ગાયત્રીનો તેરમો અક્ષર ‘સ્ય’ । GP-14. પરમાર્થ અને સ્વાર્થનો સમન્વય | ગાયત્રી વિદ્યા
October 7, 2022 Leave a comment
ગાયત્રીનો તેરમો અક્ષર ‘સ્ય’ । GP-14. પરમાર્થ અને સ્વાર્થનો સમન્વય | ગાયત્રી વિદ્યા
ગાયત્રી મહામંત્રનો તેરમો અક્ષર ‘સ્ય’ આપણને સ્વાર્થ અને પરમાર્થના સાચા સ્વરૂપનું શિક્ષણ આપે છે –
સ્પંદનં પરમાર્થસ્ય પરાર્થો બુધૈર્મતઃ । યોડન્યાન્ સુખયતે વિદ્વાન્ તસ્ય દુઃખં વિનશ્યતિ ॥
એટલે કે ‘લોકહિતમાં જ આપણો પરમ સ્વાર્થ છુપાયેલો છે. જે બીજાના સુખનું આયોજન કરે છે એનાં દુઃખ આપોઆપ નષ્ટ થઈ જાય છે.’
સંસારમાં આપણે ઘણા માણસોને ત્રણ પ્રકારનો વ્યવહાર કરતા જોઈએ છીએ : (૧) અનર્થ – બીજાને નુકસાન કરીને જ પોતાના મતલબને સિદ્ધ કરવો. (૨) સ્વાર્થ- વેપારી દષ્ટિથી બંને બાજુથી સ્વાર્થનું જ ધ્યાન કરવું. (૩) પરમાર્થ – પોતે નુકસાન વેઠીને પણ બીજા લોકોના, જનતાના હિતની જ વાત કરવી. જો કે આમાંથી પરમાર્થને લોકો સ્વાર્થથી અલગ સમજે છે, પરંતુ ગૂઢ દૃષ્ટિથી વિચાર કરતાં પરમાર્થમાં જ પોતાનો પરમ સ્વાર્થ સમાયેલો જણાય છે.
જે માણસ અનર્થમૂલક સ્વાર્થમાં જ પ્રવૃત્ત છે એટલે કે બીજાના નુકસાનમાં જ પોતાનો લાભ જુએ છે તે અસુર કહેવાય છે. જે લોકો બીજાને નુકસાન કર્યા સિવાય પોતાના સ્વાર્થ પર દૃષ્ટિ રાખે છે તેમને પશુ જેવી પ્રવૃત્તિ કરનારા સમજી શકાય છે, પરંતુ જે મનુષ્ય બીજાના હિતનું પણ ધ્યાન રાખે છે અને જરૂર પડે તો એના માટે પોતાના સ્વાર્થને પણ છોડી દે છે તે જ મનુષ્ય કહેવાને લાયક છે. આવા માણસોને આપણે દેવતા પણ કહી શકીએ છીએ.
દેવ એને કહેવાય છે, જે બીજાને પોતાના સહયોગ અને સેવાથી સુખી બનાવે છે. દેવ સ્વભાવનું અવલંબન લેનાર વ્યક્તિ પોતાના જીવનમાં સ્વર્ગીય સુખશાંતિનો પ્રત્યક્ષ અનુભવ કરી શકે છે. બીજાઓને અભાવગ્રસ્ત, દુઃખી, નિર્બળ તથા આપત્તિમાં ફસાયેલા જોઈને જેનો અંતરાત્મા વ્યથિત થઈ જાય છે, જે બીજાઓને સુખી અને સમુન્નત જોઈને પ્રસન્ન થાય છે . એવા દેવ સ્વભાવના મનુષ્યોને પરમાર્થી કહેવાય છે. તેઓ પોતાની શક્તિ અને યોગ્યતાને પોતાના મોજશોખ માટે ન ખર્ચતાં બીજાની સહાય કરવામાં જ ન ખર્ચેછે. આમ કરવાના કારણે તે ભૌતિક રીતે ઓછેવત્તે અંશે અસીમ આનંદ મેળવતા રહે છે.
પ્રતિભાવો