આ શ્રૃંખલા હારમાળાનું આ ‘દેવ સંસ્કૃતિ વ્યાપક બનશે સીમિત નહીં રહે

પુસ્તકનો પરિચય મેળવવા માંગો છો?

પ્રસ્તૃત પુષ્પમાળામાં એ પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આત્મવિજ્ઞાનથી માંડી વ્યવહારિક અઘ્યાત્મના દરેક ક્ષેત્રને સ્પર્શતા ગાગરમાં સાગર જેવા કિંમતી વિચારોને ક્રમબદ્ધ રીતે આ૫ની સમક્ષ મૂકવામાં આવે. આ શ્રૃંખલા હારમાળાનું

આ ‘દેવ સંસ્કૃતિ વ્યાપક બનશે સીમિત નહીં રહે
લેખિકા : માતા ભગવતી દેવી શર્મા આશા રાખવામાં આવે છે કે વાચકો આ વિચાર અમૃત વડે જાતે લાભ મેળવે અને બીજા અનેકો સુધી આ રોશની પ્રકાશને ફેલાવે.
આ પુસ્તક ના મહત્વના મુદ્દા :
🕉️ “ભારતીય સંસ્કૃતિ – દેવ સંસ્કૃતિ”
🕉️ “અનેકતામાં એકતા દેવસંસ્કૃતિની વિશેષતા”
🕉️ “પ્રવાસી ભારતીયો માટે એક સુનિશ્ચિત કાર્યક્રમ”
🕉️ “સંસ્કારયુક્ત શિક્ષાની વ્યવસ્થા”
🕉️ “શાંતિકુંજ : હરિદ્વાર સાંસ્કૃતિક પુનરુત્થાનનું કેન્દ્ર”

પુસ્તકનો પરિચય મેળવવા માંગો છો?
પુસ્તક પરિચય ઑડિયો :

ઇ-બુક વાંચવા માટે આ લિંકને ક્લિક કરો.

_ તમને પુસ્તક કેવી લાગી, અમને તમારા વિચારો જણાવો. જ્યારે તમને ગમે, ત્યારે આ પુસ્તક તમારા મનપસંદ, મિત્રો અને ભાઈઓ સાથે શેર કરો.

-આવતીકાલે અમે ફરી એક નવી પુસ્તક લઈને તમારી સામે આવીશું. અમે તમારા મૂલ્યવાન પ્રતિસાદની રાહ જોતા રહીશુ।

  • 😊 તમારું વાંચન આનંદદાયક બને. આ શુભેચ્છાઓ સાથે 🙏

શુભેચ્છાઓ, સાહિત્યની ટીમ

આજનું પુસ્તક : ચિંતન ચરિત્રને ઊંચે ઉઠાવો

ચિંતન ચરિત્રને ઊંચે ઉઠાવો

લેખક : પંડિત શ્રીરામ શર્મા આચાર્ય

ક્રિયાને અનુરૂપ આપણા દ્રષ્ટિ અને ચિંતન નહીં હોય તો એનાથી કોઈ લાભ નહીં મળે. આપણી દ્રષ્ટિ પરિષ્કૃત (વિવેકપૂર્ણ) હોવી જોઈએ અને આપણું ચિંતન ઉચ્ચસ્તરિય હોવું જોઈએ.આપણા મનમાં સિદ્ધાંતો અને આદર્શો માટે ઊંચી નિષ્ઠા હોવી જોઈએ. જપ, ભજન, અનુષ્ઠાન ઉચ્ચસ્તરીય દ્રષ્ટિકોણ બનાવવા માટે કર્યા છે એવો ભાવ દરેકના મનમાં જાગૃત થવો જોઈએ અને આવું અનુષ્ઠાન દરેકના મનમાં હોવું જોઈએ.

જો આપણા વિચાર અને સ્વપ્ન નકામા અને નિરર્થક સાબિત થાય તો આ અસફળતા કેવળ આપણી નહીં પરંતુ સમગ્ર માનવજાતિની, સભ્યતાની, સંસ્કૃતિની, ધર્મની, અધ્યાત્મની તથા ઋષિઓની છે. આ અસફળતા આપણી એ મહાન પરંપરાઓની છે જેણે વિશ્વનું નિર્માણ નિર્ધારણ કર્યું હતું.

જેની આંખોમાં દર્શન રહ્યું એણે ગાંધીજીને મળી તેમની ફિલોસોફી સમજીને તેમની તરફની શ્રદ્ધા-નિષ્ઠા જેવા ગુણો ગ્રહણ કરીને તે વ્યક્તિ વિનોબા ભાવે બની ગયા. એટલે જ ગાંધીજીએ જાહેર કર્યું હતું કે વ્યક્તિગત સત્યાગ્રહ આંદોલન શરૂ થાય ત્યારે એમની ધરપકડ થયા પછી રાષ્ટ્રની લગામ સંભાળવા વાળો બીજો સત્યાગ્રહી વિનોબા ભાવે હશે.

સદ્ વાક્યો:
⭐પ્રસન્ન રહેવા માટેના ફ્ક્ત બે જ ઉપાય છે – આવશ્યકતાઓ ઓછી કરો અને પરિસ્થિતિઓ સાથે તાલમેલ બેસાડો.
⭐ગૃહસ્થ એક તપોવન છે, જેમાં સંયમ, સેવા અને સહિષ્ણુતાની સાધના કરવી પડે છે.
⭐હવનના કર્મકાંડનો મૂળ લાભ વ્યક્તિના ચિંતનના તેમજ દૃષ્ટિકોણના સ્તરને ઊંચે ઉઠાવવાનો છે.

મહત્વના આકર્ષક મુદ્દા :
🕉️ દૃષ્ટિકોણને ઊંચે ઉઠાવ્યા વગર અધ્યાત્મ અને ધર્મના કાર્યક્ષેત્રમાં કોઈ મહત્વપૂર્ણ લાભ મળતો નથી.
🕉️ સભ્યતાનું સ્વરૂપ છે સાદગી, પોતાના માટે કઠોરતા અને બીજાના માટે ઉદારતા
🕉️ આત્મહીનતાનો ભાવ વ્યક્તિની સૌથી મોટી કમજોરી
🕉️ વ્યક્તિના જીવનમાં અનુશાસન ખૂબ જ જરૂરી
🕉️ દર્શનનો મતલબ “સાચી ફિલોસોફી”

લેખક વિશે
_પંડિત શ્રીરામ શર્મા આચાર્ય * (1911-1990), ભારતીય સ્વાતંત્ર્ય સેનાની, સમાજ સુધારક, મહાન ગાયત્રી સાધક અને વૈજ્ઞાનિક આધ્યાત્મિકતાના પ્રણેતા, તેમણે 3200 થી વધુ પુસ્તકો લખ્યા.

*2 મિનિટથી ઓછા સમયમાં કોઈ પુસ્તકનો પરિચય મેળવવા માંગો છો?

ઑડિયો – વિડિયો :

ઇ-બુક વાંચવા માટે આ લિંકને ક્લિક કરો.

સંપૂર્ણ ઑડિયો સાંભળવા માટેની લિંક :

_ તમને પુસ્તક કેવી લાગી, અમને તમારા વિચારો જણાવો. જ્યારે તમને ગમે, ત્યારે આ પુસ્તક તમારા મનપસંદ, મિત્રો અને ભાઈઓ સાથે શેર કરો.

-આવતીકાલે અમે ફરી એક નવી પુસ્તક લઈને તમારી સામે આવીશું. અમે તમારા મૂલ્યવાન પ્રતિસાદની રાહ જોતા રહીશુ।

  • 😊 તમારું વાંચન આનંદદાયક બને. આ શુભેચ્છાઓ સાથે 🙏

આજનું પુસ્તકનું ઋષિ યુગ્મનું ઉદ્દબોધન

પુસ્તકનું નામ : ઋષિ યુગ્મનું ઉદ્દબોધન

લેખક : પંડિત શ્રીરામ શર્મા આચાર્ય

” સંગીતની ઉપયોગિતા ત્યારે જ છે જ્યારે એને ઉચ્ચ આદર્શો માટે પ્રસ્તુત કરી શકાય.”

સાધારણ જનમાનસ ને આદર્શના પથ પર ચલાવવા માટે પ્રસ્તુત ગીત તથા કવિતાઓનો જાદુઈ પ્રભાવ પડે છે.એટલા માટે પ્રેરક ગીત લખવા તેમજ પ્રકાશિત કરવા બહુજ ઉપયોગી અને આવશ્યક છે. આ દિશામાં કવિઓનું ધ્યાન આકર્ષિત કરાવવાનું સાર્થક રહેશે. આપણા દેશમાં કવિઓની કોઇ જ ખોટ નથી પરંતુ તેમને પ્રેરણાદાયક – જ્ઞાનયુક્ત ગીત તેમજ કવિતાઓ લખવા માટે પ્રોત્સાહન આપવું જોઇએ જેનાથી જનમાનસના પ્રવાહને આદર્શોના પ્રવાહની દિશામાં વાળી શકાય.

⭐પ્રસ્તુત પુસ્તક પ્રેરક ગીતોનો સંગ્રહ છે જે આદર્શ પથ પર ચાલવાની પ્રેરણા પ્રદાન કરવા માટે સહાયક બનશે.
⭐પ્રસ્તુત કવિતાઓનો સંગ્રહ પ્રકાશિત કરતા અમે લેખકો અને પ્રકાશકોના હૃદય થી આભારી છીએ.
⭐અમને આશા છે કે આ પ્રકાશનથી એક મોટી આવશ્યકતા પૂરી થઈ શકશે.
⭐પુસ્તકના અમુક પ્રેરણા ગીત અને કવિતાઓ હીન્દીમાં લિંક સાથે

૧) ઉઠો બાંસુરી મેં નઈ સાંસ ફૂંકો

ર) રુકે નહીં પતવાર માંઝિઓ

૩) ચલ દિવાને

૪) તુમ કર્મો સે ભાગ્ય બદલ દો

પ) યુગ યુગ તક જગ યાદ કરે

પ્રેરણાદાયક વાક્યો

🕉️ તમારા કર્મથી ભાગ્યને બદલો, ભવિષ્યને સત્સંકલ્પનું બળ આપો.
🕉️ જીવનના ઓલવાતા દિપક માં આપણે નવી જ્યોતિ પ્રગટાવશું.
🕉️ યુગો યુગો સુધી જગત યાદ કરે તેવા કર્મ કરો, કર્મમાં એવા મર્મ ભરો.
🕉️ ભૂજાઓના બળના આધારે હવાની દિશા બદલો.
🕉️ માતૃભૂમિ નું ભવિષ્ય તમારા જ હાથમાં હશે.

લેખક વિશે
_પંડિત શ્રીરામ શર્મા આચાર્ય * (1911-1990), ભારતીય સ્વાતંત્ર્ય સેનાની, સમાજ સુધારક, મહાન ગાયત્રી સાધક અને વૈજ્ઞાનિક આધ્યાત્મિકતાના પ્રણેતા, તેમણે 3200 થી વધુ પુસ્તકો લખ્યા.

*2 મિનિટથી ઓછા સમયમાં કોઈ પુસ્તકનો પરિચય મેળવવા માંગો છો?

ઑડિયો – વિડિયો :

ઇ-બુક વાંચવા માટે આ લિંકને ક્લિક કરો.

_ તમને પુસ્તક કેવી લાગી, અમને તમારા વિચારો જણાવો. જ્યારે તમને ગમે, ત્યારે આ પુસ્તક તમારા મનપસંદ, મિત્રો અને ભાઈઓ સાથે શેર કરો.

-આવતીકાલે અમે ફરી એક નવી પુસ્તક લઈને તમારી સામે આવીશું. અમે તમારા મૂલ્યવાન પ્રતિસાદની રાહ જોતા રહીશુ।

  • 😊 તમારું વાંચન આનંદદાયક બને. આ શુભેચ્છાઓ સાથે 🙏

શુભેચ્છાઓ,
સાહિત્યની ટીમ

આજનું પુસ્તક -ઉજજવળ ભવિષ્યની સાર્થક દિશા

દરરોજ એક પુસ્તક અભિયાન
આજનું પુસ્તક -ઉજજવળ ભવિષ્યની સાર્થક દિશા

ઇ-બુક વાંચવા માટે આ લિંકને ક્લિક કરો. http://literature.awgp.org/book/ujjval_bhavishy_kee_sarthak_disha/v1

સંસારભરનું જ્ઞાન મેળવવા માટે ઉત્સુક વ્યક્તિઓની મોટી ભૂલ ત્યાંજ થાય છે કે તે જ્ઞાનવાન – વિદ્વાન હોવાનો દાવો તો કરે છે પરંતુ, તે પોતે કોણ છે?, શેના માટે આ સંસારમાં આવ્યો છે?, શું કરવાનુ છે અને ક્યાં જવાનું છે તેનુ થોડું ઘણું પણ જ્ઞાન તેને નથી.મનુષ્ય જીવન ઈશ્વરની વિભૂતિ અને વૈભવમાં સર્વશ્રેષ્ઠ કરુણા – સંપદા છે. આ કલાકૃતિને ઈશ્વરે બહુ ઊંચા અરમાનો સાથે સજાવી છે. ઈશ્વરે મનુષ્યને સૃષ્ટિનો મુકુટમણિ અને પોતાનો રાજકુમાર ઘોષિત કર્યો છે.

જીંદગીનો બોજ તો કોઈપણ પ્રકારે વહન કરી લેવાય છે પણ, એની સાથે આપણને, વિશાળ વિશ્વને અને મોટા અરમાનો સાથે આપણને નિહાલ કરવા વાળા સૃષ્ટિના રચયિતાને શું મળશે ?

૨૧મી સદી ઉજજવળ ભવિષ્યનો ઉદ્દઘોષ જ્યાંથી કર્યો છે એ મહા યુગાંતરીય ચેતનાનું ઉદ્દગમ સ્થાન શાંતિકુંજ છે. સ્થાપના થઈ ત્યારથી નિત્ય-નિયમિત રૂપે લાખોની સંખ્યામાં ગાયત્રી મંત્રના જાપ અને યજ્ઞ દ્વારા દર વર્ષે કરોડો ગાયત્રી મંત્રની આહુતિઓ અપાય છે.

મિશનના સાક્ષીરૂપે અખંડજ્યોતિની સ્થાપના ૯૪ વર્ષથી અનવરત રૂપમાં જ્યોતિર્મય છે. અહીં દિવ્યસત્તા નું સંરક્ષણ અવતરીત થતું અનુભવ કરી શકાય છે. ગાયત્રી માતાની પ્રાણ પ્રતિષ્ઠા, સવિતાદેવતાનું મંદિર, શિવાભિષેક, દેવાત્મા હિમાલયની જ એકમાત્ર પ્રતિક પ્રતિમા, સપ્તઋષિઓની પ્રતિમા અહીં સ્થાપિત છે. આવી ઘણી વિશેષતાઓ શાંતિકુંજમાં છે. અહીંથી નીકળતી સહસ્ત્ર ધારાઓ દેશ-દેશાંતરમાં કાર્યરત જોઈ શકાય છે. ૨૪૦૦ પ્રજ્ઞાપીઠો અને ૨૪૦૦ પ્રજ્ઞા કેન્દ્રોના સમર્થસમૂહ આ ઉદ્દગમ સાથે જોડાયેલા છે.

ઉજજવળ ભવિષ્યનું અવતરણ સુનિશ્ચિત છે. ૨૧મી સદી પરમસત્તા ના તત્વાવધાનમાં સંપન્ન થવા જઈ રહી છે. પણ એના પ્રત્યક્ષ ને પ્રકટ સ્વરુપનો શ્રેય તો શરીરધારી મનુષ્યોમાંથી જ કોઈકને મળવાનો છે.

મહાન કાર્યો સમય અને શ્રમના સહારે જ થઈ શકે છે. વિચારક્રાંતિ આજના યુગની સૌથી મોટી માંગ છે. આપણે અંદર અને બહારથી એવા ઉચ્ચ સ્તરના બનીએ જેવા આપણે બીજાને બનાવવા ઈચ્છીએ છીએ. ચંદનના વૃક્ષની જેમ પ્રતિભાવાન વ્યક્તિજ પોતાના જેવી અન્ય વિભૂતિઓ ઉત્તપન્ન કરી શકે છે. જેમના દ્વારા ઐતિહાસિક કાર્યો અદભૂત – આશ્ચર્યજનક અને ચમત્કાર જેવા પ્રતીત થાય છે. વિશ્વ-વસુધા પર છવાયેલી સમસ્યાઓના સમાધાન અને સંક્ટ નિવારણ માટે આજ શ્રેષ્ઠ સમય છે. પ્રગતિશીલતાને અપનાવવા માટે ની સંવેદનાઓ પ્રગટ કરવા માટેના તત્વોનો સર્વાધિક સમાવેશ આજના પ્રશિક્ષણમાં રહેવો જોઈએ.

મહત્ત્વના મુદ્દા –
🕉️ સ્વરૂપને સમજો અને લક્ષ્યને
ઓળખો
🕉️ સશક્ત શક્તિ ના ઉદ્દગમ સાથે
સંબંધ સ્થાપો
🕉️ વર્તમાન સુયોગ સમજો અને
સમર્થ સત્તા સાથે ભાગીદારી કરો
🕉️ઉજ્જવળ ભવિષ્યનું અવતરણ
સુનિશ્ચિત છે.
🕉️ સ્વયં એવા બનીએ જેવી
અપેક્ષા આપણે બીજાની સાથે રાખીએ
છીએ.
લેખક વિશે

_પંડિત શ્રીરામ શર્મા આચાર્ય * (1911-1990), ભારતીય સ્વાતંત્ર્ય સેનાની, સમાજ સુધારક, મહાન ગાયત્રી સાધક અને વૈજ્ઞાનિક આધ્યાત્મિકતાના પ્રણેતા, તેમણે 3200 થી વધુ પુસ્તકો લખ્યા.

*2 મિનિટથી ઓછા સમયમાં કોઈ પુસ્તકનો પરિચય મેળવવા માંગો છો?

ઑડિયો

વીડિયો

_ તમને પુસ્તક કેવી લાગી, અમને તમારા વિચારો જણાવો. જ્યારે તમને ગમે, ત્યારે આ પુસ્તક તમારા મનપસંદ, મિત્રો અને ભાઈઓ સાથે શેર કરો.

-આવતીકાલે અમે ફરી એક નવી પુસ્તક લઈને તમારી સામે આવીશું. અમે તમારા મૂલ્યવાન પ્રતિસાદની રાહ જોતા રહીશુ।

  • 😊 તમારું વાંચન આનંદદાયક બને. આ શુભેચ્છાઓ સાથે 🙏

શુભેચ્છાઓ,
સાહિત્યની ટીમ

%d bloggers like this: