કેટલાક ધાર્મિક પ્રશ્નોનું યોગ્ય સમાધાન

આજે સંસારમાં સર્વત્ર બુદ્ધિવાદની પ્રધાનતા છે. દરેક વિષયને ‘કેમ’ અને કેવી રીતે ની કસોટી ઉપર કસવામાં આવે છે. જે વાત આ કસોટીમાં સાચી પુરવાર થાય છે તેને સાચી માનવામાં આવે છે અને બાકીનીને ખોટી માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં ઘણીબધી માન્યતાઓ, વિચારધારાઓ, રિવાજો એવા છે કે જેનું સાચું કારણ સમજતાં તાકિકોને ખૂબ જ મુશ્કેલી પડે છે. એક તો એનાથી થતા લાભોને તેઓ સમજી શક્યા નથી અને બીજું, એમાં ઘુસી ગયેલા દોષ દુર્ગણોને વધારીને કહે છે. આવી દશામાં એમને ધાર્મિક વિધિઓ એક જાતનો ઢોંગ, પાખંડ ભ્રમ, મૂર્ખતા અને અંધવિશ્વાસ જ લાગે છે. આ ધાર્મિક વિધિઓને બ્રાહ્મણોનો કમાવાનો ધંધો કે પછી ઢંગી લોકોની એવી કહીને તેની મહત્વપૂર્ણ પ્રથાઓને ઉપેક્ષા, ઉપહાસ, તિરસ્કાર અને ઘણાની દષ્ટિએ જોવામાં આવે છે. જો આવી નાસ્તિકતા રહેશે તો હિન્દુ સંસ્કૃતિને ભારે આઘાત લાગવાની સંભાવના છે. તત્ત્વદ્રષ્ટા ઋષિમુનિઓએ માનવજાતના કલ્યાણ માટે જે બાબતોનું નિરૂપણ કર્યું હતું. તેનો આમ અપરિપકવ બુદ્ધિ દ્વારા ઉપવાસ થાય એ અંગે ખૂબ જ વિચારવા જેવું છે. આવી વિચારવાલાયક સ્થિતિમાંથી બહાર આવવા માટે તે બાબતો પર બૌદ્ધિક રીતે વિચાર કરવો જરૂરી છે. કેટલાક ધાર્મિક પ્રશ્નોનું યોગ્ય સમાધાન માં દાન, શ્રદ્ધા, દેવ અને તીર્થ વગેરે બાબતો ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે. -શ્રીરામ શર્મા આચાર્ય

કેટલાક ધાર્મિક પ્રશ્નોનું યોગ્ય સમાધાન

૧. આદેશનું બીજું નામ,

૨. શ્રાદ્ધનું રહસ્ય

૩. તીર્થોની ઉપયોગિતા

૪. દાનમાં વિવેકની આવશ્યક્તા

૫. તેત્રીસ કોટિ દેવો શું છે ?

જ્ઞાનયજ્ઞની લાલ મશાલ સદાય જલતી રહે તેવા શુભ આશયથી આપની સમક્ષ “વિચારક્રાંતિ” ના સાહિત્યનો અમૂલ્ય ખજાનો આ “ઋષિ ચિંતન”યુ ટ્યુબ ચેનલમાંથી મળી રહેશે એવી આશા રાખું છુ. “ઋષિ ચિંતન ચેનલ” – યુ ટ્યૂબ માં જોડાવવા ક્લિક કરો

Rushi Chintan Channel

%d bloggers like this: