ગૌરક્ષાનો નક્કર ઉપાય

ગૌરક્ષાનો નક્કર ઉપાય

ગૌપાલનનું મહત્ત્વ આપણે બધાં માનીએ છીએ અને તેની સાથે જોડાયેલી ધર્મભાવનાને પણ

ખરા મનથી સમર્થન આપીએ છીએ. તેનુ રક્ષણ તથા વૃદ્ધિ માટે દરેકને મન થાય છે, પરંતુ તેના મટે શું કર્વું જોઈએ. એનો અસર્કરક ઉપાય ન સૂઝવાથી આપણે જેટલું ધારીએ છીએ એટલું કામ થઈ શકતું નથી.

બજારમાં દરેક જગ્યાએ ભેંસના દૂધની માંગ છે, કારણ કે તેમાં ચીકાશ વધારે હોવાથી સ્વાદિષ્ટ લાગે છે અને ઘી તેમજ માવો વધારે પ્રમાણમાં મળે છે તેથી લાભાયક પણ છે. ગાયનું દૂધ પાતળું હોય છે. તેથી કોઈવાર લોકો ભેંસના દૂધમાં મેળવીને કોઈ પણ રીતે વેચે છે અથવા તો ઓછી કિંમતે વેચી દે છે. બંને દશામાં ગાય પાળવાવાળાને ખોટ જ થતી રહે છે. જેટલી મહેનત ગાય માટે કરવી પડે છે એટલી જ ભેંસ માટે કરવી પડે છે. તે ચારો ઓછો જ ખાય છે પરંતુ એને રહેવા માટે જગ્યા તથા બીજાં એને માટેનાં કાર્યો એકસરખાં જ કરવાં પડે છે. તેથી જ ગૌપાલનનો રિવાજ ઘટતો જાય છે અને તેનું સ્થાન ભેંસે લેવા માડયું છે.

દુનિયામાં સર્વત્ર ગૌપાલનનો રિવાજ છે. તેના દૂધની આરોગ્યવર્ધક વિશિષ્ટતાઓથી દરેક વ્યક્તિ પરિચિત છે. ભેંસના દૂધને એ કક્ષાએ તેલ જેવું ગણવામાં આવે છે. પીવા માટે દરેક જણ ગાયના દૂધનો જ ઉપયોગ કરે છે. એ લોકોને ત્યાં ગાય માટે માતૃભાવના કે ગાયનો વધ ન કરવાની મનાઈ નથી. તે છતાં વિશ્વમાં સર્વત્ર ગાયોની સંખ્યા તથા ગુણવત્તા વધારવાનો સામર્થ્યપૂર્વકનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. એનું એ જ મુખ્ય કારણ છે કે તે એક દિવસમાં ત્રીસ કિલો દૂધ આપે છે. દિવસમાં ત્રણ વખત મશીનથી દોહવામાં આવે છે. આ લાભ થતો હોવાથી તેને કાપી નાખવાની વાત કોઈ જ વિચારતું નથી. આપણે જો સાચેસાચ

ભાવનાશીલ છીએ અને ગાયની રક્ષા તથા વૃદ્ધિની આશા રાખીએ છીએ તો સૂત્રો પોકા૨વાને બદલે અસરકારક પગલાં લેવાં પડશે.

ગાંધીજીએ ખાદીનું મહત્ત્વ સમજાવવા માટે પ્રબળ આંદોલન કર્યું હતું અને જાડી અને મોંઘી ખાદીનાં દૂરગામી પરિણામોની જાણકારી કરાવીને આ વાત લોકોના ગળે ઉતારી હતી. તે સાથે ખાદીના ઉત્પાદન માટે અસરકારક તંત્ર ઊભું કર્યું હતું. ત્યારે ખાદીએ પકડ જમાવી હતી. આજથી સો વર્ષ પહેલાં ચાના વેપારીઓએ ચાનો પ્રચાર કરવા માટે ઘરે ઘરે જઈને બનાવેલી તૈયાર ચા એક પૈસામાં વેચી તથા એક પકેટ ચા મફત આપવાનો કાર્યક્રમ ચલાવ્યો હતો. એ પ્રચારે આગળ વધતાં વધતાં ચાને જનજીવનનું એક અભિન્ન અંગ બનાવી દીધી છે.

આજે જે લોકો ગાયનું દૂધ તથા ઘી લેવું ઇચ્છે છે, તે લોકોને શુદ્ધ વસ્તુ પૂરતા પ્રમાણમાં મળી શકે એવી કોઈ જ વ્યવસ્થા નથી. દૂધ વેચનારાઓ ભેંસના દૂધમાં પાણી ભેળવીને એને ગાયના દૂધમાં ખપાવે છે. શુદ્ધતાની ખાતરી ન રહેવાથી ખરીદનાર પણ મન મારીને બેસી રહે છે, અને આર્થિક લાભની દૃષ્ટિએ નુકસાન થવાના કારણે ગાય પાળનાર પણ આની અગણના કરે છે. ફળસ્વરૂપ ગૌધન ઘટતું જાય છે. કતલખાનાંઓમાં ગાયની સંખ્યા વધવાનું કારણ પણ એ છે કે ગાયના દૂધ કરતાં તેનું માંસ અને ચામડું વધારે લાભદાયક બન્યું છે.

ગાયની રક્ષા કરવાનું કામ ભારત જેવા કૃષિપ્રધાન અને દૂર ગામડાંઓ સુધી ફેલાયેલા ભારત દેશ માટે અત્યંત જરૂરી છે. અહીં નાનાં ખેતરો બળદો વડે જ ખેડવામાં, વાવવામાં અને સિંચવામાં આવે છે. બળદો જ નહીં રહે તો આ દેશના ગરીબ ખેડૂતો ખેતીકામથી વંચિત રહી જશે અને પેટ પૂરવા માટે ફાફા પડી જશે. ભેંસનું બચ્ચું ખેતીનું કામ નહીં કરી શકે.

એનિ સાથે વિકાશની દિશા માં પગલાં ભરતાં હવે પછીના દિવસોમાં પરિવહનનુ કામ પણ વીસતૂત કરવુ પડશે. શહેરોમાં, કસ્બાઓ સાથે ગામડાંઓની આવ-જાની કડી મજબૂત બનાવવાથી જ ચીજવસ્તુઓને અહીંથી લાવી ત્યાં પહોંચાડવાનું શક્ય બનશે જે કામ રેલ્વે અથવા તો ટ્રકથી નહીં થાય એ કામ બળદગાડાઓથી જ શકય થશે. પહેલાંની જેમ સ્ત્રીઓ અને બાળકોનું નજીકનાં સગાંસંબંધીઓને ત્યાં આવવા જવા માટેની સગવડતા બળદગાડાઓથી જ શક્ય બને છે. હવે એની ધરી અને પૈડાંઓમાં સુધારો થવાથી અને સરકારનો ઈરાદો ગામડાંઓમાં સારી સડકો બનાવવાનો હોવાથી ચોક્કસ બળદગાડાઓનો ધંધો વધશે. ખેતીના કામમાં તો પરિસ્થિતિ જોતાં બળદની ચોક્કસપણે જરૂરિયાત છે જ.

બાળમરણ તથા અપૂરતા પોષણથી બચવા અને રોગીઓના યોગ્ય આઘર માટે ગાયના દૂધનો જ ઉપયોગ થાય છે. આ કામ માટે ભેંસના દૂધની જરૂર નથી. તેથી જ તંદુરસ્તીનું મહત્ત્વ સમજનાર સમજુ વર્ગમાંથી દરેક વ્યક્તિએ દરેક જણને સમજાવવું પડશે કે ગાયનું દૂધ ઉપરોક્ત ઉદ્દેશની પૂર્તિ કરે છે. જાડું અને ચીક્કું દૂધ જોઈએ તો મગફ્ળી, તલ, સોયાબીન જેવી ચીજો પાણીમાં પીસીને તૈયા૨ ક૨વાથી ભેંસના દૂધ કરતાં સસ્તું પડે છે. એના તેલમાંથી મિષ્ટાન્ન પણ બની શકે છે. પછી ચીકાશના લોભમાં ભેંસના દૂધને પ્રાધાન્ય આપવામાં આવે એનો શો અર્થ ? સમગ્ર વિશ્વ દૂધની જરૂરિયાત ગાયના દૂધથી પૂરી કરે છે. માંસાહારીઓ પણ ગાયના દૂધને મહત્ત્વ આપે છે. તો પછી આપણે જ એવા કમભાગી કેમ રહીએ કે ગાય માતાની જય બોલીએ અને ઘી, દૂધ ભેંસનાં વાપરીએ.

જનસાધારણને ગાયના દૂધ અને ઘીની મહત્તા સમજાવવામાં આવે. ખેડૂતોને કહેવામાં આવે કે એ લોકો બળદો વગર ખેતી અને આવન-જાવન અને પરિવહનની સમસ્યા હલ નહીં કરી શકે. એટલે જ ગાયનો યોગ્ય ઉછેર ખેડૂત માટે જીવનમરણનો પ્રશ્ન છે. એને શ્રદ્ધાથી જ નહીં સાવધાનીથી અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને નવેસરથી રસપૂર્વક અપનાવવો જોઈએ અને તે અનુસાર જ પશુપાલનની કોઈ નવી નીતિ થંડવી જોઈએ.

ગાયનું ચોખ્ખું દૂધ અને ઘી દરેક જણને મળી શકે તે માટે પ્રમાણિક ડેરીઓ ખોલવી જોઈએ. આ નવા ઉદ્યોગની વ્યાપકતાની હવે

: આ દેશમાં આગળ વધવાની શક્યતા છે. ઢગલાબંધ વિચારશીલ લોકો એવા છે જે ગાયનું જ દૂધ પસંદ કરે છે. માખણ, ઘી, દૂધ પણ ગાયનું જ લેશે. એટલા માટે જ ચોખ્ખી વસ્તુ મળી ૨હે અને નજીકના જ વિસ્તારમાંથી મળી રહે એવી વ્યવસ્થા હોવી જોઈએ. એ વગર શ્રદ્ધાળુ અને વિચારશીલ લોકો પોતાને અસહાય અનુભવશે અને ભેંસનું દૂધ અને વનસ્પતિ ધી જેવો અત્યાર સુધી વપરાશ થતો હતો એવી જ રીતે આગળ જતાં પણ કરશે. માત્ર ધર્મની શ્રદ્ધા જ સર્વસ્વ નથી હોતી એને સજીવ રાખવા માટેનું વ્યાવહારિક સ્વરૂપ પણ બનાવવું જોઈએ. નહીં તો ફક્ત લ્પનાના ઘોડા દોડાવવાથી કોઈ સમાધાનકારક ઉકેલ નહીં આવી શકે.

સારી ગુણવત્તાવાળું અને પ્રમાણમાં વધારે દૂધ અને ઘી તેમજ તંદુરસ્ત બળદો આપી શકવાવાળી સમર્થ ગાયોની દરેક જગ્યાએ ડેરીઓ બનાવવામાં આવે. એનું દૂધ અને ઘી ચોખ્ખું મળે અને ગ્રાહકોને પોતાના રહેઠાણની નજીક જ મળી રહે એવી વ્યવસ્થા હોય. અત્યારે પણ દૂધનો પુરવઠો શહેરો અને ઉપનગરોમાં સાઈકલવાળા ફેરિયા જ પૂરો પાડે છે. એ લોકો જે રીતે દૂધ આપવા આવે છે એમાં નવું કંઈ જ કરવાનું નથી. લોકો પાસે પૈસા પણ છે. નવા ઉદ્યોગો શરૂ કરવા માટેની તપાસ પણ લોકો કરતા રહે છે. સહ્કારી સમિતિઓને પણ સરકાર તરફથી ઘણું જ પ્રોત્સાહન મળતું રહ્યું છે. ધાર્મિક અને વિચારશીલ વર્ગ ગૌરસ માગે પણ છે. ભલે એ થોડો મોંધો કેમ ન હોય ખેડૂતોને તો તંદુરસ્ત બળદો જોઈએ. સંગઠિત ડેરીઓ દ્વારા આ સઘળી બાબતો શક્ય થઈ શકે છે અને એ લોકો જ જનતાની એક મહત્ત્વની જરૂરિયાત પૂર્ણ કરી શકે છે.

જરૂરી નથી કે આ કાર્ય કાયમ ડેરીઓમાં જ થાય તેની વ્યવસ્થા, સગવડ અને લાભદાયક પદ્ધતિ સમજી શક્યા પછી દરેક ખેડૂત એક વ્યવસાય સ્વીકારી લેશે.

જે મહેનત તેને ભેંસ માટે કરવી પડે છે કદાચ તેટલી જ મહેનત કરવાથી એટલો જ લાભ મળતો હોય તો દરેક જણ પસંદ કરશે કે ભેંસની જગ્યાએ ગાય પાળીને પોતાના દેશને ખરા અર્થમાં ગોવાળોનો દેશ બનાવી શકાય.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: