ગાયનો બીજો કોઈ વિકલ્પ નથી

દેશની અર્થવ્યવસ્થામાં ગાયની ભાગીઘરી સાત ટકાથી પણ વધારે છે. ગાય ફક્ત દૂધની જ દૃષ્ટિએ ઉપયોગી નથી, પરંતુ એનાં વાછરડાં મોટાં થઈને બળદ બને છે, જે ભારતીય ખેતી અને ગામડાના વિસ્તારોમાં પરિવહનની વ્યવસ્થાના મુખ્ય ભાગ ભજવે છે. ભારતની ગરીબી, ભૂખમરો, બેકારીની સમસ્યાને જો વાસ્તવમાં હલ કરવી હોય તો ગાયનું પાલન- પોષણ અને સંરક્ષણ જરૂરી છે.

ભારતીય ખેતીને જ લઈએ તો, મોટા પાયા પર ખાતરોની જરૂર હોય છે, જેને પૂરી કરવા માટે રાસાયણિક અને કૃત્રિમ ખાતર વાપરવું પડે છે, જે નુકસાનકર્તા જ નહીં, અતિશય મોંધુ પણ છે. વર્તમાન પડતર કિંમત પર જો પચાસ હજાર ટન ઉત્પાદન કરવાવાળો પ્લાન્ટ લગાવવામાં આવે છે, ત્યારે એને માટે બે અબજ રૂપિયા ખર્ચ કરવા પડશે. આટલી મોટી રકમ જો ગૌવંશ સંવર્ધન, પાલનપોષણ અને દેખરેખમાં ખર્ચવામાં આવે તો વિવિધ પ્રકારના લાભ મળી શકે છે. જો ઊંચી જાતિની એક ગાયની કિંમત પાંચ હજાર ગણવામાં આવે, તો બે અબજ રૂપિયામાં લગભગ ચાલીસ લાખ ગાયો ખરીદી શકાય છે. દરેક ગામમાં ઊંચી કોટિની ૧૦૦ ગાય વહેંચવામાં આવે, તો ત્યાંની બેકારી, બેરોજગારીની સમસ્યા હલ કરી શકાય છે. એક ગાય દરરોજ આશરે દસ કિલો દૂધ આપે છે, ત્યારે ૧૦૦ ગાયો વડે દરરોજ એક ટન દૂધ મળશે, જેની બજારની કિંમત એક કિલોના આઠ રૂપિયાથી આઠ હજાર રૂપિયા હોય છે. આ રીતે માત્ર સો ગાયોથી એક ગામની આવકમાં વર્ષે દસ લાખ રૂપિયાનો વધારો થશે. કેમ કે એક ગાય વર્ષ દરમ્યાન ૧૮૦થી ૨૦૦ દિવસ સુધી દૂધ આપે છે, તેથી ગાય ૫૨ થનાર ખર્ચને બાદ કરીએ, તો પણ છ લાખ રૂપિયાની ચોખ્ખી આવક થશે. આ રીતે ચાળીસ લાખ ગાયોથી વર્ષ દરમ્યાન ફક્ત દૂધ દ્વારા જ બે અબજ રૂપિયાની આવક થઈ શકે છે. આ ઉપરાંત તેના બળદો, છાણ-મૂત્ર અને મૃત્યુ બાદ ઘડકાં અને ચામડાથી થતા લાભ અલગ છે.

પશુ વિશેષજ્ઞના મત મુજબ એક ગાયથી એક દિવસમાં દસ કિલો છાણ મળે છે. આ પ્રકારે જો સો ગાયો તથા તેમના વાછરડા અને એટલા જ બળદોનું છાણ ભેગું કરવામાં આવે તો ૫૦૦ માણસોને માટે ભોજન તથા પ્રકાશને માટે ૧૦૦ ગોળા (લાઈટના) ચાર કલાક અજવાળું આપી શકે છે.

ગેસના પ્લાન્ટમાંથી નીક્ળતું ખાતર પણ ઉત્તમ પ્રકારનું ગણાય છે. એ પણ દર વર્ષે ૧૫૦૦૦  ટન જેટલું મળતું રહે છે, જેનાથી લગભગ એક હજાર હેક્ટર જમીનની જરૂરિયાત પૂરી થઈ શકે છે અને દર વર્ષે લાખો ટન છાણ જે છાણાં તરીકે બાળી નાખવામાં આવે છે એ પણ બચાવી શકાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં વધતી જતી બેરોજગારીનું સમાધાન આ રીતે ગાય પાળીને બહુ જ સરળતાથી કરી શકાય છે. બસો કરોડ રૂપિયાની કિંમતથી બનેલા ખાતરના કારખાનામાં ફક્ત ૨૫૦૦ લોકોને રોજગાર મળી શકે છે. પરંતુ ચાલીસ લાખ ગાયોનું પાલનપોષણ અને દેખરેખમાં સવા લાખ લોકોને રોજગારનો અવસર મળી શકે છે અને ગાય વડે મળતું દૂધ અને તેના વડે મળતું સ્વાસ્થ્ય અને છાણથી ખાતર તથા ગોબર ગેસથી બળતણની સમસ્યા હલ કરી શકાય છે. એક મોટા અનુમાન અનુસાર ગ્રામ્ય વિસ્તારોમાં અણઘડ મજૂરો જેટલા બેરોજગાર છે, એ બધાને ગૌસંવર્ધન દ્વારા રોજગાર આપી શકાય છે.

ગૌપાલન માટે કોઈ વિશિષ્ટ પ્રકારના ટેકનિકલ જ્ઞાનની જરૂરિયાત નથી હોતી. જ્યારે કૃત્રિમ ખાતરનાં કારખાનાંઓમાં વિશેષજ્ઞોની જરૂરિયાત હોય છે, જેને માટે મોંધા શિક્ષણની પણ જરૂરિયાત હોય છે. ટેકનિકલ જ્ઞાન અપાવવું આપણે માટે એક જટિલ અને કિંમતી કાર્ય છે. એને માટે વિદેશી સથય પર આધાર રાખવો પડે છે. રાસાયણિક ખાતરના કારખાનાથી એમાં કામ કરનાર મજૂરો અને તેની આસપાસમાં રહેનાર લોકોના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થાય છે, જ્યારે છાણનું ખાતર બનાવવામાં અથવા ગોબર ગેસ પ્લાન્ટમાંથી ગેસ મેળવવામાં ન કોઈ પ્રદૂષણ કે ન તો કોઈ ગંદકીની ઝંઝટ છે. ગાયનું છાણ અને મૂત્ર બંને હાનિકારક બેકટેરિયા માટે હાનિકારક છે. ભારતીય વેદો તો ગાયના મૂત્રનો કેટલીય દવાઓ બનાવવામાં ઉપયોગ કરે છે. ગૌમૂત્રમાં તો ‘બેકિટયોફાઝ’ નામક જીવનશક્તિ બનાવવાવાળા સૂક્ષ્મતમ જીવાણું મળી આવ્યાં છે.

ગાયના પાલનપોષણમાં પણ સુગમતા છે. ગ્રામીણ પ્રદેશમાં લીલું

[01:18, 3/26/2023] Kantilal Karsala: ઘાસ, સૂકું ઘાસ અથવા ભૂસું સહેલાઈથી મળી રહે છે. ત્યાં ચરવાની પણ સગવડ છે, સાંજ સુધી ફરી-ફરીને પેટ ભરી લે છે. જંગલોમાં જાતજાતની વનસ્પતિઓ, જડીબુટ્ટીઓ ખાવાથી તેમના દૂધમાં ઔષધીય ગુણોનો સમાવેશ થવો પણ સ્વાભાવિક બાબત છે. આ બધા ગુણોને લીધે ફેફસાંની તકલીફ, દમ તથા પેટના રોગોમાં ગાયનું દૂધ લાભકારક છે.

પશુવિશેષજ્ઞોના મત અનુસાર ગાયને તંદુરસ્ત રાખવા માટે અઢી ટકા સૂકું ઘાસ જોઈએ. ચારસો ક્લિો વજનવાળી ગાયને લગભગ દસ કિલોગ્રામ ઘાસ તથા દરેક બે કિલોગ્રામ દૂધ માટે દોઢ અથવા બે કિલોગ્રામ સુધી ઘણા-ચારો વગેરેની જરૂરિયાત હોય છે. લીલા ઘાસની પણ વ્યવસ્થા કરી રાખવી જોઈએ તથા દિવસમાં બે વખત પાણી પીવડાવવાની પણ વ્યવસ્થા કરવી જોઈએ. ભેંસ કરતાં ગાય તિર્તલું જાનવર છે. તેથી દિવસમાં એક-બે કિલોમીટર ફેરવવાની વ્યવસ્થા અવશ્ય કરવામાં આવે છે, ત્યાં તેના મૂત્રનો નિકાલ કરવા માટે ગટરની વ્યવસ્થા હોવી જોઈએ અને છાણ સાફ કરીને ક્યાંક ભેગું કરવાની વ્યવસ્થા પણ કરવી જોઈએ.

વર્ષ ૧૯૮૪થી ૧૯૮૮ સુધીના નેશનલ સેમ્પલ સર્વેના એક સર્વેક્ષણંમાં જાણવા મળ્યું છે કે આ સમયમાં ગાયોની સંખ્યા વીસ ટકા ઘટી છે અને ચામડાની નિકાસ લગભગ બે દાયકામાં માત્ર પાંત્રીસ ગણી અને માંસની નિકાસ ૪૦ ટકા વધી છે, જે ચિંતાનો વિષય છે. ગાયની ઉપયોગિતા અને આર્થિક યોગદાન જોતાં સંરક્ષણ, પોષણ અને પાલનની વિશેષ આવશ્યકતા છે. પર્યાવરણની દૃષ્ટિએ પણ ગાય બીજાં પશુઓની તુલનામાં શ્રેષ્ઠ અને ઉપયોગી છે. ભારતની આબોહવા અને સમાજ- વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને જોઈએ તો અને ગ્રામીણપ્રધાન સંજોગોમાં ગાયથી વધારે બીજાં કોઈ પશુ ઉપયોગી નથી. આ બધી બાબતોને જોતાં ગાયનો બીજો કોઈ જ વિક્લ્પ નથી, તેથી એના પાલનને મહત્ત્વ મળવું જ જોઈએ.

કમનસીબે આજકાલ ભેંસનું દૂધ અને મિલ્ક પાઉડરનો રિવાજ વધારે વધી ગયો છે, જે પેટને માટે ભારે હોવાની સાથે મોંધો પણ પડે છે. માવાની મીઠાઈઓના વધતા જતા વપરાશે કુપોષણને જન્મ આપ્યો

[01:19, 3/26/2023] Kantilal Karsala: છે. ભેંસના દૂધને પ્રોત્સાહન આપ્યું અને ગોપાલનને હતાશ કર્યું છે. આ સંજોગોમાં વ્યાપકરૂપે વિચારધારામાં પરિવર્તન લાવવાની જરૂરિયાત છે, જે સાહિત્યના પ્રચાર, પ્રદર્શન અને દેશ્ય-શ્રાવ્ય સાધનો વડે શક્ય બની શકે છે. ગાયા માતા પ્રત્યે શ્રદ્ધાયુક્ત ભાવના પણ લોકોના મનમાં ગૌપાલનને વ્યાપક બનાવવામાં સહાયક થઈ શકે છે. જો સીત્તેર ટકા ગ્રામીણપ્રધાન દેશમાં આ શક્ય થઈ શકયું તો પછી ફક્ત સમાજવ્યવસ્થામાં જ નહીં સર્વાંગીણ જીવનક્રમમાં પણ પરિવર્તન લાવી શકાય છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: