ગાયત્રી મહાવિજ્ઞાનની ભૂમિકા, ગાયત્રી મહાવિજ્ઞાન બીજો ભાગ

ગાયત્રી ના વિષયમાં અમારા પ્રાચીન ગ્રંથોમાં સુવિસ્તૃત વર્ણન કરેલું છે. અનેક ગ્રંથોમાં ગાયત્રીનું વિવેચન, ઇતિહાસ, વિવરણ, સાધન તથા માહત્મ્ય ના વિષયમાં ઘણું જ સારું લખેલું છે. ગત વીસ વર્ષોમાં ગાયત્રી સંબંધી શોધ માટે અમે આશરે બે હજાર ગ્રંથ વાંચ્યા છે. એમાંથી અમુક પ્રકરણ તો ઘણાંજ ગૂઢ છે જેને સમજવા આ માર્ગ ના જાણકારો માટે જ શક્ય છે, પરંતુ આમ જાણકારો માટે પણ આ સાહિત્ય નો ઉપયોગ એટલે સારો છે કે એને વાંચવા અને સમજવાની ઉપયોગિતા ઓછી નથી.

ગાયત્રી વિદ્યાનું સવિશેષ પ્રાચીન સાહિત્યનું સંકરણ આ પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે. અર્થાત્ અમારા સંકલિત સાહિત્યના અંશ માત્ર જ છે, છતાં પણ આનાથી એટલું તો જાણવા મળે જ છે ગાયત્રી વિદ્યાનું મહત્વ કેટલું વધારે છે. સારા સંજોગો ઉભા થશે તો બીજા સાહિત્ય પણ પ્રકાશિત કરીશું.

ગાયત્રી મંત્ર એકલો જ એટલો સારગર્ભિત છે કે તેને સમજવામાં ઘણાં જન્મો લાગી શકે છે. સાથે સાથે એના ગર્ભમાં એ બધા તત્ત્વજ્ઞાન ભરેલા છે, કે જેની વ્યાખ્યા માટે વેદ, શાસ્ત્ર, પુરાણ, ઇતિહાસ, દર્શન, ઉપનિષદ, બ્રાહ્મણ, આરણ્યક, સ્મૃતિ, નીતિ, સંહિતા તથા સૂત્ર ગ્રંથની રચના કરેલી છે. આ પુસ્તકમાં વર્ણન કરેલા ગાયત્રી વિશેના લઘુ સંગ્રહો થી વાંચનાર એટલું તો અનુમાન લગાવી શકે છે. ગાયત્રી વિદ્યા કેટલી શક્તિમાન છે.

આ પુસ્તકના પ્રથમ ભાગમાં ગાયત્રી સંબંધી આવશ્યક જાણકારી તથા સર્વસાધારણ લોકો માટે ઉપયોગી સાધન-વિધાનનો વિસ્તારપૂર્વક ઉલ્લેખ કરી ચૂક્યા છીએ, જો કોઈપણ વાત સમજી ના શકાય તો પત્ર દ્વારા પૂછી શકાય છે. વામમાર્ગી તાંત્રિક સાધનાઓ માટે પૂછવું નિરર્થક છે, કારમે આ વિદ્વાન કેવળ સુપરીક્ષીત, અધિકારી તથા ઉપયુક્ત મનોદશાવાળા લોકો માટે જ સીમિત તથા સુરક્ષિત છે.

અમારો દૃઢ વિશ્વાસ છે કે મનુષ્ય માટે ગાયત્રી થી વધારે કોઈ તત્ત્વજ્ઞાન તથા જીવનક્રમ ના હોઈ શકે. આ મહાવિદ્યા ના પ્રચાર માટે આ પુસ્તક સહાયક સિદ્ધ થશે, એ અમારો વિશ્વાસ છે.

શ્રી શ્રીરામ શર્મા આચાર્યજી

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: