યુવાઓ , પોતાને ઓળખો

યુવાઓ તથા વિદ્યાર્થીઓ માટે સંદેશ

યુવાઓ , પોતાને ઓળખો

નવજવાનો , યાદ રાખો કે જે દિવસે તમને તમારા હાથ પર અને દિલ પર વિશ્વાસ આવી જશે તે દિવસે તમારો અંતરાત્મા કહેશે કે અવરોધોને કચડી નાખીને તું એકલો ચાલ , એકલો ચાલ , તારા માથાનો પરસેવો લૂછવા માટે હવામાં શીતળ પાલવ લહેરાઈ રહ્યો છે , જે વ્યક્તિઓ ઉપર તમે આશાઓનો વિશાળ મહેલ બનાવ્યો છે તેઓ કલ્પનાના આકાશમાં વિહાર કરવા સમાન અસ્થિર , સારહીન અને કમર છે . પોતાની આશાને બીજા લોકોના ભરોસે રાખવી તે પોતાની મૌલિકતાનો નાશ કરીને પોતાના સાહસને પાંગળું બનાવી દેવા સમાન છે , જે માણસ બીજાઓની મદદથી જીવનયાત્રા કરે છે તે એકલો પડી જાય છે . એકલા પડી જતાં તેને પોતાની મૂર્ખતાનું ભાન થાય છે .

– અખંડજ્યોતિ , ફેબ્રુઆરી ૧૯૫૩ , પૃ . ૧૪ , ૧૫

સંપૂર્ણ ક્રાંતિની સંજીવની યુવાવર્ગ

યુવાઓ તથા વિદ્યાર્થીઓ માટે સંદેશ

સંપૂર્ણ ક્રાંતિની સંજીવની યુવાવર્ગ

કોઈ એક અંગમાં પાક થયો હોય તો ચીરો મૂકીને પરુ કાઢી શકાય છે , પરંતુ આખું શરીર જે પાકી ગયું હોય તો સંપૂર્ણ કાયાકલ્પ માટેના અચૂક ઉપચારો કરવા પડશે . આજે દેશની જે દશા છે તેના માટે નાની મોટી ક્રાંતિઓથી કામ નહિ ચાલે . એના માટે તો સંપૂર્ણ ક્રાંતિ જ કરવી પડશે . આ મહાન સાહસ દેશની યુવાપેઢી જ કરી શકશે . યુવાપેઢી પાસે મને ઘણી આશાઓ છે , તેમને ધ્યાનમાં રાખીને મેં અનેક સપનાં સેવ્યાં છે . ખૂબ ગર્વ અને વિશ્વાસની સાથે કહી શકાય કે રાષ્ટ્રની યુવાચેતના જગી જશે તો ભારતમાતા ફરીથી યશસ્વિની બનશે . યુવાપેઢીની શક્તિ પર વિશ્વાસ રાખીને જયારે હું ભવિષ્યને જોઉં છું ત્યારે મારા મુખ પર ખુશી છવાઈ જાય છે . ભારતનું ભવિષ્ય ઉજજવળ છે , પરંતુ તેની વર્તમાન દુર્દશાથી મને ભયંકર દુખ થાય છે .

– અખંડજ્યોતિ , સપ્ટેમ્બર ૨૦૬ , પૃ . ૬૪

ધ્વંસાત્મક નહિ , પરંતુ સર્જનાત્મક ક્રાંતિ કરો

યુવાઓ તથા વિદ્યાર્થીઓ માટે સંદેશ

ધ્વંસાત્મક નહિ , પરંતુ સર્જનાત્મક ક્રાંતિ કરો

સ્વતંત્ર ભારતના યુવકો આજે એવું કહી શકે છે કે તે વખતે સ્વાધીનતા માટે રાષ્ટ્રીય ક્રાંતિની જરૂરિયાત હતી , પરંતુ આજે તો ભારત સ્વતંત્ર છે . યુવાનોએ સમયની માગને અનુરૂપ ક્રાંતિના અર્થને સમજવો જોઈએ . સામાન્ય અર્થમાં ક્રાંતિ એટલે તોડફોડ , સત્તા – પલટો તથા વ્યવસ્થામાં પરિવર્તનની પ્રક્રિયા માનવામાં આવે છે , પરંતુ આજનો યુવાન તથા સમાજ જે સમસ્યાઓથી પીડાય છે તેમના સમાધાન તથા ઉપચાર માટે ગંભીર તથા વ્યાપક ઉપચારોની જરૂર છે . તેમના સ્વરૂપ તથા ઉદેશ્યને સમજવામાં ભૂલ ન કરવી જોઈએ .

આજે વ્યક્તિત્વના શુદ્ધીકરણ દ્વારા સમાજની એક ઉદાત્ત પરિકલ્પનાને સાકાર કરવા માટે ક્રાંતિની જરૂર છે . તે બૌદ્ધિક , નૈતિક તથા સામાજિક ક્રાંતિ હશે . આજના સમયની ક્રાંતિ કોઈ રાજનૈતિક , ધાર્મિક , સાંપ્રદાયિક કે જાતિગત સ્વાર્થ દ્વારા પ્રેરિત ન હોઈ શકે . તેનો મૂળભૂત ઉદ્દેશ્ય સર્જન કરવાનો છે , ધ્વંસ નહિ , નવું ભવન બનાવવા માટે જૂના ખંડેરને તોડવાના રૂપમાં કદાચ થોડોક ધ્વંસ કરવો પડે , પરિવર્તનના આ મહાન યુગમાં યુવાઓએ દુષ્પવૃત્તિઓના કુચક્રમાંથી બહાર નીકળીને સમગ્ર ક્રાંતિ માટે આગળ આવવું જોઈએ . સમયના આ પોકારને કોઈ પણ ભાવનાશીલ તથા વિચારશીલ યુવાન એક કાનથી સાંભળીને બીજા કાને કાઢી ના શકે . આ આદર્શ માટે તેમણે પોતાના સ્વાર્થનો ત્યાગ કરવો પડશે .

કોઈપણ મહાન કાર્ય ત્યાગ વગર થઈ ન શકે . યુવાઓએ હંમેશાં સમયના પોકારને સાંભળ્યો છે . ભલે પછી તે આધ્યાત્મિક કે સાંસ્કૃતિક ક્રાંતિ હોય અથવા તો રાજનૈતિક કે સામાજિક ક્રાંતિ હોય . દરેક વખતે યુવાપેઢી જ પોતાની સુખસુવિધાઓ , પદ , પ્રતિષ્ઠા કે કુટુંબના મોહનાં બંધનોને તોડીને સાહસપૂર્વક કૂદી પડી હતી . યુગની અવ્યવસ્થા , અસુરતા , અનીતિ તથા અત્યાચારને ધ્વસ્ત કરવા માટે તેઓ સગળતા દાવાનળમાં કૂદી પડે છે . ઐતિહાસિક પરિવર્તનના આ યુગમાં યુગનિર્માણ મિશને સમગ્ર ક્રાંતિ માટે ફરીથી યુવાઓને આહ્વાન કર્યું છે .

આજે અસુરતા પૂરેપૂરી શક્તિથી સર્વતોમુખી વિનાશ કરવા માટે તૈયાર થઈ ગઈ છે . તો બીજી બાજુ સર્જનની અસીમ સંભાવનાઓ પણ પોતાના દેવા પ્રયાસમાં સક્રિય છે , માવા સમયે યુવાનો પાસે એવી આશા રાખવામાં આવે છે કે તેમને પોતાની મૂછ , જડતા , સંકીર્થ સ્વાર્થ તથા અહંનો ત્યાગ કરીને યુગના અભૂતપૂર્વ સાંસ્કૃતિક દિગ્વિજય અભિયાન સાથે જોડાઈ જાય અને આપણા સમાજ , રાષ્ટ્ર તથા વિશ્વના ઉજ્જવળ ભવિષ્યને સાકાર કરવામાં ઐતિહાસિક ભૂમિકા નિભાવે ,

 – અખંડજયોતિ , ઑગસ્ટ ૧૯૭ , પૃ . ૧૭

સાધુસમાજ ગામેગામ પ્રવ્રજ્યા કરે

સાધુ બ્રાહ્મણો માટે સંદેશ

સાધુસમાજ ગામેગામ પ્રવ્રજ્યા કરે

સજ્જનો તથા સાચા સાધુઓએ વર્ગવાદના કાદવમાંથી બહાર નીકળીને સમાજસેવાના કામમાં લાગી જવું જોઈએ . તેમણે એક સ્થળે રહીને પૂજાપાઠ કરવાના બદલે ગામેગામ તથા ઘેરેઘેર ફરીને ધર્મના ઉદ્ધાર તથા સમાજ સુધારણાનો શંખ ફૂંકવો જોઈએ . આજના મુશ્કેલીઓ ભર્યા યુગમાં અભાવો વચ્ચે જીવતી જનતાની સહજ શ્રદ્ધાનું શોષણ કર્યા વગર અને સમાજ પર બોજ બન્યા વગર તેમણે સંજ્ઞાનના પ્રચાર પ્રસારનું કામ કરવું જોઈએ . તેમણે આજના કહેવાતા સાધુઓ પર લાગેલા કલંકને ધોઈ નાખવા માટે પ્રાચીન સાધુપરંપરાને સાચા અર્થમાં અગ્રત કરીને એ સાબિત કરવું જોઈએ કે ઋષિમુનિઓના સમયની સાધુતા મરી પરવારી નથી . પ્રાચીન કાળના સાચા સાધુઓના કારણે ભારતનો ધર્મ , તેની સભ્યતા , સંસ્કૃતિ તથા સમાજ આખા સંસારમાં સર્વશ્રેષ્ઠ હતાં . સાધુસમાજને કોઈ કૌટુંબિક જવાબદારીઓ નથી હોતી . એના લીધે તેમની પાસે ભરપુર સમય હોય છે . સાધુઓ પાસે પ્રાચીનકાળની બધી જ પરિસ્થિતિઓ આજે પણ હાજર છે . તેમનો યોગ્ય ઉપયોગ કરીને તેઓ લોક તથા પરલોક બંનેને સુધારી શકે છે . આ કામ તેમણે કરવું જોઈએ , નહિ તો સંસારમાં બુદ્ધિવાદ ખૂબ ઝડપથી વધી રહ્યો છે . જો તેઓ પોતાનું કર્તવ્ય નહિ નિભાવે તો તેમની કેવી દશા થશે તે તેઓ સારી રીતે સમજી શકે છે . .

– અખંડજ્યોતિ , એપ્રિલ ૧૯૬૭ , પૃ . ૨૪ –

બ્રાહ્મણો ! સદ્દજ્ઞાનરૂપી અમૃત વહેંચો

સાધુ બ્રાહ્મણો માટે સંદેશ

બ્રાહ્મણો ! સદ્દજ્ઞાનરૂપી અમૃત વહેંચો

શાસ્ત્ર કહે છે કે વિદ્યાવાન બ્રાહ્મણ સંસારના અજ્ઞાનને પોતાના તપ દ્વારા દૂર કરે . જે લોકોને વિઘા મળી છે , બુદ્ધિ મળી છે , જેમના હૃદયમાં દયા છે , જેમના ઉદયમાં બ્રાહ્મણો જેવી તપ તથા ત્યાગની ભાવના છે તેઓ જ સાચા અર્થમાં બ્રાહ્મણ છે , ભલે પછી તેઓ કોઈ પણ જાતિ કે વંશમાં પેદા થયા હોય , એવા બ્રાહ્મણોને ગાયત્રીનો પ્રથમ સંદેશ છે કે બુદ્ધિ આ સંસારનું સર્વશ્રેષ્ઠ તત્વ છે . તે તમને ઈશ્વરની એક અમાનતના રૂપમાં મળ્યું છે . તેને તમારી શક્તિ પ્રમાણે લોકોમાં વહેંચો . તુચ્છ સ્વાર્થ છોડો અને ઈશ્વરે તમને જે યોગ્યતા અને ઈમાનદારી વહેંચવાના પદ પર નિયુક્ત કર્યા છે તે બદલ ગૌરવનો અનુભવ કરો . તમારાં કર્તવ્યોનું પાલન કરો . અજ્ઞાન તથા દુખથી વ્યાકુળ જનતાને સુખી બનાવવા માટે સજ્ઞાનરૂપી અમૃત વહેંચો અને પોતે તપશ્ચર્યા તથા પરોપકારનું સ્વર્ગીય સુખ મેળવો . હૈ બ્રામણો ! એવું ના વિચારશો કે અમે જે પરમાર્થમાં જ રચ્યાપચ્યા રહીશું તો અમારો ખર્ચો કેવી રીતે નીકળશે ? ઈશ્વર પર વિશ્વાસ રાખો અને લોકોને સદજ્ઞાન વહેંચવા તથા તેનો ફેલાવો કરવા માટે આગળ વધો . તમારા ઉત્તમ જ્ઞાન અને ઉજજવળ ચરિત્રથી અંધકાર ભરેલાં હૃદયમાં પ્રકાશ પેદા કરો . તમને પૈસાની ખોટ નહિ પડે . મનુષ્યની સાચી જરૂરિયાતો તો બહુ થોડી હોય છે . એમાંય વળી બ્રાહ્મણની જરૂરિયાતો તો સાવ ઓછી હોય છે . બાળકના જન્મ પહેલાં જે ઈશ્વર દૂધના કટોરા ભરીને તૈયાર રાખે છે તે આ સૃષ્ટિમાં હજુ પણ છે , બ્રાહ્મણત્વ પ્રત્યે અપાર શ્રદ્ધાનો ભાવ હજુ આજે પણ ટકી રહ્યો છે . તેની પર વિશ્વાસ રાખો . કાંકરા ભેગા ના કરો , પરંતુ હીરાનો વેપાર કરો .શાસ્ત્ર કહે છે કે હે બુદ્ધિજીવીઓ ! લાલચમાં ના ફસાઓ . બ્રાહ્મણને યોગ્ય કામ કરો , સંસારમાં સદજ્ઞાનનો ફેલાવો કરો .

– અખંડજયોતિ , એપ્રિલ ૧૯૪૯ , પૃ . ૯

સ્થૂળના મૂળમાં સૂક્ષ્મ

સાધુબ્રાહ્મણો માટે સંદેશ

સ્થૂળના મૂળમાં સૂક્ષ્મ

એ વાત સારી રીતે સમજી લેવી જોઈએ કે આ સંસારમાં જે કાંઈ સ્થળ છે તેના મૂળમાં સૂક્ષ્મ કામ કરે છે . શરીર અને સંપત્તિની તથા વ્યક્તિ અને સમાજની ઉન્નતિ કે અવનતિનો આધાર માણસના અંતઃકરણમાં રહેતા વિચારો , ભાવ તથા સિદ્ધાંતો ઉપર આધાર રાખે છે , તેથી જે શક્તિનો અનંત ભંડાર છે તે તો સરકારની પહોંચની બહાર રહે છે . અંતઃકરણમાં રહેતા વિશ્વાસ , આદર્શો અને વિચારો જ લોકોનાં રસરુચિનું ઘડતર કરે છે . એ રસરુચિ અનુસાર જ લોકશાહી સરકારોને ચાલવું પડે છે .  

આ લોકરુચિનું નિર્માણ કરવાનું કામ ધર્મનું છે . બ્રાહ્મણોને મહારાજ અથાત મહાન રાજા કહેવામાં આવે છે કારણ કે રાજ પ્રજાની ભૌતિક સંપત્તિ પર અધિકાર ધરાવે છે , પરંતુ બ્રાહ્મણ ધર્મ અને તત્ત્વજ્ઞાન દ્વારા લોકોના અંતઃકરણ, ચરિત્ર , સ્વભાવ તથા આદર્શોનું નિર્માણ કરે છે . જનરુચિની દિશા બદલવાનું કામ તેમના હાથમાં હોવાના કારણે શક્તિનો ઓત પણ તેમના હાથમાં હોય છે , તેથી જ તેઓ મહારાજ કહેવાય છે . આજે આપણી ઉપર બહુ મોટી જવાબદારી છે . સુરક્ષા અને પુનર્નિર્માણનું બહુ મોટું કામ આપણી સામે રહેલું છે , સરકાર પોતાનું કામ કરી રહી છે . રાજનીતિના અનુભવી લોકોએ એ દિશામાં પ્રવૃત્ત થવું જોઈએ . સાથે સાથે જનરુચિના નિર્માણ માટે એવા બધા જ બ્રાહ્મણોને અખંડજ્યોતિ આમંત્રણ આપે છે . આ તંત્ર સરકારી તંત્રો કરતાં પણ વધારે મહત્ત્વનું , સ્થાયી તથા શ્રેષ્ઠ પરિણામ આપે છે . તે બ્રહ્મપરાયણ આત્માઓ ! આવો , આપણા મહાન પાર્ષિક આદર્શોને બધા લોકોના અંતઃકરણ સુધી પહોંચાડો અને દરેક નાગરિકને એવા શ્રેષ્ઠ વિચારવાળો બનાવો કે તે રાષ્ટ્રની સુરક્ષા કરવામાં મજબૂત ચટ્ટાનની જેમ ઊભો રહે અને પુનર્નિમણિ માટે પોતે કષ્ટ વેઠીને પણ કાર્ય કરતો રહે , હે વિચારકો ! એ ના ભૂલો કે રાજનીતિની તુલનામાં ધર્મ અને દર્શનની શક્તિ અનેકગણી વધારે છે . તેથી આવો , આ મહાન શક્તિને અગ્રત કરીને આપણા રાષ્ટ્રને ઉન્નતિના શિખરે પહોંચાડવા માટે ખરા હૃદયથી પ્રયત્ન કરીએ .

– અખંડજ્યોતિ , ડિસેમ્બર ૧૯૪૭ , પૃ . ૪

બ્રાહ્મણ બનો , બ્રહ્મયજ્ઞ કરો

સાધુબ્રાહ્મણો માટે સંદેશ

બ્રાહ્મણ બનો , બ્રહ્મયજ્ઞ કરો

શુભ સંકલ્પોનો પણ એટલો ઉચ્ચ કોટિનો છે કે તેની સરખામણીમાં મોટી સેવા , મોટા ઉપકાર કે દાનપુણ્ય પણ તુચ્છ છે . હંમેશાં શુભ વિચારોની સામગ્રી જીવનરૂપી યજ્ઞમાં હોમવાનો બહ્મયજ્ઞ બધા યજ્ઞોમાં સૌથી ઉચ્ચકોટિનો છે , વિચાર એક મૂર્તિમંત પદાર્થ છે . તે વરાળની જેમ ઊડે છે અને વાદળોની જેમ વરસે છે , જયારે આપણા મગજમાંથી કોઈ સારી કે ખરાબ વિચાર નીકળે છે ત્યારે તે આકાશમાં ઊડી જાય છે અને આમતેમ ઘુમરાતો રહે છે . રેડિયો સ્ટેશનથી બ્રોડકાસ્ટ કરેલા તરંગો રેડિયો ઉપર સ્પષ્ટ રીતે સંભળાય છે , એ જ રીતે તે વિચારો જે લોકોના મનમાં એવા જ ભાવ જાગતા હોય તેમના મસ્તક સાથે ટકરાય છે .

જો આપણે હંમેશાં સારા વિચાર કરતા હોઈએ તો તે વિચારો એવા વિચારવાળા બીજા લોકોને ખૂબ પ્રોત્સાહન આપશે . વિચારોનો કદાપિ નાશ થતો નથી . તેમની ફેલાવાની શક્તિ ખૂબ તેજ હોય છે . તે થોડીક ક્ષણોમાં જ પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી પહોંચી જાય છે . જો કોઈ માણસ સત્યના માર્ગે ચાલવાનો વિચાર કરતો હોય ત્યારે વાતાવરણમાં રહેલા એવા શુભ વિચારો તેની પાસે પહોંચી જાય છે અને તે તેના ઉત્સાહને બમણો કરી દે છે . એના પરિણામે તે શુભ કર્મ કરે છે અને ધીમે ધીમે એ જ માર્ગે આગળ વધે છે . તેના પ્રયત્નથી બીજા લોકો પર આવો જ ઉપકાર થાય છે . આ ક્રમ આગળ વધે છે અને સંસારમાં દૈવી સંપત્તિનો વિકાસ થાય છે , ધર્મની ઉન્નતિ થાય છે તથા દુનિયામાં સુખશાંતિ વધે છે ,

તમારા નાનકડા શુભ વિચારથી આટલું મોટું કામ થાય છે , તેથી તમને તેનું બહુ મોટું પુણ્ય મળશે . હંમેશાં શુભ વિચારો કરવા , સત્ય , પ્રેમ , ન્યાય , ઉદારતા , સહાનુભૂતિ , દયા વગેરેની ભાવના મનમાં ધારણ કરવી અને એવા જ વિચારો બીજા લોકોના મનમાં પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે ભરવાનો પ્રયત્ન કરવો તે અખંડ બ્રહ્મયજ્ઞ છે . અખંડ શબ્દ એટલા માટે જોડવામાં આવ્યો છે કે ક્યારેક શુભ તો ક્યારેક અશુભ , ક્યારેક સારા તો ક્યારેક ખરાબ વિચાર કરવાથી એટલો લાભ થતો નથી . જેમ સારા વિચારો સંસારનું કલ્યાણ કરે છે એ જ રીતે ખરાબ વિચારો અનિષ્ટ પણ કરે છે . ક્યારેક ઇષ્ટ તો ક્યારેક અનિષ્ટ વિચાર કરવા તે સારી બાબત નથી , તેથી જે કોઈ કાર્ય કરીએ તેમાં ઉપેક્ષાભાવ ન હોવો જોઈએ . જે રીતે આપણે દરરોજ શૌચ જઈએ છીએ , સ્નાન કરીએ છીએ , ભોજન કરીએ છીએ તથા સૂઈએ છીએ એ જ રીતે પોતે સારા વિચાર કરવા , જોઈએ અને બીજા લોકોને પણ સારો ઉપદેશ આપવો જોઈએ .

વિચારોની અનંત શક્તિનો અનુભવ કરો અને તેમનો પ્રચાર કરવાનો પ્રયત્ન કરતા રહો . ગમે તેની સાથે વાતચીત કરવાની તક મળે ત્યારે તેની સાથે સત્ય , પ્રેમ અને ન્યાયની ચર્ચા કરો . તેને બૂરાઈ છોડીને ભલાઈ શીખવાની સલાહ આપો . આ સુધાર દ્વારા આપણે તેના પ્રત્યેના સાચા પ્રેમનો પરિચય આપી શકીશું . કોઈને મીઠાઈ આપીએ તો તે એવું માને છે કે તેને મારા પર પ્રેમ છે , પરંતુ બ્રાહ્મણ આ મૂર્ખતાને સમજે છે . તે મીઠાઈ દ્વારા નહિ , પરંતુ શ્રેષ્ઠ વિચારો દ્વારા તેને નક્કર લાભ પહોંચાડે છે . દુનિયા બ્રહ્મયજ્ઞનું મહત્ત્વ નથી સમજતી , પરંતુ આધ્યાત્મિક માણસને તેમાં બહુ મોટો લાભ દેખાય છે . આપણે અખંડ બ્રહ્મયજ્ઞને નિરંતર ચાલુ રાખીને પ્રાણીમાત્ર પ્રત્યે ઉચ્ચ કક્ષાનો પ્રેમ પ્રદર્શિત કરીને આપણું કલ્યાણ કરી શકીએ છીએ .

– અખંડજયોતિ , ફેબ્રુઆરી ૧૯૪૨ , પૃ . ૧૦

અધિકારીઓની પ્રામાણિકતા

સરકારી સેવકો માટે સંદેશ

અધિકારીઓની પ્રામાણિકતા

અપરાધોને રોકનારો શાસનાધિકારીઓની ઈમાનદારી તથા વિશ્વસનીયતાની લાંબા સમય સુધી પરખ કર્યા પછી જ નિયુક્તિ કરવી જોઈએ , તેમને જે તે વિભાગમાંથી જ લેવા જોઈએ અને અપરાધોને રોકવામાં તેમની પ્રતિભા તથા ભાવના કેવી છે તે જોવું જોઈએ , અનુભવ વ૨ના નવા માણસોને અપરાધો રોકવા માટેનાં પદો પર નિયુક્ત ન કરવા જોઈએ , કદાચ જે નિયુક્ત કર્યા હોય તો તેમના ચરિત્ર તથા ઈમાનદારીની ગુપ્ત  પાસ રાખવી જોઈએ . જે પદો પર ભ્રષ્ટાચારની સંભાવના હોય તેની પર કર્મચારીઓની નિયુક્તિ વખતે શિક્ષણ તથા યોગ્યતા ઉપરાંત તેમના ચરિત્ર અને ઈમાનદારીને ધ્યાનમાં લેવાં જોઈએ . ગુનેગાર અધિકારીઓને આકરો દંડ કરવો જોઈએ . અધિકારી વર્ગમાંથી ભ્રષ્ટાચાર દૂર ના થાય ત્યાં સુધી જનતાની અનૈતિકતા દૂર થવી મુકેલ છે , – અખંડજયોતિ , જૂન ૧૯૬૩ , પૃ . ૫૪

કર્મચારીઓની ઈમાનદારી જરૂરી

સરકારી સેવકો માટે સંદેશ

કર્મચારીઓની ઈમાનદારી જરૂરી

અનીતિને રોકવી તથા સાધનો વધારવાં તે શાસનનું કામ છે . બધાને એકસરખી તક મળે તથા સરખો ન્યાય મળે એવી સ્થિતિ પેદા કરવાની જવાબદારી રાજ્યની માનવામાં આવી છે . આ જવાબદારીને પૂરી કરવા માટે સરકારી કર્મચારીઓએ ન્યાય અને કાયદા પ્રત્યે ખૂબ નિષ્ઠવાન, નિર્લોભી , નિષ્પક્ષ તથા કર્તવ્યપરાયણ બનવું જોઈએ , કાયા તો પોથીઓમાં રહે છે . તેમનું પાલન કરવું તથા કરાવવાનું કામ રાજયના કર્મચારીઓનું છે . જે તેઓ ચરિત્રવાન તથા આદર્શવાદી હોય તો જ પ્રજાને સુખશાંતિ પ્રાપ્ત થઈ શકે છે . જે આ કર્મચારી વર્ગ પોતાનાં કર્તવ્યો અને જવાબદારીઓની ઉપેક્ષા કરે તો પ્રજાને ન્યાય પરથી વિશ્વાસ ઊઠી જશે અને દરેક ક્ષેત્રમાં અનીતિ ફેલાશે , ભ્રષ્ટાચાર તથા લાંચરુશવત વધશે . દુષ્ટ લોકો અધિકારીઓને પોતાના પક્ષમાં કરીને જનતાને ત્રાસ આપશે , કરચોરી કરશે તથા અનેક પ્રકારના ગુના નિર્ભયતાથી કરશે . અપરાધોને રોકવા માટે બીજા બધા ઉપાયોની તુલનામાં કર્મચારીઓની ઈમાનદારી વધારે મહત્ત્વપૂર્ણ સાબિત થશે . જે તેઓ ઈમાનદાર નહિ હોય તો અનેક યોજનાઓ નિષ્ફળ જશે અને લોકોનું કલ્યાણ નહિ થાય કે તેમની સમસ્યાઓનું સમાધાન પણ નહિ થાય .

– અખંડજ્યોતિ , માર્ચ ૧૯૩ , પૃ . ૨૧

વિશ્વસંસ્કૃતિની સ્થાપનામાં ભારત નેતૃત્વ કરશે

વિશ્વસંસ્કૃતિની સ્થાપનામાં ભારત નેતૃત્વ કરશે

આદર્શવાદી તત્ત્વજ્ઞાન તથા સર્જનાત્મક યુપ્રવાહને આગળ વધારવા માટે વિદ્વાનો તથા પંડિતોએ આગળ આવવું જ પડશે , ભલે પછી તેને આધ્યાત્મિક આંદોલન કહેવામાં આવે કે પુનર્નિમણિ આંદોલન કહેવામાં આવે , વિશ્વસંસ્કૃતિની સ્થાપના કરવા માટે એવી પ્રક્રિયાનો અમલ અવશ્ય થશે , આ કોઈ સ્વપ્ન નહિ , પરંતુ વિધાતાની સુનિયોજિત યોજના છે , તેને પુરી કરવા માટે માનવીય સંસ્કૃતિના ઉદ્દગમ કેન્દ્ર એવા ભારતે જ નેતૃત્વ કરવું પડશે .

– અખંડજયોતિ , જન્યુઆરી ૧૯૮૧ , પૃ . ૫૧

%d bloggers like this: