ખેતીપ્રધાન ભારત તથા ગૌપાલન

ખેતીપ્રધાન ભારત તથા ગૌપાલન

પશુઓએ માનવીની પ્રગતિમાં મહત્ત્વપૂર્ણ સહયોગ આપ્યો છે. અનાજ, કપડાં, આવનજાવન તથા બીજી અનેક સગવડો માટે મનુષ્યએ પશુઓનો સારો લીધો છે. અલગ-અલગ દેશોએ હવાપાણી અનુસાર પ્રાણીઓનો ઉપયોગ કર્યો છે. આરબવાસીઓએ જેવી રીતે ઊંટને પોતાનું હવાઈજહાજ માન્યું છે એવી જ રીતે ભારતવાસીઓ ગાયને પોતાની મા સમાન માને છે અને એની પૂજા કરે છે. ગાય આપણી સભ્યતાના મેરુદંડ સમાન છે. આપણી આર્થિક વ્યવસ્થાના આધારરૂપ રહી છે.

ભારત ખેતીપ્રધાન દેશ છે. આપણી અર્થવ્યવસ્થા આજે પણ ખેતી પર નિર્ભર છે. સોમાંથી બ્યાંસી વ્યક્તિઓ પ્રત્યક્ષ અથવા પરોક્ષરૂપે ખેતીના વ્યવસાય પર જ નિર્ભર છે. આપણે આપણી અર્થવ્યવસ્થાના આધારે જોઈએ તો આ પ્રશ્ન આપણી સામે ઉપસ્થિત થાય છે કે ભારતીય ખેતીની પ્રગતિની કઈ દિશા હોઈ શકે ? આખા વિશ્વની ખેતીલાયક જમીનનો ચૌદમો ભાગ આપણી પાસે છે જ્યારે એ ખેતી પર અવલંબિત જનસંખ્યા વિશ્વની સમગ્ર જનસંખ્યાનો પાંચમો ભાગ છે. આ હકીકતથી સ્પષ્ટ થઈ જાય છે કે આપણા દેશમાં વિસ્તૃત ખેતી નહીં થઈ શકે, ગહન ખેતી થઈ શકે છે. ગહન ખેતીનો અર્થ છે, ઓછી જમીનમાં વધારે પાક લેવો થોડી જમીનમાં અધિક પાક લેવા માટે ખાતરની જરૂરિયાત હોય છે, એની પૂર્તિ ગૌપાલન અને સંવર્ધનથી જ શક્ય થઈ શકે છે.

સમગ્ર દેશના ગ્રામીણ પરિવારોમાંનાં અધિકાંશ પરિવારો એવાં છે કે જેઓની પાસે એક એકરથી પણ ઓછી જમીન છે. આ પ્રકારનાં પરિવારો, જે આપણી જનસંખ્યાનો બહુ જ મોટો હિસ્સો છે,જો ગૌપાલનને આપણી ખેતીના સાયક ઉદ્યોગના રૂપમાં અપનાવવામાં આવે તો એ લોકોની આર્થિક સમૃદ્ધિ નક્કી જ છે.

ભારતીય ખેડૂત વર્ષના બાર મહિનાઓમાંથી આઠ મહિના જ ખેતી કરે છે. બાકીના ચાર મહિના બેકાર જ બેસી રહે છે. કેટલાક મોટા ખેડૂતોને બાદ કરતાં બીજા સામાન્ય ખેડૂતોની આર્થિક સ્થિતિ ઠીક ન રહેવાનું આ એક કારણ છે. આ ચાર મહિનાઓમાં એ પોતાની આર્થિક સ્થિતિ મજબૂત કરવામાં લાગી જાય. પોતાના ઘર પાસે એક સુંદર ગૌશાળા બનાવે અને પોતાની શક્તિ અનુસાર ગાયો રાખે. અડધા ખેતરમાં એ લોકોને ખવડાવવા માટે ધાસ અથવા ચારો વાવે અને અડધા ખેતરમાં શાકભાજી ઉગાડે. થોડા જ દિવસોમાં એ લોકોને ખવડાવવા માટે પૂરતો ધાસચારો એમાંથી ઉગવા માંડશે આ પ્રકારે આખા ઘર માટે શુદ્ધ તાજા અને સ્વાસ્થ્યવર્ધક દૂધ અને ઘી જ નહીં મળે, પરંતુ દૂધ વેચીને એ પૈસા પણ મેળવી શકશે અને દેશમાં દૂધ-ધીનું ઉત્પાદન પણ વધશે.

ભેંસની જગ્યાએ ગાયને પ્રાધાન્ય આપવું આવશ્યક છે. ભેંસનું દૂધ બધા જ પચાવી નથી શક્તા ભેંસ પાળવાનું સાધારણ ખેડૂતનું ગજું નથી હોતું. ગાય પાળવી સાધારણ ખેડૂત માટે સુગમ પણ હોય છે. એક ભેંસ ગાય કરતાં ચાર ગણું ધાસ અને ખડ ખાય છે.

ગાયોની સંખ્યા ભેંસથી પણ વધારે છે છતાં એને બદલે ભેંસને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. ગાયો ઉપેક્ષાનો શિકાર બની રહી છે. ગાયની જાતિની આ અવગણના જ આપણી આર્થિક વ્યવસ્થાને હચમચાવી નાખે છે. ગાયના દૂધ આપવાના આધારે એને જે ખોરાક આપવામાં આવે છે તે પૂરતો નથી. એનામાં સંવેદનાશકિત હોય છે. ગાયની સેવા, લાડ તથા એની સારસંભાળ પર તેના દૂધના પ્રમાણનો આધાર રહેલો છે.

કેટલાય પશ્ચિમના દેશોએ આ સત્ય હકીક્તને જાણીને તેનો લાભ ઉઠાવ્યો છે. તે લોકો ગાયની જાતિમાં સુધારો લાવવા પર પણ ધ્યાન રાખે છે. સંયુક્ત રાજ્ય અમેરિકા, સ્વીડન તથા ડેનમાર્કમાં ગાયોની દૂધ આપવાની ક્ષમતા આશ્ચર્યજનક છે. એક સામાન્ય ગાય એક સમયે વીસ કિલો દૂધ આપે છે. આટલું બધું દૂધ દોહવા માટે મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. આ મશીનો વડે દિવસમાં બે કે ત્રણ વખત દૂધ દોહવાય છે. આ રીતે એક સામાન્ય ગાય દિવસમાં ત્રીસથી ચાળીસ કિલો દૂધ આપે છે. વિશિષ્ટ ગાયોનું તો શું કહેવું ?

એનું પરિણામ છે કે ન્યુઝીલૅન્ડમાં દરરોજ દરેક વ્યકિત એક ક્લિો સાતસો ગ્રામ, ઓસ્ટ્રેલિયામાં એક કિલો ચારસો ગ્રામ, નોર્વેમાં એક કિલો ત્રણસો પચાસ ગ્રામ, ડેનમાર્કમાં સવા કિલો, ઈંગ્લૅન્ડમાં એક કિલો બસો પચ્ચીસ ગ્રામ, કેનેડા, જર્મની, હોલેન્ડ તથા બેલ્જિયમમાં એક કિલો બેલ્જિયમમાં એક કિલો પંચોતેર ગ્રામ, સંયુક્ત રાજ્ય અમેરિકામાં એક કિલો પચ્ચીસ ગ્રામ, ફ્રાંસમાં નવસો પચ્ચીસ ગ્રામ, સ્વિટ્ઝર્લૅન્ડમાં નવસો પચ્ચીસ ગ્રામ તથા પોલેન્ડમાં સાતસો ગ્રામ ગાયનું દૂધ વપરાતું થયું છે. કેટલીક વ્યક્તિ તો આથી વધારે પ્રમાણમાં ગાયનું દૂધ પીએ છે. આ ત્યારે શક્ય બન્યું છે, જ્યારે કે એ લોકોએ ગાયોને વધારે દૂધ આપી શવા યોગ્ય બનાવી છે, એની એવી જ દેખભાળ કરી છે. ભેંસનું દૂધ આ રીતે વધારી જ નથી શકાતું, આ જ કાણથી એ લોકો ભેંસ પાળવાનું પસંદ નથી કરતા.

