પરમાર્થ અને સ્વાર્થની એકતા । GP-14. ‘પરમાર્થ અને સ્વાર્થનો સમન્વય’ | ગાયત્રી વિદ્યા
October 7, 2022 Leave a comment
પરમાર્થ અને સ્વાર્થની એકતા । GP-14. ‘પરમાર્થ અને સ્વાર્થનો સમન્વય’ | ગાયત્રી વિદ્યા
સંભવ છે કે અહીં સુધીના વિવેચનથી અનેક વાચકો એવી મૂંઝવણમાં પડી ગયા હશે કે તે કોને સ્વાર્થ સમજે અને કોને ૫૨માર્થ ? જો કે મનુષ્યમાં સ્વાર્થની ભાવના પ્રાકૃતિક અને સ્વાભાવિક છે, તો શું ‘પરમાર્થ’ શબ્દ કોરી કલ્પના છે ? અમે પહેલાં જ બતાવી ગયા છીએ કે મનુષ્ય મુખ્યત્વે સ્વાર્થી જ છે અને એવું હોવું જરૂરી પણ છે. મનુષ્યમાં જો સ્વાર્થ,આત્મરક્ષા અને આત્મવિકાસની ભાવના ન હોય તો એનું અસ્તિત્વ ટકી શકવું મુશ્કેલ છે,પરંતુ સાથે સાથે એ પણ સ્વીકારવું જોઈએ કે ઉચ્ચ સભ્યતા અને સંસ્કૃતિની ગોદમાં ઊછરેલા મનુષ્યમાં પરમાર્થની ભાવના પણ વત્તેઓછે અંશે જરૂર મળી આવે છે. પુત્રપ્રેમ, પતિપ્રેમ, બંધુપ્રેમ, દેશપ્રેમ વગેરે શબ્દો કેવળ કલ્પના માત્ર નથી. કોઈ અજાણી દીન વ્યક્તિનાં કષ્ટ જોઈ અનેક માણસો દ્રવીભૂત થઈ જાય છે, તે કંઈ દેખાડા પૂરતી વાત નથી. આપણે નિઃસ્વાર્થભાવે જ એની સેવા કરીએ છીએ.
આપણા દેશના હજારો માણસો પરોપકાર માટે સર્વસ્વ ત્યાગી ચૂક્યા છે. ગરીબો અને અનાથોની સેવા માટે અનેક લોકો પોતાના ધનભંડાર ખાલી કરીને પોતે ગરીબ બની ચૂક્યા છે. અતિ પ્રાચીન કથાઓને જવા દઈએ, તો આજે પણ એવા માણસો થયા છે, જેમણે કરોડોની સંપત્તિ પોતાની મરજીથી દેશના ઉદ્ધાર માટે સમર્પિત કરી દીધી. અમે એ જ બતાવવા માગીએછીએ કે એવો સ્વાર્થ, જે આપણું પ્રત્યક્ષ નુકસાન કરીને પણ બીજાને લાભ પહોંચાડે તે પરમાર્થ કહેવાય છે. એવો સ્વાર્થ, જેનાથી અનેક લોકોનું હિત સાધી શકાય છે, બીજાને પણ શ્રેષ્ઠ કાર્ય કરવાનું પ્રોત્સાહન મળે છે અને કરનારને પોતાને પણ આત્મોન્નતિનો લાભ મળે છે, તે ખરેખર પરમાર્થ છે.
પ્રતિભાવો