પરિવાર એક તપોવન, પરિવારમાં શાલીનતા અને શિષ્ટાચાર

પરિવાર એક તપોવન :

કુટુંબ એક તપોવન છે, જ્યાં વ્યક્તિ સ્વેચ્છાએ તપ, ત્યાગ, તથા ધર્માચરણનો આધાર લે છે.  પરિવારમાં મનુષ્યનો આત્મિક-માનસિક વિકાસ સરળતાથી થાય છે.  પરસ્પર એકબીજા પ્રત્યે કર્તવ્ય નિભાવવાનો ધર્મ માણસનું જીવન વિકસિત કરે છે.

વાસ્તવમાં કુટુંબની સાર્થકતા જ એ હતી કે તે માણસની ઝેરી સંકુચિતતા અને તીક્ષ્ણ સ્વાર્થેપણાને દૂર કરતું તથા એને સમરસ બનાવીને સહનશીલતા, સંતોષ, સહયોગ, સમાજિક્તાની, સેવાની ભાવનાઓ જગાડીને સમાજને સહાયક બનતું હતું.

પરિવારનું દ્વાર હંમેશા સમાજ તરફ ખૂલે છે.  જો તેનો આધાર ત્યાગ અને કર્તવ્ય પરાયણતા ન રહેતાં એકબીજાના જીવનની હત્યા કરતાં રહેવાનો અને પડાવી લેવાની તક જોઈ રહેવાનો જ થઈ ગયો, તો પછી એનું પરિણામ એવા નાગરિકોના રૂપે સામે આવશે જે એકબીજાને ગળી જવાની તૈયારી કરી  રહ્યાં છે.


પરિવાર એક પ્રયોગશાળા, પરિવારમાં શાલીનતા અને શિષ્ટાચાર

પરિવાર એક પ્રયોગશાળા

જીવનપથમાં આવનારી મુશ્કેલી પ્રત્યે તમને સચેત કર્યા હતાં.  સાથોસાથ તે વિશેષતાઓ તરફ પણ તમને પ્રેરિત કર્યા, જેમને સ્વીકારવાથી તમે સફળ વ્યક્તિ કહેવાશો.  તમે સમાજનું પ્રથમ એકમ છો.  વ્યક્તિ પરિવારનો સભ્ય હોય છે.  આજે આપણે પારિવારિક તથા સામાજિકતાનો અભ્યાસ કરીશું.

વ્યક્તિ અને સમાજની વચ્ચેની કડી પરિવાર પરિવાર છે.  સમાજનું વિશાળ શરીર પરિવારનાં નાનાં નાનાં એકમોનો સમૂહ છે.  કડીઓ મજબૂત હોય તો સાંકળ મજબૂત બને છે.  જેથી આપણે પરિવારોનું વાતાવરણ એવું બનાવવું જોઈએ કે, જેમાં જન્મેલા, ઉછેરેલા અને પોષાયેલા સભ્ય દરેક દ્રષ્ટી સુયોગ્ય-સુવિકસિત બની શકે.

પરિવાર એક નાનકડો સમાજ તથા નાનું રાષ્ટ્ર છે.  તેની સુવ્યવસ્થા પૂરા રાષ્ટ્રની છે.  આ નાનકડી પ્રયોગશાળામાં તેના બધા સભ્યોને વ્યક્તિગત કર્તવ્યો તથા સામાજિક જવાબદારીઓને સમજવા, નિભાવવાનું શિક્ષણ મેળવવાની તક મળી શકે એવું આયોજન ગોઠવવું જોઈએ.  આ પ્રવૃતિ વિકસતાં વિકસતાં વિશ્વનાગરિકતા તથા માનવપરિવારનું સર્જન કરશે.  પરિવાર પ્રત્યે પોતાની જવાબદારીઓ સમજવામાં આવે, પરંતુ તેના પ્રત્યે મોહગ્રસ્ત ન બનવામાં આવે.


 

%d bloggers like this: