા વિના મારું તો પેટ જ ભરાતું નથી. રાનડેએ કહ્યું કે જયારથી તેમણે એ મહિલાની વાત સાંભળી અને એની એ દશા જોઇ ત્યારથી તેમણે એ નિયમ બનાવી લીધો કે જીભ જે પદાર્થ પસંદ કરે એ બહુ ઓછો ખાવો. જીભના વશમાં ન થવું. કેરી જીભને બહુ સારી લાગી, એટલે હવે વધારે નહીં ખાઉં.
કોઈ વસ્તુ ખાતા પહેલાં પોતાની જાતને પ્રશ્ન કરો કે જે તે સમયે એ વસ્તુ ખાવી આપને માટે આવશ્યક છે કે નહીં અથવા એ વસ્તુ ખાધા વિના તમે રહી શકો છો કે નહીં. જો ઉત્તર મળે કે નથી રહી શકતા તો અવશ્ય ખાઓ, બાકી નહીં.
આ સાધના અપનાવવામાં તમને શારીરિક, આર્થિક કે સામાજિક કોઈ પ્રકારનું નુકસાન નહીં થાય. એનાથી ઊલટું ત્રણે બાજુથી તમને લાભ જ થરો. ભોગ અને સ્વાદનો આનંદ તો પશુ પણ લે છે અને તમને પણ આનંદ લેતાં લેતાં ન જાણે કેટલોય સમય વીતી ગયો. હવે ત્યાગ અને અસ્વાદનો આનંદ પણ માણો.
જો કોઈ વખતે તમને આ કલ્યાણનો માર્ગ અપનાવવાની ઇચ્છા જાગે તો સર્વપ્રથમ ભોજનમાંથી રવો, મેંદો, બેસન વગેરેથી બનેલી વસ્તુઓનો ત્યાગ કરી દો. જો તમને પારમાર્થિક અને ધાર્મિક જીવનમાં વધુ રુચિ ન હોય, તો પણ આ બાબત અપનાવવાથી તમારા સ્વાસ્થ્યને બહુ લાભ થશે. ભણેલીગણેલી વ્યકિતઓમાં આજકાલ જેટલા રોગ છે એ બધા પાછળ ભોજનમાં ઉપરોકત વસ્તુઓની પ્રધાનતા જ મુખ્ય કારણ છે.
અસ્વાદ વ્રત દ્વારા જો તમે પ્રયાસ કર્યો અને નિરંતર અભ્યાસ કરતા રહેશો, તો તમે અવશ્ય બુદ્ધિયોગ દ્વારા જ્ઞાન, ભકિત કે કર્મ કશાથી પણ યોગ કરીને સાચું સુખ અને શાંતિ મેળવશો તેના કરતાં પોતાના વાસ્તવિક સત્યં, શિવમ, સુંદરમ સ્વરૂપને વધુ પામી શકશો.
પ્રતિભાવો