ગાયનું દૂધ પીઓ, સો વરસ જીવો
April 4, 2023 Leave a comment
સંસારના સમસ્ત દેશોમાં ગાયનું મહત્ત્વ તેના દૂધને કારણે છે. ગાયના દૂધમાં જે પણ અમૃતસમાન ગુણ છે તેનું વૈજ્ઞાનિક વિશ્લેષણ તો હમણાં થોડા દિવસો પહેલાં જ કરવામાં આવ્યું છે. પરંતુ વૈદિક યુગ તથા મહાભારતકાળમાં પણ ભારતમાં ગાય અને ગાયની સમગ્ર જાતિનું મહત્ત્વ અને વિશેષતાઓનું યોગ્ય જ્ઞાન હતું. એટલે જ ઋગ્વેદમાં દરેક સ્થાને ગૌવંશની રક્ષા અને ગાયના દૂધની વિશેષતાઓનું વર્ણન મળે છે. ગાયનું દૂધ, ઘી, છાણ અને મૂત્રનો ઉપયોગ દવાઓ તથા યજ્ઞની વિધિ, વિધાનમાં બતાવવામાં આવ્યો છે. તેથી જ ગાયના મહત્ત્વથી ભારતીય ધર્મશાસ્ત્ર ઓતપ્રોત છે. ગાયને દેવતુલ્ય પૂજ્ય માનીને એની પૂજા તથા રક્ષા અને સંવર્ધન કરવામાં આવે છે. મહાભારતકારે ગાયની સ્તુતિ કરતાં લખ્યું છે કે-
ગાવ: શ્રેષ્ઠા પવિત્રાશ્ચ પાવના જગદુત્તમાઃ । ૠતે દધિ ધૃતાભ્યાં ચ નંદ યશઃ પ્રવર્તતે ॥ ગાવો લક્ષ્યાઃ સવમૂલં ગોષ પાપ્પા ન વિદ્યતે 1 માતરઃ સર્વભૂતાના ગાવઃ સર્વ સુખ પ્રદાઃ ॥
અર્થાત્ ગાયો સર્વશ્રેષ્ઠ, પવિત્ર, પૂજનીય અને સંસારભરમાં ઉત્તમ છે. એનાં ઘી, દૂધ, દહીં અને છાણ વગર સંસારમાં યજ્ઞ સંપૂર્ણ થતો નથી. ગાયમાં કાયમ લક્ષ્મી નિવાસ કરે છે. ગાય જ્યાં રહે છે ત્યાં પાપ નથી રહેતું, એ પ્રાણીમાત્રને સુખસંપત્તિ આપે છે.
દુનિયાભરના ઉન્નત અને પ્રગતિશીલ કહેવાતા દેશોમાં મધ્યભારતના
ઉપરોક્ત કથનને રિતાર્થ થતું જોઈ શકાય છે. અમેરિકા, રશિયા, ડેનમાર્ક
અથવા સ્વિટ્ઝરલૅન્ડ કોઈ પણ પ્રગતિશીલ દેશ હોય, દરેક દેશ ગાયનું
યોગ્ય પાલનપોષણ કરે છે. અમૃતસમાન દૂધ, ઘી, માખણથી ભરપૂર લાભ મેળવે છે. ત્યાં લક્ષ્મીનો અભાવ નથી કે ન તો પૌરુષ અને બળની કમી. ગાયનું દૂધ સર્વોત્તમ હોવાની વાત સંસારમાં એક મતથી સ્વીકારી લેવામાં આવે છે. મહર્ષિ સુશ્રુતના શબ્દોમાં ગાયનું દૂધ પવિત્ર, સ્નાયુવર્ધક, શક્તિ, તેજ તથા શુક્રાણુવર્ધક છે. એમાં રોગનિવારણની અદ્ભુત શક્તિ છે. એ સર્વાંગસંપૂર્ણ આહાર છે. પાશ્ચાત્ય જગતના આાર વિશેષજ્ઞ શેરમૈન પણ આ દાવો કરે છે કે ગાયનું દૂધ સર્વોત્તમ અને પૂર્ણ આહાર છે. એમાં મનુષ્યને માટે જરૂરી એવાં બધાં શક્તિવર્ધક તત્ત્વો સમાયેલાં છે. તેમણે એનો પ્રયોગ પણ જુદા જુદા ઉંદરો પર કરી જોયો. પાંચ અઠવાડિયા સુધી એક ઉંદરને માત્ર દૂધ ૫૨, બીજાને અનાજ પર રાખ્યો. દૂધ પર જ રહેનાર દરનું વજન પાંચ અઠવાડિયામાં અનાજ ખાનાર ઉદરથી બે ગણું થઈ ગયું, જ્યારે અન્ન ખાનાર ઉદર સુસ્ત થઈને પડી રહેતો અને દૂધ પર રહેનાર ઉંદર ચુસ્ત બની ગયો. આ જ રીતનો વિચાર બ્રનિયરે વ્યક્ત કર્યો છે કે દુનિયાની સુદૃઢ અને બહાદુર જાતિનો સર્વોત્તમ આહાર દૂધ જ રહ્યો છે. દૂધથી દીર્ઘાયુ અને નિરોગીતા મેળવી શકાય છે, જ્યારે અન્નાઘરી અપેક્ષા કરતાં સુસ્ત, ઠપ અને મંદબુદ્ધિ પણ હોય છે. પાશ્ચાત્ય જગતના બધા જ ઇતિહાસકારો એક જ મત સ્વીકારે છે કે ભારતમાં વસતી જાતિ સમગ્ર દુનિયાની સર્વશ્રેષ્ઠ, વીર અને સાહસી જાતિ હતી, જેનો મુખ્ય ધંધો પશુપાલન અને મુખ્ય આહાર ગાયનું દૂધ હતું. એ લોકો ગાયનું દૂધ પીને સો વર્ષ સુધી જીવતા હતા. ગાયના દૂધના સંબંધમાં ધન્વન્તરિ, નિઘંટુ સુવર્ણ વગેરે લોકોમાં કહેવામાં આવ્યું છે.
પથ્યં રસાયનં વલ્લયંહૃઘં મેધ્યં ગવાં પયઃ । આયુષ્યં પુસ્ત્વં કૃદ્ધાત રક્તપિત્ત વિકારનુત । ૧૬૪ ।
અર્થાત્-ગાયનું દૂધ દરેક રોગોમાં પથ્ય સેવન માટે રસાયણ બળ આપનાર, નબળા હૃદયમાં લાભકારક, બુદ્ધિ, આયુ, વીર્યવર્ધક, પિત્તનાશક છે. ગાયના દૂધની સૌથી મોટી વિશેષતા એ છે કે જ્યારે રોગીને દરેક પ્રકારના ખાદ્ય પદાર્થના સેવનની મનાઈ કરવામાં આવે છે, ત્યારે પણ ચિકિત્સક એને ગાયનું દૂધ પીવા માટેની સલાહ આપી તંદુરસ્તીવધારવાનો લાભ આપે છે.
ચરકસંહિતા અનુસાર પણ ગાયનું દૂધ મધુર, મૃદુ બહલ, મંદ, પ્રસન્ન વગેરે દસ ગુણોવાળું છે. ઓજનાં પણ આ દસ લક્ષણો છે. સુશ્રુત સંહિતામાં ગાયના દૂધને મળશોધક, પાચક, ચીકણું, વીર્યોત્પાદક, બળ, આયુ પ્રાણસંવર્ધક, હાડકાંના બાંધાને મજબૂત તથા કાર્યાન્વિત રાખનાર ઉત્તમ રસાયણ બતાવ્યું છે. જે વાત, પિત્ત, વિકારોનું પણ શમન કરે છે. એના સેવનથી ઝીણો તાવ, ભ્રમ, મૂર્છા, થાક, તરસ, ગરમી, ગાંઠનો રોગ, આફરો, રક્તપિત્ત, સંગ્રહણી, પેટના રોગ, શૂળ, બવાસીર અને વૃણ જેવા ભયંકર રોગો મટી જાય છે.
દૂધની શ્રેષ્ઠતા ચીકાશના પ્રમાણ દ્વારા માપવાની ભારે ભ્રાન્તિ ભારતીય જનમાનસમાં ઘર કરી ગઈ છે અને આ ભૂલામણીમાં ફસાઈને ગાયને બદલે ભેંસ પાળવાના રિવાજનો આરંભ થઈ ગયો છે. જેનાથી ભારતની આર્થિક દશા અને સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર પડી છે. ચીકાશને જ લેવામાં આવે તો દૂધ કરતાં મગફળી, તલ, સરસવ વગેરેમાં પણ ખૂબ જ ચીકાશ હોય છે. પરંતુ ગાયના દૂધમાંથી મળતી ચીકાશ ખૂબ સમતોલ પ્રમાણમાં હોય છે જેથી મનુષ્યના શરીરને અનુકૂળ અને પાચનક્રિયામાં સહાયક તથા શારીરિક અવયવો માટે ઉત્ત્ત સ્નિગ્ધતા અને સબળતા પ્રદાન કરે છે.
દૂધનું મહત્ત્વ ચરબીથી ન હોઈ ખનિજ તત્ત્વોથી છે, જેના પ્રમાણ, યોગ્યતા અને શ્રેષ્ઠતાના આધારે વૈજ્ઞાનિકોનો સ્પષ્ટ મત છે કે ગાયના દૂધથી ઉત્તમ પ્રોટીન અને ક્ષાર બીજા કોઈ પણ પશુના દૂધમાંથી મળતા નથી. ગાયના દૂધમાં ૨૧ પ્રકારનાં એમિનો એસિડ ૧૧ પ્રકારનાં ફેટી એસિડ, ૬ પ્રકારનાં વિટામીન, ૮ પ્રકારનાં કિણ્વ, ૨૫ પ્રકારનાં ધાતુતત્ત્વો, ૨ પ્રકારની ખાંડ ૪ પ્રકારનાં ફોસ્ફરસ યોગિક, ૧૯ પ્રકારનાં નાઇટ્રોજન તત્ત્વો મળે છે. ગાયના દૂધમાં મુખ્ય એન્ઝાઈમ આ પ્રકારે મળે છે- પેરોકિસડેઝ, રિડકટેઝ, લાઇપેઝ, પ્રોટિએઝ, લેકટેઝ, ફોસ્ફેટેઝ, ઓલિનેઝ, ગેટાલેઝ. દૂધમાંથી મળી આવતાં ખનિજો જેવાં કે કેલ્શિયમ, ફોસ્ફરસ, લોહ, તાંબુ, આયોડિન, મેંગેનિઝ, ક્લોરિન, સિલીકોન વગેરે મુખ્ય છે.
ગાયનાદૂધમાં વિટામીન એ. ૧ કૈરોટિન-ડી. ઈ, ટોકોફેરોલ, વિટામીન બી. ૧ થિયામીન, બી. ૨ રિવોફ્લેવિન, બી. ૩, બી. ૪ તથા વિટામીન સી. (એસકોવિક એસિડ)ના રૂપમાં મળી આવે છે. ભારતમાં દૂધને સ્વાસ્થ્યવર્ધક તો માનવામાં આવે છે, પરંતુ કેટલા પ્રમાણમાં લેવું અને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવાથી એ સ્વાસ્થ્યવર્ધક બને છે એની જાણકારી જનસાધારણને નથી. સ્વાસ્થ્ય માટે થોડા પ્રમાણમાં દૂધ પીવું હિતકર છે, જેને પીવાથી કેલ્શિયમ ૭૬.૩ ટકા, પ્રમાણમાં મળે છે, જ્યારે ઘી, માવો, દહીં અને મલાઈમાં પરિવર્તિત કરીને ઉપયોગ કરવાથી માત્ર એક ટકો જ કેલ્શિયમ મળે છે. આપણા દેશમાં પાતળા દૂધની ખપત ૩૬.૨ ટકા, ધીમાં પરિવર્તિત કરીને ૪૩.૩ ટકા, દહીંમાં ૪.૧ ટકા અને માવામાં ૯.૧ ટકા અને માખણ તથા મલાઈમાં ૬.૯ ટકાના પ્રમાણમાં ઉપયોગ થાય છે.
ગાયના દૂધની અનેક વિશેષતાઓમાં એક વિશેષતા એ પણ છે કે જ્યારે બીજું વિવિધ રીતે મળતું પ્રોટીન મુશ્કેલીથી પચે છે જ્યારે ગાયના દૂધમાંથી મળતું ૯૭ ટકા પ્રોટીનનો ભાગ પાચક અવયવો પચાવી શકે છે. બીજી સૌથી મોટી વિશેષતા એ છે કે શરીરમાં ઉત્પન્ન થતાં યુરિક એસિડ, જે મૂત્રમાં બળતરા, ગરમી અને દુર્ગંધ પેદા કરે છે, ગાયનું દૂધ પીવાથી એમાં વધારો નથી થતો અને મટી જાય છે. ગાયના દૂધમાં આ પણ એક વિશેષતા છે કે એમાં રેડિયોધર્મિતાનો પ્રભાવ નથી હોતો. બીજાં પશુઓના દૂધમાં એનો પ્રભાવ પ્રયોગોથી સિદ્ધ થયો છે. ગાયના એક પાઉન્ડ દૂધમાં એટલી શક્તિ હોય છે કે જેટલી ચાર ઈંડાં અને ૨૫૦ ગ્રામ માંસમાંથી પણ એટલી શક્તિ નથી મળતી. વિકસિત દેશોમાં પશુઓની સંખ્યાનું પ્રમાણ દરેક સો મનુષ્યો પાછળ ન્યૂઝિલેન્ડમાં ૨૮૧, આર્જેન્ટિનામાં ૨૫૯, ઓસ્ટ્રેલિયામાં ૧૯૧, ડેન્માર્કમાં ૮૬ અને ભારતમાં ફક્ત ૫૦ છે. તેથી ભારતમાં દરેક વ્યક્તિ દૂધની રોજની ખપતનું માપ જ્યાં ૮ ઔંસ છે ત્યાં બ્રિટનમાં ૪૦, અમેરિકામાં ૪૩, ડેનમાર્કમાં ૪૫, સ્વીડનમાં ૬૦, ન્યૂઝિલેન્ડમાં ૫૩ ઔંસ આવે છે.
ભારતનો આર્થિક પાયો જ પશુપાલન અને ગૌવંશ પર આધારિત છે, કારણ કે અહીંની મુખ્ય આજીવિકાનું સાધન ખેતીનો વ્યવસાય છે અને મુખ્ય માધ્યમ બળદ છે જે ગાય વડે મેળવી શકાય છે. ભારતની નાની નાની ખેતી માટે બળદ સિવાય બીજું કોઈ યોગ્ય સાધન નથી. એ એક એવું સસ્તું ટ્રેકટર છે કે જે ખેતર ખેડતાં સાથે સાથે ખાતર પણ આપે છે અને ઘણાં બધાં કામો માટે ઉપયોગમા લઈ શકાય છે.
તેથી ઉપર મુજબના બધા લાભો, વિશેષતાઓ અને ઉપયોગિતાઓને ધ્યાનમાં રાખતાં બીજા વિકસિત દેશોના સ્વાસ્થ્ય અને આર્થિક સ્તર સુધી પહોંચવા માટે એ ચોક્કસ જરૂરી છે કે ગૌ-વંશ સંવર્ધનનો હેતુ સિદ્ધ કરવા વિશેષ કાર્યક્રમ અને પ્રયત્નો કરવામાં આવે, ત્યારે દેશનું સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિને સુધારી શકાય છે.
પ્રતિભાવો