ગૌરક્ષા એક અનિવાર્ય રાષ્ટ્રીય કર્તવ્ય
April 1, 2023 Leave a comment
ગૌરક્ષા એક અનિવાર્ય રાષ્ટ્રીય કર્તવ્ય
ઋષિમુનિઓના સમયના મહાપુરુષોએ ગાયને માતાના સંબોધનથી સંબોધી છે. “ગાય સર્વશ્રેષ્ઠ પૂજનીય તથા સંસારનું સર્વોત્તમ પ્રાણી છે.” સામાન્ય રીતે ભારતીય સમાજમાં ગાયને સર્વાધિક માન્યતા આપવાનું કારણ આ જ જણાય છે કે એનાથી ખેતીના કામ માટે જરૂરી વાછરાં, બળદ તથા ઉચ્ચ પ્રકારનું ખાતર વગેરે મળે છે, પરંતુ એ જ કારણ પૂરતું નથી. એક અન્ય કારણ પણ એ છે કે એના દૂધમાં જે વિશેષતા જોવા મળે છે, તે એટલી અદ્ભુત છે કે બીજા કોઈ પણ પ્રાણીના દૂધમાં એવી વિશેષતા જોવા મળતી નથી. માના દૂધનો એક માત્ર વિકલ્પ ગાયનું દૂધ છે. નવજાત બાળકો કાદાચ કોઈ કારણવશ માનું દૂધ પી નથી શક્તા તો તેમને માટે ગાયનું દૂધ સર્વશ્રેષ્ઠ છે.
પ્રસિદ્ધ જીવવિજ્ઞાની ડૉ. એસ. એ. પીપલ્સે પોતાના લાંબા ગાળાના સંશોધન પ્રયોગો અને પરીક્ષણો કર્યા પછી શોધ્યું છે કે મનુષ્યના શારીરિક બંધારણ માટે ગાયનું દૂધ સૌથી આરોગ્યપ્રદ, પૌષ્ટિક અને સંપૂર્ણ આહાર છે અને તેમાં સર્વ પ્રકારનાં જીવનપોષક તત્ત્વો મળે છે. જો કોઈ બીજો આહાર ન લેવામાં આવે અને ફક્ત ગાયના દૂધનું જ સેવન કરવામાં આવે તો મનુષ્ય ફક્ત સ્વસ્થ જ નહીં, બળવાન તથા સશક્ત જીવન પસાર કરી શકે છે અને તેનો સ્વભાવ પણ સાત્ત્વિક માનવોચિત ગુણોથી ઓતપ્રોત થઈ શકે છે.
ડૉ. પીપલ્સે ગાયના દૂધ પર કરેલાં નિરીક્ષણોમાં એ પણ જોયું છે કે કાદાચ ગાય કોઈ ઝેરી પાર્થ પણ ખાઈ ગઈ હોય તો પણ તેની અસર તેના દૂધમાં થતી નથી તેના શરીરમાં સામાન્ય ઝેરને પચાવવાની અદ્ભુત શક્તિ છે. બીજાં સ્તનધારી પશુઓ કદાચ કોઈ ઝેરી વસ્તુ ખાઈ જાય છે તો તેમના શરીરમાં એ ઝેર પચી જાય છે અને તેને કારણે મૃત્યુ થાય છે. વધારે પ્રમાણમાં ખવાઈ જાય તો એક જ વારમાં પશુ મરી જાય છે. ન્યૂયોર્કની વિજ્ઞાન એકેડેમીની એક બેઠકમાં બીજા વૈજ્ઞાનિકોએ પણ ડૉ. પીપલ્સના આ મતનું અનુમોદન આપ્યું. સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે જે દૂધ જેટલું વધારે ચીકાશવાળું હોય, તેટલું જ એ શ્રેષ્ઠ હોય છે. ખરેખર તો દૂધનું મહત્ત્વ ચીકાશથી નહીં, પરંતુ એમાંથી મળી આવતા પ્રોટીન અને ક્ષારને લીધે હોય છે. ગાયના દૂધમાં પ્રોટીન, ક્ષારો, વિટામિનો અને બીજાં પોષક તત્ત્વો બીજાં પશુઓના દૂધની સરખામણીમાં સૌથી વધુ તથા સંપૂર્ણ સમતોલ હોય છે. આ કારણે જ ગાયને પ્રાધાન્ય મળ્યું છે અને તેનો ઉછેર ધાર્મિક તથા આર્થિક દૃષ્ટિએ ખૂબ મહત્ત્વપૂર્ણ ગણાય છે.
ભેંસના દૂધમાંથી મળતું પ્રોટીન પચવામાં બહુ જ ભારે હોય છે, જ્યારે ગાયના દૂધમાંથી મળતું પ્રોટીન પચવામાં હલકું હોય છે. તેમાં વિટામિન એ, બી અને ડી ખૂબ પ્રમાણમાં હોય છે. શરીરમાં સતત ઉત્પન્ન થતાં ટોક્સિન્સ અને રોગયુક્ત ઝેરી પદાર્થોને દૂર ક૨વાવાળા જે એનાઇમ્સ ગાયના દૂધમાં હોય છે એ ભેંસના દૂધમાં નથી હોતાં.
પોષણ અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ ગાયનું દૂધ અજોડ હોવાને લીધે ગાયનું મહત્ત્વ અસાધારણ તો છે જ, તેની સાથે આર્થિક દૃષ્ટિએ પણ તે ઓછી ઉપયોગી નથી. જો ગાયના વંશનું રક્ષણ કરવામાં નહીં આવે તો બળદો વગર આપણા ખેતીપ્રધાન દેશમાં ખેતી કેવી રીતે થઈ શકશે ? બળદોને બદલે ટ્રંકટ૨ વડે ભારતનો ગરીબ ખેડૂત પોતાનાં નાનાં નાનાં ખેતરોની ખેતી કેવી રીતે કરી શકશે ? તેને માટેના પૈસા એ ક્યાંથી લાવશે ! ત્યારબાદ નાનાં ગામડાંઓમાં તેને ચલાવવા માટે ડ્રાઇવર અને સમારકામ કરવા માટે કારીગર ક્યાંથી મળશે ? બીજું એ ટ્રેકટરો માટે આજની મોંઘવારીની પરિસ્થિતિમાં ડીઝલ ક્યાંથી મળશે ? તે ટ્રૅક્ટરો છાણ તો આપશે નહીં તો ખાતર ક્યાંથી મળશે ? આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને એ નિષ્કર્ષ પર પહોંચાય છે કે ખેતી, આર્થિક વ્યવસ્થા, સ્વાસ્થ્ય અને ધાર્મિક, દરેક રીતે ગાયોને રક્ષણ મળવું જ જોઈએ.
પ્રતિભાવો