ગૌપાલન આપણી અર્થનીતિનું અંગ બને

ગૌપાલન આપણી અર્થનીતિનું અંગ બને:

વિશ્વમાં હજુ સુધી વિજ્ઞાન દ્વારા કોઈ એવો ઉપાય યોજવામાં નથી આવ્યો, જે આહારના રૂપમાં અમૃત સમાન દરેક પૌષ્ટિક ગુણોથી સભર ગાયના દૂધ જેટલું મૂલ્યવાન હોય. ભારતવાસીઓએ ગાયના મહત્ત્વને વિજ્ઞાન અને અર્થશાસ્ત્રની દૃષ્ટિએ હજારો વર્ષ પહેલાં પારખી લીધું હતું. એટલે જ ગાયને ભારતીય સંસ્કૃતિમાં માનું સ્થાન મળ્યું છે. વર્તમાન ભારતીય ગાયોની દયાજનક પરિસ્થિતિ પર દુ:ખ વ્યક્ત કરતાં મહાત્મા ગાંધીએ કહ્યું છે, “ગૌહત્યા જ્યાં સુધી થતી રહેશે ત્યાં સુધી મને લાગે છે કે મારી પોતાની જ હત્યા થઈ રહી છે. આજે તો ગાય મૃત્યુના કિનારે ઊભી છે અને મને વિશ્વાસ નથી કે આપણા પ્રયત્નો એને બચાવી શકશે. જો એનો નાશ થયો તો આપણે અને આપણી સભ્યતા પણ નાશ પામશે. મારું તાત્પર્ય આપણી અહિંસાપ્રધાન ગ્રામીણ સંસ્કૃતિથી છે.”

મહાત્મા ગાંધીએ ગૌરક્ષાના કાર્યની તપાસ કરતી વખતે એના આર્થિક પાસાની ઉપર પણ વિચાર કર્યો હતો. એમનું કહેવું હતું કે, “જો ગૌરક્ષા ચોખ્ખી રીતે ધનથી વિરોધી માનવામાં આવે છે તો આપણે આર્થિક નીતિને જ આમૂલ બદલાવી પડશે. ગૌરક્ષા અનિવાર્ય છે, આર્થિક નીતિને તેને અનરૂપ બનાવી શકાય છે.”

ગાયના આર્થિક મહત્ત્વ પર વિચાર કરવામાં આવે તો આપણે જોઈશું કે આપણી સમસ્ત ખેતીનો આધાર ગૌવંશ જ છે. સડક પરિવહનનો એક મોટો ભાગ આજે પણ બળદગાડા પર નિર્ભર છે. ગ્રામીણ બળતણનો અધિકાંશ ભાગ તથા શહેરી બળતણનો લગભગ ૨૦ ટકા ભાગ છાણનો જ હોય છે. ગાયના દૂધમાં બધાં જ પોષક તત્ત્વો હોય છે. હરીજન, પછાત વર્ગના લોકો અને આદિવાસીઓની કમાણીનું સાધન પણ ગૌવંશ છે. ગાયથી મળતી ઉર્જા પર્યાવરણ પ્રદૂષણ ફેલાવવાને બદલે તેને રોકે છે અને દૂધનો પાઉડર તથા રાસાયણિક ખાતરોરૂપે દેશની બહાર જતી દેશી મુદ્રાની બચત કરે છે.

ખેતીનાં કામોમાં જો આપણે બળદોની જગ્યાએ ટ્રેકટરોનો ઉપયોગ કરીએ તો ૧ કરોડ ૩૦ લાખ ટ્રેકટરોની આપણને જરૂરિયાત પડશે. જેની કિંમત કેટલાય હજાર કરોડ રૂપિયા હશે. એમાંથી બહુ મોટો ભાગ વિદેશી હુંડિયામણરૂપે આપણે પરદેશ મોકલવું પડશે. ત્યાર બાદ તેને ચલાવવા માટે આપણે દર વર્ષે અબજો રૂપિયાનું ડીઝલ પરદેશથી મંગાવવું પડશે તે અલગ બળદ ભૂસું ખાઈને છાણ આપે છે, જેનાથી બળતણ અને ખાતર મળે છે. જ્યારે ટ્રેકટરથી નીકળતો કાર્બન ડાયોકસાઇડ પ્રદૂષણનો ભય વધારે છે.

તે વિસ્તારોમાં સડક પરિવહનનો ૮૦થી ૯૦ ટકા ભાગ બળદો વડે જ ચલાવવામાં આવે છે, જ્યાં ટ્રક અથવા રેલવેની વ્યવસ્થા કરવી અસંભવ છે અથવા આર્થિક રીતે મોંધી છે. ઘરડાં ગાય-બળદ જેને આપણે બિનઉપયોગી માનીએ છીએ તેમનાં છાણ વડે આપણને પૂરતો લાભ મળે છે. કેરોસીન વડે ખાવાનું બનાવવામાં આવે તો ફક્ત બે જ વ્યક્તિના કુટુંબમાં જ અડધો લિટર દરરોજ વપરાય તો લગભગ ૪૦૦ રૂપિયા વિદેશી ચલણના રૂપમાં વપરાઈ જાય જ્યારે માત્ર એક ધડી ગાય અગર બળદના છાણમાંથી ૩થી ૫ વ્યક્તિઓના કુટુંબનું ભોજન બનાવવા માટે બળતણ મેળવી શકાય છે, ખર્ચના નામે માત્ર ભૂસું ઘાસ અને સૂકાં પાંદડાં જ બસ થઈ જશે.

આજે પશ્ચિમના દેશોમાં ૧-૨ કિલો સુધી દરેક મનુષ્ય દરરોજ દૂધ વાપરે છે. જ્યારે ભારત દેશમાં ૧૦૦ ગ્રામ જેટલું દૂધ પણ દરેક વ્યક્તિને ભાગે નથી આવતું, જ્યારે સ્વસ્થ શરીર માટે પણ લગભગ ૩૦૦ ગ્રામ દૂધ દરરોજ જરૂરી છે. આ અછતની પૂર્તિ આપણે પરદેશથી દૂધનો પાઉડર મંગાવીને અથવા તો કૃત્રિમ ખાદ્ય પદાર્થ બનાવીને કરીએ છીએ. ઈ. સ. ૧૯૫૦માં ૩ કરોડ રૂપિયાનો દૂધનો પાઉડર આયાત કરવામાં આવ્યો હતો જ્યારે ૧૯૭૨માં એ વધીને વાર્ષિક ૧૨ કરોડ રૂપિયાનો થઈ ગયો હતો. આ રીતે દ૨રોજ વધતી જતી દૂધની માંગની પૂર્તિ ગૌસંરક્ષણ દ્વારા જ સંભવી શકે છે. આપણે ત્યાં વ્યક્તિ દીઠ દૂધની પ્રાપ્તિનો પાછલા રેકોર્ડ ઘણો જ નીચો છે. ૧૯૫૦માં વ્યક્તિ દીઠ ૧૫૦ ગ્રામ પ્રમાણ હતું જે ૧૯૬૦માં ૧૨૫ ગ્રામ થઈ ગયું અને ૧૯૭૧માં એ ઘટીને ફક્ત ૧૦૦ ગ્રામ જ થઈ ગયું, ૧૯૮૧ના આંકડા અનુસાર દરેક વ્યક્તિદીઠ લગભગ ૧૨૨ ગ્રામ થયું, ૧૯૯૧ સુધી ૧૫૦ ગ્રામનો આંક રાખવામાં આવ્યો, જે બહુ જ ઓછો છે. આપણા દેશમાં દુધાળ પશુઓમાં દૂધનું પ્રમાણ વર્ષે લગભગ ૭૫૦ કિલો વાર્ષિક દરેક દૂધાળ પશુ આપે છે,

જ્યારે આખા વિશ્વનું દૂધનું ઉત્પાદન વાર્ષિક ૨૦૦૦ કિલો દરેક પશુ દીઠ છે. વિકસિત દેશોમાં આ પ્રમાણ દરેક પશુ દીઠ ૫૦૦૦ કિલો હોય છે. તેમ છતાં આપણા દેશમાં ગાયને બદલે ભેંસના દૂધનું પ્રમાણ વધારે જોવા મળે છે, જ્યારે વિદેશોમાં ગાયનું દૂધ વધારે હોય છે. આપણા દેશમાં દૂધાળ ઢોર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં છે. પરંતુ દરેક દૂધાળ પશુ સૌથી વધારે પ્રમાણમાં મણિપુરમાં ૪.૪૦ કિલો લિટર, પંજાબમાં ૪.૧૫ લિટર, ત્રિપુરામાં ૩.૭૫ લિટર અને હરિયાણામાં ૩. ૪૫ લિટર છે. કહેવાય છે કે દૂધનું ઉત્પાદન વધારવાનાં હેતુથી પરદેશથી આયાત કરાયેલા સાંઢો વડે સંકર વર્ણની ગાયથી દૂધનું પ્રમાણ વધારી શકાય છે. પરંતુ એની પાછળ મોટી મુશ્કેલી એ છે કે આ જાતિના બળદો ભારતીય ખેતી માટે સંપૂર્ણપણે અયોગ્ય સિદ્ધ થયા પરંતુ દૂધનું ધંધાકીય ઉત્પાદન કરવાવાળા મૂડીપતિ અથવા ડેરીવાળા તો એનો ઉપયોગ કરી શકે છે. ભારતીય ખેડૂત તો આ સંકર જાતિમાં પ્રજનનથી પોતાની ખેતી માટે બળદો લેવા તડપશે. તેથી જરૂરી વાત તો એ છે કે આપણા જ દેશમાં સાહીવાલ, સિંધી અને હરિયાણા જાતિના સાંઢોને તૈયાર કરીને એનાથી ગાયોને ગર્ભાધાન કરાવવામાં આવે જેનાથી દૂધ અને ખેતી બંનેની જરૂરિયાત પૂરી કરી શકાય.

ભારતમાં જેટલાં પશુઓ છે, તે બધાં વીજળીઘરોથી વધારે ઉર્જા પ્રદાન કરવાની ક્ષમતા ધરાવે છે. વીજળીઘરોની ક્ષમતા દરરોજની ફક્ત ૨૦૦૦ મેગાવોટ છે, જ્યારે પશુઓ વડે મળતી ઉર્જા તેનાથી અધિક છે. પશુઓને દૂર કરવાથી આપણે માત્ર વિદ્યુત ઉત્પાદન માટે ૩૯૯ અરબ રૂપિયા ખર્ચ કરવો પડશે. ખેડૂતોને સસ્તું ખાતર અને બળતણની જરૂરિયાત પૂરી કરવાનો પ્રશ્ન ઊભો થશે તે અલગ.

એક દેશવ્યાપી સર્વેક્ષણથી જાણવા મળ્યું છે કે એક ઘરડી ગાય માટે ભૂસું અને ઘાસનો વાર્ષિક ખર્ચ ફક્ત ૧૫૦થી ૨૦૦ રૂપિયા આવે છે જ્યારે એનાથી આપણને ૩૦૦થી ૫૦૦નો લાભ મળે છે. તેથી ઘરડાં પશુઓ પણ કોઈ પણ રીતે અનાર્થિક નથી હોતાં.

આજે આપણા દેનાં પશુ પેટ-ભરીને ભોજન માટે તરસે છે. દૂધ- ઉત્પાદનમાં વધારો કરવા માટે જેટલું જોર અને દબાણ વિદેશી સાંઢોથી, સંકર જાતિના વાછરડા પેદા કરવા માટે કરવામાં આવે છે એટલો જ પ્રયત્ન અહીંના પશુઓને પૂરતા પ્રમાણમાં ચારો આપવા માટે કરવામાં આવે તો બે ગણું દૂધનું ઉત્પાદન તો ઘણી સરળતાથી વધારી શકાય છે. એક રાષ્ટ્રીય સર્વેક્ષણમાં જોવા મળ્યું છે કે એક ગાયના માંસથી ફક્ત ૮૦ વ્યક્તિ જ એક વખત ભોજન લઈ શકે છે, જ્યારે એનું પાલન કરીને તેનાથી ૨૫૭૪૦ વ્યક્તિઓને એક વખત ભોજન આપી શકાય છે. એક ગાય પોતાની પેઢીમાં ઓછામાં ઓછી ૧૨ વાછરડી અથવા તો ૧૨ વાછરડાંને જન્મ આપે છે એને માત્ર ૬ જ ગણવામાં આવે તો એનાથી અનાજ-ઉત્પાદનની સાથેસાથે દૂધનું ઉત્પાદન પણ વધશે. વધતી આબાદીના સ્વાસ્થ્ય-સંરક્ષણ માટે ગાયના દૂધનું ઉત્પાદન વધારવું અનિવાર્ય છે. ગાયો વડે મળતા છાણના જીવાણુવાળું ખાતર રાસાયણિક ખાતર કરતા ખેતીને પાંચ ગણો વધારે લાભ આપે છે અને તેનાથી જમીન ખરાબ થતી નથી, જ્યારે રાસાયણિક ખાતરનો એકસરખો વપરાશ કરવાથી જમીન ક્ષારવાળી થઈ જાય છે અને એ નકામી થઈ જવાનો ભય વધી જાય છે.

દરેક દૃષ્ટિએ જોઈએ તો આપણી પરિસ્થિતિ ગ્રામીણ આર્થિક સ્થિતિને વધારવાની તરફ ઈશારો કરે છે. ઔદ્યોગિકરણ અમુક હદ સુધી હોય તો ઠીક છે અને અમુક હદ સુધી જરૂરી પણ છે, પરંતુ પ્રગતિની દોડ એટલી આંધળી પણ ન હોય કે આર્થિક નીતિનો પ્રાણ આપણા દેશના ગૌધનની ઉપેક્ષા કરીને નક્કી કરેલી પદ્ધતિ અનુસાર એના વિનાશનો ક્રમ આગળ ચલાવે જાય. પરંતુ કમનસીબે આ થઈ જ રહ્યું છે. આશા રાખી શકીએ કે સત્તાધીશોને સમય જતાં સમજણ પડે અને તેઓ ફરીથી ગ્રામીણ સંસ્કૃતિને પોષવાવાળી આર્થિક નીતિને વધારે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: