પરમાર્થનો માર્ગ અને તેના સહાયક । GP-14. પરમાર્થ અને સ્વાર્થનો સમન્વય |ગાયત્રી વિદ્યા
October 7, 2022 Leave a comment
પરમાર્થનો માર્ગ અને તેના સહાયક । GP-14. પરમાર્થ અને સ્વાર્થનો સમન્વય |ગાયત્રી વિદ્યા
પરમાર્થનો માર્ગ પરોપકાર, દીન અને નિર્બળોની સેવા તથા આધ્યાત્મિક વિષયોની ઉન્નતિમાં છે. એની વૃદ્ધિ માટે આપણે સત્સંગ, આત્મનિરીક્ષણ, નિયમપાલન તથા દેઢ વિશ્વાસની પ્રવૃત્તિઓને વધારવી જોઈએ.
સત્સંગ, માનસિક ઉન્નતિનું સર્વપ્રથમ સાધન છે. સત્સંગથી જ મનુષ્યને ભલાબૂરા, લાભકારક કે નુકસાનકારક, ઉત્કૃષ્ટ અને નિકૃષ્ટની ઓળખ થાય છે. એટલા માટે સત્સંગના નિયમનો ભંગ ન કરવો જોઈએ. અમર, વિદ્વાન અને ત્યાગી પુરુષોનો સમાગમ દરરોજ ન થઈ શકે તો એવા મહાપુરુષોના વિચારોને એમણે રચેલા ગ્રંથોમાં વાંચવા જોઈએ. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી એના માટે એક ચોક્કસ સમય નક્કી કરી લેવો જોઈએ અને એ સમયે વિશેષરૂપે પવિત્ર થઈ કોઈ ઉપદેશાત્મક ધર્મગ્રંથનું ધ્યાનપૂર્વક અધ્યયન કરવું જોઈએ. આ રીતે સ્વાધ્યાય કરવાથી મન પર દૃઢ પ્રભાવ પડે છે.
આત્મનિરીક્ષણ માટે બીજા લોકોના ગુણો પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. સત્સંગ અને સ્વાધ્યાયથી આપણે આપણી ખામીઓને જાણી શકીએ છીએ. આપણામાં કેટલા અને કેવા દોષ છે તે પણ જાણી શકીએ છીએ. આપણે પણ બીજાના ગુણોને જોઈને એમનું અનુકરણ કરી શકીએ છીએ અને દોષોને છોડી તેમના સ્થાને ગુણો ગ્રહણ કરી શકીએ છીએ. આપણે એ વાત ઉપર પણ વિચાર કરવો જોઈએ કે આપણા દોષોના કારણે કોઈને નુકસાન તો નથી થઈ રહ્યુંને ? કોઈના હૃદયને આઘાત તો નથી લાગતો ને ? આ પ્રકારની ભાવનાથી આપણું કલ્યાણ થવાની સાથે સાથે બીજાનું હિત પણ થાય છે અને આપણે પરમાર્થના માર્ગેઆગળ વધી શકીશું. ગોસ્વામી તુલસીદાસ કહે છે કે,
ખલ અઘ અગુન સાધુ ગુનગાહા । ઉભય અપાર ઉદધિ અવગાહ॥ તેહિ તે ગુણ ઔર દોષ બખાને । સંગ્રહ ત્યાગ ન બિનુ પહિચાને॥
મનુષ્યનું કર્તવ્ય છે કે સત્સંગ કરી ગુણ અને દોષોને ઓળખે અને પ્રયત્નપૂર્વક ગુણોને ગ્રહણ કરે તથા અવગુણોને દૂર ફેંકી દે. પ્રાચીન અને અર્વાચીન બધા યુગના મહાન પુરુષો આ નીતિથી વિશ્વવંદ્ય પદવીને મેળવી શક્યા હતા. જે વાચકોએ મહાત્મા ગાંધીની આત્મકથા વાંચી છે તેઓ જાણે છે કે મહાત્માજી પોતાના આરંભિક જીવનથી જ દોષો અને પાપો તરફ કેટલા સજાગ અને જાગૃત રહેતા હતા અને કેવા પ્રયત્નોથી તેમણે પોતાની ખામીઓને દૂર કરી હતી. આ રીતે ગોસ્વામી તુલસીદાસજીની રચનાઓથી જણાય છે કે તેઓ અહંકાર અને મોહથી બચવા માટે હંમેશાં આત્મનિરીક્ષણ કરતા હતા. વળી, પોતાના દોષોની કડક આલોચના પણ કરતા હતા.
પોતાના નિયમ પર દૃઢ રહેવું તે પ્રત્યેક કાર્યની પૂર્ણતા માટે પરમ આવશ્યક છે. એનાથી શરીર અને મન નિયંત્રણમાં રહે છે અનેસહનશક્તિની વૃદ્ધિ થાય છે. મનુષ્યનું મન ઘણું જ ચંચળ છે. સત્સંગ અને આત્મનિરીક્ષણના પ્રભાવથી એટલો સમય સંયમિત થઈ જવા છતાં પણ હંમેશાં સુમાર્ગ પર ચાલશે કે નહિ તેની કોઈ જ ગેરંટી નથી. જેવું અનુકૂળ વાતાવ૨ણ મળી જાય કે તરત જ તે કૂદાકૂદ કરવા માંડે છે. એના પર નિયમપાલનનો પ્રતિબંધ એટલા માટે જ રાખવો જરૂરી છે. જ્યારે પણ પરિસ્થિતિવશ નિયમનો ભંગ થઈ જાય ત્યારે તેના બદલામાં કંઈક પ્રાયશ્ચિત્ત કરી લેવું પણ જરૂરી છે. આ રીતના નિરંતર અભ્યાસથી મન વશ થઈ પરમાર્થ પર ચાલવા લાગશે. જે લોકો થોડીક સાધના કરવાથી પોતાને પૂર્ણ માની લે છે તે ક્યારેય સફળ નથી થઈ શકતા. ગીતામાં કહ્યું છે કે
અજ્ઞાશ્ચાશ્રદ્ધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ । નાયં લોકડસ્તિ ન પરો ન સુખં સંશયાત્મનઃ ॥
જે લોકો નિશ્ચલ, દૃઢ ભાવનાથી સાધના કરે છેતેમના જ મનોરથ સફળ થઈ શકે છે. જેનું મન સંશયમાં પડી રહે છે તે ક્યારેય પાર પહોંચી શકતો નથી, વચમાં જ ડૂબી જાય છે.
પરમાર્થના ઉદ્દેશ્યમાં પૂર્ણ વિશ્વાસ જ સાધકને આગળ વધારે છે. વિશ્વાસમાં કમી રહેવાના કારણે પણ સફળતા પ્રાપ્ત થવી અસંભવ લાગે છે. વિશ્વાસની દૃઢતાથી મન અને આત્માનું બળ વધે છે અને મનુષ્ય વિઘ્નો અને મુશ્કેલીઓનો સામનો કરી આગળ વધતો જાય છે. સંકટોથી તે ક્યારેય ભયભીત થતો નથી, જ્યાં સુધી લક્ષ્યને પ્રાપ્ત કરતો નથી ત્યાં સુધી તે પોતાની ગતિને ધીમી કરતો નથી.
પ્રતિભાવો