ગાયોનું સંરક્ષણ-સમયની મહત્ત્વની જરૂરિયાત

ગાયોનું સંરક્ષણ-સમયની મહત્ત્વની જરૂરિયાત

બળતણ પણ ખોરાક જેટલું જ જરૂરી છે. અનાજની અછત વખતે શાક્ભાજી ઉગાડવા અને તેના પર નિર્ભર રહેવાની ટેવ પાડવી પડે છે. પરંતુ તેને રાંધવું તો પડશે, ઉકાળવું પડશે. દૂધ, ચા, ગરમ કરવા માટે પણ બળતણની જરૂર પડે જ છે. તેથી તેને પણ ખોરાક જેટલું જ મહત્ત્વ આપવામાં આવે છે.

દેશમાં ગરીબાઈ જોતાં મોંધું બળતણ તો ઉપયોગમાં લઈ નહીં શકાય. દરેક ઘરોમાં વીજળી અથવા તો ગેસથી ખાવાનું રાંધી શકાય એટલું તો એનું ઉત્પાદન પણ નથી, અને ન તો ગ્રાહકોની એવી આર્થિક સ્થિતિ છે કે તેઓ વધારે કિંમત આપીને મેળવી શકે. કેરોસીન કે પથ્થરિયો કોલસો બળતણ માટે કામ આવે છે. પરંતુ ગામડાઓમાં અને દેશનાં કેટલાંય છૂટાછવાયાં ગામોમાં, દરેક ખૂણે એ પહોંચાડી શકાતું નથી. અને તેમ છતાં એ એટલા પૂરતા જથ્થામાં મળી શકતું નથી કે દરેક જણની આવશ્યકતાની પૂર્તિ કરી શકાય.

– આવી પરિસ્થિતિમાં બળતણની જરૂરિયાત પૂરી કરવા માટે ઘણા ખરા લોકો લાકડાં અને છાણાં પર આધાર રાખે છે. મોટાં શહેરોમાં લાકડાંનું બળતણ વેપારીઓ પાસેથી મળી રહે છે. પરંતુ ગામડાના લોકો તેને નજીકનાં જંગલોમાંથી મેળવે છે. ખાનગી ધોરણે બળતણ માટે ઝાડ ઉગાડનાર તો કોઈક જ વ્યક્તિ હોય છે. લગભગ, તો એ સરકારી જંગલોમાંથી જ મેળવી શકાય છે. તેને ઘણા લોકો તો વનવિભાગમાંથી ખરીદી લે છે, પરંતુ લગભગ તો આ જરૂરિયાતની પૂર્તિ ચોરી-છૂપીથી ઝડ કાપીને જ કરવામાં આવે છે. જ્યારે આ રીતની વ્યવસ્થા પણ નથી થતી તો છાણમાંથી છાણાં બનાવીને બળતણ તરીકે વપરાય છે. આ રીતે કોઈને કોઈ પ્રકારે ચૂલા સળગાવવામાં આવે છે.

જંગલો ઝડપથી કપાઈ અને ઘટી રહ્યાં છે. વાયુ પ્રદૂષણનું નિરાકરણ કરવાનું સાધન જ વૃક્ષો છે. તે કાર્બન શ્વાસમાં લે છે અને ઑક્સિજન છોડે છે. શ્વાસ લેવા માટે ચોખ્ખી હવા ત્યારે જ મળી શકે છે જ્યારે હરિયાળી પૂરતા પ્રમાણમાં હોય જો જંગલો કપાવા અને ઘટવા માંડ્યા તો વાયુની અશુદ્ધિ વધતી જશે. વૃક્ષો કપાવાથી વાયુની અશુદ્ધિ ઘટશે નહીં ઉપરથી વધશે. અશુદ્ધ વાયુમાં શ્વાસ લેવો એટલે ઝેરી ખોરાક ખાવો અને વિષાક્ત પાણી પીવું જંગલોનો વિનાશ એટલે સીધા અર્થમાં સાર્વજનિક સ્વાસ્થ્યની બરબાદી સાર્વજનિક એટલે કહી શકાશે કે અનાજની જેમ વાયુ દરેક વ્યક્તિ પોત-પોતાના માટે સાચવીને નથી રાખી શકતી. એના વ્યાપક ભંડારમાંથી દરેક અમીર કે ગરીબ શ્વાસ લે છે. તળાવનું પાણી ઝેરી હોવાથી તેમાં પાળવામાં આવતી બધી જ માછલીઓ મુશ્કેલીમાં મૂકાઈ જાય છે. વાયુના પ્રદૂષણથી દરેકનું સ્વાસ્થ્ય બગડે છે. આપણા દેશમાં મુખ્ય જરૂરિયાત કરતાં કેટલીય ઓછી સંખ્યામાં જંગલો બચ્યાં છે. જો એ પણ આવી રીતે કપાતાં રહ્યાં તો એનું ભયંકર પરિણામ દરેક રીતે ભોગવવું પડશે. જેમાં વાયુ પ્રદૂષણને કારણે દરેક મનુષ્યની સ્વાસ્થ્યની બરબાદી મુખ્ય છે.

વૃક્ષો આકાશમાંથી વાદળોને ખેંચીને ધરતી પર વરસાવે છે. જે વિસ્તારોમાં વૃક્ષોનો નાશ કરવામાં આવે છે ત્યાં વરસાદ પડતો નથી. ત્યાં દુકાળ પડે છે અને જમીન રણ જેવી સૂકી થતી જાય છે. ઝાડનાં મૂળિયાં ફળદ્રુપ જમીનના પડને મજબૂત રીતે પકડી રાખે છે અને ફળદ્રુપતા કાયમ રહે છે. સાથે જ જમીનમાં ભેજ રહેવાથી છોડ, વૃક્ષનું પોષણ પણ કરે છે. વરસાદનું પાણી જમીન ધીમે ધીમે શોષી લે છે તેથી રેલ પણ નથી આવતી. નહીં તો વરસાદ આવતાં જ પાણી સીધું નદીમાં વહી જાય છે અને નદીઓમાં પૂર આવે છે. આજુબાજુના વિસ્તારોને ડૂબાડી દે છે અને તેની સાથે માટી ધસડી જાય છે, આનાથી નદીની ઊંડાઈ ઘટી જવાથી પૂર આવવાનો ક્રમ વધી જાય છે. ખેતરોની ફળદ્રુપતા ઘટી જાય છે. છેવટે ખેતરો રેતાળ, ખાાં અને નકામાં થઈ જાય છે. આમ આપણે ઈમારતી કામોમાં ખાસ કરીને બળતણની જરૂરિયાત પૂરી કરતા જંગલોના વિનાશનો શાપ આમંત્રિત કરીએ છીએ.

છાણમાંથી છાણાં બનાવીને બાળવાં એ પણ આ રીતનું હાનિકારક પગલું જ છે. જે છાણમાંથી ખાતર બનાવીને અનાજ વધારે ઉગાડવા અને ખાતરનો પ્રશ્ન હલ કરવા માટે લાભકારક બનાવી શકાય છે, તેને જો બળતણના કામમાં લેવામાં આવે તો પછી સમજી લેવું જોઇએ કે અનાજ બાળીને બળતણ ની જરુરિયાત પુરી કરવામા આવી છે.

બીજા દેશોમાં બળતણ માટેના બીજા કેટલાય ઉપાયો પૂરતા પ્રમાણમાં મળી આવે છે. ત્યાં વીજળી, કોલસા, તેલનું ઉત્પાદન પણ ખૂબ જ વધ્યું છે, પરંતુ ભારત તો એ ક્ષેત્રે પણ હજુ પછાત જ રહ્યું છે. અહીં આ બધી વસ્તુનું ઉત્પાદન બહુ જ ઓછું છે. ગેસના ઉત્પાદનમાં પણ ભારત બીજા સમર્થ દેશોની તુલનામાં ઘણું જ પછાત છે. જેટલા પ્રમાણમાં ઉત્પાદન થાય છે એનો મોટો હિસ્સો શહેરોમાં અને કસબાઓમાં જ ખપી જાય છે. બાકી બે તૃતીયાંશ ભારત તો નાનાં ગામડાંઓમાં વહેંચાયેલું છે, ત્યાં સુધી તો આવનજાવનની સવલત ન હોવાથી આ બધાં ઉત્પાદનો પહોંચાડી જ શકાતાં નથી. ત્યારબાદ એ ખરીદવા માટે રોકડા નાણાં પણ જોઈએ, એની પણ ખોટ પડતી હોય છે. પરિણામે સરળતાથી મળતા છાણાં લાકડા પર જ આધાર રાખવો પડે છે. એટલા પર પણ ભારતીય રીત-રિવાજ પ્રમાણે રોટલી અને ચપાટી બનાવવાનો રિવાજ છે. ઘણીખરી રસોઈ આ પ્રકારે જ બને છે. એમાં બળતણ પણ ખૂબ વપરાય છે.

આવી દશામાં એક જ ઉપાય બાકી રહે છે, તે એ કે ‘ગોબર ગેસ’ના નાના મોટા પ્લાન્ટ બનાવવામાં આવે તેમાંથી નીકળતા ગેસ વડે રસોડાની જરૂરિયાત પૂરી થઈ શકે છે. સાથેસાથે વપરાશ ઉપરાંત બાકી રહેલું ગોબર નકામું નથી જતું, ઊલટાનું વધારે ફ્ળદ્રુપ બને છે. ચીન દેશે પોતાની બળતણની સમસ્યા આ આધારે જ પૂરી કરી છે.

માલસામાનની હેરફેરથી માંડીને ખેતર ખેડવાનાં નાનાં કામોમાં પણ શક્તિની જરૂર પડે છે. એને ટ્રેક્ટરો વડે પૂરી કરવાની વાત વિચારાઈ રહી છે. રેલ્વે, મોટરો વગેરે તો વહન કરવા સુધીનું જ કામ કરી શકે છે, પરંતુ ખેતર ખેડવાનું, કૂવામાંથી પાણી કાઢવાનું પાણી સિંચવાનું કામ કરવામાં તો બળતણ જ કામ આવે છે. ગૌસંવર્ધનનો લાભ ફક્ત દૂધ મેળવવા જ નથી કરાતો પરંતુ વાછરડાઓના ઉત્પાદનથી ઉર્જાની અનન્ય આવશ્યકતાની પૂર્તિ પણ થઈ શકે છે, જે મશીનો નથી કરી શકતાં.

ભારતમાં ખેતી માટે જેટલા બળદોની જરૂરિયાત છે તેના કરતાં અડધા જ જોવા મળે છે. આ કારણથી જ જમીનનો એક મોટો ભાગ ખેડ્યા વગર અને સિંચાઈ કર્યા વગરનો રહી જાય છે.

ખેતીના સંદર્ભમાં ભારવહન માટે આઠ કરોડ બળદોની જરૂર છે. એની જગ્યાએ ૬૭ લાખ ટ્રેકટરોની જરૂર પડશે જ્યારે દેશમાં એટલા લાખ ટ્રેકટરો મળી શકે એમ નથી.

ગૌવંશ ઉપર કુપોષણની સમસ્યાના સમાધાનનો આધાર રહેલો છે અને ખેતીના ઉત્પાદનની વૃદ્ધિ પણ અનાજ અને દૂધ માટે અપણે બધી જ રીતે ગાય ઉપર નિર્ભર છીએ. તેની અવગણના કરીને ન તો સ્વાસ્થ્યનું સમતોલન જાળવી શકાશે અને ન તો નાનાં નાનાં ખેતરોમાં થતી ખેતી માટે વાવણી અને સિંચાઈ જેવી મૂળભૂત જરૂરિયાતો પૂ. થઈ શકશે.

માલની હેરાફેરીનું કામ ગામડાની ખેતીના વ્યવસાય માટે અતિ આવશ્યક કાર્ય છે. બળદો વડે એ કામ પણ સહેલાઈથી થઈ શકે છે. ભેંસ તો એમાંથી એક પણ કામ નહીં કરી શકે, તેમની ઝડપ અને ક્ષમતા બહુ જ ઓછી હોય છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: