ખરાબ સોબતથી બાળકોને બચાવો બોઘવચન -૩૫

ખરાબ સોબતથી બાળકોને બચાવો બોઘવચન -૩૫

બોધ : ખરાબ સોબતથી બાળકોને બચાવવામાં આવે. નોકર, મિત્રો, શિક્ષકો, ઓળખીતાઓમાંથી કોણ કેવા લાયક છે, તેનું ધ્યાન રાખવાનું કામ વડિલોનું છે. આ બાબતમાં બહુ સાવચેતીની જરૂર છે. ખરાબ સોબત અથવા ખરાબ પ્રભાવથી કેટલાંય બાળકોનો સ્વભાવ તથા ભવિષ્ય પણ બગડે છે. જે પાછળથી ઘણું દુઃખકારક બને છે. બાળકોને ઘર – પરિવારના કામોમાં રસ લેવાની, ધ્યાન આપવાની અને કામમાં મદદ કરવાની ટેવ નાનપણથી પાડવી જોઈએ. લાડમાં ગમે તે કરવાની છૂટ ન આપવી જોઈએ.

બાહ્યના જેવું જ આંતરિક સૌંદર્ય :

વ્યવહારિક શિક્ષણ દ્વારા બાળકોને સમજાવવું જોઈએ કે ખરાબ કે સારા વ્યવહારની અસર કેવી થાય છે. એક રાજાને ત્રણ છોકરીઓ હતી. બે સુંદર અને એક કુરૂપ હતી. કુરૂપ છોકરીને બધા ચાહતા હતા અને બીજી બે સુંદર હોવા છતાં ઘરના માણસો તેમની ઉપેક્ષા કરતા હતા. બંને છોકરીઓ પિતા પાસે આ પક્ષપાતની ફરિયાદ કરવા અને કારણ જાણવા ગઈ. રાજાએ એક અઠવાડિયામાં જવાબ આપવાનું કહ્યું. ત્રણેય છોકરીઓને બીજે દિવસે બગીચામાં મોકલી. બગીચાના દરવાજામાં પ્રવેશ કરતાં જ એક ભૂખી ડોસી મળી. બંને મોટી રાજકુમારીઓ ડોસીને અયોગ્ય જગ્યાએ બેસવા બદલ ગમે તેમ બોલીને આગળ જતી રહી. નાની કુરૂપ રાજકુમારીએ પોતાનું ભોજન તેને આપી દીધુ. સહાનુભૂતિ પ્રગટ કરી તેનું વજનદાર પોટલું માથા ઉપર મૂકીને યોગ્ય જગ્યાએ તેને બેસાડી દીધી. ડોસીએ જે કહ્યું તે રાજાએ છોકરીઓને સંભળાવ્યું અને કહ્યું કે ચહેરાની સુંદરતા કરતાં હાથ અને વાણીની સુંદરતા વધુ મહત્વની છે, એનાથી પ્રેમ મળે છે. બંને છોકરીઓએ તનની જેમ પોતાના મનને પણ સુંદર બનાવવાની સાધનાનો આરંભ કરી દીધો.

સ્વાભિમાની તિલક :

લોકમાન્ય તિલક જે કોલેજમાં ભણતા હતા, તે કોલેજના છોકરાઓ ફેશનમાં રહેતા હતા. તિલક એકલા જ કુરતો અને પાઘડી પહેરતા હતા. ફેશનેબલ છોકરાઓની તેમણે મજાક ઉડાવી ઉડાવીને દેશી પોષાક પહેરવા માટે સહમત કરી દીધા.

ઘણા છોકરાઓ હંમેશાં બિમાર રહેતા હતા અને એમનાં કબાટ દવાઓથી ભરેલાં રહેતાં હતાં. તિલકે તે દવાઓ ગટરમાં ફેંકી દીધી અને કહ્યું, “ તમે મારી સાથે અખાડામાં નિયમિત આવ્યા કરો, જો કોઈ બિમારી રહે તો એની જવાબદારી મારી. ”

જડ બુધ્ધિમાંથી મેઘાવી બુદ્ધિઃ

જર્મનીના જોસેફ બર્નાડની કિશોરાવસ્થા એવી રીતે પસાર થઈ કે જાણે જડબુધ્ધિના હોય. શાળામાં ન ભણી શક્યા. તેથી તેમનાં માતાપિતાએ ટ્યુશનની વ્યવસ્થા કરી. એનું પણ કોઈ પરિણામ ન આવ્યું, ત્યારે તેમના પિતાએ કહ્યું કે, “ તારા જેવા બુધ્ધુને બદલે કૂતરો પાળ્યો હોત તો સારૂ થાત. ” આ વાક્ય હ્રદયમાં તીરની જેમ ભોંકાઈ ગયું અને બર્નાડે એ જ દિવસથી પુરી દીલચસ્પી અને મહેનતથી ભણવાનું શરૂ કર્યું. જડ મગજે ધીરે ધીરે સુધરવાનું અને બદલવાનું શરૂ કર્યું. એણે એક પછી એક ધોરણ સારા નંબરે પાસ કરવા માંડયાં. એનામાં એવું પરિવર્તન થયું કે જેને ચમત્કારની ઉપમા આપી શકાય. એણે બાઈબલ મોંઢે કરી દીધું એટલું જ નહીં, થોડા જ વર્ષોમાં નવ ભાષાના મૂર્ધન્ય વિદ્વાન બની ગયા. એમને જર્મનીના ઈતિહાસમાં બુદ્ધિના ધનવાન કહેવામાં આવે છે, પરંતુ કિશોરાવસ્થા પુરી થતાં સુધી તેઓ જડબુદ્ધિના હતા.

બુધ્ધુની અનુપમ બુધ્ધિમતા :

જગતના જાણીતા વૈજ્ઞાનિક આઈનસ્ટાઈન નાનપણમાં બુધ્ધુ હતા. તેમના મિત્રો હંમેશાં તેમની મજાક ઉડાવતા હતા. એક દિવસ અત્યંત ગંભીરતાપૂર્વક એમણે શિક્ષકને પૂછયું કે શું હું કોઈપણ રીતે સુયોગ્ય ન બની શકું ? શિક્ષકે તેમને ટૂંકમાં એક જ વાક્યમાં જવાબ આપ્યો કે, “ દિલચસ્પી અને એકાગ્રતાપૂર્વક અભ્યાસ એ જ વિદ્વાન બનવાનો એક માત્ર ગુરૂમંત્ર છે. ” આઈન્સ્ટાઈને આ વાત ગાંઠે બાંધી લીધી અને પોતાના અભ્યાસમાં તન્મય બની ગયા. પરિણામે સ્પષ્ટ છે કે તેમને સંસારમાં અણુવિજ્ઞાનના પારંગત અને સાપેક્ષવાદના પિતા માનવામાં આવે છે. એમની નાનપણની બુધ્ધિ જે તેમને બુધ્ધુ કહેવડાવતી હતી, તે હજારગણી વિકસિત થઈ.

સાચી વાત કહેવાનું સાહસ :

અમીચંદ નામનો એક પ્રસિધ્ધ માણસ મહર્ષિ દયાનંદ પાસે ગીત ગાવા જતો હતો. દયાનંદને એ વ્યક્તિ સાથે અત્યંત આત્મીયતા થઈ ગઈ હતી. એક દિવસ સમાજના સભ્ય લોકોએ એમના ખરાબ આચરણ વિષે ફરિયાદ કરી. મહર્ષિએ તપાસ કરી તો વાત સાચી નીકળી. બીજા દિવસે જ્યારે અમીચંદ ગીત ગાઈને ઉઠતો હતો ત્યારે મહર્ષિએ કહ્યું, “ પ્યારા દોસ્ત તમારો કંઠ કોયલ જેવો છે, પરંતુ આચરણ તો કાગડા જેવું છે.” આ વાત અમીચંદને હ્રદ યમાં ખૂંચવા લાગી. એણે સંકલ્પ કર્યો કે મહર્ષિને હું ત્યારે જ મળીશ કે જ્યારે હું સારો બનીશ. બીજા જ દિવસથી તેણે લાંચ લેવાની બંધ કરી દીધી. ઘણા સમયથી ત્યજેલી પત્નીને પાછી બોલાવી લીધી. દારૂ પીવાનું છોડી દીધું. આ રીતે શ્રેષ્ઠ આચરણ કર્યું ત્યાર પછી ઋષિનાં ચરણોમાં શીશ નમાવ્યું.

સ્વાવલંબી બાળક :

ફ્રાન્સની ગાયિકા મેલિથોર્ન પાસે એક વખત એક ગરીબ છોકરો આવ્યો. મેલિથોર્ન એને દેખીને દુઃખી થઈ ગઈ. એણે કહ્યું, “ બેટા, તારું શું નામ છે અને શું કામ કરે છે ? ” છોકરાએ કહ્યું કે, “ મારું નામ પિયરે અને હું અભ્યાસ કરૂ છું. હું તમને એક વિનંતી કરવા આવ્યો છું. મારી મા માંદી છે. મારી પાસે દવા માટે કે એના ઈલાજ માટે પૈસા નથી. ” મેલિથૈને કહ્યું, “ તારે આર્થિક મદદ જોઈએ છે ને ? બોલ કેટલા પૈસા આપુ ? ” પિયરે કહ્યું “ ના, હું મફતના પૈસા નથી લેતો. હું તો તમને એક નિવેદન કરવા આવ્યો હતો. મેં એક કવિતા લખી છે. તમે એ સંગીત સભામાં ગાવાની કૃપા કરો, ત્યાર પછી જે ઉચિત લાગે તે આપજો.

મેલિથોર્ન ઘણી પ્રભાવિત થઈ. બીજા દિવસે એણે એ કવિતા એક જલસામાં ગાઈ. કરૂણ સ્વરમાં ગવાયેલ એ કવિતા સાંભળી શ્રોતાઓની આંખમાં પાણી આવી ગયું. એ કવિતા ઉપર લોકોએ સારો એવો પુરસ્કાર આપ્યો. મેકિર્થોન બધી રકમ લઈને પિયરની માંદી મા પાસે ગઈ અને એનો હકદાર પિયરે છે એમ કહી બધી રકમ પિયરને આપી દીધી.

અંતે બાળકો સમાજવાદીનાં પુષ્પો છે, આવતીકાલના નાગરિકો છે. રાષ્ટ્રને સમર્થ નાગરિકો આપી આપનો ગૃહસ્થાશ્રમ ધન્ય બનાવો .

શિક્ષણનો ઉદેશ્ય બોધ : બોધવચન -૩૪

શિક્ષણનો ઉદેશ્ય બોધ : બોધવચન -૩૪

પ્રારંભિક કક્ષાનું સામાન્ય શિક્ષણ પૂરું કરતાં પહેલાં જ એ નક્કી કરી લેવું જોઈએ કે પોતાના બાળકને શું બનાવવો છે અથવા બાળકને શામાં રૂચિ છે. તેના આધારે એના આગળના શિક્ષણનો નિર્ણય લેવો જોઈએ. યોગ્ય નિર્ણય ન કરવાને લીધે કરેલી મહેનત તથા ખર્ચલો સમય અને ધન નકામાં જાય છે. એના લીધે પાછળથી કાયમ પસ્તાવું પડે છે. ભોજનની જેમ શિક્ષણના ઉદ્દેશ્યનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. બાળકને રમવા કૂદવાની તક આપવી જોઈએ, એને કલાકૌશલ્યની ટેવ પણ પાડવી જોઈએ. લોક વ્યવહાર અને નીતિ તથા સદાચારનું ઉપયોગી જ્ઞાન એને મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ.

વિકસિત દેશોનાં ઉદાહરણ :

ક્યુબા, ઈઝરાયેલ તથા યુગોસ્લાવિયાએ સ્વાવલંબી શિક્ષણને મહત્વ આપ્યું છે. વિશ્વ યુદ્ધ પછી એમને સુયોગ્ય નાગરિકોની જરૂર હતી. આથી ડીગ્રી પ્રધાન શિક્ષણથી દૂર રહીને એમણે રાષ્ટ્રના નવનિર્માણ માટે જરૂરી એવા પ્રગતિશીલ શિક્ષણની વ્યવસ્થા કરી. દરેક યુવાન તથા પ્રૌઢ માણસ માટે એવું ફરજિયાત કરવામાં આવ્યું કે પોતાનું શિક્ષણ પુરૂ કર્યા પછી કમાવાનું શરૂ કરે તે પહેલાં ઓછામાં ઓછી ૧૦૦ ( એક સોહ ) વ્યક્તિઓને સાક્ષર બનાવે તથા એમને નાગરિકતાનું શિક્ષણ આપે. એનાં સારાં પરિણામતરત જ જોવા મળ્યાં.

ચીન અને જાપાનમાં પણ આવા પ્રયોગો કિશોરો તથા યુવકો ઉપર કરવામાં આવ્યા કે જેથી સ્વાવલંબી નાગરિકોનું ઘડતર કરી શકાય. આ બંને દેશો આજે પ્રગતિના શિખરે પહોંચ્યા છે તેનું મૂળકારણ અનૌપચારિક શિક્ષણ જ છે.

ફિશરની લગની :

ફ્રાન્સનાં એક મહિલા પાદરી ફિશર ભારત આવ્યા. અહીંની નિરક્ષરતા જોઇને એમને દુઃખ થયું. બાળકોને ભણાવવાનું કહેતાં તો લોકો માં ફેરવી લેતા. છતાં એમણે નિશ્ચય કર્યો કે પોતાના કામને વળગી રહેવું. થોડાંક જ વર્ષોમાં એનું ચમત્કારિક પરિણામ આવ્યું. છોકરા છોકરીઓનું શિક્ષણ ૪૦ ટકાએ પહોંચ્યું અને એ વિસ્તારમાં ૧૫૦ પ્રાથમિક શાળાઓ ખોલવામાં આવી અને એમાં દોઢ હજાર બાળકો ભણવા લાગ્યાં. એમણે બાળકોને માત્ર શાળાકીય શિક્ષણ જ ન આપ્યું, પણ તેમને શિષ્ટાચાર તથા લોકવ્યવહારનું શિક્ષણ પણ આપ્યું. એમણે ભણાવેલાં અનેક બાળકોએ આગળ વધી સમાજનિર્માણમાં મહત્વની ભૂમિકા નિભાવી.

સ્વામી રામતીર્થે પ્રોફેસર પદ છોડયું :

બી.એ.ની પરીક્ષામાં એક યુવકને નિષ્ફળતા મળી છતાં પણ તે નિરાશ ન થયો. નિરાશ થવાનું તો તે શીખ્યો જ ન હતો. બમણી મહેનત કરીને અભ્યાસ કરવા લાગ્યો. આ વખની પરીક્ષામાં તેણે પરીક્ષકને ચક્તિ કરી દીધા. જૂન મહિનામાં પરીક્ષાનું પરિણામ જાહેર થયું. પેલો યુવક પ્રાંતમાં પ્રથમ શ્રેણીમાં ઉત્તીર્ણ થયો. તેનું નામ હતું તીર્થરામ. જેને દેશવિદેશમાં લોકો સ્વામી રામતીર્થના નામે ઓળખે છે. એમણે પ્રોફેસરની નોકરી છોડીને જગતમાં વેદાંતના શિક્ષણ તથા ઉપદેશોનો પ્રચાર કર્યો. એમનું કહેવું હતું કે શાળાકીય શિક્ષણના બદલે લોકોને વ્યવહારિક આધ્યાત્મનું સિક્ષણ આપવું જોઈએ. પોતાનું ટૂંકુ જીવન એમણે આ માટે જ ગાળ્યું.

કવિવર રવિન્દ્રનાથનું શિક્ષણ :

રવિન્દ્રનાથ ટાગોર જે સ્કુલમાં ભણતા હતા તેનું શિક્ષણ માત્ર નોકરીના કામનું જ હતું. આથી તેમના પિતાએ એમને નિશાળમાંથી ઉઠાડી લીધા. તેઓ એમને જે બનાવવા ઈચ્છતા હતા તેવું શિક્ષણ આપ્યું. પરિણામે એટલા જ સમય અને શ્રમમાં રવિન્દ્રબાબુ વિશ્વવિખ્યાત બની ગયા તથા નોબેલ ઈનામ પણ મેળવ્યું. એમણે પ્રકૃતિ પાસેથી જ પોતાનું બધું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. પિતાને બાદ કરતાં તેઓ પોતાની ઉપલબ્ધિઓનું શ્રેય પદ્મા નદી ( બંગલા દેશ ) ના કિનારે વિતાવેલી પોતાની કિશોરાવસ્થાના સમયને આપતા હતા કે જ્યાંથી એમણે નૈસર્ગિક સહચર્ય દ્વારા અમૂલ્ય શિક્ષણ મેળવ્યું હતું.

વૈજ્ઞાનિક એડિસનઃ

શિક્ષકોએ એડિસનની માને સલાહ આપી કે આ મંદબુધ્ધિનો બાળક ભણી શકશે નહીં. માતાએ એડિસનને સ્કુલમાંથી ઉઠાડી લીધો અને એક વર્તમાનપત્ર વેચવાની દુકાને ગોઠવી દીધો. એડિસનનું મગજ શોધખોળ કરવામાં સારૂ કામ કરતું હતું. એણે ઠીકઠાક કરીને એક પ્રેસ બનાવ્યો. તેની ઉપર પોતાનાં વર્તમાનપત્રો પણ છાપવા લાગ્યો. એક દિવસ તાર માસ્તરના છોકરાને રેલવેના પાટા પરથી મરતો બચાવી લીધો. એના આભાર બદલ તાર માસ્તરે એડિસનને તારનું કામ શિખવાડી દીધું. તેણે ગ્રામોફોન શોધ્યું. તે પોતાના કામમાં એટલો બધો મશગૂલ હતો કે પોતાની પત્નીને પણ ઓળખી ના શક્યો. એડિસને કેટલીય શોધખોળો કરી છે અને દુનિયાનો મહાન વૈજ્ઞાનિક ગણાય છે. તે ભણ્યો ઓછું પણ વિજ્ઞાનના ક્ષેત્રમાં એણે આશ્ચર્યજનક સફળતા પ્રાપ્ત કરી.

શ્રમ – આજીવિકાનું શિક્ષણ સંપાદન :

મનુષ્ય એવી કલા પણ શીખવી જોઈએ કે પોતાની નોકરી છૂટી જાય તો પણ સામાન્ય સ્થિતિમાં પોતાનું ગુજરાન ચલાવી શકે. કુંતામાતાએ પાંડવોના ઉછેર સમયે એ દિશામાં પહેલેથી જ ધ્યાન રાખ્યું હતું. જે તેમને વનવાસ સમયે કામ લાગ્યું. ભીમે રસોઈયાનું કામ, અર્જુને નૃત્યકારનું અને દ્રૌપદીએ દાસીનું કામ કર્યું. આ રીતે તેમણે વિરાટનગરમાં પોતપોતાનાં કૌશલ્યોને અનુરૂપ કામ મેળવી લીધું હતું. આ રીતે એક વર્ષનો ગુપ્ત વનવાસ પુરો કર્યો.

નારી પરિવારનો પ્રાણ છે, બોધવચન -૧૮

નારી પરિવારનો પ્રાણ છે, બોધવચન -૧૮

બોધ :નારી પરિવારની ધરી છે. એની ઉત્કૃષ્ટતા અને નિકૃષ્ટતા ઉપર જ ઘરના ઉત્થાન તથા પતનનો આધાર છે, એમાં સહેજેય સંદેહ નથી. પુરૂષ તો એનો સહાયક માત્ર છે. તે સાધનો ભેગાં કરે છે અને સહયોગ આપે છે. પ્રાત : કાળે પથારીમાંથી ઉઠવાથી માંડીને રાત્રે ઘરના સભ્યો સૂઈ જાય ત્યાં સુધીનાં બધાં જ કાર્યોમાં તે પ્રતિક્ષણ વ્યસ્ત રહે છે. નારી ગૃહલક્ષ્મી છે. તેને ઘરરૂપી દેવાલયમાં રહેલી પ્રત્યક્ષ દેવી માનવી જોઇએ. દરેક સગૃહસ્થનું પહેલું કર્તવ્ય છે કે માતા, ભગિની, પત્ની અને કન્યા ગમે તે રૂપે નારી રહે એને સ્વસ્થ, પ્રસન, શિક્ષિત, સ્વાવલંબી અને સુસંસ્કૃત તથા પ્રતિભાવાન બનાવવામાં સહેજ પણ કસર ના રાખે.

શાસ્ત્રોમાં નારીનું ગાન :

શાસ્ત્રોમાં નારીની મહત્તા અને એની ગરિમાનું વર્ણન કરતાં કહેવામાં આવ્યું છે કે નારી બ્રહ્મવિદ્યા છે, શ્રધ્ધા છે, શક્તિ છે, પવિત્રતા છે, કલા છે અને સંસારમાં જે કાંઈ સર્વશ્રેષ્ઠ સ્વરૂપે દષ્ટિગોચર થાય છે, તે બધું જ તે છે. નારીને પરિવારનો પ્રાણ અને હૃદય કહેવામાં આવે છે.

મનુસ્મૃતિમાં કહેવામાં આવ્યું છે કે ગૃહસ્વામિની સ્ત્રી પૂજાને યોગ્ય છે. એનામાં અને લક્ષ્મીમાં કોઈ તફાવત નથી. ’  દેવી ભાગવતમાં કહેવામાં આવ્યું છે કે – બધી સ્ત્રીઓ અને બધી વિદ્યાઓ દેવીરૂપ જ છે. નારીના અંતઃકરણમાં કોમળતા, કરૂણા, મમતા, સહૃદયતા તથા ઉદારતાની પાંચ દેવપ્રવૃત્તિઓ સહજરૂપે વધારે છે. આથી તેને દેવી શબ્દથી સન્માનિત કરવામાં આવે છે.

બ્રહ્મપુરાણમાં વ્યાસ – જાબાલિ રૂપે એક આખ્યાયિકા આવે છે. તેમાં વ્યાસજી જાબાલિને બતાવે છે કે – “ હે જાબાલિ ! પુત્ર માટે માતાનું સ્થાન પિતા કરતાં વધારે છે. કારણ કે તે જ એને પોતાના ગર્ભમાં ધારણ કરે છે. પોતાના રસ, રક્ત અને શરીરથી જ નહિ, પરંતુ ભાવનાઓ અને સંસ્કારોથી તેનું પાલનપોષણ કરે છે. આથી તે સર્વશ્રેષ્ઠ માર્ગદર્શક અને કલ્યાણકારક ગુરૂના સ્વરૂપે સ્થાપવા યોગ્ય છે. ”

‘ નાસ્તિ ભાર્યા સમ મિત્રમ્ ‘ માતા પછી બીજું સ્થાન પત્નીનું છે, આ સ્વરૂપમાં તેને સૌથી મહાન મિત્રની ઉપમા આપવામાં આવી છે. જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓમાં જ્યારે બધા મિત્રો સાથ છોડી જાય છે. ધન – સંપત્તિનો વિનાશ થઈ જાય છે, શરીર રોગી અને નિર્બળ થઈ જાય છે, એવી સ્થિતિમાં પણ પત્ની જ પુરૂષને સાથ આપે છે. તેની દરેક મુશ્કેલીમાં કદાચ બીજું કંઈ ન બની શકે તો પણ પુરૂષનું મનોબળ, એની આશા અને સંવેદનશીલતાને બળ આપતી રહે છે.

‘ નાસ્તિ સ્વસા સમા માન્યા ” એટલે કે બહેન સમાન સન્માનીય કોઈ નથી. આ સ્વરૂપમાં નારીએ પુરૂષને જે સ્નેહ આપ્યો છે, એનાથી આપણા સામાજિક સબંધો અને જાતીય બંધનો સુર્દઢ બન્યા છે. ભારતીય વીરોને બુરાઇઓ સામે લડવાની પ્રેરણા આપનાર, એમના ગૌરવપૂર્ણ મસ્તક ઉપર તિલક કરનાર બહેનના સબંધ આજે પણ કેટલા મધુર છે, એનો અનુભવ દરેક ભારતીયને રક્ષાબંધનના દિવસે થાય છે.

‘ ગૃહપુ તનયા ભૂષા ‘ અર્થાત્ કન્યાના સ્વરૂપમાં નારી ઘરની શોભા છે. તે પોતાના આનંદપ્રમોદથી ગૃહસ્થજીવનમાં જે સરસતા લાવે છે, તેટલી પુત્ર પણ લાવી શકતો નથી. કન્યા પુત્ર કરતાં વધુ ભાવનાશીલ હોય છે. તેથી તેની પાસેથી મળતા સ્નેહનું મૂલ્ય અને મહત્વ ખૂબ છે.

પોતાનાં ઉપરોક્ત ચારેય સ્વરૂપો દ્વારા માતા, પત્ની, બહેન અને દીકરી ) નારીએ પુરૂષને જે સ્નેહ આપ્યો છે તેની તુલના કોઈપણ દૈવી સત્તાની સાથે સહર્ષ કરી શકાય છે. તેમાં નારીનું પલ્લું ભારે જ રહેશે. આથી તેને દેવી કહેવી તે પ્રત્યેક દૃષ્ટિએ ઉચિત અને ન્યાયપૂર્ણ છે. એના આ ગૌરવને પૂરતી પ્રતિષ્ઠા મળવી જોઇએ.

નારી તારાં પ્યારાં રૂપ ••

નારી તારાં ખારાં રૂપ, પ્યારના પ્યાલા પીવડાવ્યા ખૂબ, વિવિધ તારાં રૂપો વર્ણવતાં, આંખમાં અશ્રુ આવે ખૂબ.

માતા સમાન મૂર્તિ શોધવા, ઠેર ઠેર હું ભટક્યો ખૂબ, અને કરુણાની મૂર્તિ, દુઃખ વેઠી દિવ્ય પ્રેમ દીધો ખૂબ,

ભણાવી ગણાવીને મોટો કીધો, આશીર્વાદ પણ આપ્યા , ખૂબ, સંસારમાંથી તેણે વિદાય લીધી, ત્યારે પોકે પોકે રડ્યો ખૂબ.

બહેની થઈને મારી સાથે, બાળપણમાં રમવા આવી તું, વાળ ખેંચતો, મૂક્કા મારતો, તોપણ ભાઈ ભાઈ કહેતી તું,

રડતી રડતી વિદાય થઈ પણ, રાખડીથી રક્ષા કરતી તું, જ્યારે જ્યારે તું યાદ આવે છે, છાનો છાનો રડતો હૂં.

પત્ની થઇને સમર્પણ કીધું, ત્યાગને બલિદાન કીધાં ખૂબ, લક્ષ્મી બનીને મારે ઘેર પધારી, કામકાજ સંભાળ્યાં ખૂબ,

પરિવારની ઘણી સેવા કીધી, પ્રેમના અશ્રુ વહાવ્યાં ખૂબ, પ્રેમના જે પ્યાલા પીવડાવ્યા, અમૃત તેની આગળ તુચ્છ.

દીકરી થઇને મારે ત્યાં પધારી આનંદ કિલ્લોલ કર્યા ખૂબ, વાળ ખેંચતી, બચકાં ભરતી, લાડ પણ કરતી ખૂબ,

ડગલે પગલે જરૂર પડતાં સેવા મારી કરતી ખૂબ, સાસરે તેને વળાવીને, યાદ આવે ત્યારે રડતો ખૂબ.

માતા, બહેની, પત્નીને પુત્રીથી પ્રભુ ! જીદંગી તે ભરી દીધી,  વિવિધરૂપે સ્નેહની સરિતા વહે, તેવી વ્યવસ્થા કરી દીધી,

પ્રભુ ! જગત આજે શુષ્ક બન્યું છે, લાવો જલ્દી નારી સદી, પ્રેમનાં પીયુષ પી – પીને દુનિયા, થશે ફરીથી હરીભરી.

 ( ‘ યુગો ગાશે ગાથા ’ – માંથી )

અનેક ઋણ ચૂકવવાનું સાધન છે – ગૃહસ્થાશ્રમ બોઘવચન -૧૨

અનેક ઋણ ચૂકવવાનું સાધન છે – ગૃહસ્થાશ્રમ બોઘવચન -૧૨

બોધ : પરિવાર ઉપરાંત બીજાં પણ અનેક દેવઋણ ચૂકવવા યોગ્ય છે . દેશ , સમાજ , સંસ્કૃતિનાં અનેક અનુદાનોની મદદથી જ મનુષ્ય સુવિકસિત બની શકયો છે . માત્ર પરિવારના લોકો જ જીવનનિર્વાહની બધી વસ્તુઓ આપી શકતા નથી . આજીવિકા મેળવવી , વાગ્ન , શિક્ષણ , સંરક્ષણ વગેરે અસંખ્ય લોકોના અનુદાનથી જ પ્રાપ્ત થાય છે . આ બધું દેવઋણ અર્થાત્ સમાજ w ણ કહેવાય છે . શ્રેષ્ઠ પુરૂષોએ એને મહત્ત્વનું ઋણ કહ્યું છે . આ ઋણ ચૂકવવું એટલે કે સમાજને દરેક રીતે સમૃધ્ધ અને સુવિકસિત બનાવવો , તે દરેક વિચારશીલ મનુષ્યનું કર્તવ્ય છે . પોતાનાથી જેટલાં લોકોપયોગી કાર્ય થઇ શકે તે કરતા રહેવું જોઈએ .

જે સમાજ અને રાષ્ટ્રમાં આપણે જન્મ લીધો છે . એણે એક યા બીજી રીતે આપણને સંરક્ષણ અને સાધનો આપી ઉપકૃત કર્યા છે . દુનિયા પાસેથી પણ આપણે ઘણું મેળવ્યું છે , એ વાત સદૈવ યાદ રાખવી જોઇએ . મોટાભાગની જીવનોપયોગી વસ્તુઓ લોકોના પરિશ્રમથી બની છે . એમની બુદ્ધિ અને કુશળતાનો લાભ ઉઠાવીને જ આપણે આગળ આવ્યા છીએ . આ ઋણમાંથી મુકત થવાની સાચી રીત આ વિશ્વને સુખી અને સમુન્નત બનાવવું તે છે .

આદર્શવાદી ડૉક્ટર દંપતીઃ

દક્ષિણ ભારતમાં જન્મેલા ડૉક્ટર કૌસ્તુભ પાસ થયા પછી સરકારી ક્ષય ચિકિત્સાલયમાં નિયુક્ત થયા . એમણે જ્યોર્જ બનાર્ડ શૉની પેલી ઉક્તિ પોતાના ઓરડામાં લટકાવી રાખી હતી કે , “ રોગીને દવા કરતાં ડૉક્ટરની સહાનુભૂતિની વધારે જરૂર હોય છે . ” એમણે દર્દીઓ સાથે નમ્રતાપૂર્ણ વ્યવહાર રાખ્યો અને અસંખ્ય રોગીઓને સાજા કર્યા . એ હોસ્પીટલની એક નર્સ સાથે એમણે એ શરત સાથે લગ્ન કર્યા કે તેઓ સંતાન પેદા નહીં કરે , એના બદલે રોગીઓને જ પોતાનાં બાળકો માનશે . સેવાધર્મ બજાવતાં એ દંપતીને સમાજઋણ ચૂકવ્યાનો સંતોષ થતો હતો .

વૃધ્ધાવસ્થામાં તેઓ મસુરી ગયાં . ત્યાંની હોસ્પીટલમાં ચાર કલાક મફત સેવા કરતા . અસહાય લોકોની આર્થિક સેવા પણ કરતાં હતાં . આજે તે દંપતિ હયાત નથી પણ તેમનો આદર્શ લાંબા સમય સુધી અનેક લોકોને પ્રેરણા આપતો રહેશે .

ધનનો ઉપભોગ ન કરો , વહેંચી દોઃ

હજરત મોહમ્મદ એકવાર પોતાની પુત્રીને ત્યાં ગયા . ત્યાં તેમણે જોયું કે દરવાજા પર રેશમી પડદા લટકતા હતા . બધે ઠાઠમાઠ હતો . પુત્રીએ સોનાચાંદીના ઘરેણાં પહેર્યા હતાં . આ બધું જોઇને હજરત તરત ત્યાંથી પાછા વળી ગયા .

પુત્રી દુઃખી થઈ અને પિતાને આમ એકદમ પાછા વળી જવાનું કારણ પૂછયું . એમણે કહ્યું કે આપણે લોકોએ ગરીબોની જેમ રહેવું જોઇએ . આપણી પાસે જે હોય તે ભલાઈનાં કામોમાં વાપરવું જોઈએ . પુત્રીએ પોતાનાં ઘરેણાં અને દોલત એમને સોંપી દીધાં . હજરતે સંતોષ વ્યક્ત કર્યો અને ધન જરૂરિયાતવાળા લોકોને વહેંચી દીધું .

મહાનતા આને જ કહે છે . જ્યાં સમાજના સભ્યો પ્રત્યે કરૂણા અને દર્દ હોય ત્યાં હંમેશાં દેવત્વ હોય છે . સમાજના સભ્યોને સમાજનું ઋણ ચૂકવવાની પ્રેરણા મળે એ માટે અનુકરણીય ઉદાહરણ રજૂ કરનાર આવા મહામાનવો વિશ્વમાં સમય સમય પર જન્મતા રહે છે .

નોકરી નહીં , સેવા :

રામતીર્થ ફર્સ્ટ ક્લાસ સાથે એમ.એ. થયા . એ જમાનામાં તો આ બહુ મહાન બાબત હતી . પ્રિન્સીપાલે પોતાની કૉલેજમાં પ્રોફેસરની નોકરી અપાવવાની વાત કરી .

રામતીર્થે કહ્યું , “ મેં બંધનમાં બંધાવા માટે વિદ્યા પ્રાપ્ત કરી નથી . એ શ્રમ અને જ્ઞાનનો ઉપયોગ અસંખ્ય લોકોને વ્યામોહમાંથી છૂટકારો અપાવવાનો છે . ” નોકરી કરવાનો તેમણે સ્પષ્ટ ઈન્કાર કરી દીધો અને વિશ્વકલ્યાણ તથા પરમાર્થ માટે જીવન અર્પણ કરી દીધું . લગ્ન બંધનમાં ફસાયા નહીં . અલ્પાયુ જીવનમાં જ પોતાની પ્રતિભા અને સામર્થ્યનો લાભ સંસારને આપી ગયા .

બધી સંપત્તિ રાષ્ટ્રને સમર્પિત :

શેઠ જમનાલાલ બજાજનો જન્મ કરોડપતિ વચ્છરામને ત્યાં થયો હતો . એમને જે ધન મળ્યું તેનો મોટો ભાગ ગાંધીજીની રાષ્ટ્રીય જરૂરિયાતો પુરી કરવામાં વાપરી નાખ્યો . આને કહેવાય વારસાનો સદુપયોગ . પોતાના ઉદ્યોગોની કમાણીમાંથી તેમણે અનેક સંસ્થાઓ તથા લોકોને ઘણાં દાન કર્યા છે . સમાજઋણ અને રાષ્ટ્ર ઋણ ચૂકવવાની તેમનામાં અનોખી ભાવના હતી .

ગૃહસ્થાશ્રમની શ્રેષ્ઠતા, બોધવચન -૪

ગૃહસ્થાશ્રમની શ્રેષ્ઠતા

ગૃહસ્થાશ્રમમાં આત્મશુધ્ધિની સાથે સાથે સમાજને સુયોગ્ય નાગરિક આપવાનો પરમાર્થ પણ જોડાયેલો છે.  ઉપયુકત વાતાવરણમાં રહીને મનુષ્ય પ્રસન્ન,  સંતુષ્ટ અને નિશ્ચિત બને છે.  તેથી મનુષ્ય ચિરકાળથી કુટુંબ બનાવીને રહેતો આવ્યો છે.  પારિવારિકતાને આધારે જ તેના પશુતુલ્ય જીવનનો વિકાસ થયો અને સામુહિક વિકાસનો એવો સુયોગ થઈ શકયો કે જેમાં મનુષ્યને સૃષ્ટિનો મુગટમણિ કહેવામાં આવે છે. 

પ્રાચીનકાળના ઇતિહાસ ઉપર નજર નાખતાં ખાતરી થાય છે કે થોડાક અપવાદો બાદ કરતાં મોટાભાગના તપસ્વી લોકો ગૃહસ્થ હતા.  યોગસાધના તથા વનવાસ વખતે પણ એમની પત્નીઓ સાથે હતી.  મુનિઓ ગૃહસ્થ હતા તથા તેમની પત્ની સાથે રહેતા હતા.  મહર્ષિઓમાં મુખ્ય એવા સાત ઋષિઓને પણ પત્નીઓ હતી તથા તેમને બાળકો પણ હતાં.  દેવોમાં પણ ઘણા ગૃહરથ હતા.  ઇશ્વરનાં અવતારોમાં પણ મોટા ભાગના ગૃહસ્થ હતા.  ભગવાન રામ અને કૃષણ તથા શંકર ભગવાન ગૃહરથ હતા.  જીવનની સુવિધા તો ગૃહસ્થજીવનમાં જ વધે છે.  સાથે સાથે કેટલાંય જીવનલક્ષ્યોને પૂર્ણ કરવામાં ખૂબ સહાયતા પણ મળે છે.

સંન્યાસીમાંથી ગૃહસ્થ – વિઠ્ઠલ પંડિત :

વિઠ્ઠલ પંડિત કાશી ગયા.  ત્યાં તેમણે સંન્યસ્તની દીક્ષા લીધી અને ત્યાં જ રહેવા લાગ્યા.  જ્યારે ગુરૂને ખબર પડી કે તેઓ ઘરની જવાબદારીઓ પુરી કર્યા વગર જ સંન્યાસી થઇ ચૂક્યા છે,  તો એમણે સંન્યાસ દીક્ષાને રદ કરી અને ગૃહસ્થપાલનની આજ્ઞા આપી.  એમણે કહ્યું, ”  ગૃહસ્થને બંધન માની તેનાથી દૂર ન ભાગશો.  તેની સાથે જોડાયેલ આત્મપરિષ્કારની બ્રાહ્મણોચિત સાધના કરો તથા યુગની આવશ્યક્તાને અનુરૂપ સંતાન સમાજને આપવાની આવશ્યક્તા અને તેમના નિર્માણની જવાબદારી પૂરી કરો. ” 

વિઠ્ઠલ પંડિતે એવું જ કર્યું,  જ્ઞાતિવાળાઓએ પંડિતજીને નાત બહાર મૂક્યા અને એમનાં બાળકોને પણ કોઈ કામમાં સામેલ કરતા નહીં.  તેમ છતાં વિઠ્ઠલ ૧૮.  પંડિત ગુરૂદેવે બતાવેલ ગૃહસ્થાશ્રમના આદર્શોને અનુરૂપ જીવન જીવતા રહ્યા,  અને બાળકોને શ્રેષ્ઠ સંસ્કાર આપતા રહ્યા.  સંત જ્ઞાનેશ્વર સાથે એમના ત્રણ પુત્રો અને મુક્તાબાઈ નામે પુત્રી સહિત ચારેય જણ ધર્મ પ્રચાર કરવા લાગ્યા.  તેમના રૂઢિ વિરોધી પ્રયાસોથી દેવસંસ્કૃતિના વિસ્તારના પ્રયાસોમાં સહાયતા મળી. 

પ્રેમ,  શ્રધ્ધા અને શાંતિનો સંગમ ‘ આપણું ઘર ‘ :

એક ગૃહસ્થ સર્વોત્તમ સૌંદર્યની શોધમાં નીકળી પડ્યા.  તેઓ એક તપસ્વી પાસે ગયા અને પોતાની જિજ્ઞાસા પ્રગટ કરી.  તેમણે જવાબ આપ્યો, ”  શ્રધ્ધાં માટીના રોડાને પણ ગણેશ બનાવી શકે છે. ”  સંતોષ ન થવાથી તેઓ એક ભક્ત પાસે ગયા.  તેમણે કહ્યું,  ‘ પ્રેમ જ સુંદર છે.  કાળા કૃષ્ણ ગોપીઓને પ્રાણપ્રિય લાગતા હતા.  ‘ થોડું સમાધાન થયું ન થયું તો વિચાર કરતાં આગળ ચાલ્યા.  યુધ્ધભૂમિમાંથી પાછો આવેલ સશસ્ત્ર સૈનિક મળ્યો.  એને પૂછયું, ”  સૌંદર્ય ક્યાં હોઈ શકે ?”  સૈનિકે જવાબ આપ્યો, ”  શાન્તિમાં” .

જેટલા માં એટલી વાતો.  નિરાશ ગૃહસ્થ પોતાને ઘેર પાછા આવ્યા.  બે દિવસની પ્રતીક્ષાથી બધાં વ્યાકુળ હતાં.  પહોંચતાની સાથે બધાં વળગી પડ્યાં.  પુત્રીની આંખોમાં આંસુ આવી ગયાં.  આત્મીયતાનો,  સ્નેહનો,  ગહન શ્રધ્ધાનો સાગર ઉમટી પડ્યો.  બધાંને અસાધારણ શાન્તિનો અનુભવ થયો. 

ગૃહસ્થ ત્રણે સમાધાનોનો સમન્વય પોતાના ઘરમાં જોયો.  એમના મોંમાંથી નીકળી પડ્યું, ”  હું ક્યાં ભટકી રહ્યો હતો ? શ્રધ્ધા,  પ્રેમ અને શાંતિ આ ત્રણેયનાં દર્શન મારા ઘરમાં થાય છે.  આ જ સૌથી શ્રેષ્ઠ અને સર્વાધિક સૌંદર્યપૂર્ણ કર્તાની કૃતિ છે. ” 

નિસ્પૃહ,  પરંતુ કર્તવ્યનિષ્ઠઃ

મિથિલાના પંડિત ગંગાધર શાસ્ત્રી એક વિદ્યાલયમાં ભણાવતા હતા.  તેમનો છોકરો ગોવિંદ પણ ત્યાં જ ભણતો હતો.  તે પણ પિતાની જેમ શિષ્ટ અને શિસ્તપ્રિય હતો.  સાથે ભણતા બધા વિદ્યાર્થીઓ તેને સ્નેહ અને સન્માન આપતા હતા. 

એક દિવસ શાસ્ત્રીજી સાથે ગોવિંદ સ્કૂલે ના ગયો.  સ્કૂલ બંધ કરી બધા જવા લાગ્યા ત્યારે વિદ્યાર્થીઓએ પૂછ્યું, ”  ગુરૂજી,  આજે ગોવિંદ કેમ ન આવ્યો ?”  શાસ્ત્રીજીએ ભારે હૃદયે જવાબ આપ્યો, ”  ગોવિંદને આજે હૃદયરોગનો હુમલો થયો અને તે ત્યાં પહોંચી ગયો,  જ્યાંથી કોઇ પાછું આવતું નથી.  ’

વિદ્યાર્થીઓ સ્તબ્ધ થઇ ગયા.  આવી દુર્ઘટના છતાં શાસ્ત્રીજી ભણાવવા કેવી રીતે આવ્યા અને મોં પર શોકની લાગણી આવવા દીધા વગર કેવી રીતે ભણાવતા રહ્યા ? પોતાનું આશ્ચર્ય શાસ્ત્રીજી આગળ વ્યક્ત કર્યું.  પંડિતજીએ જવાબ આપ્યો, ”  મારો એક પરિવાર એ છે અને બીજો પરિવાર તમે.  એ પરિવારના બાળકના વિયોગનું દુઃખ તો છે જ અને જો આ પરિવારના બાળકોનો હક છીનવાય તો એક દુઃખ વધી જાય.  એટલે જેટલું બની શક્યું એટલે તમારા માટે પણ કર્યું.

પરિવાર સમાજનું અગત્યનું અંગ છે, બોધવચન – ર

પરિવાર સમાજનું અગત્યનું અંગ છે

બોધ : સમાજ એક એવી મૂર્તિ છે જેનું બીજું પરિવાર છે.  સમાજ નિર્માણ,  સમાજ સુધાર,  સપ્રવૃત્તિઓનો વિસ્તાર કરવો આ બધાની શરૂઆત કુટુંબથી થાય છે.  આદર્શ કુટુંબોથી આદર્શ સમાજ અને આદર્શ રાષ્ટ્રનું નિર્માણ થાય છે. 

પુષ્ટ એકમોથી બનેલું સમર્થ રાષ્ટ્રઃ

ફ્રાન્સ હોલેન્ડ ઉપર હુમલો કર્યો.  તે મોટું તથા સાધનસંપન્ન હોવા છતાં નાનકડા દેશ ઉપર વિજય મેળવી શક્યું નહીં. 

આથી તેના શાસક લૂઈ ૧૪ મા એ મંત્રી કોલવર્ટને બોલાવ્યો અને પૂછયું કે આપણું ફ્રાન્સ આટલું મોટું તથા સમર્થ છે,  છતાં જીતી કેમ નથી શકતું ? કોલવર્ટ ગંભીર થઈ ગયા.  તેમણે નમ્રતાપૂર્વક ધીમેથી કહ્યું કે મહાનતા અને સમર્થતા કોઈ દેશના વિસ્તાર કે વૈભવ ઉપર આધાર રાખતી નથી.  તેનો આધાર ત્યાંના નાગરિકોની દેશભક્તિ અને બહાદુરી ઉપર છે.  હોલેન્ડના દરેક ઘરમાં સશક્ત નાગરિકોનું ઘડતર થાય છે.  આ સાધના તેમને અજેય બનવાનું બળ આપે છે.  હોલેન્ડના નાગરિકોની વિસ્તૃત માહિતી જાણ્યા પછી ફ્રાન્સે પોતાનું સૈન્ય પાછું બોલાવી લીધું. 

પ્રેમચંદની ઉદાર કૌટુમ્બિક્તા :

મુન્શી પ્રેમચંદ હિન્દી સાહિત્યના પ્રખ્યાત નવલકથાકાર તથા વાર્તાકાર છે.  તેમનો કોટ ખૂબ જૂનો થઈ ગયો હતો.  તેમની પત્ની નવો શિવડાવવાનું કહેતી,  તો તેઓ પૈસાની તંગી છે એમ કહીને વાત ટાળી દેતા. 

એક દિવસ તેમની પત્નીએ પૈસા આપ્યા અને કહ્યું કે આજે કોટનું કાપડ જરૂર લેતા આવજો,  પણ સાંજે તેઓ ખાલી હાથે પાછા ફર્યા.  પત્નીએ તેનું કારણ પૂછયું તો તેમણે જણાવ્યું કે,  તેમના એક ઓળખીતાની છોકરીનું લગ્ન હતું.  તે પૈસા માટે કરગરતો હતો.  તેથી મેં વિચાર્યુ કે કોટ તો પછીથી પણ ખરીદી શકાશે,  પણ છોકરીનું લગ્ન કદાચ ફરી ન પણ થાય.  તેથી મેં તેને પૈસા આપી દીધા.  પત્ની તેમની આવી ઉદારતાથી સ્તબ્ધ થઇ ગઇ.  પ્રેમચંદે સમજાવ્યું કે તેં તારી જરૂરિયાતો ઓછી કરીને મને પૈસા આપ્યા,  તો મેં મારી જરૂરિયાતો ઓછી કરીને વધારે જરૂરવાળાને આપી દીધા.  આખરે આપણાં બધાંના કુટુંબોથી તો સમાજ બને છે અને સમાજને આ રીતે ત્યાગથી સુખી અને સમૃદ્ધ બનાવી શકાય છે. 

પરિવાર નિર્માણ પહેલાં,  પછી સંન્યાસ :

સ્વામી વિદ્યાનંદ પહેલાં ગૃહસ્થ હતા,  પરંતુ સાધુબાવાઓના ઉપદેશથી પ્રભાવિત થઈને વિદ્યાનંદે પણ સાધુનો વેશ ધારણ કરી લીધો.  તેઓની સાથે તીર્થયાત્રાએ નીકળી પડ્યા.  તેઓ જ્યાં જાય ત્યાં સાધુઓની સાથે જ રહેતા.  દૂરથી જેઓ જ્ઞાની દેખાતા હતા,  તેઓને નજીકથી જોતાં ચોર,  ઠગ,  વ્યભિચારી,  વ્યસની અને ખરાબ પ્રવૃત્તિઓમાં રત રહેતા જોયા.  સ્વામીજીને આવા કડવા અનુભવોથી ખૂબ દુ : ખ થયું.  તેઓ ઘેર પાછા આવતા રહ્યા.  ઘેર આવી પોતાનાં ખેડૂતનાં વસ્ત્રો પહેરી લીધા.  કુટુંબની જવાબદારી સંભાળી લીધી અને ખેતી કરવા માંડ્યા.  ફુરસદના સમયમાં નજીકનાં ક્ષેત્રોમાં જઈને બાળકો તથા પ્રૌઢોને ભણાવતા અને લોકોને ચારિત્ર્યવાન બનવાની શિખામણ આપતા.  તેમણે પોતાના ખેતરમાં જ એક વિદ્યાલય બનાવ્યું.  તેમાં પોતાનાં તથા અન્ય બાળકોને જાતે ભણાવતા.  પછીથી ગરીબોનાં બાળકો ત્યાં રહીને ભણવા લાગ્યાં.  ખેતીમાં પાકતું અનાજ તેમાં જ વપરાઈ જતું.  આ રીતે બીજા કેટલાય સહયોગીઓ તેઓએ ઉભા કર્યા અને તેઓને પણ આવાં વિદ્યાલયો સ્થાપવા અને ચલાવવા પ્રેરણા આપતા.  તે રીતે ઘણાં વિદ્યાલયો ચાલુ થયાં. 

એમણે સંન્યાસ છોડીને કાંઇ ગુમાવ્યું તો નથી ને ? એવો પ્રશ્ન પૂછતાં તેમણે જવાબ આપ્યો કે, ”  મેં તો કુટુંબના વિકાસ દ્વારા સમાજના નવનિર્માણની નાનકડી ભૂમિકા ચાલુ કરી છે.  ભૂલ તો મેં પહેલાં કરી હતી કે જયારે હું મારી કૌટુમ્બિક જવાબદારી ભૂલીને સાધુસમાજમાં જોડાઈ ગયો હતો. ” 

પોતે ખાવાને બદલે પ્રિયજનોને આપવુંઃ

ગુરૂએ શિષ્યને થોડાંક ફળ આપ્યાં.  એણે એ ફળો પોટલીમાં બાંધીને ઘેર લઇ જઇ ઘણાં બાળકોમાં વહેંચી દીધાં,  પોતે ખાધાં નહીં.

ગુરૂને આ જાણકારી મળી.  શિષ્ય બીજા દિવસે આવ્યો ત્યારે ગુરૂએ કહ્યું કે ભગવાને આપેલાં અનુદાનોને જે એનાં સંતાનોને વહેંચી દે છે તે જ તારી જેમ સહદય ગણાય છે.  જે પોતે જ ખાઇ જાય છે અને બીજા કોઇને આપતો નથી તે સ્વાર્થી કહેવાય છે.  જે રીતે ગઇકાલે મળેલાં ફળો તે બાળકોમાં વહેંચી દીધાં,  તેવી જ રીતે ભગવાન તરફથી મળેલાં અનુદાનો લોકોને વહેંચતા રહો.  પારિવારિકતાનો આ અભ્યાસતને આદર્શ લોકસેવક બનવામાં બહુ મદદરૂપ બનશે.

ગૃહસ્થ મહાન છે , બોધવચન – ૧

ગૃહસ્થ મહાન છે

બોધ : ગૃહસ્થો જ હકીકતમાં યજ્ઞ કરે છે, ગૃહસ્થો જ સાચા તપસ્વીઓ છે. એટલાં માટે ચારેય આશ્રમોમાં ગૃહસ્થાશ્રમને સર્વથી શ્રેષ્ઠ ગયો છે. ગૃહસ્થાશ્રમ એ સમાજને સાચા નાગરિકો આપતી ખાણ છે. ભક્ત, જ્ઞાની, સંત, મહાત્મા, સંન્યાસી, સુધારક, મહાપુરુષ, વિદ્વાન અને પંડિત વગેરે ગૃહસ્થાશ્રમની ભેટ છે. મહર્ષિ વ્યાસના શબ્દોમાં ગૃહસ્થાશ્રમ જ બધા ધર્મોનો મૂળ આધાર છે તેથી તેને ધન્યો ગૃહસ્થાશ્રમ કહીને બિરદાવ્યો છે. ગૃહસ્થ આત્માથી પરમાત્મા સુધીની યાત્રા કરી મહાન બની શકે છે. તેવા પૈડી થોડા ઉદાહરણો જોઈએ –

સદ્ગૃહસ્થ સુધન્વાની શક્તિ :

મહાભારતમાં સુધન્વા અને અર્જુન વચ્ચે ભયંકર યુદ્ધ થયું તેની કથા આવે છે. બંને મહાબળવાન હતા અને યુદ્ધવિદ્યામાં પારંગત હતા. ધમાસાણ યુદ્ધ ચાલ્યું. તેની ભયંકરતા વધતી જતી હતી. કોઈ નિર્ણય આવતો નહોતો.

અંતે એવો નિર્ણય કરવામાં આવ્યો કે છેલ્લાં ત્રણ બાણોમાં જ ફેંસલો કરવો. એટલાંથી કાં તો કોઈનો વધ થાય અથવા બંને પક્ષ પરાજય સ્વીકારી લે. જી

વન મરણનો પ્રશ્ન સામે આવી પડતાં કૃષ્ણ અર્જુનને મદદ કરવી પડી. એમણે હાથમાં જળ લઈને સંકલ્પ કર્યો કે”  ગોવર્ધન પર્વત ઉઠાવીને વ્રજનું રક્ષણ  કરવાનું પણ હું અર્જુનના આ બાણ સાથે જોડું છું. સામે સુધન્વાએ કહ્યું કે એક પત્નીવ્રતનું પાલન કરવાનું મારું પુણ્ય મારા બાણ સાથે જોડાઈ જાય. બંને બાણ ટકરાયા, અર્જુનનું બાણ કપાઈ ગયું. સુધન્વાનું બાણ આગળ વધ્યું પણ નિશાન ચૂકી ગયું.

બીજું બાણ લેવામાં આવ્યું. આ વખતે કૃષ્ણ મગરના મુખમાંથી હાથીને બચાવ્યાનું અને દ્રૌપદીની લાજ બચાવ્યાનું પુણ્ય અર્જુનના બાણ સાથે જોડી દીધું. બીજી બાજુ સુધન્વાએ કહ્યું કે,”  મેં નીતીપૂર્વક કમાણી કરી છે અને ચારિત્ર્યમાં સહેજ પણ ત્રુટી આવવા દીધી નથી. એનું પુણ્ય મારા બાણ સાથે જોડાય.”  બંને બાણ અથડાયા અને સુધન્વાના બાણથી અર્જુનનું બાણ કપાઈને પૃથ્વી ઉપર પડ્યું.

હવે છેલ્લું ત્રીજું બાણ બાકી હતું. તેના આધારે જ અંતિમ નિર્ણય થવાનો હતો. કૃષ્ણ કહ્યું –”  વારંવાર જન્મ લઈને ધરતીનો ભાર ઉતારવાનું મારું પુણ્ય અર્જુનના બાણ સાથે જોડાઈ જાય.”  બીજી બાજુ સુધન્વાએ કહ્યું,”  જો મેં એક ક્ષણવાર માટે પણ સ્વાર્થનું ચિંતન કર્યા વગર મનને હંમેશાં પરમાર્થ પરાયણ રાખ્યું હોય તો મારું એ પુણ્ય મારા આ બાણ સાથે જોડાય.”  ત્રીજી વાર પણ સુધન્વાનું બાણ જ વિજયી થયું. તેણે અર્જુનના બાણને કાપી નાખ્યું. દેવોએ આકાશમાંથી સુધન્વા ઉપર પુષ્પવૃષ્ટિ કરી. યુદ્ધ બંધ કરવામાં આવ્યું. શ્રીકૃષ્ણ સુધન્વાની પીઠ ધાબડીને કહ્યું,”  હે નરશ્રેષ્ઠ ! તમે સાબિત કરી દીધું કે નૈષ્ઠિક ગૃહસ્થ સાધક ભગવાનને પણ પરાજિત કરી શકે છે, તે કોઈ તપસ્વી કરતાં કમ નથી.”

સદ્ગૃહસ્થની સિદ્ધિ – સાધના :

એક સદ્ગૃહસ્થ હતો. કુટુંબને સુસંસ્કારી બનાવવા માટે પ્રયત્નશીલ રહેતો હતો. નીતિપૂર્વક આજીવિકા મેળવતો હતો. બચેલો સમય અને ધન પરમાર્થ કાર્યોમાં વાપરતો હતો. તે તપોવનમાં તો નહોતો રહેતો પણ ઘરને જ તપોવન જેવું બનાવ્યું હતું. ઘરના સભ્યો સમય મળે તે મુજબ ઉપાસના કરતા હતા.

આ ધર્માત્મા અને આસ્થાવાન ગૃહસ્થના સંસારી યોગથી દેવો પ્રસન્ન થયા. ઈન્દ્ર તેની આગળ પ્રગટ થયા અને વરદાન માગવા કહ્યું. તેણે વરદાન માગ્યું કે જયાં તેનો પડછાયો પડે ત્યાં બધે કલ્યાણ થાય. આશ્ચર્યચકિત થઇ ઈન્દ્ર કહ્યું કે કોઈના માથે હાથ મૂકુ તેવું વરદાન માગ્યું હોય તો તેનાથી તમારી પ્રસંશા થાત અને લોકો તેનો બદલો પણ આપત.

સદ્ગૃહસ્થ કહ્યું કે, હે દેવ ! સામેવાળાનું કલ્યાણ થવાથી આપણો અહંકાર વધે અને સાધનામાં વિઘ્ન આવે. પડછાયો કોની ઉપર પડ્યો અને કોને કેટલો લાભ થયો તેની ખબર મારા જેવા વિનમ્ર માણસને ન પડે તે જ શ્રેયસ્કર છે. સાધનાનું આ સ્વરૂપ જ વરણ કરવા યોગ્ય છે. તેનાથી આગળ વધતાં વધતાં વ્યક્તિ મહામાનવ બની જાય છે.

શાલીન પરિવાર : જાપાનમાં શ્રી ઓ.પી. સાદ્રના પરિવારની સંખ્યા એક હજાર સભ્યોની હતી. આમ છતાં કુટુંબના સભ્યો વચ્ચે કદાપિ બોલાચાલી પણ થઈ નહોતી. તેની ખ્યાતિ સાંભળી સમ્રાટ જોવા આવ્યા અને વડીલ ગૃહસ્થને તેમની એકતાનું રહસ્ય પૂછયું. તેમણે જવાબ આપ્યો કે અમારા કુટુંબની દરેક વ્યક્તિ સંયમ, સહનશીલતા, શ્રમશીલતા અને પરસ્પરના સહકારનું મહત્વ સમજે છે. કમજોરને વધુ સહકાર આપે છે. આ રીતે તેમનામાં સાંસારિક અને દેવી ગુણોનો વિકાસ થાય છે. આત્મીયતાનો વિસ્તાર થાય છે, બધા હળીમળીને રહેવાનો આનંદ લે છે.

Waching All You Tube Video

૧૪. યુગ દેવતાની અપીલ અસાંભળી ન કરશો, પ્રવચન – પં. શ્રીરામ શર્મા આચાર્ય

યુગક્રાંતિના ઘડવૈયા પં. શ્રીરામ શર્મા આચાર્યની કલમે લખાયેલ ક્રાંતિકારી સાહિત્યમાં જીવનના દરેક વિષયને સ્પર્શ કરાયો છે અને ભાવ સંવેદનાને અનુપ્રાણિત કરવાવાળા મહામૂલા સાહિત્યનું સર્જન કરવામાં આવ્યું છે. તેઓ કહેતા “ન અમે અખબારનવીસ છીએ, ન બુક સેલર; ન સિઘ્ધપુરૂષ. અમે તો યુગદ્રષ્ટા છીએ.

                   અમારાં વિચારક્રાંતિબીજ અમારી અંતરની આગ છે. એને વધુમાં વધુ લોકો સુધી ૫હોંચાડો તો તે પૂરા વિશ્વને હલાવી દેશે.”  જ્ઞાનયજ્ઞમાં તમે પણ આહુતિ આપો  સમસ્ત સંકટોનું એક માત્ર કારણ છે             

– માનવીય દુર્બુદ્ધિ. જે ઉપાયથી દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ સ્થપાય. તે જ માનવ કલ્યાણનો તથા વિશ્વ શાંતિનો સમાધાનકારક માર્ગે છે.  યુગઋષિ પરમપૂજય પં. શ્રીરામ શર્મા આચાર્યજીએ વર્તમાન યુગની સમસ્યાઓના સમાધાન માટે હજારો પુસ્તકો લખ્યા છે, આ ક્રાંતિકારી વિચારોને જન જન સુધી પહોચાડવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

યુગ દેવતાની અપીલ અસાંભળી ન કરશો, પ્રવચન – પં. શ્રીરામ શર્મા આચાર્ય

યુગઋષિ યુગદ્રષ્ટાના લેખન-પ્રવચનના ક્ષીરસાગરના સતત મંથનના પ્રબળ પુરુષાર્થથી નીકળેલા નવનીતનો ભંડાર છે. દરરોજ વાંચીને તેના ૫ર ચિંતન મનન કરવાનો અભ્યાસ કરી લેવામાં આવે તો વાચકના જીવનની જટિલમાં છટિલ સમસ્યાઓનું સમાધાન ઘરબેઠે મળી શકે છે. અંધકાર અને ગૂંચવણથી ભરેલા પ્રત્યેક માર્ગ ૫ર આ પુસ્તક પ્રેરક માર્ગદર્શન આ૫શે. નિરાશામાં આશાનો સંચાર કરશે. પં. શ્રીરામ શર્મા આચાર્ય

પાત્રતા વિકસિત કરો ભગવાનને મેળવો, પ્રવચન – પં. શ્રીરામ શર્મા આચાર્ય

Free Download Books :

જ્ઞાનયજ્ઞની લાલ મશાલ સદાય જલતી રહે તેવા શુભ આશયથી આપની સમક્ષ “વિચારક્રાંતિ” ના સાહિત્યનો અમૂલ્ય ખજાનો આ “ઋષિ ચિંતન”યુ ટ્યુબ ચેનલમાંથી મળી રહેશે એવી આશા રાખું છુ.

ઋષિ ચિંતન ચેનલ – યુ ટ્યૂબ માં જોડાવવા ક્લિક કરો   👆

Rushi Chintan Channel :  Clickhere : Play list : Rushi Chintan Channel :

૧૩. પ્રજ્ઞાયોગની સુગમ સાધના, પ્રવચન – પં. શ્રીરામ શર્મા આચાર્ય

યુગક્રાંતિના ઘડવૈયા પં. શ્રીરામ શર્મા આચાર્યની કલમે લખાયેલ ક્રાંતિકારી સાહિત્યમાં જીવનના દરેક વિષયને સ્પર્શ કરાયો છે અને ભાવ સંવેદનાને અનુપ્રાણિત કરવાવાળા મહામૂલા સાહિત્યનું સર્જન કરવામાં આવ્યું છે. તેઓ કહેતા “ન અમે અખબારનવીસ છીએ, ન બુક સેલર; ન સિઘ્ધપુરૂષ. અમે તો યુગદ્રષ્ટા છીએ.

                   અમારાં વિચારક્રાંતિબીજ અમારી અંતરની આગ છે. એને વધુમાં વધુ લોકો સુધી ૫હોંચાડો તો તે પૂરા વિશ્વને હલાવી દેશે.”  જ્ઞાનયજ્ઞમાં તમે પણ આહુતિ આપો  સમસ્ત સંકટોનું એક માત્ર કારણ છે             

– માનવીય દુર્બુદ્ધિ. જે ઉપાયથી દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ સ્થપાય. તે જ માનવ કલ્યાણનો તથા વિશ્વ શાંતિનો સમાધાનકારક માર્ગે છે.  યુગઋષિ પરમપૂજય પં. શ્રીરામ શર્મા આચાર્યજીએ વર્તમાન યુગની સમસ્યાઓના સમાધાન માટે હજારો પુસ્તકો લખ્યા છે, આ ક્રાંતિકારી વિચારોને જન જન સુધી પહોચાડવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

પ્રજ્ઞાયોગની સુગમ સાધના, પ્રવચન – પં. શ્રીરામ શર્મા આચાર્ય

યુગઋષિ યુગદ્રષ્ટાના લેખન-પ્રવચનના ક્ષીરસાગરના સતત મંથનના પ્રબળ પુરુષાર્થથી નીકળેલા નવનીતનો ભંડાર છે. દરરોજ વાંચીને તેના ૫ર ચિંતન મનન કરવાનો અભ્યાસ કરી લેવામાં આવે તો વાચકના જીવનની જટિલમાં છટિલ સમસ્યાઓનું સમાધાન ઘરબેઠે મળી શકે છે. અંધકાર અને ગૂંચવણથી ભરેલા પ્રત્યેક માર્ગ ૫ર આ પુસ્તક પ્રેરક માર્ગદર્શન આ૫શે. નિરાશામાં આશાનો સંચાર કરશે. પં. શ્રીરામ શર્મા આચાર્ય

પાત્રતા વિકસિત કરો ભગવાનને મેળવો, પ્રવચન – પં. શ્રીરામ શર્મા આચાર્ય

Free Download Books :

જ્ઞાનયજ્ઞની લાલ મશાલ સદાય જલતી રહે તેવા શુભ આશયથી આપની સમક્ષ “વિચારક્રાંતિ” ના સાહિત્યનો અમૂલ્ય ખજાનો આ “ઋષિ ચિંતન”યુ ટ્યુબ ચેનલમાંથી મળી રહેશે એવી આશા રાખું છુ.

ઋષિ ચિંતન ચેનલ – યુ ટ્યૂબ માં જોડાવવા ક્લિક કરો   👆

Rushi Chintan Channel :  Clickhere : Play list : Rushi Chintan Channel :

%d bloggers like this: