સત્ય, પ્રેમ અને ન્યાયનો જય હો

સત્ય, પ્રેમ અને ન્યાયનો જય હો  :  જો તમારો આત્મા સત્ય, પ્રેમ અને ન્યાયનો સંદેશ સાંભળતો હોય તો ભગવાન તમારો હાથ પકડીને તમને તેમના મહાન ઉદ્દેશ્યને પૂરો કરવા માટે પોતાના સંદેશવાહક બનાવવા ઇચ્છે છે, તેથી હે વાચક ! ભૂલ ના કરીશ. આળસ અને પ્રમાદ માં પડી ના રહીશ, પરંતુ ગોપીઓની જેમ બધા બંધનો છોડીને મોરલીનો મધુર નાદ સાંભળતા જ દોડી પડજે અને પોકારજે – “હે નાથ ! હું તમારો છું. તમારા આદેશને પૂરો કરવા માટે આવું છું. તમારી વાણીના અવાજ પર નાચતો નાચતો આવું છું. હે પ્રભુ ! મારું કશું જ નથી. જે કાંઈ છે તે તમારું જ છે. તમારી વસ્તુ તમને પાછી સોંપવામાં મને કોઈ વાંધો નથી. તમે અવતરિત થઈ રહ્યા છો. મને તમારી વધાઈ વહેંચવામાં આનંદ મળે છે. તમે મારે ઘેર આવી રહ્યા છો. હું તમારા આવવાની સૂચના બધે જ પહોંચાડી દઉં છું.

આ પાપ તાપથી તપેલી પૃથ્વી પર હવે સત્ય તથા ધર્મની સ્થાપના થશે. અપાર વેદનાથી બળતાં પ્રાણીઓને સંતોષનો શ્વાસ લેવાનો અવસર મળશે. આ ગંગા અવતરણમાં સ્વાગત માટે હે નંદી ગણો ! તમે પ્રસન્ન થાઓ. આ કૃષ્ણ જન્મ માટે હે બાલગોપાલો, ઉત્સવ ઉજવો. એ રામાવતાર માટે હે દેવતાઓ, તમે પુષ્પ વરસાવો. હે જાગ્રત આત્માઓ, આગામી યુગના દૂત બનાવીને પ્રભુ એ તમને આ ધરતી પર મોકલ્યા છે. પોતાના કર્તવ્ય નું પાલન કરો. પ્રભુની ઈચ્છા પૂરી થવા દો. લોભમોહના બંધનોને દૂર ફેંકી દો અને સત્ય ધર્મનો પ્રચાર કરવામાં લાગી જાઓ. આ એક જ કાર્ય કરવા માંડો, ભગવાન સત્ય, આપનો જય હો. ભગવાન પ્રેમ, આપનો જય હો, ભગવાન ન્યાય, આપનો જય હો. આવો ઘ્વનિ પૃથ્વીના ખૂણ ખૂણામાં ગુંજાવવામાં લાગી જાઓ. આ કર્તવ્ય પૂર્ણ કરવું તે એક મહાન તપ છે. હે ભગીરથો, તપ કરવા માંડો, જેથી સ્વર્ગીય ગંગા આ ભૂલોક પર વહેલી તકે પ્રગટ થઈને મરેલા માણસોના મોં મા અમૃત ટપકાવી દે. હે તપસ્વીઓ, આ કાર્ય તમારા તપ દ્વારા જ પૂરું થશે, તેથી ઉઠો અને તપ કરવા મંડી પડો.

-અખંડ જયોતિ, જાન્યુઆરી ૧૯૪ર પૃ. ૪૭

પ્રાર્થનામાં શકિત માગો

પ્રાર્થનામાં શકિત માગો  :  ઈશ્વરને આવી પ્રાર્થના કરવી જોઈએ – “આપ મને પ્રેરણા આપો, મારી અંદર તમારી શક્તિનો સંચાર કરી દો. મને સાહસ, ઉત્સાહ અને ધૈર્ય આપો.” આ જ વસ્તુઓ સૂક્ષ્મસત્તાના કેન્દ્ર માંથી આવે છે અને તેને જ આપણે ઈશ્વર પાસેથી મળેલી કહીએ છીએ. ઈશ્વર લોટ બાંધવા નહિ આવે, પરંતુ જો આપણે પ્રાર્થના કરીશું તો તે આપણી એ યોગ્યતાને જાગ્રત કરી દેશે, જેના દ્વારા તે કામ સહેલાઈથી કરી શકાય. તમે તમારું કર્તવ્ય અવશ્ય પૂરું કરો. મહેનત કરવામાં સહેજ પણ કસર ના રાખો તો જ પિતાના આશીર્વાદ મેળવી શકશો.

પ્રાર્થનાનું પહેલું પગથિયું એ છે કે આપણને જે સાંસારિક વસ્તુની જરૂર હોય તેના માટે પૂરેપૂરો પ્રયત્ન કરીએ. જે રીતે આજ્ઞાંકિત પુત્રને પિતા વધારે પ્રેમ કરે છે અને વધારે વસ્તુઓ આપે છે એ જ રીતે પૂરી શક્તિથી પ્રયત્ન કરવાની ઈશ્વરની આજ્ઞાનું પાલન કરનારને જગત પિતાના વધારે સ્નેહ મળે છે. ભૂલમાં પણ અકર્મણ્ય બનીને ના બેસી રહો. એવું ના વિચારો કે હું તો ભજન કરીશ અને ઈશ્વર મારું આ કાર્ય કરી દેશે.

ઈશ્વરને એવા ભજન કે ખુશામતની કોઈ જરૂર નથી. બદલામાં તે તમારો ચૂલો સળગાવવા નહિ આવે. પ્રાર્થનાનું બીજું પગથિયું એ છે કે પોતાનું કર્તવ્ય પૂરું કરતા કરતા પણ પોતાના પ્રારબ્ધ કર્મોના કારણે, પોતાની ભૂલોના કારણે અથવા તો સમૂહ મનના દોષોના કારણે જે વિપત્તિઓ તમારી સામે આવે તેમનાથી કાયરની જેમ ડરો નહિ કે ગભરાઓ પણ નહિ, પરંતુ ભગવાનને પ્રાર્થના કરો કે હે પ્રભુ, મને તે સહન કરવાની શકિત આપો, મારી અંદર ધીરજ ભરી દો, જેથી હું વિચલિત ન થાઉં. મુશ્કેલીઓ તો બધા પર આવે છે. રામ, કૃષ્ણ, બુદ્ધ, ઈશુ, મોહમ્મદ, શિવ, દધીચિ, હરિશ્ચંદ્ર જેવા મહાન આત્માઓને પણ વિપત્તિઓએ છોડયા નથી, તો પછી આપણે તેમનાથી કઈ રીતે બધી શકીએ ? અપ્રિય પરિસ્થિતિ જોઈને બૂમો ના પાડવી જોઈએ કે ડરપોકની જેમ બાઘા જેવા પણ ન બની જવું જોઈએ. આપણે એવા સમયે દુખના નિવારણનો ઉપાય કરવો જોઈએ અને જયાં સુધી તે મુશ્કેલી હોય ત્યાં સુધી અવિચળ ધીરજ રાખીને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ.

-અખંડ જ્યોતિ, નવેમ્બર-૧૯૪૧, પૃ. ૬

હૃદય મંદિર માંથી શાંતિ

હૃદય મંદિર માંથી શાંતિ  :   જ્યારે કોઈ દુઃખદ ઘટનાથી તમારું મન ખિન્ન થઈ રહ્યું હોય, નિરાશાના વાદળો ચારે બાજુ છવાયેલા હોય, અસફળતાના કારણે ચિત્ત દુઃખી થઈ ગયું હોય, ભવિષ્યની ભયાનક શંકા સામે ઊભી હોય, બુદ્ધિ બહેર મારી ગઈ હોય, તો આમતેમ ના ભટકશો. પેલા શિયાળને જુઓ કે જે શિકારી કૂતારાઓથી ઘેરાઈ જતા છટકીને પોતાની ગુફામાં ઘૂસી જાય છે અને ત્યાં શાંતિનો શ્વાસ લે છે.

આવા વિષમ પ્રસંગે બધી બાજુથી પોતાના ચિત્તને સંકેલી લો અને તમારા હૃદય મંદિરમાં ચાલ્યા જાઓ. બહારની બધા વાતોને ભૂલી જાઓ. પાપ અને તાપને દરવાજે છોડીને જ્યારે અંદર જવા માંડશો તો ખબર પડશે કે એક મોટો બોજ કે જેના ભારથી ગરદન તૂટી રહી હતી તે દૂર થઈ ગયો. તમે રૂના પોલ જેવા હલકા થઈ ગયા છો. ગરમીથી ત્રાસી ગયેલા માણસને બરફના ઓરડામાં જેટલી ઠંડક મળે છે એટલી શાંતિ તમને હૃદય મંદિરમાં મળશે. થોડીક જ વારમાં તમે આનંદનો અનુભવ કરશો. એવું જોવામાં આવ્યું છે કે કેટલાય દિવસોથી દુઃખથી પીડાતા લોકોને જ્યારે આરક્ષિત અભેદ્ય કિલ્લાના પ્રવેશ કરવાનું કહેવામાં આવ્યું ત્યારે તેઓ આનંદથી ઝોકાં ખાવા લાગ્યા અને તેમનું બાહ્ય શરીર પણ નિદ્રાને વશ થઈ ગયું.

આવા શાંતિદાયી સ્થાનમાં એકાએક પ્રવેશ મેળવી શકવો મુશ્કેલ હોય છે, તેથી પહેલેથી જ તેનો અભ્યાસ શરૂ કરી દો. સવારે સાંજે જ્યારે પણ અવસર મળે ત્યારે એકાંત સ્થાનમાં જાઓ અને કોઈ આરામ ખુરશીમાં બેસીને શરીરને બિલકુલ ઢીલું રાખીને પડી રહો. પોતાના  હૃદય મંદિર વિશે ઊંચામાં ઊંચી શાંતિ દાયક ભાવના કરો. એવી ભાવના કરો કે દુનિયામાં જે કાંઈ શાંતિ દાયક વસ્તુઓ હોઈ શકે છે એ બધી આની અંદર ભરેલી છે. હૃદય મંદિરનો અર્થ અહીં માસનો પિંડ એવો નથી, પરંતુ સૂક્ષ્મ હૃદય સાથે છે, જે તેના આંતરિક ભાગમાં રહે છે અને જ્ઞાન ચક્ષુઓથી જ દેખાય છે. હવે પોતાને બિલકુલ એકલા અનુભવીને સંસારને સંપૂર્ણ રીતે ભૂલી જતા ધીરેધીરે ઊંડા ઊતરો અને જેવા અંતર પ્રદેશમાં ઊંડે સુધી જાઓ ત્યારે પોતાના સારા કે ખોટા બધા વિચારોને બહાર છોડી દો. તમે બિલકુલ વિચાર રહિત થઈ ગયા છો એવું માનો. આનંદ સિવાય બીજા કોઈ પ્રકારનો વિચાર ન આવવા દો. આ રીતે તમે તમારા અખંડ કિલ્લામાં બેસીને થોડીક ક્ષણ માટે વિષમય બંધનોમાંથી છુટકારો મેળવી શકશો અને તે સમયમાં વધારો કરતા કરતા શાશ્વત સમાધિ સુધી પહોંચી શકશો.

-અખંડ જ્યોતિ, માર્ચ-૧૯૪૧, પૃષ્ઠ-પ

આનંદની શોધ

આનંદની શોધ  :   માણસ સ્વભાવથી આનંદ પ્રિય છે. તે કાયમ આનંદ શોધતો રહે છે. તે જે કાંઈ વિચારે છે કે કરે છે તે સુખ મેળવવા માટે જ કરે છે, પરંતુ તે અજ્ઞાનમાં ભૂલો પડી જાય છે. ઊંટને ઘડામાં શોધે છે. લોકો દાદરને ખૂબ ખંજવાળે છે. તેમને લાગે છે કે કદાચ અહીં સુખ મળશે, પરંતુ જેની ખંજવાળ વધતી જાય તે કેવું સુખ ? છેવટે તો ચામડી છોલાઈ જાય છે અને લોહી નીકળે છે. દાદરના ઘામાં પણ ખંજવાળ આવે છે. તે ઘા પર ખંજવાળવામાં જેવું સુખદુઃખ મળે છે તેવું જ સામાન્ય રીતે બધા લોકો ભોગવે છે. ખંજવાળ નું સુખ લેવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ ઘા બમણો વધી જઈને અસહ્ય વેદના પેદા કરે છે.

અજ્ઞાનથી છુટકારો મેળવવા માટે આગળ વધવું તે જ એકમાત્ર ઉપાય છે. અજ્ઞાન રૂપી અંધકાર માંથી છુટકારો મેળવવા માટે પ્રકાશ તરફ ચાલવું જોઈએ. માયા તરફથી પાછા વળીને ઈશ્વર તરફ મોં રાખવું જોઈએ. ત્યારે જ વાસ્તવિકતાનું ભાન થશે અને બધી વસ્તુઓ નું સાચું સ્વરૂપ સમજાશે. અંધારામાં પાણી સમજીને ખડિયાની શાહી પી જવાથી મોં કડવું થઈ જાય છે. તે કડવાશ ને દૂર કરવાનો ઉપાય શાહીમાં ગળપણ નાખીને પીવી એ નથી. સાચો ઉપાય એ છે કે અજવાળું કરો અને જુઓ કે જે વસ્તુમાં આપણે અટવાયા હતા તે વાસ્તવમાં શું છે ? એ પ્રકાશ દ્વારા જ તમને ખબર પડશે કે પાણી કયાં રાખ્યું છે ? ઠંડું પાણી પીવાથી જ તમારી તરસ છીપશે. તે અંધકાર માં નહિ, પરંતુ પ્રકાશમાં જ દેખાશે. અધ્યાત્મને માર્ગ પ્રકાશનો માર્ગ છે. સાચી વાતની ખબર પ્રકાશમાં જ પડે છે. પ્રકાશનું મૂળ આત્મામાં રહેલું છે. આત્મસ્વરૂપનું દર્શન કરીને જ બધા દુખ તથા શોકને જાણીને તેમનો ત્યાગ કરી શકાય છે. આત્મા સુખનું મૂળ છે. જીવનનો સાચો આનંદ ત્યાંથી જ પ્રાપ્ત થાય છે. શ્રુતિ કહે છે, “તમસો મા જયોતિર્ગમય” અર્થાત્ અંધકાર માંથી પ્રકાશ તરફ જાઓ. હે વાચકો, આપ પણ અઘ્યાત્મના માર્ગ તરફ વળો.

-અખંડ જ્યોતિ, ફેબ્રુઆરી-૧૯૪૧, પૃ. પ

મહા માનવ બનવાનાં સુત્રો

મહા માનવ બનવાનાં સુત્રો

તમે ૫રમાત્માને તમારા મિત્ર બનાવો. પોતાને નિરંતર તેમની ગોદમાં બેઠેલાં અનુભવો, એવું ના વિચારો કે તે અદૃશ્ય છે. શરીરધારી નથી એટલે તેમની મૈત્રી કઈ રીતે કરી શકાય ? તમે તેમને જેટલા તમારી નજીક માનશો એટલાં જ તે નજીક આવશે. જે રીતે પોતાના સાચા મિત્રની આગળ તમારી સમસ્યા રજૂ કરો છો અને તેની સલાહ માગો છો એ જ રીતે ૫રમાત્માની સામે તમારું હૃદય ખોલી નાખો. તમારી સમસ્યાઓ વિસ્તારપૂર્વક તેમની આગળ રજૂ કરો અને પૂછો કે હવે શું કરવું જોઈએ ?

જેમ જેમ તમે તેમની સાથે મિત્રતા વધારતા જશો, પોતે તેમના ભરોસે રહેતા જશો તેમ તેમ તે તમને ગાઢ આલિંગન માં લેતા જશે. એ સ્થિતિમાં બધા દુખ દર્દ સુખ તથા શાંતિ માં ફેરવાય જશે. તમને તેમનો સ્વર્ગીય સંદેશ તમારી અંદર આવતો સંભળાશે. જે ઘટના જોઈને સામાન્ય માણસ ગભરાઈ જાય છે અને પીડા તથા વ્યાકુળતા થી તરફડે છે એવી જ ઘટના વખતે ૫રમાત્મા ૫ર વિશ્વાસ રાખનાર મનુષ્ય અચળ રહે છે. તેને એવું લાગે છે કે હું તો માત્ર કોઈકના હાથનું રમકડું છું. અંતરાત્મા ના આદેશો નું તે નિર્ભયતા પૂર્વક પાલન કરે છે અને પ્રિય કે અપ્રિય જે કોઈ ૫રિણામ મળે તેને ભગવાન નો પ્રસાદ માનીને માથે ચઢાવે છે.

તમે તે ૫રમાત્માને અ૫નાવો તેને જ ચોવીસ ય કલાક પોતાનો સાથી બનાવો. પોતાના હૃદય રૂપી મંદિરમાં તેની સ્મિત કરતી છાયા જુઓ. હરઘડી પોતાને તેની ગોદમાં સુરક્ષિત રીતે બેઠલો અનુભવો. એક શરીરધારી વ્યક્તિની જેમ તેની સાથે વાતચીત કરો. શરીરને શિથિલ કરી પોતાના અંતરાત્મા માં આવતી દૈવીવાણીને સાંભળો. તેઓ તમને દરેક બાબતમાં ચૂલો સળગાવવાથી માંડીને યોગાભ્યાસ સુધીના બધા કાર્યોમાં સાચી સલાહ તથા માર્ગદર્શન આ૫શે. તેની ઇચ્છાને તમારી પોતાની ઇચ્છા બનાવી દો. ચોવીસ ય કલાકના પોતાના સાથી માથે બધો ભાર નાખીને નિશ્ચિત થઈ જાઓ. તે તમને પાર ઉતાર શે અને તમે પાર ઊતરી જશો.

-અખંડ જ્યોતિ, નવેમ્બર-૧૯૪૦, પૃ. ૭

સુષુપ્ત શ્રદ્ધાને જાગ્રત કરો

સુષુપ્ત શ્રદ્ધાને જાગ્રત કરો

મનોવિજ્ઞાનના આધારે જો આ૫ણે આ૫ણા વિશ્વાસ, માન્યતાઓ, વિચારો તથા ટેવોનું ૫રીક્ષણ કરીએ તો ખબર ૫ડશે  કે પોણા ભાગના વિશ્વાસોનો આધાર શ્રદ્ધા ૫ર રહેલો છે. તર્ક તો ફકત કોઈ નવી સાંસારિક સમસ્યા સામે આવે તો તેને ઉકેલવામાં થોડી ઘણી મદદ કરે છે. જો સ્વજનોની પોણા ભાગના વિશ્વાસોનો આધાર શ્રદ્ધા ૫ર રહેલો છે. તર્ક તો ફકત કોઈ નવી સાંસારિક સમસ્યા સામે આવે તો તેને ઉકેલવામાં થોડી ઘણી મદદ કરે છે. જો સ્વજનોની ઈમાનદારી ૫ર શંકા કરવામાં આવે, તેમના દરેક કામને અવિશ્વાસની દૃષ્ટિએ જોવામાં આવે, માતા, ૫ત્ની, સંતાન, મિત્ર વગેરે ૫ર ભરોસો રાખવામાં ન આવે તો મનુષ્ય પિશાચની જેમ ઉદ્વિગ્ન અને અનિશ્ચિત બની જશે. તેનું જીવન શંકા અને અનિષ્ટની ભઠ્ઠી માં સળગી જશે. તેને સુખ તથા શાંતિ ના દર્શન ૫ણ નહિ થાય. જો માણસ ભવિષ્ય તથા સ્વાસ્થ્ય ૫રની શ્રદ્ધા ગુમાવી દે તો તે વહેલામાં વહેલી તકે પ્રત્યક્ષ રૂપે આત્મહત્યા કરી લે છે.

મારા કહેવાનું તાત્૫ર્ય એ નથી કે ગમે તેવી વાતને જાણ્યા કે સમજયા વગર માની લેવી અને તે ભ્રમ પાછળ પોતાનું જીવન વેડફી નાખવું. દરેક વાત ૫ર ખૂબ સમજી વિચારીને, ઊંડુ મનન ચિંતન કરીને પૂરેપુરી તપાસ કર્યા ૫છી કોઈ ૫ણ વાતને સાચી માનવી જોઈએ, ૫રંતુ તર્કનું અવલંબન શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધા હશે તો જ તર્ક સફળ થશે. નહિ તો તે હલકા વાદળની જે ક્ષણ વારમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ઊડી જશે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બાબત સાથે હલકામાં હલકી વાતને જોડીને બહુ જોરદાર દલીલો કરી શકાય છે અને આ૫ણું અપૂર્ણ મસ્તક એની આગળ હારી જાય છે. એવી દશામાં આ૫ણે કઈ રીતે ઊભા થઈ શકીએ ? તર્ક તો બિચારો આંધળો તથા લંગડો છે. તે ઈશ્વર તથા ધર્મનો માર્ગ બતાવી શકતો નથી. તર્કની અંતિમ ગતિ નાસ્તિકતા સુધી છે.

જો તમારું મન ધર્મ માર્ગ તરફ ન વળતું હોય, જો તે સાંસારિક લાલચો તરફ વારંવાર ખેંચાતું હોય તો સમજો કે તે કામ શંકાશીલ તર્કનું છે અને તે તમને નાસ્તિકતા તરફ ખેંચી જઈ રહ્યો છે. એવી ૫રિસ્થિતિમાં તમે તર્ક દ્વારા તર્કનું નિવારણ ના કરી શકો. આગથી આગ હોલવાતી નથી. એ માટે કોઈ માર્ગદર્શકને ૫સંદ કરો. જ્ઞાની મહાપુરુષેના ૫ગલે ચાલો તથા ઈશ્વરીય જ્ઞાન આ૫તાં પુસ્તકોની મદદ લો. મહા પુરુષો જે માર્ગે ચાલ્યા હોય તેનું અનુસરણ કરો. તમારી સૂતેલી શ્રદ્ધાને જાગ્રત કરો. તે તમને ૫રમતત્વ સુધી લઈ જશે, જ્યાંથી પ્રકાશ દેખાય છે તે પ્રકાશની મદદથી આત્મા પોતાની જાતે જ પોતાનો માર્ગ શોધી લે છે. જેમ જેમ માણસ આગળ વધે છે તેમ તેમ તેને સત્ય નું દર્શન થવા લાગે છે. ૫છી હજારો તર્ક ભેગાં મળીને ૫ણ તેનામાં અવિશ્વાસ જગાડી શકતા નથી.

વાચક પોતાની આધ્યાત્મિક ભૂમિકા માં છુપાઈ રહીને શંકાને દીવો લઈને શોધે અને જયાં ૫ણ તે દેખાય ત્યાંથી તેને દૂર કરી દે તો જ તે જીવનનું સાચું લક્ષ્ય અને માર્ગ પ્રાપ્ત કરી શકશે. નહિ તો જુદી જુદી દલીલો અને શંકાઓની આંધીમાં તે આમથી તેમ ઊડતો રહીને ભગવાન કૃષ્ણના શબ્દોમાં સંશયાત્મા વિનાશ તરફ વળી જશે.

-અખંડ જ્યોતિ, ઑક્ટોબર-૧૯૪૦, પૃ. ૬, ૭

આત્મા નિરીક્ષણ માટે સમય કાઢો

આત્મા નિરીક્ષણ માટે સમય કાઢો

માણસ જો પોતાને ઓળખી શક્યો હોત, પોતાના વાસ્તવિક સ્વરૂપને સમજી શક્યો હોત અને પોતાના તથા સંસાર ના સંબંધને જાણી શક્યો હોત તો કેટલું સારુ ! ત્યારે આ સંસાર નરક રહેવાના બદલે સ્વર્ગ બની ગયો હોત અને માણસ શેતાનનો ગુલામ રહેવાના બદલે સમ્રાટ નો પણ સમ્રાટ બની જાત.

મને વિશ્વાસ છે કે વાચકો ઓછુંવતું ભજન, પૂજાપાઠ, સાધના, અનુષ્ઠાન વગેરે અવશ્ય કરતા હશે. તેઓ પોતાની શ્રદ્ધા પ્રમાણે જે કરતા હોય તે ભલે કરે, પરંતુ હું તેમને એક સાધના કરવાનો અનુરોધ કરું છું કે તેઓ દિવસે કે રાત્રે પંદર મિનિટનો સમય કાઢે અને એકાંતમાં શાંતિ પૂર્વક બેસીને વિચાર કરે કે હું કોણ છું ? મારું જે કર્તવ્ય છે તેને શું હું પૂરું કરી રહ્યો છું ? મારી અંદર શેતાની વૃત્તિઓ તથા ટેવો કઈ કઈ છે અને કેટલા પ્રમાણમાં ઘૂસી ગઈ છે ? તેમણે મારા દૈવીઅંશને કેટલા પ્રમાણમાં ગ્રસી લીધો છે ? આ પ્રશ્નોના જવાબ આપતા પહેલા તમારા મનને કહો કે તે પોતે બિલકુલ નિષ્પક્ષ બની જાય. ખોટી સાક્ષીના પૂરે. એક નિર્ભીક સત્યવકતાની  જેમ પોતાના અવગુણ સ્પષ્ટ રીતે જણાવે. વાચક આ રીતે દરરોજ એક ચોક્કસ સમયે આત્મ પરીક્ષણ કરે અને પોતાની અંદર જે દોષો જણાય તેમના પરિણામ વિશે વિચાર કરે કે શું આ મારા કલ્યાણનો માર્ગ છે ?

પોતાના અનુભવના આધારે હું કહી શકું છું કે જે લોકો આત્મ પરીક્ષણ કરશે તેમને વાસ્તવિક્તાનો ખબર પડશે અને જેઓ વાસ્તવિક્તાનો સમજશે તેમને પોતાના કલ્યાણનો માર્ગ પણ મળી જશે.

-અખંડ જ્યોતિ, ઓગસ્ટ-૧૯૪૦ પૃ.૭

પોતાના આંતરિક જીવનને જુઓ

પોતાના આંતરિક જીવનને જુઓ

સામયિક પરિસ્થિતિઓમાં પણ મોટા ભાગનાનું કારણ આપણો સ્વભાવ જ હોય છે. મહોલ્લા વાળા તમને ખરાબ ગણે છે, તમારી સાથે ઝઘડો કરે છે અને ખરાબ વ્યવહાર કરે છે, તે બધાની સાથે વારાફરતી લડશો તો પણ તમને શાંતિ નહિ મળે. તમારે વિચારવું જોઈએ કે મારી અંદર ક્યા  ક્યા  દુર્ગુણો છે, જે બધાય લોકોને મારા વિરોધી બનાવી દે છે. તમારામાં જો કડવું બોલવાની, બિનજરૂરી દખલગીરી કરવાની કે લોક વિરોધી કામ કરવાની કુટુવો હોય તો તમને સુધારો. બસ, તમારા બધા જ શત્રુઓ મટી જશે. તમને કોઈ નોકરીએ નથી રાખતું, તો માલિકનો દોષના દો. તમારી અંદર એવી યોગ્યતા કેળવો કે નોકરી માટે તમને બધેથી આમંત્રણ મળે. સદ ગુણો જ મનુષ્યોની એવી સંપત્તિ છે કે તેમના હોવાથી દરેક જગ્યાએ તેમનો આદર થાય છે, દરેકનો પ્રેમ અને સહાનુભૂતિ મળે છે. જ્યારે સાધુ સ્વભાવ વાળા લોકો પણ તમારો વિરોધ કરતા હોય તો જુઓ કે તમારી અંદર ક્યા  ક્યા  દુર્ગુણો રહેલા છે ? કેટલાક લોકોમાં એવી કમી હોય છે કે તેઓ લોકોમાં ફેલાયેલા ખોટા ભ્રમને દૂર કરી શકતા નથી અને અકારણ લોકોના કોપના ભાગીદાર બને છે. તેમણે લોનની સામે સાચી વાત રજૂ કરવી જોઈએ અને પોતાની નિર્દોષતા સાબિત કરવી જોઈએ.

ભય રાખવાનો, ડરવાનો તથા ગભરાઈ જવાનો દુર્ગુણ એવો છે, જે બીજાઓને પોતાની ઉપર અત્યાચાર કરવા માટે પ્રોત્સાહિત કરે છે. જે નિર્ભય રહે છે અને દરેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરે છે તેની પર કોઈ ત્રાસ કરતું નથી. કહેવાય છે કે હિંમતની સામે તલવારની ધાર પણ વળી જાય છે. ધનના અભાવ વિશે પણ આવું જ છે. જેનું સંપૂર્ણ ધ્યાન ધન ભેગું કરવાના સાધનોમાં એકાગ્ર થતું નથી તે ધનવાન બની શકતો નથી. સ્વાસ્થ્યને વધારવાની જેમનામાં પ્રબળ ઇચ્છા ના હોય તે પહેલવાન કઈ રીતે બની શકે ?

બીમારીમાં કે બીજી કોઈ મુશ્કેલીમાં ફસાઈ જતાં તેમાંથી મુક્ત થવા માટે આપણી અંદર બળ હોવું જોઈએ. ઉજ્જવળ આશા અને શુભ ભવિષ્ય પર દૃઢ વિશ્વાસ આપણને મુશ્કેલીમાંથી બહાર કાઢે છે. વીસ મિત્રો ભેગાં થઈને પણ આત્મવિશ્વાસ જેટલી મદદ કરી શકતા નથી. આત્મનિર્ભરતાની જડીબુટ્ટી પીને મડદા પણ બેઠાં થઈ જાય છે અને ઘરડા જુવાન થઈ જાય છે. તેના જેવું શકિત શાળી બીજું કોઈ ટૉનિક અ ત્યાર સુધી શોધાયું નથી.

તાત્પર્ય એ છે કે તમને સારી કે ખરાબ પરિસ્થિતિઓએ ઘેરી લીધા છે તે તો ફૂલ તથા પાંદડા જેવી છે. તેમના મૂળ તો તમારા આંતરિક જીવનમાં રહેલા છે. જો એ પરિસ્થિતિઓને બદલવા ઇચ્છતા હો  તો તમારા જીવનમાં પરિવર્તન કરો. કષ્ટોમાંથી છુટકારો મેળવવા ઇચ્છતા હો તો ફકત બાહ્ય દોડાદોડ કરવાથી કોઈ લાભ નહિ થાય. એનાથી તમને કાયમી શાંતિ નહિ મળે. જ્યારે એ કષ્ટોના મૂળ કારણનો ઉપચાર કરવામાં આવશે ત્યારે જ તેમાંથી મુકિત મળશે.

જો તમે તમારા વર્તમાન જીવનથી અસંતુષ્ટ હો, ઉન્નતિ અને વિકાસની આકાંક્ષા રાખતા હો તો તમારા આંતરિક જીવનને તપાસો. તેમાં ખરાબ ટેવો, નીચ વાસનાઓ તથા દુષ્ટ પ્રવૃત્તિ હોય તો તેમને બહાર કાઢી નાખો, એનાથી જ તમારો માર્ગ સાફ થઈ જશે અને બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે. તમારું આત્મબળ, દઢતા અને તીવ્ર ઇચ્છા શકિત વધારો તથા તમારી અંદર શુભ વૃત્તિઓ અને સદ્ગુણોનો વિકાસ કરો, એમની મદદથી ઉન્નતિના માર્ગે તમે સડસડાટ આગળ વધશો.

-અખંડ જ્યોતિ, જુલાઈ-૧૯૪૦, પૃ. ૬, ૭

દેવ માનવ બનાવનારી સાધના

દેવ માનવ બનાવનારી સાધના

સાધકોને મારો ઉપદેશ છે કે તેઓ થોડા દિવસ એકાંત સેવન કરે. એ માટે કોઈ જંગલમાં, નદી કિનારે કે પર્વત પર જવાની જરૂર નથી. પોતાની આજુ બાજુમાં કોઈ સ્થાન પસંદ કરી લો. એવી જો કોઈ સગવડ ના હોય તો પોતાના ઓરડામાં બારી બારણા બંધ કરીને એકલાં બેસો. એવું પણ ન થઈ શકે તો કોલાહલ રહિત એકાંતમાં ગમે ત્યાં બેસીને આંખો બંધ કરી લો અથવા ખાટલા પર સૂઈને એક ચાદર ઓઢી લો અને શાંતચિત્ત થઈને મનમાં જપ કરો.

–  ‘હું એકલો છું, હું એકલો છું’  તમારા મનને બરાબર અનુભવ કરવા દો કે હું એક સ્વતંત્ર, અખંડ અને અવતારી સતા છું. મારું કોઈ નથી -અને હું કોઈનો નથી.’ અડધા કે એક કલાક સુધી તમારું સમગ્ર ધ્યાન આ ક્રિયામાં એકાગ્ર કરો. પોતાને બિલકુલ એકલાં અનુભવો. આ અભ્યાસ ના થોડા દિવસો પછી એકાંતમાં એવી ભાવના કરો કે હું મરી ગયો છું. મારું શરીર તથા બીજી બધી વસ્તુઓ મારાથી દૂર પડી છે.

ઉપરની નાનકડી સાધના મારા પ્રાણપ્રિય અનુયાયીઓ આજથી જ શરૂ રે. તેઓ એ ના પૂછે કે આનાથી શો લાભ થશે ? હું અત્યારે નહિ બતાવું કે એનાથી કેવા પ્રકારનો લાભ થશે, પરંતુ સોગંદ પૂર્વક કહું છું કે જે સાચા હ્રદયથી વિશ્વાસ પૂર્વક આ સાધના કરશે તે થોડાક જ દિવસોમાં સાચા આત્મજ્ઞાન તરફ આગળ વધશે. સાંસારિક ઘોર પાપો, દુષ્ટ કર્મો, ખરાબ ટેવો, નીચ વાસનાઓ અને નરક તરફ ખેંચી જનારી કુટિલતા માંથી એ સાધકને છુટકારો મળી જે. આ પાપમયી પૂતનાઓને છોડવા માટે સાધક અનેક પ્રયત્નો કરે છે, પરંતુ તેઓ પડછાયાની જેમ પાછળ પાછળ દોડતી રહે છે અને આપણો પીછો નથી છોડતી. આ સાધનાથી એ ખોટું મમત્વ છૂટી જશે અને તે પાપવૃત્તિઓ દૂર ભાગી જશે.

પોતાને એકલાં અનુભવો. દરરોજ અભ્યાસ કરો. શરીરને નિષ્ક્રિય પડી રહેવા દો. મનને દલીલો દ્વારા એવું સમજાવી દો કે હું એકલો છું. ફકત બુદ્ધિ દ્વારા એવું વિચારી લેવું પૂરતું નથી, પરંતુ આ ભાવનાને મનમાં ઊંડે સુધી સ્થાપી દેવી જોઈએ. અભ્યાસ એટલો પ્રખર બનવો જોઈએ કે પોતાના વિશે જ્યારે પણ વિસારો ત્યારે એવું જ વિચારો કે હું એકલો છું. કાયમ પોતાને સંસારની બધી વસ્તુઓથી પર માનો, જળ કમળવત્ અલિપ્ત માનો.

હું કહું છું કે આ સાધના તમને મનુષ્ય માંથી દેવતા બનાવી દેવામાં સંપૂર્ણ સમર્થ છે.

-પં. શ્રીરામ શર્મા આચાર્ય, -અખંડ જ્યોતિ, જૂન- ૧૯૪૦, પૃ.૭

યુવાઓ, પોતાને ઓળખો

યુવાઓ, પોતાને ઓળખો

હે નવજવાનો, યાદ રાખો કે જે દિવસે તમને તમારા હાથ પર અને દિલ પર વિશ્વાસ આવી જશે તે દિવસે તમારો અંતરાત્મા કહેશે કે અવરોધોને કચડી નાખીને તું એકલો ચાલ, એકલો ચાલ. તારા માથાનો પરસેવો લૂછવા માટે હવામાં શીતળ પાલવ લહેરાઈ રહ્યો છે.

જે વ્યક્તિઓ ઉપર તમે આશાઓનો વિશાળ મહેલ બનાવ્યો છે તેઓ કલ્પનાના આકાશમાં વિહાર કરવા સમાન અસ્થિર, સારહીન અને કમજોર છે. પોતાની આશાને બીજા લોકો ના ભરોસે રાખવી તે પોતાની મૌલિક તાનો નાશ કરીને પોતાના સાહસને પાંગળું બનાવી દેવા સમાજ છે. જે માણસ બીજાઓની મદદથી જીવનયાત્રા કરે છે તે એકલો પડી જાય છે. એકલા પડી જતાં તેણે પોતાની મૂર્ખતા નું ભાન થાય છે.

પં. શ્રીરામ શર્મા આચાર્ય

%d bloggers like this: