યુવાઓ, પોતાને ઓળખો

યુવાઓ, પોતાને ઓળખો

હે નવજવાનો, યાદ રાખો કે જે દિવસે તમને તમારા હાથ પર અને દિલ પર વિશ્વાસ આવી જશે તે દિવસે તમારો અંતરાત્મા કહેશે કે અવરોધોને કચડી નાખીને તું એકલો ચાલ, એકલો ચાલ. તારા માથાનો પરસેવો લૂછવા માટે હવામાં શીતળ પાલવ લહેરાઈ રહ્યો છે.

જે વ્યક્તિઓ ઉપર તમે આશાઓનો વિશાળ મહેલ બનાવ્યો છે તેઓ કલ્પનાના આકાશમાં વિહાર કરવા સમાન અસ્થિર, સારહીન અને કમજોર છે. પોતાની આશાને બીજા લોકો ના ભરોસે રાખવી તે પોતાની મૌલિક તાનો નાશ કરીને પોતાના સાહસને પાંગળું બનાવી દેવા સમાજ છે. જે માણસ બીજાઓની મદદથી જીવનયાત્રા કરે છે તે એકલો પડી જાય છે. એકલા પડી જતાં તેણે પોતાની મૂર્ખતા નું ભાન થાય છે.

પં. શ્રીરામ શર્મા આચાર્ય

સંપૂર્ણ ક્રાંતિ ની સંજીવની યુવા વર્ગ

સંપૂર્ણ ક્રાંતિ ની સંજીવની યુવા વર્ગ

કોઈ એક અંગમાં પાક થયો હોય તો ચીરો મૂકીને પરુ કાઢી શકાય છે, પરંતુ આખું શરીર જો પાકી ગયું હોય તો સંપૂર્ણ કાયાકલ્પ માટેના અચૂક ઉપચારો કરવા પડશે. આજે દેશની જે દશા છે તેના માટે નાની મોટી ક્રાંતિઓથી કામ નહિ ચાલે. એના માટે તો સંપૂર્ણ ક્રાંતિ જ કરવી પડશે.  આ મહાન સાહસ દેશની યુવા પેઢી જ કરી શકશે.

યુવા પેઢી પાસે મને ઘણી આશાઓ છે. તેમને ધ્યાનમાં રાખીને મેં અનેક સપના સેવ્યાં છે. ખૂબ વર્ગ અને વિશ્વાસની સાથે કહી શકાય કે રાષ્ટ્રની યુવા ચેતના જો જાગી જશે તો ભારત માતા ફરીથી યશસ્વિની બનશે. યુવા પેઢીની શકિત પર વિશ્વાસ રાખીને જ્યારે હું ભવિષ્યને જોઉ છું ત્યારે મારા મુખ પર ખુશી છવાય જાય છે. ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે, પરંતુ તેની વર્તમાન દુર્દશાથી મને ભયંકર દુખ થાય છે.

પં. શ્રીરામ શર્મા આચાર્ય

ઘ્વંસાત્મક નહિ, પરંતુ સર્જનાત્મક ક્રાંતિ કરો.

ઘ્વંસાત્મક નહિ, પરંતુ સર્જનાત્મક ક્રાંતિ કરો.  :  સ્વતંત્ર ભારતના યુવકો આજે એવું કહી શકે છે કે તે વખતે સ્વાધીનતા માટે રાષ્ટ્રીય ક્રાંતિ ની જરૂરિયાત હતી, પરંતુ આજે તો ભારત સ્વતંત્ર છે. યુવાનો એ સમયની માગને અનુરૂપ ક્રાંતિ ના અર્થ ને સમજવો જોઈએ. સામાન્ય અર્થમાં ક્રાંતિ એટલે તોડફોડ, સત્તા પલટો તથા વ્યવસ્થા માં પરિવર્તનની પ્રક્રિયા માનવામાં આવે છે, પરંતુ આજનો યુવાન તથા સમાજ જે સમસ્યાઓથી પીડાય છે તેમના સમાધાન તથા ઉપચાર માટે ગંભીર તથા વ્યાપક ઉપચારોની જરૂર છે. તેમના સ્વરૂપ તથા ઉદૃેશ્યને સમજવામાં ભૂલ ન કરવી જોઈએ. આજે વ્યકિતત્વના શુદ્ધિકરણ દ્વારા સમાજની એક ઉદાત પરિકલ્પના ને સાકાર કરવા માટે ક્રાંતિ ની જરૂર છે. તે બૌદ્ધિક, નૈતિક તથા સમાજિક ક્રાંતિ હશે. આજના સમયની ક્રાંતિ કોઈ રાજનૈતિક, ધાર્મિક, સાંપ્રદાયિક કે જાતિ સ્વાર્થ દ્વારા પ્રેરિત ન હોઈ શકે. તેનો મૂળભૂત ઉદ્દેશ્ય સર્જન કરવાનો છે, ધ્વંસ નહિ. નવું ભવન બનાવવા માટે જૂના ખંડેરનેતોડવાના રૂપમાં કદાચ થોડોક ધ્વંસ કરવો પડે.

પરિવર્તનના આ મહા યુગમાં યુવાનોએ દુષ્પ્રવૃત્તિઓના કુચક્ર માંથી બહાર નીકળીને સમગ્ર ક્રાંતિ માટે આગળ આવવું જોઈએ. સમયના આ પોકારને કોઈ પણ ભાવનાશીલ તથા વિચારશીલ યુવાન એક કાનથી સાંભળીને બીજા કાને કાઢી ના શકે. આ આદર્શ માટે તેમણે પોતાનો સ્વાર્થનો ત્યાગ કરવો પડશે. કોઈ પણ મહાન કાર્ય ત્યાગ વગર થઈ ન શકે. યુવાઓએ હંમેશા સમયના પોકારને સાંભળ્યો છે. ભલે પછી તે આધ્યાત્મિક કે સાંસ્કૃતિક ક્રાંતિ હોય અથવા તો રાજનૈતિક કે સામાજિક ક્રાંતિ હોય. દરેક વખતે યુવા પેઢી જ પોતાની સુખ સુવિધાઓ, પદ, પ્રતિષ્ઠા કે કુટુંબ ના મોહના બંધનોને તોડીને સાહસ પૂર્વક કૂદી પડી હતી. યુગની અવ્યવસ્થા, અ સુરતા, અનીતિ તથા અત્યાચાર ને ધ્વસ્ત કરવા માટે તેઓ સળગતા દાવાનળ માં કૂદી પડે છે.

ઐતિહાસિક પરિવર્તનના આ યુગમાં યુગ નિર્માણ મિશને સમગ્ર ક્રાંતિ માટે ફરીથી યુવાઓને આહવાન કર્યું છે. આજે અ સુરતા પૂરેપૂરી શક્તિથી સર્વતોમુખી વિનાશ કરવા માટે તૈયાર થઈ ગઈ છે. તો બીજી બાજુ સર્જનની અસીમ સંભાવનાઓ પણ પોતાના દૈવી પ્રયાસમાં સક્રિય છે. આવા સમયે યુવાઓ પાસે આવી આશા રાખવામાં આવે છે કે તેઓ પોતાની મૂર્છા, જડતા, સંકીર્ણ સ્વાર્થ તથા અહંનો ત્યાગ કરીને યુગના અભૂતપૂર્વ સાંસ્કૃતિક દિગ્વિજય અભિયાન સાથે જોડાઈ જાય અને આપણા સમાજ, રાષ્ટ્ર તથા વિશ્વના ઉજ્જવળ ભવિષ્યને સાકાર કરવામાં ઐતિહાસિક ભૂમિકા નિભાવે.

પં. શ્રીરામ શર્મા આચાર્ય

%d bloggers like this: