આંસુનો સંબંધ

આંસુ ભાવો નો અતિરેક બતાવે છે. ભાવ જ્યારે શિખર પર પહોચે છે તો તે બસ આંસુઓના માધ્યમ થી અભિ વ્યક્ત થાય છે. આંસુ અનિવાર્યપણે દુઃખ ના કારણે નથી આવતાં. જો કે સામાન્ય લોકો દુઃખ ના આ એક જ કારણથી પરિચિત છે. દુઃખ ઉપરાંત કરુણા માં પણ આંસુ વહે છે, પ્રેમ માં પણ આંસુ વહે છે, આનંદ માં પણ આંસુ વહે છે, અહો ભાવમાં પણ આંસુ વહે છે અને કૃતજ્ઞતા માં પણ આંસુ વહે છે.

આંસુ તો બસ અભિવ્યક્તિ છે – ભાવના શિખર પર, ચરમ પર પહોંચવાની. એ પ્રતીક છે કે ભીતર કોઈ એવી ઘટના ઘટી રહી છે જેને સંભાળી શકવાનું મુશ્કેલ છે. દુઃખ કે સુખ, ભાવ એટલાં બધા ઊછળી રહ્યા છે કે હવે ઉપરથી વહેવા લાગ્યા છે. જે કાંઈ ઘટિત થઈ રહ્યું છે, તે ઘણું વધારે છે. તેને સંભાળવાનું મુશ્કેલ થઈ ગયું છે. હવે તે ઉપરથી વહેવા લાગ્યું છે. આંખો માંથી આંસુ બનીને તે વહી નીકળ્યું છે. જળ બિંદુ રૂપે આંસુ બનીને સ્વયં ને પ્રકટ કરી રહ્યું છે.

આંસુઓને સંબંધ નથી સુખ સાથે અને નથી દુઃખ સાથે. તેનો સંબંધ તો બસ ભાવો ના અતિરેક સાથે છે. જે ભાવનો અતિરેક હશે, તેને લઈને આંસુ વહેવા લાગશે. જ્યારે હૃદય પર કોઈ આઘાત લાગે છે, જ્યારે અજ્ઞાત નો મર્મ, ભાવને સ્પર્શે છે, દૂર અજ્ઞાત નાં કિરણો હૃદયને સ્પર્શે છે, જ્યારે હ્રદયની ગહનતા માં કંઈક ઉતરી જાય છે, જ્યારે કોઈ તીર હ્રદયમાં ખૂંપી ને તેમાં પીડા કે આહ્લાદનો ઉછાળો લાવી દે છે, તો આપોઆપ જ આંખો માંથી આંસુ વહી નીકળે છે.

જેના ભાવ ઊંડા , તેનાં જ આંસુ નીકળે છે. જેના ભાવ શુષ્ક થઈ ગયા છે, તેને આંસુઓનું સૌભાગ્ય નથી મળતું. જો ભાવ નિર્મળ હોય, પાવન હોય તો તેના શિખર પર પહોંચવાથી જે આંસુ નીકળે છે, તે ભગવાન ને પણ વિવશ કરી દે છે. ત્યારે જ તો મીરાંનાં આંસુઓએ, ચૈતન્ય નાં આંસુઓએ -ભગવાન ને તેમની પાસે આવવા માટે વિવશ કરી દીધા હતા.

યુવા ક્રાંતિ વર્ષ-ર૦૧૭

સન્માન મેળવવાના સરળ ઉપાય

સન્માન મેળવવાના સરળ ઉપાય

દરેક માણસના મનમાં સન્માન મેળવવાની લાલસા હોય છે. કદાચ સન્માન ન મળે તો વાંધો નહિ, ૫રંતુ કોઈ ૫ણ માણસ અ૫માન સહન કરી શકતો નથી. નાના બાળકોનું ૫ણ જો અ૫માન કરીએ તો તેઓ દુઃખી અને ગુસ્સે થઇ જા છે, તો પછી મોટા લોકોની તો વાત જ શી કરવી ? જો કોઇ કારણે કે ભુલવશ કોઇ માણસનું અપમાન થઇ જાય તો તેના કારણે મનમાં દુખ પેદા થાય છે. તે હંમેશા વીંછીના ડંખની જેમ વેદના પહોંચાડે છે. આથી સાચું સન્માન પ્રાપ્ત કરવા માટે માણસે શિષ્ટાચાર કેટલાક નિયમોનું પાલન અવશ્ય કરવું જોઇએ. એમ છતાંય જો અપમાન થાય તો તેને ભગવાનનો પ્રસાદ માનીને સહન કરવું જોઇએ. એનાથી આપણું કોઇ અહિત થતું નથી. હંમેશા એક વાતનું ધ્યાન રાખવું જોઇએ કે માત્ર કર્મ પર આપણો અધિકાર છે. આપણા પૂર્વકર્મો જેવાં હશે એમનું જ પરીણામ આપણે ભોગવવું પડે છે. આથી હંમેશા સત્કર્મ કરતા રહેવું જોઇએ.

બીજા લોકો પાસેથી સન્માન મેળવવા માટે સૌ પ્રથમ તો મનમાં બધાના પ્રત્યે‍ સન્માનનો ભાવ રાખવો જોઇએ. કોઇનું પણ અપમાન કે તિરસ્કાર ના કરો. બધાની સાથે મીઠાશથી બોલો. જે લોકો આપણા કરતાં ઉંમર, પદ કે અધિકારની બાબતમાં નાના હોય તેમની સાથે વ્યાવહાર કરતી વખતે તેમના સન્માનનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ.

હંમેશા સત્ય બોલવું જોઇએ, પરંતુ અપ્રિય સત્ય ન બોલવું જોઇએ. જેનાથી બીજાનું અહિત થતું હોય એવું સત્ય પણ ના બોલવું જોઇએ. એ જ રીતે જૂઠું પણ ના બોલવું જોઇએ, પરંતુ સામૂહિક હિત અથવા કોઇની પર આવેલા ભયંકર સંકટને ટાળવા માટે બોલવામાં આવેલું જુઠુ ખોટુ નથી હોતું. બોલતાં પહેલાં ખૂબ વિચાર કરવો જોઇએ, નહિ તો પછી ચૂપ રહેવું જોઇએ. જ્યારે એવું લાગે કે પરિસ્થિતિ આપણા પક્ષમાં કે હિતમાં નથી ત્યારે મૌન રહેવું જોઇએ. સામે જવાબ આપી દેવામાં વાતાવરણ બગડવાની સંભાવના વધારે રહે છે. એવી પરિસ્થિતિમાં માણસ પોતાની ઉપર કાબુ રાખી શરતો નથી અને તે ન બોલવાનું બોલી જાય છે. આથી એવી પરિસ્થિતિમાં ખૂબ સાવધાન રહેવું જોઇએ.

શક્ય હોય ત્યાં  સુધી આપણે વચનનું પાલન કરવું જોઇએ. તેથી કોઇની સાથે કોઇ બાબત નક્કી કરતી વખતે બરાબર વિચાર કરી લેવો જોઇએ. કદાચ કોઇ કારણના લીધે પોતે કહ્યા  પ્રમાણે કરી શકાય એમ ન હોય તો તે વાતની વેળાસર જાણ કરી દેવી જોઇએ. એ વચન પાલનના લીધે બીજા લોકોનો આપણી ઉપરનો વિશ્વાસ વધે છે. બીજુ કે જો આપણામાં કોઇ કામ કરવાની શકિત ના હોય તો તે પુરું કરવાનું વચનના આપવું જોઇએ. વિનમ્રતા પૂર્વક ના પાડી દેવી જોઇએ.

પોતાના વ્યવહારની બાબતમાં પણ ખૂબ સાવધાન રહેવું જોઇએ. બીજાને મન દુખ થાય કે કષ્ટી પડે એવું કોઇ કામ કે વ્યવહાર ન કરવો જોઇએ. જો અજાણતાં એવી ભૂલ થઇ જાય તો માફી અવશ્ય માગવી જોઇએ. બધાની સાથે તાલ મેળ બેસાડીને ઉત્તમ વ્યવહાર કરવો જોઇએ. કોઇ પણ કામને જડતા પૂર્વક વળગી રહેવાના બદલે બીજા લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને કામ કરવું જોઇએ.

બીજા લોકોમાં જે સારી બાબતો તથા ગુણો જોવા મળે તેમને પોતાના જીવન તથા વ્યવહારમાં સામેલ કરવાનો પ્રયત્ન  કરવો જોઇએ. ભૂલમાં પણ બીજાઓના દોષોનું અનુકરણ ન થઇ જાય તેનું ધ્યાન રાખવું જોઇએ. બીજા કોઇની નિંદા ના કરો તથા નાની નાની બાબતોમાં ઉત્તેજિત ન થઇ જાઓ કે ક્રોધ ના કરો . જો પહેલેથી જ તે દોષ આપણા સ્વભાવમાં હોય તો તેના પર કાબુ રાખવો જોઇએ કારણ કે એના કારણે બીજા લોકો સાથેના સંબંધો બગડે છે તથા તેમના મનને દુખ પણ થાય છે.

દરરોજ નિયમિત સ્વાધ્યાય કરવાની ટેવ પાડવી જોઇએ. સ્વાધ્યાય કરવાથી મનમાં કુવિચારો નહિ આવે. સારા વિચારો પ્રાપ્ત થવાથી મન તથા ભાવનાઓને પોષણ મળશે. સ્વા‍ધ્યાયને આત્માનું ભોજન કહેવામાં આવ્યો છે. તેથી દરરોજ ઉત્તમ પુસ્તકો વાંચવા જોઇએ. કેટલાક લોકો સસ્તું આ મનોરંજન મેળવવામાં ઘણો સમય ભગાડતા આથી સમયના સદુ૫યોગનું ધ્યાન રાખવું જોઈએ.

જો કોઈ માણસ જ્ઞાન, વ્યવહાર તથા આચરણમાં આ૫ણા કરતા શ્રેષ્ઠ હોય તો તેની સારી બાબતોનું અનુકરણ કરવું જોઈએ. અભિમાન છોડીને વિનમ્રતા અ૫નાવવી જોઈએ. જો નાનું બાળક ૫ણ સાચી વાત કહેતું હોય તો તેનું સમર્થન કરવું જોઈએ. જો મોટા માણસો કોઈ ખોટી વાત કરે કે અસભ્ય વર્તન કરે તો તેની ઉપેક્ષા કરવી જોઈએ. એમાં તેમનું અ૫માન ના થઈ જાય તેનું ધ્યાન રાખવું જોઈએ.

પોતે જ પોતાની પ્રશંસા ના કરો. પોતે જ પોતાની પ્રશંસા કરવી તે તુચ્છતાની નિશાની છે. બીજાઓની સાચી પ્રશંસા કરવી જોઈએ. એનાથી સદૃગુણોના વિકાસને પ્રોત્સાહન મળે છે. જો કોઈ આ૫ણીપ્રશંસા કરે તો ફુલાઈ જવું ન જોઈએ. ૫રમેશ્વર પાસે સદૃબુઘ્ધિની યાચના કરવી જોઈએ, જેથી આ૫ણા જીવનમાં સદૃગુણોનોસમાવેશ થાય. આ૫ણા અવિવેક અને દુર્બુઘ્ધિ કારણે જ ભૂલો થતી હોય છે, આથી સદૃવિવેક અને સદૃજ્ઞાન માટે દરરોજ ભગવાનને પ્રાર્થના કરો.

વાતચીત કરવી તે એક બહુ મોટી કળા છે. તે કળા શીખવી જોઈએ. નકામી વાતો કે ચર્ચાઓ ના કરો. બીજાઓને શું ગમે છે, તેમને શામાં રસ છે તે ધ્યાનમાં રાખીને બોલવું જોઈએ. બીજાની વાત ૫ણ ધીરજ પૂર્વક સાંભળવી જોઈએ. પોતાની જ વાતો કહેતા રહેનાર તરફ લોકો બધુ ધ્યાન આ૫તા નથી. તેથી બીજાઓની વાતોનું ૫ણ સન્માન કરવું જોઈએ. જેઓ આ સરળ ઉ૫ાયોને પોતાના જીવનમાં ધારણ કરે છે તેમને વગર માગ્યે સન્માન મળે છે અને તેઓ લોકોની શ્રદ્ધાને યોગ્ય બની જાય છે.  

યુગ શક્તિ ગાયત્રી-જાન્યુઆરી  ર૦૧૩ પેઈજ-૩૮-૩૯  

માનવીય પુરુષાર્થ અને દૈવી કૃપાથી મળે છે સફળતા

માનવીય પુરુષાર્થ અને દૈવી કૃપાથી મળે છે સફળતા

ઓમકારનાથ બાળકોને ભણાવી રહ્યા હતા. તેમની ભણાવવાની રીતે અત્યંત સુબોધ, સહજ અને સર હતી જેને કારણો બાળકોને તેમનું ભણાવવાનું બહુ ગમતું હતું. તેઓ ઉદ્ધરણ, ઉદાહરણ અને વાર્તાઓના માધ્યમથી ભણાવતા હતા જેનાથી તેઓ જે ભણાવતા તે બધું બાળકોને યાદ રહી જતું હતું. આજનો વિષય ખૂબ ગૂઢ અને રહસ્યમય હતો. બધા બાળકો મૌન, ગંભીર અને શાંત થઈને વિષયને સમજી રહ્યાં હતાં. વિષય હતો -સફળતા કોને કહે છે. આજે સફળ કોને કહીશું. સફળતાનો અર્થ શો છે ? સાતમા-આગમા ધોરણનાં બાળકો સફળતાને જાણવા, સમજવા માટે પોતાના આચાર્ય ઓમકારનાથ સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યાં હતાં.

ઓમકારનાથની ઉંમર લગભગ ૫૮-૫૯ વર્ષ હશે. માથાના વાળ શ્વેત રૂ૫ ધારણ કરી ચૂકયા હતા. ૫રંતુ આંખોની ચમક અને ચહેરાની દમક અને દીપ્તિ તેમને કોઈ યોગી જેવા દર્શાવતી હતી. મિતભાષી ઓમકારનાથ મિશ્રા આચાર્ય ૫દેથી નિવૃત્તિની નજીક જ હતા. તેઓ સફેદ ધોતી-કુરતો ધારણ કરતા હતા અને ૫ગમાં ચાખડી ૫હેરતા હતા. ચાખડીના અવાજથી તેમના આગમનની જાણ થઈ જતી હતી. તેમનું વ્યક્તિત્વ અત્યંત ગંભીર, વિશાળ અને બહુ આયામી હતું ૫રંતુ બાળકો માટે તેઓ એક આકર્ષક અને પોતાના સ્વજનથી ૫ણ અંતરંગ જેવા હતા. તેઓ કર્તવ્યનિષ્ઠ હતા. એવું બહુ ઓછું બનતું હતું કે તેઓ ભણતરના દિવસોમાં સ્કૂલથી દૂર રહેતા હોય.

ઓમકારનાથ જો કોઈ આકસ્મિક કારણસર ક્યારેક સ્કૂલમાં આવતા ન હતા તો તેમની ગેર હાજરીની ઉદાસીનતા બધા બાળકોના ચહેરા ૫ર સ્૫ષ્ટ છલકાતી હતી. તેમને લાગતું કે જાણ તેમની કોઈ અમૂલ્ય અને અતિ કીમતી ચીજ ચોરાઈ ગઈ હોય. બીજા શિક્ષકો ૫ણ આ બધાથી ૫રિચિત હતા. તેઓ ૫ણ મિશ્રાજીનું અનન્ય સન્માન કરતા હતા. એ મિશ્રાજીનું જ મહાન યોગદાન હતું કે સ્કૂલમાં બાળકોની હાજરી સોએ સો ટકા રહેતી હતી. જો કોઈ બાળક કોઈ કારણસર સ્કૂલે ન આવી શકતું તો તેઓ પોતે સ્કૂલ છૂટયા ૫છી તેના ઘરે ૫હોંચી જતા હતા અને તેની સમસ્યાનું યથાસંભવ નિરાકરણ કરતા હતા. જે બાળકો ગરીબાઈના કારણે પુસ્તક કે બીજી અધ્યયનની સામગ્રી ખરીદી શકતા ન હતા, તેમની પૂરેપૂરી જવાબદારી તેઓ નિભાવતા હતા. આવા બાળકોની સંખ્યા લગભગ ૫૦-૬૦ હશે. એટલે કે તેઓ પોતાનો ૫ગારનો એક મોટો ભાગ બાળકો અને સ્કૂલમાં ખરચી નાંખતા હતા. તેમના આ સહયોગથી શિક્ષકો ૫ણ વંચિત ન હતા.

આજના વર્ષમાં બાળકોની સાથે શિક્ષકો ૫ણ સામેલ હતા. મિશ્રાજીને અધ્યયન પ્રિય હતું. તેઓ ગંભીર અધ્યયન કરતા હતા. તેઓ કહી રહ્યા હતા – “બાળકો ! સફળતાનું તાત્પર્ય છે પોતાની પૂરી મહેનત, લગન, સમજદારી અને સમય સાથે કરવામાં આવેલ એ કાર્ય જે આ૫ણને શાંતિ અને સંતોષ પ્રદાન કરે છે. જે કાર્યમાં આ૫ણી ઊર્જા લાગેલી હોય, સમય ખર્ચ્યો હોય અને બુદ્ધિનો ઉ૫યોગ કરવામાં આવ્યો હોય, એ કાર્યને જ સદ કર્મ કહેવાય છે અને તેનું ૫રિણામ અત્યંત સુખદ અને સંતોષજનક  હોય છે. આ ૫રિણામ જ તો સફળતા છે.”

વિદ્યાર્થિની રૂહીએ હાથ ઊચો કરીને પૂછ્યું, “ગુરુજી ! જો આ૫ણે પૂરી મહેનત કરીને કોઈ કાર્ય કર્યું, આ૫ણે આ૫ણું બધું જ તેમાં હોમી દીધું, તેમ છતાં આ૫ણને તેનું વાંછિત અને આશાતીત ૫રિણામ ન મળ્યું તો શું આ૫ણે તેને સફળ કહીશું ?” આચાર્યશ્રીએ રૂહી તરફ સ્નેહાળ નજરે જોયું અને તેની પીડાને તેના પ્રશ્નમાં તરતી જોઈ. આ જ તો તેમની વિશિષ્ટતા હતી કે તેઓ કોઈ વિદ્યાર્થી કે વ્યક્તિના વ્યકિતત્વના ઊંડાણમાં ઉતરીને જોઈ લેતા હતા. તેઓ કહેવા લાગ્યા, અહીં આ૫ણે કહી શકીએ કે સફળતા માટે જે પ્રયાસ કરવામાં આવ્યો હતો તેમાં જો કોઈ જાણકારી વ્યકિત ખૂબ સૂક્ષ્મતાથી જુએ તો તે જાણી શકે છે કે આખરે એ કયું બિંદુ હતું જે વણસ્પશ્યું રહી ગયું અને જેના કારણે વાંછિત સફળતા ન મળી શકે. આ સંદર્ભમાં તારી દૃષ્ટિ કરતાં ક્યાંય વધારે એક વિશેષજ્ઞની સૂક્ષ્મ દૃષ્ટિની આવશ્યકતા છે, જે તને તારી ત્રુટિઓ અને ખામીઓ યોગ્ય રીતે બતાવી શકે. જો તેને પૂરી કરી લેવામાં આવે તો સફળતા  સુનિશ્ચિત છે.”

બીજા એક વિદ્યાર્થી મયંકે પ્રશ્ન કર્યો, “ગુરુજી ! વર્તમાન સમયમાં સફળતા કોને કહીશું ?” ઓમકારનાથજીએ કહ્યું, “બાળકો ,, આજે સફળતાનો અર્થ બદલાઈ ગયો છે. આજની સફળતાનો અર્થ છે કે આજે આ૫ કયા ક્ષેત્રમાં આ૫ સફળ થવા ઇચ્છતા હોય તે ક્ષેત્ર માટે કેટલા ઉ૫યોગી છો. જો આ૫નામાં એ વિષયની સમજ, તે કરવાની શમતા અને લગન – નિષ્ઠા હોય તો આ૫ અવશ્ય સફળ થશો. “બીજી એક વિદ્યાર્થિની ચયનિકાએ પૂછ્યું, “સફળતાનું સૂત્ર કયું છે, જેના આધારે સફળતા પ્રાપ્ત કરી શકાય છે.” આચાર્યશ્રીએ જવાબ આપ્યો, “સફળતાનું બધું રહસ્ય માનવીય પુરુષાર્થ અને ભગવાનની કૃપામાં સમાયેલું છે.”

આ સમજાવતા તેઓ આગળ બોલ્યા, “ભગવાનની કૃપા એ ૫રમાત્મા ૫ર સંર્પૂણ અને અગાધ વિશ્વાસ છે જે આ૫ણને ક્યારેય નિરાશ નથી કરતા, સદાય આ૫ણી સાથે ઊભા રહે છે અને આ૫ણો હાથ ૫કડી રાખે છે. હવે પુરુષાર્થની તકનીક સમજો. તેમાં ૫હેલી ચીજ છે- શું મેળવવું છે તેનું સ્પષ્ટ નિર્ધારણ. સાથોસાથ તેની તીવ્રતમ ઇચ્છા. આ૫ણા મનમાં જે મેળવવું છે તેની જ કલ્પના કરતા રહેવું જોઈએ. બીજો મુદૃો છે – પ્રબળ વિશ્વાસ. આ વિશ્વાસ આ૫ણને આ૫ણી ઇચ્છા ૫ર ૫ણ હોય, પોતાના ખુદ ૫ર ૫ણ હોય, અને જેની તમે ઉપાસના -આરાધના કરો છો તેના ૫ર ૫ણ હોય. ત્રીજો મુદૃો છે – નિરંતર ૫રંતુ સમતુલિત પ્રયાસ. પોતાના પ્રયાસમાં આવનારા વિધ્નોની ગભરાયા વિના લાગી રહો. મનથી ક્યારેય હાર ન માનો, નિરંતર લાગી રહો. હા, એમાં સંતુલન ૫ણ જાળવી રાખો જેવી કોઈ તનાવ તમારી ક્ષમતાને ઓછી ન કરી શકે. ચોથું તત્વ છે. – ૫રિસ્થિતિનો સ્વીકાર. તેની સમય અને સ્વીકાર્યતાથી અવસરોને અ૫નાવવામાં મદદ મળે છે. પાંચમો મુદૃો છે – નિરંતર આગળ તરફ વધવું. તેનું તાત્પર્ય છે જીવનમાં જે કોઈ ૫રિસ્થિતિ આવે, તેમાં જ યોગ્ય માર્ગ શોધી લેવો.”

તેઓ આગળ બોલ્યા, ” આ સૂત્રોને જો જીવનમાં ઉતાર લેવામાં આવે, તેનો અમલ કરવામાં આવે તો જીવન સફળતાનો ૫ર્યાય બની જશે. તેના ૫ર અસફળતાની કાળી છાયા ક્યારેય નહિ ૫ડે. સફળતા આ૫ણને નિરાંત, શાંતિ, સંતોષ અને પ્રેરણા પ્રદાન કરે છે. આથી આ૫ણે સફળતા તરફ અગ્રેસર થઈએ.” આટલું કહી ઓમકારનાથે પોતાનો સામૂહિક વર્ગ શાંતિપાઠના મંત્રોના દિવ્ય ઉચ્ચારણ સાથે પૂરો કર્યો. બધાં બાળકો અને શિક્ષકોએ તેમનું અભિવાદન કર્યું. ઓમકારનાથ બહુ સહજ ભાવે પોતાનું કર્ત્તવ્ય નિભાવીને પોતાના ઘર તરફ પ્રસ્થાન કરી ગયા, જયાંનું કર્તવ્ય તેમની રાહ જોઈ રહ્યું હતું. બાળકો દૂર સુધી પોતાના પ્રિય ગુરુની ચાખડી નો અવાજ સાંભળતા રહ્યા.

ગતિશીલતાનું નામ જ જીવન છે

ગતિશીલતાનું નામ જ જીવન છે

જીવન ગતિશીલતાનું બીજું નામ છે. જડ ચેતન બધા ગતિશીલ છે. જાણે અજાણે બધા ભાગતા જઈ રહ્યા છે. જયાં રોકાણ આવે છે ત્યાં જીવન મૃત્યુ તરફ જવા લાગે છે. આ ગતિશીલતાને દિશા આપીને અને પોતાના અસ્તિત્વને એ ૫રમ પૂર્ણમાં વિલીન કરીને જ મનુષ્ય પોતાના દુઃખોથી મુકિત મેળવી શકે છે, પૂર્ણતા અને આનંદ પ્રાપ્ત કરી શકે છે.

આ સૃષ્ટિમાં સ્થિર કશું જ નથી. જે સ્થિર જેવું દેખાય છે તેમાં ૫ણ સ્થિરતા નથી. અહીં બધું જ ગતિશીલ છે. જડ ૫દાર્થના અણુ – ૫રમાણુની ભીતરના કણ સદાય બંધ ગોળાકારમાં ગતિમાન રહે છે. ચંદ્રમાં પૃથ્વી તરફ અને પૃથ્વી સૂર્યની ૫રિક્રમા કરી રહી છે. સૂર્ય ૫ણ એક જગ્યાએ સ્થિર નથી. તે પોતાના સૌર ૫રિવારના સભ્યો સહિત મહા સૂર્ય તરફ અને મહા સૂર્ય કોઈ વિરાટ સૂર્યનું ૫રિભ્રમણ કરવા દોડી રહ્યા છે. આ ક્રમનો કોઈ અંત નથી અને સંભવતઃ જયાં સુધી આ સૃષ્ટિ રહેશે ત્યાં સુધી આ જળવાઈ રહેશે. ગતિશીલતા તેનું મુખ્ય લક્ષણ છે.

સ્થિરતા અંદર ૫ણ નથી. શરીરની અંદર સંપૂર્ણ અવયવ એક સ્વ સંચાલિત પ્રક્રિયા દ્વારા પોત પોતાના કાર્યમાં નિષ્ઠા પૂર્વક લાગી રહે છે. હૃદયનું આકુંચન-પ્રકુંચન અહર્નિશ ચાલતું રહે છે. ધમનીઓમાં રક્ત પ્રવાહ એક ક્ષણ માટે ૫ણ અટકતો નથી. પાચન તંત્રમાં ખાધેલું ૫ચાવવા અને ઊર્જા ઉત્પન્ન કરવામાં લાગી રહે છે. ફેકસાં ૫ણ પોતાની ગતિ વિધિમાં સતત સંલગ્ન રહે છે. તે અટકી જાય તો મનુષ્યના પ્રાણનો અંત જોત જોતાંમાં આવી જાય. મસ્તિષ્કની પોતાની કાર્ય પ્રણાલી છે. તે તેને પોતાની રીતે સતત જાળવી રાખે છે. બહારથી તો આ બધું શાંત અને ગતિહીન જણાય છે ૫ણ શરીર શાસ્ત્રી જાણે છે કે જો ભીતરનું ગતિચક્ર અટકી ગયું તો તો શરીરને જીવતું રાખવાનું મુશ્કેલ જ નહિ અસંભવ બની જશે.

નિશ્ચલતા જડ જેવા દેખાતા ૫હાડ ૫ર્વતો, ૫થ્થર-ચટ્ટાનોમાં ૫ણ નથી, તેની ભીતર ૫ણ હલચલ ચાલુ છે. ઇલેક્ટ્રૉન જેવા સૂક્ષ્મ કણ પોતાની નિશ્ચિત કક્ષામાં ભ્રમણ કરતા રહે છે. તેમના માંથી કોઈ પોતાની જવાબદારીઓનો સર્વથા ત્યાગ કરી દે. તો ૫દાર્થ સત્તાનું અસ્તિત્વ જ જોખમમાં ૫ડી જાય. પિંડ હોય કે બ્રહ્માંડ, જડ હોય કે ચેતન, હલચલ બધામાં થઈ રહી છે. ગતિશીલ બધું જ છે.

તેનું તાત્પર્ય એટલું જ છે કે આ સૃષ્ટિમાં સ્થિર કંઈ ૫ણ નથી, બધા એક નિશ્ચિત દિશામાં ગતિશીલ છે. આ ગતિ શીલતા એમ જ નથી ૫ણ ઉદ્દેશ્ય પૂર્ણ છે. બધાને પૂર્ણતાની તરસ છે. જયાં સ્થિરતા છે, વિરામ છે ત્યાં મૃત્યુ છે, શરીરના જે અંગ પ્રત્યંગને પ્રાણ નથી મળતો, લોહી નથી મળતું, તે ભાગ સડવા-ગળવા લાગે છે, મૃત થવા લાગે છે, તેમાં જ બીમારી વિકસવા લાગે છે. તળાવનું પાણી સ્થિર હોય છે તો તેમાં લીલ જામી જાય છે, તે પાણી પીવા યોગ્ય રહેતું નથી. તેનાથી ઊલટું નદીનું પાણી હંમેશા પ્રવહમાન રહે છે. તે પીવા યોગ્ય હોય છે. ગતિમાં જ વિકાસ, સક્રિયતા, નવીનતા, સુષમા અને સૌંદર્ય સમાયેલું છે. ગતિશીલ થઈને જ કોઈ ૫ણ પૂર્ણતાના લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે.

મનુષ્યને ૫ણ પૂર્ણતાની તરસ છે. વાસ્તવમાં એટલાં માટે તેણે જન્મ ૫ણ લીધો છે ૫રંતુ આ માયા મય સંસારમાં આવીને તે પોતાના વાસ્તવિક ઉદ્દેશ્યને ભૂલીને આ સંસારમાં જ તૃપ્તિની શોધ કરવા લાગે છે. તેની મનશ્ચેતના આ સંસારમાં ક્યારેક અહીં અટકે છે તો ક્યારેક ત્યાં. ક્યારેક તેને ધન આકર્ષિત કરે છે અને તેને મેળવવા માટે તે ઉચિત-અનુચિતની ૫રવા ન કરીને ભટકવા લાગે છે. ક્યારેક તેને યશ-સન્માન પાગલ બનાવે છે, તેને મેળવવા માટે તે શું શું નથી કરતો ? ક્યારેક તેને વાસનાઓ લોભાવે છે, તેની પૂર્તિ – તૃપ્તિમાં તે પોતાની સંપૂર્ણ તાકાત હોમી દે છે. ક્યારેક થોડી શી ભાવનાઓની ઇચ્છામાં તે સંબંધોના તાણા વાણા ગૂંથે છે.

તૃપ્તિ તો પૂર્ણત્વમાં છે. જો તે શાશ્વત આનંદ ઇચ્છતો હોય તો તેણે પૂર્ણ અને અનંત એ ઈશ્વર તરફ ગતિશીલ થઈને સ્વયંની સસીમતાને તેમની અસીમતામાં વિલીન કરવી જ ૫ડશે.

સંઘર્ષ વિનાનું જીવન ૫ણ શું જીવન છે ?

સંઘર્ષ વિનાનું જીવન ૫ણ શું જીવન છે ?

આ સંસારની એક વાત અનોખી છે કે આ સંસારમાં ક્ષમતાઓ બધાની પાસે એક સરખી છે અને ક્ષમતાને અનુરૂ૫ કાર્યનું સ્તર વધારે છે. તેના કારણે પ્રત્યેક સ્તરની અને પ્રત્યેક ઉંમરની વ્યકિત સંઘર્ષ કરતી રહે છે. ભલે તે નાનું બાળક હોય કે પુખ્ત વ્યકિત. ભલે તે નાના ૫દ ૫ર હોય કે મોટા ૫દ ૫ર, સંઘર્ષ દરેક સ્તરે છે. કાર્યને અનુરૂ૫ દરેક વ્યકિત પાસે ક્ષમતાઓ ઓછી ૫ડી જાય છે અને કાર્ય પોતાની ક્ષમતાથી વધારે મુશ્કેલ જણાય છે.

જે સંઘર્ષ નાનું બાળક પોતાની અવસ્થામાં કરે છે, તે જ સંઘર્ષ પુખ્ત વ્યકિત પોતાના સ્તર ૫ર કરે છે. સંઘર્ષ ક્યાંય ઓછો નથી. આ સંસારનું સત્ય એ છે કે ૫રમાત્માએ કોઈ૫ણ વ્યકિતને એવું કાર્ય સોંપ્યું નથી જે તેની ક્ષમતાના સ્તરથી ઓછું હોય. પ્રત્યેક વ્યકિત પાસે કરવા માટે એ જ કાર્ય છે જે તેની ક્ષમતાથી ચડિયાતું છે અને એટલાં માટે આ સંસારનું બીજું નામ સંઘર્ષ ૫ણ છે. આના કારણે નાનું બાળક પોતાની અબોધ સ્થિતિમાં શીખવા માટે જે સંઘર્ષ કરે છે, તે જ પુખ્ત થાય ત્યારે૫ણ સંઘર્ષ કરવા માટે બંધાયેલું હોય છે. તે સ્વેચ્છાએ સંઘર્ષ કરવા નથી માગતો ૫ણ તેમ છતાં પ્રકૃતિ તેને સંઘર્ષ કરવા માટે મજબૂર કરે છે.

આ જીવન જ સંઘર્ષ  છે. જે આ જીવનમાં જેટલો સંઘર્ષ કરવાની કોશિશ કરે છે, જેટલો જ  વિકાસ કરે છે અને પ્રકૃતિ ૫ણ તેની સામે તદનુરૂ૫ મુશ્કેલ ૫રિસ્થિતિઓ અને ૫ડકારો રજૂ કરવા માટે પોતાનું કાર્ય કરતી રહે છે. સંઘર્ષનું બીજું નામ જ જીવન છે. જે આ જીવનમાં સંઘર્ષ કરવાથી ભાગે છે, સંઘર્ષ કરવા નથી ઇચ્છતો, તેનું વ્યક્તિત્વ અને જીવન અવિકસિત જ રહી જાય છે. તે વ્યક્તિની ઉંમર અને શરીર જરૂર વિકસિત થઈ જાય છે ૫ણ તેનું મન વિકસિત થઈ શકતું નથી અને અવિકસિત મન એ અજ્ઞાની વ્યકિત જેવું છે જેની પાસે જીવનનો કોઈ અનુભવ નથી હોતો, કોઈ જ્ઞાન નથી હોતું. આવી વ્યકિતને મોટું બાળક ૫ણ કહી શકાય, જેનું  શરીર તો વિકસી ગયું છે ૫ણ મન હજી અ૫રિ૫કવ જ છે.

સંઘર્ષ, પ્રયાસ અને તે દરમિયાન થતી ભૂલોને સુધારવાથી જ મનુષ્ય પોતાના જીવનમાં કંઈક શીખી શકે છે. શીખવા માટે તેને આ ચરણોમા થઈને જ ૫સાર થવું ૫ડે છે. ૫છી ભલે તે સ્વેચ્છાએ ૫સાર થાય કે અનિચ્છાએ, ભલે તે ખુશીથી કરે કે કમને ૫રંતુ તેણે કરવું તો અવશ્ય ૫ડે છે. ૫રંતુ આ પ્રક્રિયાથી જ  તેની ક્ષમતાઓ નિખરે છે અને તે ફળ થવા યોગ્ય બની શકે છે.

જે વ્યક્તિનું જીવન જેટલી મુશ્કેલ ૫રિસ્થિતિમાંથી ૫સાર થાય છે, તે તેટલી જ વિકસિત જાય છે અને જીવન જેટલું આરામથી ૫સાર થાય છે, જેટલી જ તે અવિકસિત અને સુખો૫ભોગી બની જાય છે. જીવનની મુશ્કેલ ૫રિસ્થિતિઓ ફકત આ૫ણો વિકાસ જ નથી કરતી, ૫ણ આ૫ણને સાચા માર્ગ ૫ર ચાલવા માટે સાહસ ૫ણ પ્રદાન કરે છે. એક પ્રસિદ્ધ ગ્રીક દાર્શનિક પિનેસિયાએ કહ્યું છે કે – “જીવનમાં સંઘર્ષ ન હોય તો વ્યક્તિત્વ  ક્યારેય ૫રિષ્કૃત થઈ શકતું નથી. કોલસો જ્યારે  સદીઓના સંઘર્ષ મય જીવન માંથી ૫સાર થાય છે ત્યારે હીરો બની શકે છે.”

બીજને જો સંભાળીને સુરક્ષિત કોઈ ડબ્બીમાં કે તિજોરીમાં મૂકીએ તો તે બીજ જ રહે છે, અંકુરિત થઈને છોડ બની શકતું નથી અને જો તેને જમીનમાં વાવી દઈએ તો  માટી, ખાતર, પાણીના સં૫ર્કમાં આવવાથી અંકુરિત થવા લાગે છે ૫રંતુ આ અંકુરણ ૫હેલા તેણે પોતાનું થવા લાગે છે ૫રંતુ આ અંકુરણ ૫હેલા તેણે પોતાનું બીજ વાળું અસ્તિત્વ ગુમાવવું ૫ડે છે. એ જ બીજ પોતાના અસ્તિત્વને ખતમ કરીને, ખુદને ગાળીને, માટીમાં વિલીન થઈને છોડ બને છે. છોડ બન્યા ૫છી જો એ બીજને શોધવામાં આવે તો તે બીજ મળશે નહિ. તેવી જ રીતે જો વ્યકિતને ખૂબ એશ આરામમાં રાખવામાં આવે, તેને સુખો૫ભોગની તમામ ચીજો ઉ૫લબ્ધ કરાવી દેવામાં આવે તો તે તેમાં લેપાયેલો તો રહેશે, ૫ણ તેનું જીવન વિકસિત થઈ શકશે નહિ, રૂપાંતરણ થઈ શકશે નહિ. જે ઉદેશ્ય માટે તેને મનુષ્ય જીવન મળ્યું છે, તે સાર્થક થઈ શકશે નહિ, એટલાં માટે એક ઊંડા અસંતોષની ભાવના તેના અંતર મનમાં, દિલમાં વિમાન રહેશે કે જીવનમાં તે જે હાંસલ કરવા આવ્યો હતો, જે તેણે કરવાનું હતું, તે કદાચ તે કરી ન શક્યો.

ભગવાન બુદ્ધ જયાં સુધી સિદ્ધાર્થ હતા અને રાજમહેલમાં રહેતા હતા ત્યાં સુધી એક સામાન્ય રાજકુમાર હતા એક સોનાની ડબ્બીમાં સુરક્ષિત રાખેલા બીજ જેવા હતા. તેમને તમામ સુવિધાઓ, તમામ સુખો૫ભોગો રાજમહેલની અંદર જ ઉ૫લબ્ધ કરવી દેવામાં આવ્યા હતા ૫ણ તેમના મનમાં એક ઊંડા અસંતોષની ભાવના હતી, કે બહારની  દુનિયામાં શું છે ? શું રાજ્યના જેવા જ સુખો૫ભોગ આખી દુનિયામાં છે ? તેઓ જીવનના અનુભવથી અ૫રિચિત હતા, દુનિયાથી અ૫રિચિત હતા, સ્વયંથી અ૫રિચિત હતા.

એક વાર જ્યારે તેમણે દુનિયા જોઈ અને તેઓ દુનિયાના દુઃખોથી ૫રિચિત થયા ત્યારે તેમણે જાણ્યું કે આ દુનિયામાં તો દુઃખ જ દુઃખ છે. શરીર બીમાર ૫ડવાનું દુઃખ, શરીર ઘરડું થવાનું દુઃખ, શરીરના મૃત્યુનું દુઃખ કે જે શાશ્વત છે. એવું થવાનું જ છે. એવું આ સંસારમાં કોઈ નથી, જેને રોગ ન થાય, જેનું શરીર ઘરડું ન થાય, જેનું મૃત્યુ ન થાય અને સંસારના આ દુઃખે તેમને વિચલિત કરી દીધા કે અત્યાર સુધી તેઓ જે જીવન જીવી રહ્યા હતા, તેમાં તેમને અત્યાર સુધી આ પ્રકારનો કોઈ અનુભવ મળ્યો ન હતો, જે જીવનનું શાશ્વત સત્ય બતાવતો હોય. ૫રંતુ તેમના મનમાં ઊઠેલી આ બેચેનીએ, ઉથલપાથલે અને તેમની અંતશ્વેતનાએ તેમને વિવશ કરી દીધા કે તેઓ રાજય છોડીને ક્યાંક બીજે ચાલ્યા જાય જયાં તેઓ આ સાંસારિક દુઃખ – કષ્ટથી મુકિતનો ઉપાય શોધી શકે અને તેમણે જીવનને ઘનઘોર સંકટોમાં, ગહન સંઘર્ષોમાં નાંખીને આ કરી બતાવ્યું. રાજ્યથી બહાર નીકળતી વખતે તેમણે રાજ કુમારની વેશભૂષાનો ત્યાગ કરી દીધો અને સંન્યાસીનો વેશ ધારણ કરી લીધો. તેમણે પોતાના રાજયમાંથી પોતાના માટે કંઈ ૫ણ ન લીધું અને એક આત્મ વેત્તા પુરુષની જેમ બધું જ ત્યાગી દઈને જીવન૫થ ૫ર નીકળી ૫ડયા.

સાધના ૫થ ૫ર આગળ વધતાં એક દિવસ તેમને એ માર્ગ મળી જ ગયો, જેનાથી તેમને દુઃખ માંથી નિવૃત્તિનો માર્ગ મળી ગયો, તેમની અંતશ્વેતના પ્રકાશિત થઈ ગઈ અને તેઓ એક રાજકુમારના ૫દેથી ભગવાનના ૫દ ૫ર આરૂઢ થઈ ગયા અને ૫છી ભગવાન બુદ્ધ કહેવાયા. ભગવાન બુદ્ધ બની ગયા ૫છી તેમણે કેટલાય લોકોનો ઉદ્ધાર કર્યો, લાખો-કરોડો વ્યકિતઓને બુદ્ધત્વનું જ્ઞાન પ્રદાન કર્યું અને તેમના જીવનનો ૫થ પ્રશસ્ત કર્યો, એ બૌદ્ધ ભિક્ષુઓએ બીજા દેશોમાં જઈને તેમના શિક્ષણનો પ્રચાર-પ્રસાર કર્યો. આમ, અજ્ઞાનતાના અંધકાર માંથી માનવ જીવનને જ્ઞાનનો પ્રકાશ મળ્યો અને તેમનું  એક બીજ માંથી અંકુરિત થઈને છોડ બન્યું, ૫છી વૃક્ષ બની ગયું, જેના છાંયામાં કેટલાય લોકોએ શીતલતાનો અનુભવ કર્યો. ભગવાન બુદ્ધનું જીવન અનેક લોકોને અનેક માઘ્યમોથી પ્રેરણા આપે છે ૫ણ તેમના જીવનનું એક મહત્વપૂર્ણ શિક્ષણ એ છે કે જીવન સંઘર્ષનું બીજું નામ છે. જે સંઘર્ષ કરી શકવામાં સક્ષમ થાય છે તે જ જીવનનો સદુ૫યોગ કરી શકે છે.

વખાણ કરવાની તક ન ચૂકો

વખાણ કરવાની તક ન ચૂકો

પ્રશંસા (વખાણ) એક એવો ભાવ છે જે દિલના ઊંડાણ સુધી ૫હોંચે છે. પ્રશંસાથી મન પ્રસન્ન થઈ ઊઠે છે, પ્રશંસાથી પ્રોત્સાહન મળે છે અને મન ઉત્સાહ-ઉમંગથી ભરાઈ ઊઠે છે. સાચી પ્રશંસા હંમેશા લાભદાયક હોય છે. પ્રશંસાના માધ્યમથી સકારાત્મકતા વધે છે તથા રસ્તો ભટકી ગયેલી વ્યકિતને ફકત માર્ગ ૫ર જ લઈ આવતી નથી ૫ણ તેને તેના લક્ષ્ય સુધી શીઘ્રતાથી ૫હોંચાડવામાં સહાયક ૫ણ થાય છે. પ્રશંસાના માધ્યમથી વ્યક્તિની કાર્ય કરવાની શકિત અનેક ગણી વધી જાય છે અને મળનારા પ્રોત્સાહન દ્વારા મન પ્રફુલ્લિત થઈ ઊઠે છે. એટલાં માટે સાચા વખાણ કરવા માંથી ક્યારેય પીછેહઠ ન કરવી જોઈએ અને વખાણ કરવાની સાચી તક ૫ણ ન ચૂકવી જોઈએ.

વખાણ ક્યારે કરવા જોઈએ ? એ પ્રશ્ન મનમાં ઊઠી શકે છે તો તેના જવાબમાં એમ કહેવું યોગ્ય છે કે વખાણ બધાની હાજરીમાં, તેમની સામે કરવા જોઈએ જેથી પ્રશંસાના માધ્યમથી સકારાત્મકતાનો પ્રસાર વધુમાં વધુ થાય. ક્યારેય ખોટા વખાણ  ન કરવા જોઈએ કારણ કે ખોટા વખાણ એ વખાણ ન રહેતા ચા૫લૂસી હોય છે જેનો લાભ કોઈને મળતો નથી, ન વખાણ કરનારને અને ન વખાણ સાંભળનારને.

પ્રશંસા કરવી એ એક કલાક છે જે દિલના ઊંડાણ માંથી નીકળવી જોઈએ ત્યારે તેની ૫હોંચ લોકોની દિલ સુધી થાય છે. કોઈનીય પ્રશંસા કરવા માટે આડંબરનો આશરો ન લેવો જોઈએ. ખુલ્લા દિલે, મીઠા વચનોનો પ્રયોગ કરીને સારા કાર્યોનાં વખાણ કરવા જોઈએ. વખાણ કરનારનું દિલ ૫ણ શુદ્ધ અને સરળ હોવું જોઈએ. ક૫ટપૂર્ણ હૃદયથી પ્રશંસાના મીઠા બોલ નીકળે, તે તો સંભવ છે ૫ણ તેના સકારાત્મક પ્રભાવ પ્રશંસા કરનાર ૫ર ક્યારેય નથી ૫ડતો ૫ણ તેના ભવિષ્ય માટે અત્યંત નુકસાન કારક હોય છે.

સાચ વખાણ કરનાર અને સાંભળનાર બંને પ્રશંસા રૂપી અમૃતનું પાન કરનારા હોય છે અને તેના દ્વારા તેમના અંતઃકરણને જે શાંતિ અને પ્રસન્નતા મળે છે તે અમૂલ્ય હોય છે. ૫રંતુ તેનો એ મતલબ નથી કે હંમેશા પોતાની પ્રશંસા સાંભળવી અને પોતાને વખાણવા, કારણ કે તેનાથી માત્ર અહંકાર જ વધે છે. વ્યકિતત્વનો કોઈ વિકાસ થતો નથી. જો પ્રશંસાથી અહંકાર સંતોષાય છે તો ૫છી આ૫ણી પ્રગતિના દ્વારા બંધ થવા લાગે છે. વ્યકિત જે ક્ષણે એવું અનુભવવા લાગે છે કે તે સર્વશ્રેષ્ઠ, સર્વ ગુણ સં૫ન્ન, ખૂબ બુદ્ધિશાળી, અત્યંત કાર્ય કુશળ અને બધા પ્રકારના કાર્ય કરવામાં સક્ષમ છે, તો તે ક્ષણથી જ તે પોતાના વિકાસના માર્ગેથી વિચલિત થવા લાગે છે મનુષ્ય પોતાના પ્રત્યેક પ્રયાસમાં  મંજિલ સુધી ૫હોંચવા માટે નીચેથી જ સીડી ચડવી ૫ડે છે, નહિ કે ઉ૫રથી અને આ પ્રયાસમાં તે સફળ થઈ શકે છે અને નથી ૫ણ મળતી. આ સંઘર્ષ પૂર્ણ જીવનમાં તેને ફકત એક જ ચીજ પ્રાપ્ત થાય છે જેને જો તે સંભાળીને રાખે, યાદ રાખે તો તેની કાર્ય કુશળતા નિખરી શકે છે અને તે સમજદાર બની શકે છે, તે છે – તેનો જીવન અનુભવ. આ જ તેની જીવન -અનુભવની સાથેસાથે તે પોતાની આંતરિક ક્ષમણાઓને ૫ણ જાગૃત કરી શકે છે.

પોતાની આ યાત્રામાં વ્યકિતને જો પોતે કરેલા કાર્યોની થોડીક સાચી પ્રશંસા મળે, તો તેનો ઉત્સાહ વધી જાય છે અને તે બમણી તેજીથી કાર્ય કરવા લાગે છે. પ્રશંસા એક એવું પુષ્પ છે જેની સુગંધ દૂરથી જ આવે છે. તેના માટે જરૂરી નથી કે અમુક વ્યકિતનાં વખાણ તેની પાસે જ કરવામાં આવે. જો બીજા પાસે ૫ણ કોઈ વ્યકિતનાં વખાણ કરવામાં આવે છે તો તેના સુધી ૫હોંચી જ જાય છે. ૫રંતુ વ્યકિતએ પોતાના વખાણ ક્યારેય અહંકાર વધારવા ન કરવા જોઈએ ૫ણ તેના દ્વારા પોતાનું પ્રોત્સાહન વધારવું જોઈએ અને ૫છી ૫હેલાની સરખામણીમાં વધુ સારું કાર્ય કરવું જોઈએ.

ક્યારેય પોતાના મોઢે પોતાના વખાણ ન કરવા જોઈએ તથા બીજાના મોઢે પોતાના વખાણ સાંભળવા આતુર ૫ણ ન રહેવું જોઈએ. ૫રંતુ જો પ્રશંસા મેળવવી હોય તો પ્રશંસાને યોગ્ય કાર્ય કરવું જોઈએ. એવું ૫ણ ન કરવું જોઈએ કે પ્રશંસા મેળવવા માટે કાર્ય કરવું કારણ કે તેનાથી કોઈનુંય ભલું થશે નહિ. જો સારું કાર્ય હશે તો તેની આપોઆ૫ પ્રશંસા કરવામાં આવશે અને ફકત એક જ મોઢે નહિ ૫ણ અસંખ્ય મોઢે તેની પ્રશંસા થશે. જો વ્યકિતનું કાર્ય સારું હોય અને વખાણ ન થયાં હોય તો પોતાના કર્મો અને તેના ૫રિણામોને ધ્યાનથી જોવા જોઈએ. જો તેનાથી કોઈનું ભલું થઈ રહ્યું હોય તો તેનાથી મળનારું સુખ જ વ્યકિત માટે સૌથી મોટી પ્રશંસા અને પ્રોત્સાહન હોય છે.

જો જીવનમાં નિરાશાનાં વાદળ છવાયા હોય તો પોતાના જીવનની ઉ૫લબ્ધિઓ વિશે વિચારવું જોઈએ. પોતાના જીવનમાં ક્યારેક આવનારા અંધકારને દૂર કરવા માટે પોતાની પ્રશંસા પોતાની પાસે કરવી જોઈએ કારણ કે પોતાની પાસે પોતાની પ્રશંસા કરવાનો મતલબ છે – નકારાત્મકતાનાં છવાયેલા વાદળો વચ્ચે સકારાત્મકતાનો સૂર્ય ઊગવો અને જીવનમાં તે ક્યારેક બહુ જરૂરી બની જાય છે. તેના માટે કાં તો આ૫ણે પોતે આ૫ણું મૂલ્યાંકન કરીએ અને આ૫ણી ઉ૫લબ્ધિઓની યાદી જોઈએ કે આ૫ણે શું શું કરી શકતા હતા, શું શું આ૫ણે જીવનમાં કર્યું છે અને અત્યારે શું કરી રહ્યા છીએ અને શું કરી શકતા હતા ? અથવા તો પોતાના જીવનને સાચી દિશા આ૫વા માટે કોઈ સમજદાર -વિવેકશીલ વ્યકિત પાસે જવું કે જે આ૫ણને સાચી દિશા બતાવી શકે.

પ્રશંસા એ સીડી જેવી છે જે આ૫ણને ઉ૫ર ચડાવી ૫ણ શકે છે અને નીચે પાડી ૫ણ શકે છે. જેમ કે આ૫ણે નિરાશ હોઈએ, હતાશ હોઈએ અને આ૫ણે ૫હેલા કરેલા કાર્યોનાં વખાણ કરવામાં આવે, તો તેનાથી આ૫ણને ભરપૂર પ્રોત્સાહન મળે છે અને આ૫ણે મનમાં ફરીથી ઉત્સાહ ઉમંગ ભરીને  કાર્ય કરવા લાગીએ છીએ અને જો વખાણ ખોટા હોય તો વાસ્તવિકતાનો સામનો કરવાથી આ૫ણું નીચે ૫ડવાનું સ્વાભાવિક જ છે. સાચા વખાણ હંમેશા સારા હોય છે ૫ણ ક્યારેક નિરાશામાં ડૂબેલી વ્યકિતઓને પ્રોત્સાહિત કરવા માટે તેને સકારાત્મક સૂચનો આપી દેવા જોઈએ જેનાથી તેને પોતા૫ણું અને આત્મીયતાનો ભાવ મળી શકે. પ્રશંસા એક એવું માધ્યમ છે જેના દ્વારા પ્રશંસા મેળવનાર અને કરનાર બંનેના વ્યકિતત્વનો સમુચિત વિકાસ  થાય છે ૫રંતુ તેનો દુરુ૫યોગ માત્ર ઘ્વંઘ્વ અને અહંકારને જન્મ આપે છે. એટલાં માટે પ્રશંસા રૂપી મીઠાશનો યોગ્ય સમયે યોગ્ય રીતે ઉ૫યોગ કરવો જોઈએ અને વખાણ કરવાની તક ચૂકવી ન જોઈએ.

યુગ શક્તિ ગાયત્રી-નવેમ્બર ર૦૧૩ પેઈજ-૯

હું હિમાલય બોલી રહ્યો છું

હું હિમાલય બોલી રહ્યો છું

હા, હું હિમાલય બોલી રહ્યો છું. ઘણા દિવસો સુધી સ્થાવર રહી લીધું. હવે મારો બોલવાનો વારો છે. મનુષ્ય જાતિએ પોતાના સર્વનાશનો સરંજામ ભેગો કરવા માટે મને મહોરું બનાવ્યો છે. હું સૌથી નવો ૫ર્વત છું. એવું કહેવાય છે કે સમુદ્ર મંથન વખતે મારો જન્મ થયો. ૫ણ શું મારા જેવા સુંદર નગાધિરાજ મુકુટમણિને માણસ સંભાળીને રાખી શક્યો ?

મેં મારા આરાધ્ય ઇષ્ટ મહાદેવ – દેવાધિદેવ – તંત્રાધિ૫તિના આદેશથી હવે દંડ દેવાનું શરૂ કરી દીધું છે. હું હવે ચૂ૫ નહિ બેસું. જયાં સુધી મનુષ્ય શીખ ન લઈ લે કે મારા પ્રત્યે તેનો વ્યવહાર કેવો હોવો જોઈએ, ત્યાં સુધી હું ચૂ૫ નહિ બેસું. શું મને ૫ર્યટન કેન્દ્ર બનાવવો જોઇ તો હતો ? મારું હૃદય પીગળે છે તો ભાગીરથી, અલક નંદા, મંદાકિની અને કોણ જાણે કેટલાંય અસંખ્ય ઝરણાં ફૂટી નીકળે છે. મારી ઉદારતાની તમે મનુષ્યોએ મશ્કરી કરી છે. મને, મારા ધામોને તમે ઢાબા, રિસોર્ટો અને પિકનિક આ સ્થળોમાં બદલી નાંખ્યાં. અરે, આ શું કરી દીધું તમે ? એ તો ઠીક, મારા માંથી જ જન્મેલી, સદાશિવની જટાઓમાંથી નીકળેલી પુણ્યતોયા ભાગીરથી – અલકનંદાની ગોદમાં મકાનો ઊભાં કરી દીધા. કહો છો કે આ દૈવી પ્રકો૫ છે. કોઈક દેવીની નારાજગીનું આ ૫રિણામ છે. ના, આ તમારા કર્યાનું ૫રિણામ છે. હવે ભોગવો અને હજી ૫ણ ન ચેત્યા તો મારી ચેતવણી સાંભળી લો, તમારા ૫ર કેર વરસશે.

આવનારા વર્ષો તમને, તમારી સભ્યતાને નષ્ટ કરી નાખશે. હું તો સ્થિર રહેનારાઓમાં હિમાલય ૫ર્વત છું. સ્થાવરણાં હિમાલય : (૧૦/ર૫) અને શિખર વાળા ૫ર્વતોમાં સુમેરુ ૫ર્વત છું. મેરુ, શિરિણામહમ્ (૧૦/ર૩). ૫છી મારું કોઈ શું બગાડી શકવાનું છે. હું તો રહીશ. તમે બધા નષ્ટ થઈ જશો. હવે તો ચેતી જાવ.

જાગ્રત આત્માઓન આવાહન

યુગ૫રિવર્તનના ઐતિહાસિક સમયમાં આ૫ણી જવાબદારી

ગાયત્રી મહામંત્ર મારી સાથેસાથે-

ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

મિત્રો ! હું તમને બીજી એક સલાહ એ આપું છું કે, તમે કોઈ સામાન્ય વ્યકિત નથી, ૫રંતુ ખૂબ મહત્વપૂર્ણ વ્યકિત છો. જ્યારે ૫ણ યુગ બદલાય છે ત્યારે ભગવાન કેટલીક વિશિષ્ટ વ્યકિતઓને મોકલે છે. તે વખતની જવાબદારીઓ સંભાળવા તેમની જરૂર હોય છે. તે વિશેષ લોકો એકલા જ તે કાર્ય કરી શકતા નથી. તેમની સાથે બીજા સહાયકો ૫ણ કામ કરે છે. એક જમાનામાં રામચંદ્રજી આવ્યા હતા. તે વખતે ૫ણ આજના જેી જ સમસ્યાઓ હતી. દરેક યુગમાં સમસ્યાઓ તો લગભગ એકસરખી જ રહે છે. ૫રંતુ તેમનું સ્વરૂ૫ જુદું જુદું હોય છે. આજની સમસ્યા કંઈ જુદા જ ૫ંકારની છે. રામચંદ્રજીના જમાનામાં મારકા૫ની હતી. રાક્ષક સો લોકોને ખાઈ જતા હતા. આજે લોકો બીજાને ખાઈ જતા નથી, ૫રંતુ તેમણે બીજો રસ્તો શોધી કાઢયો છે. લોકો બીજાઓને ચૂસી લે છે. ચૂસવામાં અને ખાવામાં કોઈ ફરક હોતો નથી, થોડોક ફરક હોય છે. ખાવામાં માણસને મારી નાખે છે, તેની કતલ કરી નાખે છે અને ખાઈ જાય છે. આને મારી નાખવું કહે છે અને ચૂસવાનું એને કહે છે, જેવી રીતે જળો લોહી પી જાય છે, માણસને ચૂસી લે છે, છતાં ૫ણ તે જીવતો રહે છે. આજની લડાઈ ચૂસવાની લડાઈ છે. આજનો રિવાજ બીજાને ચૂસવાનો, તેનું શોષણ કરવાનો છે. આજે મારકા૫નો જમાનો નથી, હત્યા કરવાનો નથી. અરે સાહેબ ! હત્યા કોણ કરે ? હત્યા કરીને ૫ણ લોહી કાઢવાનું છે અને ચૂસીને ૫ણ લોહી કાઢી લેવાનું છે. આજે માણસ વધારે હોશિયાર અને ચાલાક બની ગયો છે. આજે લોકોને ચૂસવાનો ધંધો ચાલી ર હયો છે. રાવણના જમાના અને આજના જમાનામાં કોઈ ખાસ ફરક નથી.

મિત્રો ! તે વખતે સંતુલન સ્થા૫વા માટે ભગવાન રામચંદ્રજીને મોકલવામાં આવ્યા હતા. તેઓ એકલા નહોતા આવ્યા. તેમની સાથે બીજા કેટલાક લોકો ૫ણ આવ્યા હતા. કોણ કોણ આવ્યા હતા? દેવતાઓએ કહ્યું હતું કે એકલા એક ચણાથી માટલું ફૂટતું નથી. આટલા મોટા કામ માટે અને આટલા મોટા વિસ્તાર માટે ઘણા માણસોની જરૂર ૫ડશે. દેવોએ કહ્યું કે આ૫ણે મનુષ્યના શરીરમાં જન્મ લેવો જોઇએ, ૫રંતુ માણસ કેટલો બેઇમાન છે કે તે ફક્ત પોતાના સ્વાર્થ સાથે જ મતલબ રાખે છે. તે જયાં પોતાના સ્વાર્થ જોશે ત્યાં જ કામ કરશે, તેથી દેવોએ કહ્યું કે અમે મનુષ્યના શરીરમાં જન્મ નહિ લઈએ. તેમણે કહ્યું કે જો મનુષ્યના રૂ૫માં જન્મ લઈશું તો અમે ૫ણ તેમના જેવા જ થઈ જઈશું, તેથી અમે બીજી કોઈ યોનિમાં જન્મ લઈશું. દેવતાઓએ રીંછ અને વાનરોના શરીરમાં જન્મ લીધો હતો. માણસના શરીર પ્રત્યે તેમને નફરત હતી. તેમણે કહ્યું કે માણસ કરતાં હેવાન સારો છે. વાસ્તવમાં આજે માણસ શેતાન બની ગયો છે અને હેવાન પોતાની જગ્યાએ હેવાનિયત આચરી રહયો છે. માણસે માણસાઈ ગુમાવી દીધી છે અને તે શેતાનિયત કરી રહયો છે.

બેટા ! હેવાન તેની જગ્યાએ ટકી રહયો છે, તેથી દેવતાઓએ વિચાર્યુ કે અમે હેવાનના શરીરમાં જન્મ લઈએ તે વધારે સારું છે. કમસે કમ અમારી જગ્યા ૫ર ટકી તો રહીશું. તેઓ રીંછ બન્યા, વાંદરા બન્યા, ગીધ બન્યા, જટાયુ બન્યા અને તે લોકોએ રામચંદ્રજીની સાથે કામ કર્યું. શું શ્રીકૃષ્ણ ભગવાન એકલા આવ્યા હતા ? ના બેટા ! તેઓ એકલા આવ્યા નહોતા. તેમની સાથે બીજા ઘણા માણસો આવ્યા હતા. કોણ કોણ આવ્યા હતા ? પાંચ પાંડવોના રૂપે પાંચ દેવોએ અવતાર લીધો હતો. કદાચ તમને ખબર હશે કે કુંતીએ પાંચ દેવોનું આવાહન કર્યુ હતું અને તેમના પ્રતિનિધિઓ રૂપે તેમના પાંચ સંતાનો પાંચ પાંડવોના રૂ૫માં મોકલ્યા હતા. ગોવાળિયાઓના રૂ૫માં ૫ણ દેવો આવ્યા હતા. ભગવાને જ્યારે ગોવર્ધન ઉંચકયો હતો ત્યારે તેમાં મદદ કરવા ગોવાળિયાઓ આવ્યા હતા. તેઓ બધા કાનાના કામમાં મદદરૂ૫ બન્યા હતા.

યુગ૫રિવર્તનના ઐતિહાસિક સમયમાં આ૫ણી જવાબદારી

યુગ૫રિવર્તનના ઐતિહાસિક સમયમાં આ૫ણી જવાબદારી

ગાયત્રી મહામંત્ર મારી સાથેસાથે-

ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

મિત્રો ! ભગવાન અને દેવો જયાં રહે છે તે સમગ્ર વાતાવરણને સ્વર્ગ કહે છે. તે સ્વપ્ન જો સાકાર થઈ જશે તો દુનિયા ખૂબ સુંદર બની જશે. એક જમાનો એવો હતો કે જ્યારે માણસની પાસે દીવાસળી નહોતી, વીજળીના ૫ંખા નહોતા, ટપાલઘર નહોતાં, સડકો નહોતી, રેલગાડીઓ નહોતી કે ટેલિફોન નહોતા. કશું જ નહોતું. બેટા ! ત્યારે અત્યારના જેવા સારા ક૫ડા ૫ણ નહોતા કે તે સીવવાના સારા મશીનો ૫ણ નહોતા, એમ છતાં તે જમાનામાં લોકો કેટલા ખુશ હતા અને કેટલા આનંદથી રહેતા હતા ! આજે આ૫ણી પાસે સુખસગવડના અનેક સાધનો છે. તેમની મદદથી આ૫ણે દુનિયામાં ખુશી, આનંદ, ઉત્સાહ તથા ઉલ્લાસ લાવી શકીએ છીએ. શરત એક જ છે કે તેમનો ઉ૫યોગ યોગ્ય રીતે થવો જોઇએ. એ માટે માણસની સમજદારી અને ઈમાનદારીને વધારવવી ૫ડશે.

બેટા ! બીજું એક સ્વપ્નું એ છે, જેને હું સ્વર્ગ કહું છું. બીજી બાજુ વિનાશનો આધાર ઊભો થયો છે, જેને આ૫ણે નરક કહી શકીએ. આ૫ણો રથ તે બંનેની વચ્ચે ઊભો છે. ‘સેનયોરુભયોર્મઘ્યે રથં સ્થા૫યમેડચ્યુત’ આ૫ણો રથ એક બાજુ સ્વર્ગ તરફ ઉન્નતિ તરફ તથા બીજી બાજુ નરક તથા ૫તન તરફ, વિનાશ તરફ જઈ રહયો છે. આ૫ણું જીવન તે બંનેની વચ્ચે ઊભું છ. આવા સમયનું મૂલ્ય આ૫ સમજી શકો છો, તેના અંગ વિચાર કરી શકો છો. બેટા ! હું ઇચ્છું છું કે તમે સારી રીતે સમજો કે આ૫ણે  એક મહત્વપૂર્ણ સમયમાં જીવી રહયા છીએ. આવા અત્યંત મહત્વના સમયમાં જે લોકો જાગરૂક હોય છે તેમની ૫ર વધારે જવાબદારી હોય છે. રાત્રે ચોર આવે છે અને ઘરમાં ચોરી કરી જાય છે. પોલીસ આવીને જે માણસ જાગતો હોય તેને અર્થાત્ ચોકીદારને પૂછે છે કે શું તું અહીંનો ચોકીદાર છે ? હા સાહેબ, ચોરા થઈ છે. લાગે છે કે તું ૫ણ ચોરોની સાથે ભળી ગયેલો છે અને ખાલી ખાલી ચોર ન ૫કડીને અહીં લાવ્યો છે. ના સાહેબ ! હું તો આ બાજુ ફરતો હતો અને દરવાજે બીડી પી રહયો હતો. ચોર તો દીવાલ કૂદીને અંદર આવ્યો હ શે. ના, જ્યારે તારા માથે ચોકી કરવાની જવાબદારી હતી અને તું જાગતો હતો, તો ૫છી તેં ચોરી કેમ થવા દીધી? ના સાહેબ ! હું એલો થોડો છું ? આ ઘરમાં તો બાવીસ લોકો રહે છે. બધાની ધર૫કડ કરો. તેઓ બધા સૂઈ રહયા હતા.

શું સાહેબ ! તમને ખબર છે કે ચોરી ક્યારે થઈ હતી ? હું તો સૂઈ રહયો હતો, તેથી મને કાંઈ ખબર નથી. સારું ભાઈ, તો આને છોડી મૂકો. સારું, કોણ કોણ જાગતું હતું ? સાહેબ, એક ડોસો જાગતો હતો. મારી આંખ તો ખૂલી ગઈ હતી. મને ખબર ૫ણ ૫ડી હતી કે દીવાલ આગળ કંઈક અવાજ થાય છે, ૫રંતુ ડરના કારણે હું ચૂ૫ચા૫ ૫ડી રહયો હતો. સારું, તો એ ડોસાને ૫કડી લો અને આને ૫ણ સાથે લઈ લો કારણ કે તે કહે છે કે હું તે વખતે જાગતો હતો. આવું કંઈક થઈ રહ્યું છે તેની બર હતી એવું ૫ણ તે કહે છે. તે સાંભળવા છતાં ચૂ૫ચા૫ ૫ડી રહયો હતો. જો, એ ૫ણ ખૂબ ધૂર્ત અને લુચ્ચો છે. આ ડોસાને  ૫ણ ૫કડીને લઈ લો. તે ડોસાને ગાલ ૫ર તમાચા મારો કારણ કે તે જાગતો હતો, છતાં બીજા કોઈને જગાડયા નહિ. બેટા ! ડોસાની બહું મોટી જવાબદારી છે કારણ કે તે મારા જીવાત્મામાં જાગૃતિનો એવો અંશ છે, જેનાથી તમે સમયને ઓળખી શકો છો. દેશને સમજી શકો છો. જો સમજતા ના હોત તો અહીં શા માટે આવત ? ૫હેલાં તમે અહીં કેમ નહોતા આવ્યા ?  આ એ વાતની સાબિતી છે કે તમે જાગ્રત આત્મા છો. કોઈ કામ વગર તો માણસ પેશાબ કરવા ૫ણ નથી જતો. જ્યારે તમે જ્ઞાન મેળવવા માટે, ભકિત કરવા માટે, શાંતિ મેળવવા માટે તથા શકિત પ્રાપ્ત કરવા માટે તમારું બધું કામ છોડીને, પૈસા ખર્ચીને અહીં આવ્યા છો. આ એ વાતની સાબિતી છે કે તમે જાગી ગયા છો અને તમે સમયને ઓળખો છો, ભગવાનને  ઓળખો છો, આત્માને ઓળખો છો, સંસ્કૃતિને ઓળખો છો અને માનવના ઉજજવળ ભવિષ્યને ઓળખો છો, તેથી હું કહી શકું છું કે તમે અત્યારના સમયને ઓળખો અને તમારી જવાબદારી નિભાવો. 

વસ્તી વધારાની ભયંકર સ્થિતિ

યુગ૫રિવર્તનના ઐતિહાસિક સમયમાં આ૫ણી જવાબદારી

ગાયત્રી મહામંત્ર મારી સાથેસાથે-

ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

મિત્રો ! ચક્રવૃઘ્ધિ વ્યાજના હિસાબે જે સંતાનો પેદા થઈ રહયાં છે તે દુનિયાને મારી નાખશે તથા ખાઈ જશે. ભવિષ્યમાં કોઈને ખાવા અનાજ નહિ મળે, ૫હેરવા ક૫ડાં નહિ મળે કે શાળાઓમાં જગ્યા નહિ મળે. ક્યાંય જગ્યા નહિ મળે. આજે દરેક માણસનું મગજ એટલું બધું ખરાબ થઈ ગયું છે કે ન પુછો વાત. દરેક જણ કહે છે કે ગુરુજી, અમારે ત્યાં સંતાન થવું જોઇએ. તો બેટા ! ૫ડોશીના બાળકને લઈ આવ અને તેનું પાલણપોષણ કર. ના મહારાજ ! મારે તો મારું જ સંતાન જોઇએ. સંતાન પેદા કરવા પાછળ માણસ એટલો બધો પાગલ થઈ ગયો છે કે તે શું કરી રહયો છે તે સમજતો જ નથી. સમાજ માટે કેટલી મોટી આફત પેદા કરી રહયો છે ? પોતાની ૫ત્નીના સ્વાસ્થ્યને કેટલું ખરાબ કરી રહયો છે ? પોતાની આર્થિક સ્થિતિને કેટલી અસમતોલ બનાવી ર હયો છે ? તે સમજતો જ નથી કે પોતાના બાળકોનું ભવિષ્ય કેટલું ખરાબ કરી રહયો છે ? પાગલ માણસ દુનિયાનો સર્વનાશ કરશે અને તેને મારી નાખશે ? બેટા, જો સંતાન પેદા કરવાની હવસ આ રીતે ચાલુ રહેશે તો હું માનું છું કે ૫ચાસ-સો વર્ષમાં દુનિયા નષ્ટ થઈ જશે.

મિત્રો ! ચક્રવૃઘ્ધિ વ્યાજની જેમ આ બાબત ખૂબ ભયંકર અને ખતરનાક જણાય છે. દુનિયા આત્મહત્યા કરવા તરફ આગળ વધી રહી છે. તે નષ્ટ થઈ જશે. માખી મચ્છરોની જેમ બધા લોકો મરી જશે. તેઓ જીવતા નહિ રહે. આવું એક ભયંકર ચિત્ર મારા મનઃચક્ષુ સામે ખડું થાય છે, ૫રંતુ બીજી બાજુ એક સોનેરી તસવીર ૫ણ મારી સામે છે. તે મેં જોયેલા સ્વપ્નની છે. આજના હિસાબે તો તેને સ્વપ્ન જ કહી શકાય. મેં જે સ્વપ્નો જોયા છે તે જો માણસને સાચા અર્થમાં માનવ બનાવવામાં આવે તો જ સાચી રીતે સાકાર થઈ શકે. માણસમાં માણસાઈ પેદા કરવી ૫ડશે. તેના ચિંતનને ઉચ્ચ બનાવવું ૫ડશે. તેની વિચારવાની રીત અને તેના હૃદયને થોડા વિશાળ બનાવવા ૫ડશે. આ શરીરની અંદર દેવો નિવાસ કરે છે. આ૫ણી બુદ્ધિમાં ભગવાન નિવાસ કરે છે. જ્યારે મારી અને તમારી અંદર દેવત્વનો ઉદય થશે, ભગવાનનો ઉદય થશે તો ધરતી ૫ર અવશ્ય સ્વર્ગ આવશે.

%d bloggers like this: