પશુવર્ગમાં ગાયનું અસાધારણ મહત્ત્વ પંડીત શ્રી રામશર્મા આચર્યા
April 2, 2023 Leave a comment
પશુવર્ગમાં ગાયનું અસાધારણ મહત્ત્વ પંડીત શ્રી રામશર્મા આચર્યા
પશુપાલન બાબતે ખોટી માન્યતા એ છે કે પશુઓ મનુષ્યો માટે દૂધ, મહેનત, માંસ, ચામડું ઊન જેવી વસ્તુઓ જ આપી શકે છે. તે વસ્તુઓ જરૂરી તો છે જ, પરંતુ અનિવાર્ય નથી. એની જગ્યાએ બીજો કોઈ ઉપાય પણ કરી શકાય છે અને પશુઓને ભવિષ્યમાં મનુષ્યની સાથેની હરીફાઈમાંથી દૂર કરી શકાય છે. હરીફાઈનો ભય એટલો રહે છે કે એ લોકો જગ્યા બહુ જ રોકે છે, જેટલો ચારો ચરે છે એનાથી મનુષ્યો માટે જગ્યા ઓછી પડે છે. વધતી જતી વસ્તી માટે તો આ ખૂબ જટિલ સમસ્યા છે કે જો આ રીતે જ જનસંખ્યા વધતી રહી તો સૌ પ્રથમ તો તેના નિવાસ માટે ઘણી બધી જમીનની જરૂરિયાત પડશે. આ રહેઠાણ માત્ર ટેબલ, ખુરશી મૂકી શકાય એટલાં નાનાં નહીં હોય,
પરંતુ તે વિસ્તારમાં એ સમુદાય પણ આવે છે જેમાં એ લોકોને માટે ઘાસચારો ઉગાડવો, પાણી કાઢવું તથા વ્યવસ્થિત કારભાર કરવો તથા આવન-જાવનનાં સાધનોની વ્યવસ્થા કરવામાં આવે. આ બધાને નજર હેઠળ રાખીને જોઈએ તો ખ્યાલ આવે છે કે દરેક મનુષ્યનું ગુજરાન વ્યવસ્થિત રીતે કરવા માટે પૂરતી જમીન ફાળવવામાં આવે તો જ આ બાબત શક્ય બને છે. અને પાળેલાં પશુઓ માટે તો હજુ પણ વધારે જગ્યા જોઈએ. જમીનનું જેટલું ઉત્પાદન થાય છે એટલાથી મનુષ્યનું પેટ ભરાઈ જાય છે પરંતુ તેનાથી એવું કામ પૂર્ણ નહીં થાય આવા સંજોગોમાં કદાચ પ્રાણીઓને મનુષ્યનાં હરીફો ગણવામાં આવે અને એમને દૂર કરવા માટેના પ્રયત્નો થાય તો એમાં કોઈ જ નવી વાત નથી. હાલના સંજોગોમાં થતો પશુઓનો વધ, એની પાછળ આ જ કારણ છે. કેટલાક દિવસો પહેલાં પૂર્વ પાકિસ્તાનના એક તાનાશાહે ફરમાન બહાર પાડ્યું હતું કે તેમના દેશમાંથી બધાં જ ઘેટાં-બકરાંનો નાશ કરી નાખવામાં આવે જેથી એ લોકો ઝાડ, પાન, છોડનો નાશ ન કરે.
આને જ મળતો દષ્ટિકોણ બીજા દેશોમાં પણ અપનાવવામાં આવ્યો છે. કતલખાનાં દિવસે-દિવસે વધતાં જ જાય છે અને એની કાર્યક્ષમતાનો પણ અસાધારણ રીતે વિસ્તાર થઈ રહ્યો છે. કામને સરળ બનાવવા માટે નવાં મશીનોની શોધ કરીને લગાવવામાં આવી રહ્યાં છે. વિદેશી નાણું પ્રાપ્ત કરવાની દૃષ્ટિએ પણ આ વ્યવસાય ઉપયોગી ગણાય છે, કારણ કે જે દેશોમાં પશુપાલનથી સગવડ નથી ત્યાં માંસ બહુ જ ઊંચી કિંમતે આયાત કરવામાં આવે છે. નિકાસકારો એમાં પોતાની વધુ કમાણી વિષે જ વિચારે છે. માણસોની વસ્તી વધી જવાથી એના પર અંકુશ નથી મૂકી શકાતો પરિવાર નિયોજનના આછાપાતળા પ્રયત્નો આ સળગતી સમસ્યાનું સમાધાન કરી શકશે એનો વિશ્વાસ બેસતો નથી. આ સંજોગોમાં પશુઓને હરીફાઈથી દૂર કરી એમના ઉપયોગ માટેની જમીન ૫૨ ક્બજો જમાવી દેવાનો સરળ ઉપાય કર્યા જેવું લાગે છે. પરંતુ ગંભીરતાપૂર્વક વિચાર કરવાથી જે હકીકત સામે આવે છે એ હાલની વિચારણાની સરખામણીમાં તદ્દન વિરુદ્ધ છે. પ્રાણીઓને મારી નાખવા જે રીતે આપણે તત્પર થયા છીએ, અને તેમાંથી જે લાભ મેળવવા માંગીએ છીએ, એના બદલે નિરાશાના દુર્ગમ પહાડો ઊભા થતા દેખાય છે.
આ અર્થપ્રધાન યુગ છે. એમાં જે ઉપયોગી છે તેનો વિકાસ અને સંરક્ષણ કરવામાં આવે છે અને જે પ્રત્યક્ષ રીતે એટલું ઉપયોગી નથી લાગતું તેને રસ્તા વચ્ચેથી હટાવી દેવામાં આવે છે. ઘરડાં પ્રાણીઓનો છેલ્લો વિસામો માત્ર કતલખાનું જ રહી ગયું છે. એ નકામાં પશુઓ માટે પૈસા ખર્ચવાનું કોઈને મન થતું નથી. આ આર્થિક લાભ જો માનવીઓએ પોતાના સમાજમાં પણ ઉઠાવવો શરૂ કર્યો તો જાણી લેવું જોઈએ કે વૃદ્ધો અને વૃદ્ધાઓની, અપંગો અને નિરાશ્રિતોની પણ સલામતી નથી. એ લોકો પણ ઓછું કમાય છે, અને પોતાને માટે ખર્ચ પણ વધારે કરે છે. માનવીય મૂલ્યો અને ન્યાયપરંપરાને ઉઠાવીને નિશાનની સામે મૂકવામાં આવે તો મનુષ્ય સ્વાર્થ સિદ્ધિના નામે, પૈસા કમાવાના નામે કંઈ પણ કરી શકે છે. આ જ રીતની વિચારધારા, સતત ચાલુ રહી તો એ છેલ્લે એવા નિષ્કર્ષ પર પહોંચી શકે છે, જેમાં પૈસો જ સર્વસ્વ રહી જશે. નીતિ, ઔચિત્ય અને ભાવના, લાગણીઓને કોઈ જ સ્થાન નહીં રહે.
આવો જ એક દૃષ્ટિકોણ મનુષ્યએ વૃક્ષોની બાબતમાં પણ થોડા દિવસો પહેલાં અપનાવ્યો હતો. ત્યારે જંગલોની અંધાધૂંધ કાપકૂપ શરૂ થઈ હતી. વૃક્ષોને મનુષ્યોની વધતી જતી જરૂરિયાતમાં બાધક માનવામાં આવતાં હતાં. એવું માનવામાં આવ્યું હતું કે વૃક્ષો કાપીને એમની સંખ્યા મર્યાદિત કરીને મણસોને રહેવા માટે અને ખેતીના ધંધા-વેપાર માટે ઢ્ગલાબંધ જમીન મળસે, તેનો લાભ શું કામ ન લેવામા આવે? લકડા નો તો બિજો કોઇ ઉપાય નિકડી શકે છે. અને તેનો ઉપાય શોધી કાઢવામાં આવ્યા. બળતણ માટે પથ્થરીયા કોલસા, કેરોસીન, ગેસ, વગેરેનો ઉપયોગ કરવાનું વિચારાયું. લાકડાનો ઈમારતી સામાન અને ફર્નિચર જેવા કામોમાં લોખંડનો ઉપયોગ વધ્યો. આ રીતે પ્રત્યક્ષ ઉપયોગ માટે તો કોઈ પણ પ્રકારના ઉપાયો શોધી કઢાયા અને બધા ખુશ થયા કે જંગલોનો નાશ કરવાથી મનુષ્યોની વસતી વધવા ૫૨ અને ઉદ્યોગ ધંધા ચલાવવામાં કોઈ વિઘ્ન નહીં આવે.
પરંતુ બાળકબુદ્ધિ દૂર થતાં જ તે બધાં દિવાસ્વપ્નો રોળાઈ ગયાં. પર્યાવરણ ૫૨ અને જમીનમાં ઉપજાઉ પડને સ્થિર રાખવા માટે વૃક્ષોનો કેટલો બધો પ્રભાવ પડે છે, એ જ્યારે વિચારવામાં આવ્યું ત્યારે તો શરૂઆતનો ઉત્સાહનો ઊભરો જોતજોતાંમાં નિરાશામાં પલટાઈ ગયો.
ફળદ્રુપ જમીન ધસાઈ-ઘસાઈને નદીનાળામાં જમા થવા લાગી. તે રેલનાં પાણીને વિખેરીને વિનાશ વેરવા લાગ્યાં. વાદળોને પૃથ્વી તરફ ખેંચવાની પ્રક્રિયાનો તંતુ તૂટી ગયો. દુકાળ પડવા માંડ્યો. રણ આગળ વધવા માંડ્યું. શ્વાસ લેવા માટે ચોખ્ખી હવા નષ્ટ થવા માંડી. વધતા જતા પ્રદૂષણે અનેક પ્રકારની બીમારીઓના જીવાણુઓની એક નવી મોટી ફોજ ઊભી કરી દીધી. એ ફોજે ફક્ત મનુષ્યોનો જ નહીં પરંતુ ખેતરોમાં ઉગતા પાક અને બગીચામાં ઉગતા છોડવાઓનો પણ નાશ શરૂ કરી દીધો. આ આપત્તિઓને અટકાવવા માટે જે વિચારવું પડ્યું, કરવું પડ્યું, એ એની તુલનાએ કંઈ કેટલું મોંઘું પડ્યું, જે લાભ વૃક્ષો કાપીને જમીનનો ઉપયોગ કરવાના રૂપે વિચારવામાં આવ્યો હતો એ મોંઘો પડ્યો.
આ જ કાર્યા પશુના વિનાશ માટે પણ કરવામાં આવી રહ્યું છે. આ વિનાશનું ફક્ત એક જ કારણ નથી કે તેનો વધ કરવાની પ્રક્રિયા વધી ગઈ છે. પરંતુ એ કારણ પણ છે કે એ લોકો પોતાની ક્ષમતા, ઉપયોગિતા અને પોતાનું સ્થાન ગુમાવી રહ્યા છે. અવગણના કરવાથી કોઈ પણ પ્રાણીની આવી જ દુર્દશા થાય છે. જંગલોની આવી અણધડ દશામાં લગભગ ઝાડી-ઝાંખરાં જ ઉગે છે. વાંકા-ટૂંકા અને ઊંચા-નીચાં એવાં ઝાડ ઉગે છે કે તેઓ ફક્ત પક્ષીઓના માળા બાંધવા કે બળતણ તરીકે જ કામ આપે છે. જ્યારે બાગમાં, ખેતરનાં ફાર્મોમાં સરખું ધ્યાન આપવાથી તેમનો આકાર અને વિસ્તાર ખૂબ વ્યવસ્થિત થઈ જાય છે. ગુણવત્તામાં આશ્ચર્યજનક વધારો થાય છે.
પશુઓની અવગણના કરવાથી, તેમનાં પાલનપોષણનાં સાધનો વસાવવામાં આળસ કરવાથી તેમનો વિકાસ અટકી ગયો. તેમના આકાર અને વિસ્તાર નાના થતા ગયા. પરિણામે તેમની દૂધ આપવાની ક્ષમતા, ભાર ઊંચકવાની ક્ષમતા ભયંકર રીતે ઘટવા લાગી. આ સંજોગોમાં પશુપાલકે વિચાર કર્યો કે આ બધી હેરાનગતિ કરતાં તો તેમને કતલખાનામાં વેચીને એનાથી પીછો કેમ ન છોડાવાય ?
શું ખરેખર પશુઓથી પીછો છોડાવી શકાય છે ? શું તેમના વગર જીવનનિર્વાહ, ખેતીવાડી, માલની હેરફેર વગેરે કાર્યો થઈ શકે છે ? એ બધાં કામો કરવા માટે મશીનોનો સહારો લેવાની વાત વિચારાઈ છે. ટ્રેકટરો બળદની જરૂરિયાત પૂરી કરવા લાગ્યા છે. નળ-કૂવા અને જમીનમાંથી ધડાધડ પાણી કાઢી રહ્યા છે. દૂધ જેવા સફેદ તલ, મગફ્ળી, નારિયેળ, સોયાબીન વગેરે ભેળવીને અથવા પાઉડર દૂધની જગ્યાએ અધિકાર જમાવવા પ્રયત્નશીલ છે. નકલી ચામડું પણ બની રહ્યું છે. રબર, પ્લાસ્ટિક જેવા પદાર્થોનો એવો ઉપયોગ થવા માંડ્યો છે કે ચામડાની જરૂરિયાત જ ન પડે. પરિવહન માટે નાના-મોટા ખટારાઓ પણ બનવા માંડ્યાં છે. આ બધી એ સમયની તૈયારી છે કે જ્યારે પ્રાણીઓનો પૂરેપૂરો અથવા અંશતઃ વિનાશ થઈ જશે. કેટલાંક પોતાની ઉપયોગિતા ઓછી થવાથી અને કેટલાંક કસાઈના ખૂબ નફાકારક ધંધાની ઝપેટમાં આવી જવાને કારણે નાશ પામશે.
આ એવા લાભની બાબત છે જેને બુદ્ધિહીન લોકો પણ જોઈને વિચારી લે છે. પરંતુ જે લોકોમાં દૂરગામી પરિબળોને પોતાની સૂઝને લીધે જોઈ શકવાની, નજીકના સમયમાં બનનાર ઘટનાને જાણી લેવાની બુદ્ધિમત્તા છે, તેમને એ તારણ પર પહોંચવાની વાર ન લાગવી જોઈએ કે જંગલોની જેમ પશુઓની અવેજી પણ એવી સમસ્યા ઊભી કરશે જેનું સમાધાન કરવાની તક હાથમાંથી છટકી ગયા પછી પોતાના પગ પર જ કુહાડી મારનારની જેમ માથું ધૂણાવીને પસ્તાવું પડશે.
ભાર ખેંચનાર જાનવરોનું સ્થાન તેલથી ચાલનારા મોટા ટાયરોવાળાં યાંત્રિક વાહનો લઈ રહ્યાં છે. ધોડાનું સ્થાન સ્કૂટર અને મોટરકાર લઈ રહ્યાં છે. ગધેડાઓ ધોબી અને કુંભારના ઘરેલૂ મદદગાર બની ગયા છે. હાથી કરતાં મોટરગાડી ઓછી ખર્ચાળ અને સગવડવાળી છે. આ રીતે ભાર ખેંચનાર પશુઓની જરૂરિયાત ઓછી થવાથી તેમની સંખ્યા ઘટી રહી છે. યાંત્રિક વાહનોની સરખામણીમાં એ લોકો ટકી નથી શકતા.
દૂધાળ પશુઓમાં બકરી, ભેંસ, ગાયનું સ્થાન આવે છે, પરંતુ એ સૌમાં ભેંસ અને બકરી તો એકબાજુ છે. માદા જ્યાં સુધી ઉપયોગી થાય છે ત્યાં સુધી તેને પાળવા અને સંભાળવામાં આવે છે. પરંતુ તેમની નરજાતિનાં સંતાન ભાર ખેંચવાનાં કામોમાં ઉપયોગી ન હોવાને કારણે મોટા થતાં પહેલાં જ કસાઈને ત્યાં પહોંચી જાય છે. ખેતી અને મનુષ્ય સાથે મેળ ખાનાર પશુ ફક્ત ગાય જ છે. એ દરેક રીતે ઉપયોગી છે. એને લીધે જ એને મનુષ્ય તરફથી માન અને આખા કુટુંબનો સહયોગ મળે છે.
ગાયનું દૂધ બીજાં અન્ય પ્રાણીઓ કરતાં ખૂબ જ ગુણકારી અને તત્ત્વોથી ભરપૂર છે. તે સંવેદનશીલ અને બુદ્ધિશાળી પ્રાણી છે. તેના દૂધનો ઉપયોગ કરનાર પણ આ વિશેષતાઓનો લાભ મેળવી શકે છે. નાનાં ખેતરોમાં બળદથી જ ખેતી થાય છે. ગામડાંઓમાં માલની હેરાફેરી બળદોથી જ થાય છે. આથી ભારત જેવા દેશમાં પશુઓની શ્રેણીમાં ગાયની માન્યતા અને ગણના છે.
પશુઓનો એક ભાગ જમીન સાથે જોડાયેલો છે. તેઓ જે છાણમૂત્ર કરે છે તે જ જમીન માટે સર્વોત્તમ ખાતર છે. મૃત્યુ બાદ પણ તેમનું માંસ જમીનને ઊપજાઉ ખોરાક આપે છે. જો મશીનોને પશુઓના સ્થાને કામે લગાડવામાં આવશે તો કુદરતી ખાતરના અભાવને લીધે ખેતી નાશ પામશે. રાસાયણિક ખાતર ઉત્તેજના વધારશે અને લાંબા સમય સુધી એનો વપરાશ થવાથી જમીનને નીરસ બનાવી દે છે. જમીનને વધારે ફળદ્રુપ બનાવવા માટે પશુઓનાં અને મનુષ્યોનાં મળ-મૂત્ર જ એક માત્ર આધાર છે. તેનો નાશ કરવાથી અને તેનું પ્રમાણ ઓછું કરી નાંખવાથી, તેમના અનુદાનથી વંચિત થવું પડશે અને ખેતી માટે, ભાર વહન માટે એ યંત્રો પર આધાર રાખવો પડશે, જે છાણ, ખાતર તો આપી શકતાં નથી ઊલટું પ્રદુષણ ફેલાવે છે.
મુખ્ય સમસ્યા ગૌ-સંવર્ધનની છે. જો તેમને વ્યવસ્થિત રીતે પાળવામાં આવે, તેમનું સ્તર ઊંચું લાવવામાં આવે તો તેઓ પોતાની ગુણવત્તાને લીધે પોતાનું અસ્તિત્વ, લાભ અને માન જાળવી શકે છે. વિદેશોમાં મોઘું માંસ નિકાસ ન થાય તો આપણા દેશના માંસાહારીઓને પણ કંઈ બહુ મોટું નુકસાન નહીં થઈ શકે. ખાસ જરૂરિયાત તો એ બાબતની છે કે પશુઓમાં શિરોમણી ગણાતી ગાયના સંરક્ષણ, સંવર્ધન, યોગ્ય પોષણ ૫૨ પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે. તેના દૂધને બહુ જ કિંમતી ગણવામાં આવે.
પ્રતિભાવો