આપણા દેશવાસીઓનું આ જ કમનસીબ છે કે આપણે ગાયને બદલે ભેંસને વધારે મહત્ત્વ આપીએ છીએ. આપણાં ધર્મશાસ્ત્રો તથા સંસ્કૃતિમાં ગાયને ખૂબ જ મહત્ત્વ આપ્યું છે. પરંતુ આ ઉપેક્ષાને લીધે તથા આર્થિક બાબતને ભૂલી જવાથી એને માંસ અને ચામડાંને માટે કાપી નાંખવામાં આવે છે. જો એનું મહત્ત્વ દૂધ, ઘી, છાણ વગેરે પાર્થોને લીધે હોત તો આજે આ સ્થિતિ જ ન આવત.

ખેતી એક એવો વ્યવસાય છે જેમાં નિશ્ચિતતા નથી. આપણી ખેતીને અર્થશાસ્ત્રીઓએ જુગાર જેવી માની છે. ખેડૂતનું પોતાનું ઊંટ કેવી રીતે કઈ દિશામાં બેસશે, એ કહી શકાતું નથી. જ્યાં સુધી પાક વાઈને ઘરમાં ન આવે ત્યાં સુધી કાચા તાંતણે બંધાયેલી તલવાર એના માથે લટકતી હોય છે. કાનો વરસાદ, ઝાકળ જેવા જરા અમસ્તા ધાથી એના સ્વથા દેશની સમૃદ્ધિનો મહેલ તૂટી શકે છે. કાનો વરસાદ, ઝાકળ જેવા જરા અમસ્તા ધાથી એના સ્વથા દેશની સમૃદ્ધિનો મહેલ તૂટી શકે છે.

જ્યારે ભારત દેશમાં આખા વર્ષમાં ફક્ત સાડાત્રણ મહિના જ વરસાદ પડે છે. એનું પ્રમાણ તથા સમય બિલકુલ અનિયમિત હોય છે. પાકને પાણી જોઈતું હોય ત્યારે વરસાદ પડે જ નહીં અને જ્યારે પાણી ન જોઈતું હોય ત્યારે મૂશળધાર વરસાદ પડે ; આવી જ અનિયમિતતા હોય છે. એવી જ રીતે કરાનું અને ઝાળનું કોઈ જ ઠેકાણું નથી હોતું. આ અનિશ્ચિત ભવિષ્યમાં ખેડૂતને માટે જો કોઈ સારો શોધવા જઈએ તો ક્ત એ એક જ છે કે તે ગાયની વૃદ્ધિ કરવાના કાર્યને પોતાનો પૂરક વ્યવસાય બનાવી દે જ્યારે પણ કોઈ વખત કુદરતનો કોપ તેના ઉપર ઊતરે તો ગાય-માતા તેને સહાય કરશે. તેને માટે જ નીં, આખા દેશને માટે ભોજનસામગ્રીની જે સમસ્યા તે વખતે ઉપસ્થિત થશે.

તો એનું નિરાકરણ પણ પોતાના દૂધ વડે કરી દેશે. આપણા દેશમાં પણ હવે મશીનોનો પ્રચાર વધ્યો છે અને રાસાયણિક ખાતરનો ઉપયોગ પણ વધ્યો છે. એનો અર્થ એવો નથી કે હવે બળદોની અને ગાયોની જરૂર જ નથી. જો એવું હોત તો બળદો અને ગાયોની કિંમત આટલી બધી વધી ન હોત આપણાં નાનાં નાનાં ખેતરોમાં મશીનો કામ નથી કરી શક્યાં. મશીનોનો ઉપયોગ ફક્ત ૧૨% મોટા ખેડૂતો જ કરી શકે છે. બાકી, નાના ખેડૂતો જે કુલ ખેડૂતોના ૭૨% છે તથા એ લોકોની પાસે દેશની કુલ ખેતીલાયક જમીન ૬૫% જ બાકી છે તથા ૩૮% ખેતરમાં કામ કરતો મજૂર જેની પાસે આખા દેશની પાંચ ટકા જ જમીન છે, એ બિચારા આ મશીનોથી કેવી રીતે કામ કરી શકશે. મશીન માટે ડીઝલ જોઈએ, જે એ લોકોના ખેતરમાં ઊગતું નથી અને એ છાણ પણ આપતું નથી કે જે તેમનાં ખેતરોમાં ખાતરનું કામ આપે. તેના માટે તો બળદો જ યોગ્ય છે.

ખેતી સાથે ગાય પાળવા માટે બીજો કોઈ વધારાનો ખર્ચ કરવો પડતો નથી. ખેતરમાં કાપણી વખતે જે ડૂંડા-ક્સસલાં ઉખાડવામાં આવે છે એને ધોઈને એનાં ડૂંડા કાપીને ગાયોને અને બળદોને ખવડાવવામાં આવે તો ઘાસચારાની બચત થાય છે. મૂળાનાં પાકાં પાન, સખત પાકેલા મૂળા સરગવાનાં પાન, શેરડીનાં પાન, શક્કરિયા કંદની વધારાની વેલ વગેરે ગાયો બહુ જ પ્રસન્નતાથી ખાઈને ઉત્તમ દૂધ તો આપે જ છે, અને એને છાણના ઉત્તમ ખાતરમાં બદલી નાંખે છે. એવી કુદરતી દેન જેવી જીવતી જાગતી મશીનને રાખવી સરળ અને સુગમ છે.

વિશ્વમાં સૌથી વધુ પશુઓ ભારતમાં જ છે પરંતુ ઉત્પાદનની દૃષ્ટિએ ભારત સૌથી પાછળ છે. આપણાં આ પ્રાણીઓ કેટલું દૂધ આપે છે એનું અનુમાન તો એનાથી જ લગાવી શકાય છે કે ભારતમાં દરેક વ્યક્તિ દીઠ દૂધનો ઉપયોગ ફક્ત બસો ગ્રામ છે. ઘેટાં-બકરાં તો તેમને માટે પાળવામાં આવે છે. દૂધને તંદુરસ્તીને માટે યોગ્ય તથા ભેંસને વધારે દૂધ આપવાની માન્યતાથી ગાયને ઉપેક્ષિત રાખવામાં આવી. જ્યારે મનુષ્ય માટે ગાયનું દૂધ અમૃત સમાન છે તથા ભેંસનું દૂધ અપાચ્ય તથા બિનજરૂરી ચરબી વધારનાર છે. ગૌપાલન ખેડૂતોની ખોચક, ધન તથા ખાતરની જ સમસ્યા હલ નહીં કરે પરંતુ ખેતીમાં કામ કરવા માટે ઉત્તમ કોટિના બળદો પણ આપશે. નાનાં-નાનાં તથા છૂટા-છવાયાં ખેતરો હોવાને લીધે દરેક ખેડૂત માટે મશીનનો તથા ઉપયોગ કરવો અશક્ય છે. બળદો હળ જોડવા, વાવણી માટે સિંચાઈ કરવા, ખોદવા માટેના પાકને ખેતરમાંથી ઘરે લઈ જવા ધરેથી ખેતરમાં લઈ જવા સુધીના દરેક કામમાં ઉપયોગી થાય છે. ગાયની જગ્યાએ બળદ પાળવામાં આવે તો ખેડૂતનો આ ઉદ્દેશ્ય પૂરો નથી થતો. બળદ જેટલું વધારે કામ કરે છે અને જેટલો મહેનતુ હોય છે એટલો પાડો નથી હોતો. બળદોને વેચવા જઈએ તો પાડાથી બે-ત્રણ ગણી વધારે કિંમતે વેચાય છે. જરૂરિયાતથી વધારે બળદો હોય તો એમને વેચવામાં આવે છે. આજની પ્રગતિની દોડમાં આપણો દેશ ત્યારે જ દોડી શકશે જ્યારે આપણા દેશના ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત હશે. તેમની પાસે જ્યારે ઉત્તમ પ્રકારનું બિયારણ ખરીદવા પૂરતા પૈસા હશે, થોડી જમીનમાં વધારે અન્ન ઉગાડવા માટે પૂરતું ખાતર હશે, તનતોડ મહેનત કરવા માટે તેમને સ્વાસ્થ્યવર્ધક ખોરાક મળશે, ત્યારે એ લોકો વધતી જતી જનસંખ્યાનો ભાર ઉઠાવી શક્શે. આ બધાની પૂર્તિને માટે ખેડૂતભાઈઓ ગૌપાલન અને ગૌસંવર્ધન પૂરક વ્યવસાયના રૂપમાં અપનાવશે તો જ તે લોકો આ પ્રકારના પ્રશ્નોથી બચવા સમર્થ થશે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: