આકૃતિ જોઈને મનુષ્યની ઓળખ : ભૂમિકા
April 4, 2023 Leave a comment
આકૃતિ જોઈને મનુષ્યની ઓળખ : ભૂમિકા;
સૃષ્ટિના અન્ય જીવો ઈશ્વરને જાણતા નથી, તેમનું ભજન- પૂજન પણ કરતા નથી, છતાં પણ તેમનો જીવનઉદ્દેશ્ય યથાવત્ પૂરો થાય છે, કારણ એ છે કે તેઓ પોતાની અંતઃપ્રેરણાને વફાદાર રહે છે. હૃદયના ખૂણામાં બેઠેલી ચેતનાશક્તિ દરેક પ્રાણીને હંમેશાં માર્ગદર્શન આપતી રહે છે. આ પ્રેરણા પ્રમાણે કામ કરવું એ જ ઈશ્વરની સાચી ભક્તિ છે. આ દૃષ્ટિએ મનુષ્ય સિવાયનાં બીજાં બધાં જીવજંતુ ઈશ્વરભક્ત છે. કોઈ જીવ ભૂખ સિવાય ખાતો નથી. સિંહનું પેટ ભરેલું હોય તો પાસે ઊભેલા શિકારને પણ મારતો નથી, માદા જ્યાં સુધી કામપીડિત ન હોય ત્યાં સુધી કોઈ ન૨૫શુ કામપ્રસ્તાવ નથી કરતો. બીજા જીવો બરાબર ઈશ્વરે બક્ષેલ સ્વભાવ પ્રમાણે આચરણ કરે છે, તેથી તેઓ ખરેખર ભગવાનના ભક્ત છે. તેમને ન તો ભગવાનને જાણવાની આવશ્યકતા છે, ન તો તેની પૂજા કરવાની.
પરંતુ મનુષ્યની સ્થિતિ આનાથી જુદી છે. તેણે પોતાના બૌદ્ધિક વિકાસની સાથેસાથે પોતાના જીવનને આડંબરથી ભરેલું અને અસત્ય આચરણવાળું બનાવી દીધું છે, જેનાથી ભયંકર અનર્થ થવાની શક્યતાઓ રહેલી છે. આના ઉપર અંકુશ મૂકવા માટે તત્ત્વદર્શી વિદ્વાનોએ ઈશ્વર સંબંધી જ્ઞાનવિજ્ઞાન, પૂજા- ઉપાસના અને કર્મકાંડની રચના કરી છે. આ વિજ્ઞાન એટલું ફાયદાકારક થયું છે કે સંસારમાં સર્વત્ર ઈશ્વરવાદની સ્થાપના થઈ. આ જ કારણે લાખો-કરોડો વર્ષોથી ઈશ્વર પરંપરાગત રીતે મનુષ્યના જીવનનું એક આવશ્યક અંગ બની ગયા છે. આ જ સમસ્યા પર આ પુસ્તકમાં પ્રકાશ પાડવામાં આવ્યો છે.
પ્રતિભાવો