પરમાર્થ અને સેવાભાવના । GP-14. ‘પરમાર્થ અને સ્વાર્થનો સમન્વય’ | ગાયત્રી વિદ્યા
October 7, 2022 Leave a comment
પરમાર્થ અને સેવાભાવના । GP-14. ‘પરમાર્થ અને સ્વાર્થનો સમન્વય’ | ગાયત્રી વિદ્યા
પરમાર્થનાં આમ તો અનેક રૂપ છે, પરંતુ એક સામાન્ય મનુષ્ય માટે એનું સુલભ રૂપ પરસેવા જ છે. દુઃખ કે અભાવથી ઘેરાયેલ વ્યક્તિને કોઈ પણ રૂપમાં સહાયતા કરવાથી એના સંકટનું નિવારણ થવાની સાથે જ આપણને આત્મસંતોષ પણ મળે છે. આથી આત્મિક બળની વૃદ્ધિ થાય છે અને મનુષ્ય વધુ અગત્યનાં કાર્યો કરવામાં સમર્થ બને છે.
લોકસેવાના ત્રણ પ્રકાર છે : (૧) પરોક્ષ સેવા (૨) પ્રત્યક્ષ સેવા (૩) સહ સેવા. પરોક્ષ સેવા તે છે, જે પોતાનો કાર્યક્રમ નિર્દોષ, નિષ્પાપ તથા લોકહિતકારી રાખતાં રાખતાં જીવન વ્યતીત કરે. પ્રત્યક્ષ સેવા એ કહેવાય છે, જેમાં જીવનનું મુખ્ય કાર્ય સાર્વજનિક કાર્યોમાં લાગેલા રહેવું તે છે. સહસેવા તે છે, જેમાં મનુષ્ય પોતાનો બચેલો સમય બીજાની સહાયતામાં લગાવે છે અથવા જરૂર પડતાં પોતાના દૈનિક કાર્યમાંથી પરહિત માટે સમય કાઢે છે.
જે વેપા૨ી અભક્ષ્ય, ભેળસેળિયા, નકલી, વાસી તથા હલકી ચીજો વેચતો નથી, પરંતુ ઉપયોગી વસ્તુ વેચી જનતાના અભાવની પૂર્તિ કરે છે, તોલમાપમાં પ્રમાણિકતા અને ભાવમાં ઈમાનદારી રાખે છે તે વ્યાપારી પરોક્ષ લોકસેવી છે. જો કે તે પોતાના વેપારને વ્યક્તિગત લાભની રીતે જ ચલાવે છે, પરંતુ એ પણ ધ્યાનમાં રાખે છે કે આ કાર્ય બીજાને પણ ઉપયોગી હોય. આવા વ્યવસાયથી વેપારી પોતે એટલો બધો લાભ મેળવી શકતો નથી, જેટલો બેઈમાન દુકાનદાર મેળવી લે છે, છતાં પણ ચોક્કસરૂપથી એની ઈમાનદારી એક પ્રકારની લોકસેવા જ છે. આ રીતે કોઈ પણ કિસાન, મજૂર, વકીલ, વૈદ્ય, સરકારી કર્મચારી, કારીગર, અધ્યાપક કે વૈજ્ઞાનિક ઈમાનદારીથી પોતાનું કર્તવ્યપાલન કરી અનીતિથી ધનસંચય કરવાનો લાભ ત્યાગી પરોક્ષ લોકસેવાના પુણ્યનો ભાગીદાર બની શકે છે.
વર્તમાન સમાજમાં પ્રત્યક્ષ સેવાની ઘણી જ જરૂર છે, કારણ કે વર્તમાન સામાજિક વ્યવસ્થામાં ઊંચનીચ, ધનવાન-નિર્ધન, શાસક-શાસિત, શિક્ષિત-અશિક્ષિત, કિસાન-જમીનદાર તથા શેઠ-મજૂર વચ્ચે ઘણી મોટી ખાઈ પડેલી છે. સરકારી તંત્ર પણ કમજોર છે, તેથી તે નિર્બળ તથા પછાત લોકો અને આપત્તિગ્રસ્તોની વધુ સહાયતા કરી શકતું નથી. આવી દશામાં કમજો૨ને મદદ કરી એની તકલીફ દૂર કરવા અને ઊંચા ઉઠાવવા માટે સાર્વજનિક કાર્યકર્તા ન હોય તો પીડિતોનાં કષ્ટોનું ઠેકાણું ના રહેત. કેટલાંય ઉદાહરણ છે કે દયાળુ, ભાવનાશીલ તથા સ્વાર્થત્યાગી મનુષ્યો પોતાનો આરામ અને લોભ ત્યાગી સાર્વજનિક આંદોલનો, સંસ્થાઓ તથા સેવાકેન્દ્રોનું સંચાલન કરતાં ગુજારા માટે અનાયાસે જે મળે છે તેમાં જીવનયાત્રા ચલાવતા રહે છે. આ વર્ગને લોકસેવક ન કહેતાં લોકસૈનિક કહેવા તે યોગ્ય છે. સૈનિક પોતાનો બધો જ સમય રાષ્ટ્રરક્ષામાં ગાળે છે અને પ્રાણત્યાગ કરવા માટે હરહંમેશ તૈયાર રહે છે. આવી સ્થિતિ લોકસૈનિકોની હોય છે.
ત્રીજો સહસેવક છે. તે પોતાનું કાર્ય ઈમાનદારી અને સમાજહિતનું ધ્યાન રાખતાં રાખતાં કરે છે. સાથે સાથે સાર્વજનિક કાર્યો માટે થોડોક સમય કાઢે છે. ઉપયોગી સંસ્થાઓના કાર્યમાં સાથ આપવો, સદ્ગુણોની વૃદ્ધિમાં સહાય કરવી. સત્કાર્યોમાં પ્રોત્સાહન આપવા પ્રયત્નશીલ રહેવું સહસેવકોને ઘણું જ ગમતું હોય છે. પોતાની જીવનચર્યા ચલાવવા માટેતે કમાય છે. સાથે સાથે સેવાના અવસરોને પણ હાથમાંથી જવા દેતો નથી. કોઈવિશેષ આવશ્યક સેવા ઊભી થઈ જાય તો પોતાનું કામ છોડીને પણ એને પૂરી કરે છે.
પરોક્ષ સેવક બનવાની દરેક નાગરિક પાસેથી આશા રાખવામાં આવે છે. જે બેઈમાની, બદમાશી અને અનીતિના આધારે કમાય છે તે કાયદાની પકડમાં અને જનતાની ધૃણાથી બચતો હોવા છતાં પણ પાપી અને લોકધાતી છે. એનો વૈભવ ગમે તેટલો હોય, ખુશામતખોરોથી તે ગમે તેટલો ઘેરાયેલો હોય, પણ તે આત્મહત્યારો તથા ધર્મદ્રોહી હોવાના કારણે ઈશ્વરના દરબારમાં અપરાધી જ ગણાશે. ધર્મનો, આત્માનો દરેક વ્યક્તિને પોકાર છે કે તે પુણ્યપથ પર આગેવાની ના લઈ શકે, તો ઓછામાં ઓછું ઈમાનદાર નાગરિક, ચારિત્ર્યવાન મનુષ્ય અને પરોક્ષ લોકસેવક તો અવશ્ય બને જ. આ મર્યાદાથી નીચે જતાં તો માણસાઈના ઉત્તરદાયિત્વથી પણ નીચે ઊતરી જાય છે.
લોકસૈનિકોએ પોતાનો કૌટુંબિક ભાર ઓછામાં ઓછો રાખવો જોઈએ. આથી વ્યક્તિ વિવાહિત હોય તો હવે સંતાન પેદા કરવાનું બંધ કરી દે. આશ્રિતો માટે કોઈ એવો આધાર બની શકે, જેનાથી તેઓ તેની સહાયતાની અપેક્ષા રાખે નહિ તો ઘણું સારું રહે. આશ્રિતોની આર્થિક જવાબદારીથી લદાયેલ મનુષ્ય મોટે ભાગે ઈમાનદારીથી, પૂરી શક્તિથી, પૂરી લગનથી સાર્વજનિક સેવા કરી શકતો નથી. પ્રાચીનકાળમાં વાનપ્રસ્થ અને સંન્યાસની વ્યવસ્થા એટલા માટે કરી હતી કે વ્યક્તિ એ સમય સુધી જરૂરી પ્રમાણમાં અનુભવ અને જ્ઞાન ભેગું કરી લે અને નાનાં બાળકોના ાલનપોષણના ભારથી નિવૃત્ત થઈ પોતાનો શેષ સમય સાર્વજનિક વામાં ગાળી શકે, પરંતુ હવે તો એ શૃંખલા પણ તૂટી ગઈ છે. ટલા માટે જ ગૃહસ્થોએ લોકસૈનિક, સાર્વજનિક કાર્યકર્તા બનવું ડે છે. આવી પરિસ્થિતિમાં તે કામચલાઉ વેતન લે તો તેમાં કંઈ ોટું નથી.
સહસેવકો માટે આકસ્મિક યા સ્વલ્પકાલીન સેવાઓ માટેનું તન લેવું નિષિદ્ધ છે. લોકો જો આવી નગણ્ય સેવાના બદલામાં તિફળની અપેક્ષા રાખવા લાગે તો આપ-લેની પ્રથા પડી જશે ને સેવાની ભાવના તથા પવિત્રતા પૂર્ણ રીતે નાશ પામશે.
કોઈને ત્યાં મૃત્યુ થતાં આડોશીપાડોશી કોઈ જ બદલો માગ્યા ાના મૃતકની અંત્યેષ્ટિ માટે સ્મશાને લઈ જાય છે. જો બદલો ઈ મડદાને લઈ જવાનો રિવાજ પડી જાય, તો આ જ અંત્યેષ્ટિ સ્કારમાં સહાયભૂત થવું એ પવિત્ર ધર્મકાર્ય છે તેવી ભાવના હેશે નહિ. લોકો મડદાંને લઈ જવાનો ધંધો કરવા લાગશે. આમ વાથી જેઓ પોતાના સ્વજનના મૃત્યુથી દુઃખી છે તેઓ વધુ શ્કેલીમાં મુકાશે. વિવાહ, લગ્ન, ખિન્નતા, મંદવાડ અને સીબતમાં લોકો કંઈ જ લીધા વિના એકબીજાની સહાયતા કરે . પર્વ, ઉત્સવ તથા મેળામાં આવનાર યાત્રિકોને માટે લોકો વાસમિતિઓ બનાવી પાણી વગેરેની વ્યવસ્થા કરે છે.પૂર,આગ ાગવી, ધરતીકંપ, દુષ્કાળ, મેળા વગેરેમાં સ્વયંસેવકો :ખીઓની સેવા કરે છે. સાર્વજનિક સંસ્થાના કાર્યકર્તાઓ મોટે ાગે માનદ્ જ હોય છે. ધાર્મિક કથા, કીર્તન, યજ્ઞ, પ્રચાર, રઘસ વગેરેમાં લોકો શ્રદ્ધાપૂર્વક પોતાનો સમય આપે છે. આ ધી બાબતો માટે જો વેતન, બદલો અથવા મજૂરી લેવાની પ્રથા ડી જાય તો એક સત્યાનાશી પરંપરા કાયમ થઈ જશે. પછી સેવા નામના પવિત્ર તત્ત્વને માટે માનવજીવનમાં કોઈ જ સ્થાન રહેશે નહિ.
આત્મિક સમૃદ્ધિઓમાં, દૈવી સંપદાઓમાં સેવા મોટામાં મોટી સંપદા છે. લોકો ભૌતિક ધન તથા ઐશ્વર્યને ભેગું કરવા દિનરાત ચિંતા અને પરિશ્રમ કરે છે, પરંતુ દુઃખની વાત છે કે આત્માની સાથે રહેનારી, જન્મજન્માંતરો સુધી સાથ આપનારી આત્મિક સંપત્તિ એવી સેવા તરફ ધ્યાન અપાતું નથી. જ્યાં સુધી સેવા ભાવનાનો જીવનમાં સમાવેશ કરવામાં નથી આવતો ત્યાં સુધી કોઈ વ્યક્તિ આત્મિક શક્તિ મેળવી શકતી નથી. પછી ભલે એ ગમે તેટલી ધનવાન અથવા હોદ્દેદાર કેમ ના હોય?
પ્રતિભાવો