પરમાર્થ જ સાચો વૈરાગ્ય છે । GP-14. ‘પરમાર્થ અને સ્વાર્થનો સમન્વય’ | ગાયત્રી વિદ્યા

પરમાર્થ જ સાચો વૈરાગ્ય છે । GP-14. ‘પરમાર્થ અને સ્વાર્થનો સમન્વય’ | ગાયત્રી વિદ્યા

આપણે ત્યાં વૈરાગ્યનો મહિમા મોટો છે. મનુષ્ય જ્યાં સુધી સંસાર અને સાંસારિક પદાર્થોના રાગ-મોહમાં ફસાયેલો રહે છે ત્યાં સુધી આત્મોત્કર્ષની સંભાવના હોતી નથી. આથી પ્રાચીનકાળના મહાપુરુષો સંપત્તિની આકાંક્ષા અને મમતાને પતનકારી બતાવી ગયા છે, પરંતુ અનેક લોકો એનો ખોટો અર્થ સમજી કેવળ લંગોટી પહેરી જંગલ અથવા પહાડ પર જઈ બેસવાને વૈરાગ્ય માનવા લાગ્યા છે. આવા પ્રકારના અજ્ઞાનજન્ય ત્યાગથી કોઈ વિશેષ લાભ મળતો નથી. ત્યાગ અને વૈરાગ્ય ફક્ત પદાર્થો છોડી દેવાથી સાર્થક થતાં નથી, પરંતુ એમનો સદુપયોગ કરીને બીજાને લાભ પહોંચાડવાનો જ તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

સંસારની વસ્તુઓમાં માલિકીનોવિચાર રાખવાથી એનો દુરુપયોગ થાય છે અને સંસારના સમસ્ત પદાર્થોને ઈશ્વરની માલિકી સમજી એના ખજાનચી બની કાર્ય કરવાથી સામગ્રીનો ઉપયોગ ધર્મ, ન્યાય અનેસુખનાં કાર્યોમાં થાય છે. સાંસારિક વસ્તુઓ પ્રત્યે વૈરાગ્ય રાખવું એ એમનો યોગ્ય ઉપયોગ કરવાની કળા શીખવા માટે છે, પરંતુ આજે તો કર્તવ્યત્યાગીને જ વૈરાગી કહેવાની પ્રથા પડી ગઈ છે.

વૈરાગ્યનું સમગ્ર રહસ્ય નિષ્કામ કર્મયોગમાં છુપાયેલું છે. માનવજાતિનું મહાન દર્શનશાસ્ત્ર ગીતા નિષ્કામ કર્મયોગ પર જ વધુમાં વધુ ભાર મૂકે છે. સંસારમાં આપણે કેવા પ્રકારનો વ્યવહાર કરવો જોઈએ એનું જ્ઞાન મેળવવા માટે આપણે ગીતાકારનો ભાવાર્થ સારી રીતે સમજવાની કોશિશ કરવી જોઈએ. નિષ્કામકર્મ અને કર્મયોગ એ બે શબ્દ છે. નિષ્કામનો અર્થ અળગા રહેવું, ભળવું નહિ, નિર્લેપ રહેવું એવો છે. કર્મયોગનું તાત્પર્ય કર્તવ્યધર્મનું પાલન કરવા સંબંધી છે. જીવનો ધર્મ એ છે કે તે વિકાસના નિમિત્તે અહંભાવને ફેલાવે. પોતાની આત્મીયતા બીજા સુધી પહોંચાડે. પોતાના સ્વાર્થને બીજાના સ્વાર્થ સાથે જોડવાના કાર્યને વિસ્તારતો જાય. આ આધ્યાત્મિક ઉન્નતિ જો વાસ્તવિક હોય તો તે વ્યક્તિ પોતાની શક્તિનો વધુમાં વધુ અંશ બીજાની સેવામાં ખર્ચે છે અને ઓછામાં ઓછો પોતાના માટે રાખેછે. એટલે કે તે સેવાધર્મ અપનાવી લે છે અને પરોપકારમાં રત રહે છે. એનો દૃષ્ટિકોણ સંકુચિત સ્વાર્થ પૂરો કરવાનો નથી હોતો, પરંતુ ઉદારતા સહિત પરમાર્થ માટે હોય છે. જે જેટલો પરમાર્થચિંતક છે, તે તેટલો જ મોટો મહાત્મા કહેવાશે.

આપણા પૂર્વજ ઋષિમુનિઓને સારી રીતે સમજવામાં લોકો ઘણી ભૂલ કરે છે. એમની દૃષ્ટિ એટલી જ પહોંચે છે કે ઋષિમુનિઓ નગરોથી દૂર જંગલમાં રહેતા હતા અને ફળફૂલ ખાઈ, વલ્કલવસ્ત્ર પહેરી જીવન વ્યતીત કરતા હતા. આજકાલના નામધારી સાધુ તથા કહેવાતા વૈરાગીઓ પોતાની જરૂરિયાતો તો ઘટાડે છે, પરંતુ બચેલી શક્તિને પરમાર્થમાં વાપરતા નથી. તેઓ દંભ, આળસ, પ્રમાદ અને ધૂર્તતા અપનાવી લે છે. એટલે એમનું જીવન સામાન્ય ગૃહસ્થથી પણ નીચી કક્ષાનું બની જાય છે. આ જ કારણે સાધુના વેશમાં ભિખારીઓને ગલીઓમાં કૂતરાની જેમ ભટકતા આપણે જોઈએ છીએ. ઋષિમુનિઓના જીવન પર ગંભીરતાપૂર્વક દષ્ટિપાત કરવામાં આવે તો એમની સાચી આત્મોન્નતિનુંપ્રમાણ પ્રત્યક્ષ મળી રહે છે. જંગલમાં જઈને, લૂખુંપાખું ખાઈને, નાગાપૂંગા અજગરની જેમ પડી રહેતા નહોતા, પરંતુ ત્યાં જઈને જનસાધારણની સેવા માટે વધુમાં વધુ કામ કરતા હતા. યોગી દ્રોણાચાર્યે શસ્ત્રવિદ્યામાં સ્વયં પૂર્ણતા મેળવી અને યોગ્યતા ધરાવનાર અનેકને તે વિદ્યામાં પારંગત બનાવ્યા. યોગી ચરકે ચિકિત્સાશાસ્ત્રની ઉત્કૃષ્ટ શોધ કરી. યોગી સુશ્રુતે વાઢકાપ વિદ્યા (સર્જરી)ની શોધ કરી. પાણિનિએ વ્યાકરણશાસ્ત્ર રચ્યું, આર્યભટ્ટે ખગોળવિદ્યાના મર્મોની શોધ કરીને જ્યોતિષશાસ્ત્ર રચ્યું. યોગી વશિષ્ઠે પોતાના ઉપદેશોથી રામ જેવા રાજકુમારોને મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ બનાવી દીધા. યોગી પરશુરામે પોતાના પ્રચંડ બાહુબળથી પૃથ્વીને અત્યાચારીઓના રક્તથી રંગી દીધી. યોગી નારદનું પ્રચારકાર્ય એટલું પ્રબળ હતું કે તે એક ઘડી (૨૪ મિનિટ) કરતાં વધુ સમય એક સ્થાન પર રહેતા ન હતા. વિશ્વામિત્રે નવી જ સૃષ્ટિ વસાવી. યોગી વ્યાસે અઢાર મહાપુરાણ રચ્યાં, જેમાં ગીતા જેવાં અનેક રત્નો છુપાઈ રહેલાં છે. યોગીરાજ કૃષ્ણે મહાભારત જેવો સંગ્રામ રચ્યો. યોગીનું જીવન ક્યારેય એવું જણાયું નથી કે જે લોકસેવાના મહાન કાર્ય સાથે સંકળાયેલું ન હોય. આત્મશક્તિની ઉન્નતિ માટે તેઓ યોગાભ્યાસ પણ કરતા હતા, પરંતુ એ એવી રીતે કરતા કે જેમ પ્રાતઃકાળે વધુ કામ કરવાની શક્તિ મેળવવા માટે આપણે નિદ્રા લઈએ અથવા કુસ્તી લડવા માટે, બળ વધારવા માટે દૂધ પીએ છીએ. તેઓ ક્તિગત રહેણીકરણી એટલા માટે કરકસરવાળી રાખતા કે જેથી વ્યક્તિગત કાર્યો માટે ઓછો સમય પરિશ્રમ કરવો પડે અને અધિકાંશ શક્તિનો ઉપયોગ લોકસેવા અથવા પરમાર્થ નિમિત્તે થઈ શકે. આપણા ઋષિમહાત્માઓ સ્ત્રીપુરુષોનો ત્યાગ કરી દેતા હતા તે માન્યતા પણ ખોટી છે. સત્ય તો એ છે કે ભાગ્યે જ કોઈ ઋષિ એવા હશે કે જેમણે અવિવાહિત જીવન વિતાવ્યું હોય. પુરાણો સાક્ષી છે કે બધા જ ઋષિઓને પત્નીઓ અને બાળકો હતાં. શંકર જેવા યોગેશ્વરે બે વાર લગ્ન કર્યાં અને એમને સંતાનો પણ હતાં.

ઋષિઓના જીવન પર થોડો પ્રકાશ એટલા માટે પાડવામાં આવ્યો છે કે નક્લ કરનાર લોકો પૂરી વાત સમજે અને ત્યાર પછી એનું અનુકરણ કરે. બાળબચ્ચાંને ભટકતાં છોડી દઈ કાયરતાપૂર્વક ર્તવ્યધર્મની અવહેલના કરીને ઘરનો ત્યાગ કરી ભાગી જવું અને ભગવાનનુંભજન કરવાની જૂદી આત્મવંચનાનાબાનેભીખના ટુકડા ખાઈ અકર્મણ્યતાપૂર્વક જીવવું એ ન તો યોગ છે કે ન સંન્યાસ, ન તો સ્વાર્થ છે કે ન પરમાર્થ ! આ એક પ્રકારની આત્મહત્યા છે. અલ્પ શિક્ષિત વ્યક્તિ સ્વાર્થી ‘‘કાન ફૂંકનાર’” ગુરુઓના કહેવામાં આવી જઈ પોતાના બહુમૂલ્ય જીવનની આળસ અને પ્રમાદની વૃત્તિઓ દ્વારા નિર્દયતાપૂર્વક હત્યા કરી દેછે. આમ જોવા જઈએ તો આજે પણ થોડા ઘણા સાચા મહાત્મા આવા સાધુવેશધારીઓમાં મળી શકેછે, જેસ્વાર્થની સરખામણીમાં પરમાર્થને મહત્ત્વ આપેછે, જેઓ અહંકારના નશાના ચક્કરમાં ન પડતાં નમ્રતા અને સેવાનો પરિચય આપે છે. આવા મહાપુરુષોમાં કણાદ અને કપિલ જેવા પૂજનીય છે. અમારો વિરોધ તો એવા ભિખારીઓ માટેછે કેજે વૈરાગ્યના પવિત્ર નામને કલંકિત કરી પ્રમાદની ઉપાસના કરે છે અને જનસાધારણના મનમાં ખોટી ધારણા પેદા કરે છે કે વૈરાગી તે જ છે, જે ઘરબાર છોડી દિશાશૂન્ય બની ભટક્તા ફરેછે. આમ ભજનની જૂઠી આત્મવંચના કરતાં કરતાંસ્વાર્થી જીવન વિતાવે છે.

જીવનવિકાસ માટે અહંભાવ વિસ્તારવો જરૂરી છે. પરમાર્થમાં સ્વાર્થને જોડતાં, પોતાના માટે ઓછું અને બીજા માટે વધારેની ઉદાર વૃત્તિને અપનાવતા જવું એ જ બસ એક જીવનો ધર્મ છે. ધર્મનાં બધાં જ અંગઉપાંગ આ પરિભાષાની અંતર્ગત આવી જાય છે. ત્યાગ, સહાનુભૂતિ, પ્રેમ, દયા, ઉદારતા વગેરે સવૃત્તિઓ વિકાસધર્મનાં કિરણો છે. સંપૂર્ણ ધર્મશાસ્ત્ર આ એક જ બિંદુની આસપાસ એવી રીતે ઘૂમે છે કે જેમ ધ્રુવની ચારે તરફ અન્ય નક્ષત્રો ઘૂમે છે. આપ સંસારથી વિરક્ત રહો, પરંતુ પ્રાણીઓને આત્મતુલ્ય સમજી તેમની સેવાના માર્ગપર આગળ વધતા જાઓ. સ્ત્રી, પુત્ર તથા કુટુંબીઓના શરીરને નાશવંત સમજો, પરંતુ એમના જીવનની ઉન્નતિ માટે ભરપૂર સહાય કરો. એમની જરૂરી સગવડતાઓનું ધ્યાન એ રીતે રાખો, જે રીતે પોતાની સગવડતાઓનું રાખો છો. આ રીતે આત્મપ્રસારના વર્તુળને ક્રમશઃ વધારતા જાવ. જે સુખ મેળવવાની ઈચ્છા આપણા માટે કરીએ છીએ તેવી ઈચ્છા બીજા માટે પણ કરો. સહૃદય માતા ઘરમાં બનાવેલ ખીર, મિષ્ટાન્ન વગેરે પ્રથમ બાળકોને ખવડાવે છે. તે પછી જે વધેલું હોય તે પોતે ખાય છે. આપ જ્યારે વિકાસધર્મનું પાલન કરશો તો એવી જ ઉદાર અને સહૃદય માતા બની જશો. વિશ્વનાં અન્ય પ્રાણીઓ આપનાં બાળક હશે. આપનો બધો જ વૈભવ અલ્પ બુદ્ધિવાળાં, અલ્પ શક્તિવાળાં તથા અલ્પ વૈભવવાળાં પ્રાણીઓના કામમાં આવશે, ત્યાર પછી કંઈક બચેલું ભૌતિક સુખ આપ આપને માટે ઈચ્છશો. ખીર, મિષ્ટાન્ન વગેરે ખાઈને પ્રસન્ન થયેલાં બાળકોના પ્રફુલ્લ ચહેરા જોઈ માતાનું હૃદય આનંદથી ભરાઈ જાય છે. અશક્ત પ્રાણીઓની સેવામાં આપણા વૈભવનો ત્યાગ કરી દીધા પછી આપના અંતઃકરણમાં પણ આનંદની લહેરો ઊમટવા લાગશે.

નશ્વર સંસારનો ઉપદેશ છે કે વૈરાગી બનો. વૈરાગીનો અર્થ છે સંસારના પદાર્થોની નશ્વરતાને સમજીને એનો ઉપયોગ વિકાસધર્મની પૂર્તિને માટે પરમાર્થમાં કરવો. સ્વાર્થને, લોભને તથા તૃષ્ણાને ઓછાં કરીને પરમાર્થના વિચાર અને કાર્યોમાં નિરંતર લાગેલા રહેવું એ જ સાચો વૈરાગ્ય છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: