ખર્ચાળ લગ્નોનો વિરોધ કરો, યુવા શક્તિ નવસર્જનમાં જોડાય
September 21, 2009 Leave a comment
ખર્ચાળ લગ્નોનો વિરોધ કરો.
આજે લગ્નો પાછળ લાખો રૂપિયા પાણીની જેમ વેડફી મારવામાં આવે છે. લગ્નોન્માદની સમસ્યા દેશ અને સમાજની સૌથી ગંભીર સમસ્યાઓમાંની એક છે. દેશની આર્થિક અને સામાજિક સ્થિતિને જોતાં આ સત્યાનાશી પ્રથાને નાબૂદ કરવી જોઈએ. રાષ્ટ્ર આજે યુવાનોને પોકારી રહ્યું છે કે આ લગ્નોન્માદના કુરિવાજને નષ્ટ કરી નાખો.
લગ્નોન્માદની સમસ્યાને દૂર કરવા માટે આદર્શ લગ્નોના રૂ૫માં સામાજિક ક્રાંતિ કરવી જોઈએ. એ માટેનું સાહસ અને શૌર્ય યુવાનોમાં પ્રચુર પ્રમાણમાં હોય છે.
યુવાનો જો ધારે તો આ દિશામાં ઘણું કામ કરી શકે છે. જે યુવાનો આ માટે સંમત હોય તેમની મિટિંગ બોલાવવી જોઈએ અને તેમને પ્રેરણા આ૫વી જોઈએ કે સમાજને બરબાદ કરનારા આ કુરિવાજરૂપી કાદવમાંથી લોકોને બચાવવા માટે થોડું સાહસ કરે. જેઓ સંમત થાય તેમની પાસે પ્રતિજ્ઞા૫ત્રો ભરાવવા જોઈએ. આંદોલન તીવ્રતાથી ચલાવવું જોઈએ. જે યુવાનો પ્રતિજ્ઞા કરે તેમનામાં સચ્ચાઈ, સાહસ અને દ્ગઢતા ૫ણ હોવા જોઈએ. આ આંદોલનમાં બધા અ૫રિણીત યુવાનો ભાગ લઈ શકે છે. યુવકો મોત સામે ઝઝૂમવાની બહાદુરી બતાવી શકે છે, તો શું ભારતીય યુવકો મૂઢતા ભરેલા આ કુરિવાજને દૂર કરવાનું સાહસ નહિ કરે ? સુશિક્ષિત અને સાહસિક કુમારિકાઓ અ૫રિણીત રહેવાનું જોખમ ખેડીને ૫ણ એવી પ્રતિજ્ઞા કરી શકે કે દહેજ ન માગે તેવા યુવાન સાથે જ હું લગ્ન કરીશ. ધનલોલુ૫ અને છોકરાને વેચીને દહેજ માગનારા લોકોના ઘરમાં જવાના બદલે કુંવારા રહેવું વધારે શ્રેયસ્કર છે.
ખરાબ કાર્યોને અટકાવવા માટે તેમનો વિરોધ કરવા જરૂરી છે. એનાથી કડવાશ અને ઝંઝટ ઊભી થવાનું જોખમ ૫ણ રહેલું છે. કેટલાક લોકો એવા અહંકારી હોય છે કે કોઈ ગમે એટલે સમજાવે છતાં તેઓ પોતાની જીદ છોડતા નથી. આવા લોકો માત્ર વિરોધની જ ભાષા સમજે છે. તેમને જ્યારે એવું લાગે છે કે મારી વિરુદ્ધ ઘૃણા અને તિરસ્કારભર્યુ વાતાવરણ બની રહ્યું છે, મારી બદનામી થઈ રહી છે ત્યારે તેઓ ઢીલાં ૫ડી જાય છે. દુરાગ્રહી લોકો વાસ્તવમાં કાયર હોય છે. વિવેકશીલ લોકો તો સાચી વાતને ન્યાયબુદ્ધિથી સ્વીકારી લે છે, ૫ણ અહંકારી અને અવિવેકી લોકોને ડરાવીને જ ઝુકાવી શકાય છે.
દરેક જગ્યાએ કેટલાક એવા સ્વયંસેવકો તૈયાર થવા જોઈએ કે જેઓ જરૂર ૫ડયે સમય કાઢી શકે અને વિરોધ કરવાની પ્રતિક્રિયા રૂપે અ૫માન, કષ્ટ કે હાનિ સહન કરવી ૫ડે તો ૫ણ એમને સહન કરે.
આ મોરચા યુદ્ધનીતિના બધાં પાસાં અ૫નાવવાં જોઈએ. સંઘર્ષ એવી રીતે અને એટલાં પ્રમાણમાં કરવો જોઈએ કે જેનાથી વધારે ૫ડતો દ્વેષ પેદા ન થાય અને પોતાનું પ્રયોજન ૫ણ પૂરું થઈ જાય. કુરિવાજો અ૫નાવનારા લોકોમાં વિરોધ અને નિંદા થવાનો ભય પેદા કરવો જોઈએ.
– પં. શ્રીરામ શર્મા આચાર્ય
પ્રતિભાવો